________________
શ્રીમાનું મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર થવા લાગી. હવે શહેરમાં મોતીચંદ દીક્ષાના અભિલાષી છે અને થોડીજ મુદતમાં દીક્ષા અંગીકાર કરનાર છે એવી વાતો ફેલાવા લાગી. લોકો મોતીચંદને મહાભાગ્યવાન માનવા લાગ્યા. વળી અત્યાર સુધમાં ગુરૂ મહારાજના સહવાસથી પરિપક્વ થયેલ તેની વૈરાગ્યવાટિકા અત્યંત ખીલી નિકળી હતી. આ વૈરાગ્ય વાટિકાનો રંગ જોઈ પાલીના સંઘે એકત્ર થઈ ગુરૂ મહારાજને વિજ્ઞપ્તિ કરી જે :- “મહારાજા ! આ પાલીના સંઘ ઉપર જેવી રીતે આપે કૃપા કરી, આપના દર્શનથી અને દેશનાથી અમોને કતાર્થ - પાવન કર્યા તેવીજ રીતે કપા કરી ભાગ્યશાળી વૈરાગ્યવાન અમારા સાધર્મિકબંધુ મોતીચંદભાઈને અત્રે દીક્ષા આપી અમારી આ ભૂમિને પાવન કરી અમારી અભિલાષા પૂર્ણ કરો.' ગુરૂ મહારાજાએ પણ યોગ્ય અવસર જાણી પોતાની સમ્મતિ દર્શાવી. કહેવાની જરૂર નથી કે મોતીચંદ તો અણગાર થવાને અતિ ઉત્સુક હતા, અને મુહૂર્તની રાહ દેખતા હતા. મહોત્સવ અને દીક્ષા
ગુરૂમહારાજશ્રીની સંમતિ મળવાથી સંઘમાં અપૂર્વ આનંદ થયો. મંદિરોમાં અષ્ટાત્વિકા મહોત્સવ શરૂ થયો. નાટક, ગીત, વાજીંત્રોના નાદ થવા લાગ્યા. મોતીચંદભાઈની ઘેર ઘેર પધરામણી થવા લાગી. સાધર્મિકભાઈઓ અનેક પ્રકારે તેમની ભક્તિ કરવા લાગ્યા. અનુમે દીક્ષા દિવસ આવ્યો. આડંબરપૂર્વક વરઘોડો ચઢ્યો. દીક્ષા સ્થાને આવ્યા. ઉત્સાહપૂર્વક મહાન સમુદાય એકઠો થયો. યાચકોને દાન દેવાયાં. દીક્ષા વિધિ શરૂ થઈ. મોતીચંદભાઈએ જ્યારે આભરણો ઉતારવા માંડ્યાં. ત્યારે સુકોમળ હૃદયવાનનાં હૈયાં ભરાવા લાગ્યાં, કેટલાકની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં. કેટલાક અનુમોદન કરવા લાગ્યા. કેટલાક મોતીચંદભાઈને, કેટલાક ગુરૂમહારાજને અને કેટલાક ઉભયને ધન્યવાદ દેવા લાગ્યા. અને કેટલાક વિષય કષાયરૂપ કીચડમાં ખૂંચેલા પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. પરંતુ મોતીચંદભાઈના મુખ ઉપરતો આજે અપૂર્વ આનંદની રેખાઓ તરવરતી હતી. આજે પોતાની અભિલાષા પુર્ણ થાય છે. બંધનથી મુક્ત થવાય છે. અને ચારિત્ર રત્નન પ્રાપ્તિ થાય છે, જેથી તેમના હૃદયમાં હર્ષના કલ્લોલો ઉછળતા હતા. વિધિ ચાલુ થતાં સામાયિક ઉચ્ચરાવવાનો અવસર થયો એટલે ગીત વાજીંત્રોનો નાદ બંધ થયો. સર્વત્ર શાંતિ ફેલાઈ અને ગુરૂ મહારાજાએ મનોહર દિવ્ય વાણીથી “નવકાર પૂર્વક કરેમિ ભંતે” નો પાઠ ત્રણવાર ઉચ્ચરાવ્યો અને મોતીચંદભાઈને પોતાના શિષ્ય તપસ્વી મુનિવર્ય શ્રી કસ્તુરવિજયજીના શિષ્ય તરીકે સ્થાન કરી તેમનું “મણિવિજયજી” નામ આપ્યું. સુવર્ણમાં સુગંધ ભળી. વિનયી, વિવેકી, વૈરાગી મોતીચંદને ૧૮૭૭ માં ૨૫ વર્ષની વયે ચારિત્ર રત્ન પ્રાપ્ત થયું. ચોવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું. આગલે દિવસે એકાસણું કર્યું હતું ત્યાર પછી પણ યાવત્ જીંદગી પર્યત એકાસણાથી ઓછી તપસ્યા કરી નથી. દીક્ષાવિધિ સંપૂર્ણ થઈ એટલે લોકો વૈરાગ્ય તરંગોમાં ઝીલતા મોતીચંદભાઈના ગુણોનું સ્મરણ કરતા સ્વસ્થાને ગયા. ગુરૂમહારાજાએ પણ નૂતન શિષ્ય સહિત અન્યત્ર વિહાર કર્યો. વિહારાદિ ચર્ચા
બાલ્યાવસ્થામાંજ જેના કોમળ અંતઃકરણમાં ઉચ્ચ સંસ્કાર સ્થાપિત થયા હતા તે મોતીચંદ હવે મોતીચંદ મટીને મણિવિજ્યજી બન્યા. આગાર છોડી અણગાર થયા. દુન્યવી પ્રપંચોથી વીરમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org