Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર
શ્રીમતી આરતી કેતન ચૂડગર દિશા વિહીન નાવ મંઝીલ - કિનારાને પ્રાપ્ત થતી નથી. ચારે દિશામાં ભટકતી નાવ ગતિ ઘણી કરે પણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકતી નથી. તે નાવિકને ધ્રુવતારો દેખાય જાય અને તેના આધારે દિશા શોધી લે, તો અલ્પ પ્રયાસે મંઝીલે પહોંચી જાય છે.
દિશાવિહીન આજની યુવા પેઢીના રાહબર બન્યા છે પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. યુવા કેતનભાઈ – આરતીબેનના સદ્ભાગ્ય જાગ્યા કે તેઓને ધ્રુવતારક સદ્ગુરુ મળી ગયા.
વઢવાણ નિવાસી માતા મંજુલાબેન અને પિતા છબીલદાસભાઈએ પોતાના ત્રણે પુત્રો કેતનભાઈ, રાજેશભાઈ અને શૈલેષભાઈ તથા સુપુત્રી અલ્પા ભાવેશકુમાર શાહને સુસંસ્કારોથી સજ્જ કર્યા અને જીવનને કૃતાર્થ માન્યું. મુંબઈનગરીમાં વસતા કેતનભાઈ અને આરતીબેન ધર્મ શ્રદ્ધાનંત તો હતા, પણ તે માર્ગે સક્રિય ન હતા. તેઓને ઉપાશ્રય, સંત કે અનુષ્ઠાનોમાં રસ ન હતો. બસ કમાવું, ખાવું-પીવું અને મોજ-મજા કરવી, તે જીવન હતું.
આવા સમયે ધ્રુવતારક પૂ. ગુરુદેવનું સાંનિધ્ય પ્રાપ્ત થયું અને જીવનની દિશા પલટાઈ ગઈ. ગુરુ ચરણે જીવન સમર્પિત થયું. શ્વાસે શ્વાસે ગુરુનાદ ગુંજવા લાગ્યો. અહ બનવા અર્વ ગ્રુપમાં તન, મન, ધનથી સેવારત બન્યા અને ગુરુદેવની પ્રેરણા પ્રાપ્ત કરી અધ્યાત્મની તળેટીથી શિખર તરફ પગલા પડવા લાગ્યા. આજે તેઓ બંને અહં યુવા ગ્રુપ - બોરીવલીના સક્રિય કાર્યકર્તા તો છે જ સાથે લુક એન્ડ લર્ન જ્ઞાનધામમાં સમય અને સેવા આપી રહ્યા છે. સુપુત્રી ધ્રુવી પણ ગુરુ આજ્ઞાને શિરોધાર્ય કરી લઠ્યપૂવર્ક પ્રગતિના પંથે છે.
પૂ. ગુરુદેવશ્રીના ૩૯ માં જન્મદિને ગુરુદેવના દિવ્યજ્ઞાનને વધાવવા આગમ પ્રકાશનના મૃતાધાર બની શ્રુતસેવાના સહભાગી બન્યા છે... તે બદલ અમો તેમના આભારી છીએ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM