________________
૧૪
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર
નામ બદલી બુદ્ધિવિજયજી નામ રાખવામાં આવ્યું. સાથે આવેલા બે મુનિઓ મૂળચંદજી અને વૃદ્ધિચંદજી તેમને પણ દીક્ષા આપી મુનિવર્યશ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યા. તેમના નામ અનુક્રમે મુક્તિવિજયજી અને વૃદ્ધિવિજયજી દેવામાં આવ્યા. જો કે આ નામો ફેરવવામાં આવ્યાં ખરાં પરંતુ પ્રથમનાં નામો અતિ પરિચિત હોવાથી અદ્યાપિ તેઓ પ્રથમનાં નામથીજ ઓળખાય છે. આ મહાત્માએ પંજાબમાં મૂર્તિપૂજકોનો ઉચ્છિન્ન થતો માર્ગ પુનઃ સજીવન કરવામાં પ્રયત્ન કર્યો તેમાં કેટલેક અંશે ફળીભૂત થયા. સંવેગીપણાની દીક્ષા અંગીકાર કરી ફરી પંજાબ ગયા. પુનઃ શુદ્ધમાર્ગનું સિંચન કરી ગુજરાત આવ્યા. અને ૧૯૩૮ ના ફાગણ વદ અમાસના દિવસે કાળ ધર્મ પામ્યા એમનો શિષ્ય પરિવાર મહાન છે હાલ વિચરતા મુનિવરોમાં મોટો ભાગ એમનો છે. એમના પ્રથમ શિષ્ય -
(૧) મુક્તિવિજયજી (મુળચંદજી) પંજાબમાં સ્યાલકોટ નગરમાં એમનો જન્મ ઓસવાળ જ્ઞાતિમાં સં. ૧૮૮૬ માં થયો હતો. ૧૯૦૨ માં બુટેરાવજી પાસે ઢુંઢકમતમાં દીક્ષા લીધી હતી અને ૧૯૦૩ માં તેમની સાથે મુહપત્તિ તોડી સંવેગી માર્ગ અંગીકાર કર્યો. ૧૯૧૨ માં યોગોદ્રહન કરી વડી દીક્ષા લીધી અને મહારાજશ્રી બુટેરાવજીના શિષ્ય બન્યા. સંવત ૧૯૨૩ માં તેમને પંન્યાસજી મણિવિજયજી મહારાજે ગણીપદ આપ્યું હતું. અમદાવાદ, બોરૂ, શીહોર વિગેરે સ્થળોમાં એમણે સારો ઉપકાર કર્યો છે. શેઠ દલપતભાઈ તથા શેઠ પ્રેમાભાઈ વિગેરેને એમના પ્રત્યે બહુ સારું માન હતું. એમનો શિષ્ય પ્રશિષ્યાદિ પરિવાર પણ મોટો છે. જેમાં તેમના શિષ્ય કમળવિજયજી (વિજય કમળસૂરિજી) નો પરિવાર વિશેષ છે. એમના અન્ય શિષ્યો હંસવિજયજી, ગલાબવિજયજી. થોભણવિજયજી, ન્યાયશાસ્ત્રના સારા અભ્યાસી દાનવિજયજી વિગેરે હતા. હાલમાં શ્રીવિજયકમળસૂરિજી તથા ગુલાબવિજયજી તથા દાનવિજયજી તથા થોભણવિજયજી ના પરિવારના મુનિઓ વિદ્યમાન છે. સમુદાયના મુનિવર્ગો ઉપર એમનો વિશેષ કાબુ હતો તેમજ વૃદ્ધિચંદજી વિગેરે ગુરૂભાઈઓ પણ એમનું બહુમાન કરતા હતા. સંવત ૧૯૪૫ ના માગશર વદિ છઠને દિવસે ભાવનગરમાં તેઓ કાળ ધર્મ પામ્યા. અગ્નિસંસ્કાર સ્થાને એમનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે.
(૨) વૃદ્ધિવિજયજી (વૃદ્ધિચંદજી) પંજાબ રામનગર શહેરમાં એમનો જન્મ ઓસવાળ જ્ઞાતિમાં સંવત ૧૮૯૦ માં થયો હતો. ૧૯૦૮ ના અષાઢ માસમાં મહારાજશ્રી બુટેરાવજી પાસે દિલ્લીમાં દીક્ષા લીધી અને ૧૯૧૨ માં યોગોદ્વહન કરી વડી દિક્ષા લીધી અને મુનિશ્રી વૃદ્ધિવિજયજી નામથી મુનિવર્યશ્રી બુદ્ધિવિજયજીના શિષ્ય થયા. એઓ શાંત સ્વભાવી હતા. એમના ઉપદેશની અસર બહુ સારી થતી હતી. ભાવનગર વિગેરે સ્થળોમાં એમણે બહુ ઉપકાર કર્યો છે. અત્યારે પણ ભાવનગર એમના ઉપકારનું સ્મરણ કરે છે. એમના ૧ કેવળવિજયજી, ૨ ગંભીરવિજયજી, ૩ ઉત્તમવિજયજી, ૪ ચતુરવિજયજી, ૫ રાજવિજયજી, ૬ હેમવિજયજી, ૭ ધર્મવિજયજી, ૮ નેમવિજયજી, (વિજયનેમિસૂરિજી) ૯ પ્રેમવિજયજી અને ૧૦ કપૂરવિજયજી એ દશ શિષ્યો હતા એ સઘળાઓમાં માત્ર મુનિશ્રી રાજવિજયજી સિવાયના નવ શિષ્યો નો પરિવાર હાલ વિદ્યમાન છે તથા તેમવિજયજી (વિજયનેમિસૂરિજી) અને કપૂરવિજયજી પોતે વિદ્યમાન છે. એમનો શિષ્ય પ્રશિષ્ય વર્ગ વિશેષ છે તેમાં ઘણા વિદ્વાનો છે. આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી વિગેરે તેઓ શિષ્ય પ્રશિષ્ય વર્ગ શાસનને ઉપકાર કરી રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org