________________
૧૧
પ્રાચીન કાળમા દેવીને બે હાથ કરાતા કે ચાર ? કે મને ધોરણ હતાં? આ સવાલ ઉઠાવી શકાય આનો જવાબ નિશ્ચિત રીતે આપી શકાય તેમ નથી કારણ કે બંને પ્રકારનાં ધોરણો શિલ્પોમાં નજરે ચઢ્યાં છે. આ ઐન્દ્રસ્તુતિમા પણ એ હાથ અને ચાર હાથનું વિધાન છે. આવા વિકલ્પોને કારણે દેવીની તત્કાલ નવી આકૃતિઓ બનાવી તે છાપવાનું માડી વાલ્યું, અને માત્ર જૈન દેવ-દેવીના સ્વરૂપો કેવાં હોય છે એની આછી રૂપરેખા ખ્યાલમાં આવે તે પૂરતાજ નિર્વાણકલિકા નામના જૈન વિધિગ્રન્થના આધારે, જયપુરના વિદ્વાન પંડિત શ્રી ભગવાનદાસ જૈને કરાવેલા ચિત્રો અહીઆ પ્રગટ કર્યાં છે પણ તે ઐન્દ્રસ્તુતિને સર્વથા અનુસરતાં નથી તે વાચકો ખ્યાલમાં રાખે
૧૦. આ સ્તુતિ ઉપર અન્ય ટીકા અવસૂરિ આદિ છે ?
ઐન્દ્રસ્તુતિ ઉપર કર્તાની ટીકા ઉપરાંત અન્ય ટીકા કોઈ થઈ હોય તેવું જાણવામાં નથી અવચૂરિ' એ મલે છે. એક અજ્ઞાતકર્તૃક છે, અને તે કંઈક અપૂર્ણ મલી છે. આ અવસૂરિ મુખ્યત્વે સ્વોપનાટીકાનુ જ અનુસરણ કરે છે ક્યાંક ક્યાંક વિશિષ્ટ અર્થ નિર્દેશ કરે છે ક્યાંક પદભ્રંગ જુદી રીતે કરીને વિશિષ્ટ અર્થ ઉપજાવે છે. આ અવચૂરિ આ પુસ્તકમા જ પ્રકાશિત કરવામા આવી છે.
ખીજી અવસૂરિ વીશમી સદીમાં જન્મેલા આગમોદ્ધારક પૂ. આચાર્ય શ્રીમદ્ આનદસાગર સૂરિજીની છે અને તે પણ પ્રકાશિત થઈ ચૂકી છે. એ સિવાય કોઈ ટીકા જાણવામાં નથી
૧૧. સ્તુતિ કોની કરાય?
દેવોમાં સ્તુતિ અરિહતોની કરાય. આ અરિહતોને તીર્થંકર શબ્દથી પણ ઓળખાવાય છે. અરિહતો સર્વજ્ઞ હોય છે. સર્વદર્શી હોય છે. સર્વોત્તમ ચારિત્રવાન્ અને સર્વોચ્ચ શક્તિમાન હોય છે. ખીજા શબ્દોમા કહીએ તો ત્રિકાલજ્ઞાની, એટલેકે દુનિયાના તમામ પદાર્થોને આત્મજ્ઞાનથી જાણવાવાળા, વળી તમામ પદાર્થોને આત્મ પ્રત્યક્ષ જોઈ શકનારા, તેમજ રાગદ્વેષથી રહિત હોવાથી સંપૂર્ણ વીતરાગ અનેલા અને વિશ્વની તમામ તાકાતોથી અનંતગુણુ તાકાતવાળા હોય છે અને નમસ્કારસૂત્ર અથવા નવકાર મત્રમા પહેલો નમસ્કાર પણ એમનેજ કરવામા આવ્યો છે
અરિહત અવસ્થામા વર્તતી વ્યક્તિઓ સંસારનુ સંચાલન કરનારાં ઘાતિ-અઘાતિ પ્રકારના મુખ્ય આઠ કર્મ પૈકીનાં ચાર ઘાતિકર્મનો ક્ષય કરનારી હોય છે એ કૌ ક્ષય થતા, અઢારપ્રકારના દોષો કે જે દોષોની ચુગાલમાં સમગ્ર જગત્ સપડાઈ મહાત્રાસ ભોગવી રહ્યુ છે તે દોષોનો સર્વથા ધ્વંસ થતા સર્વોચ્ચગુણ-સંપન્નતાનો આવિર્ભાવ થાય છે. અને વિશ્વના પ્રાણીઓને અહિંસા, સત્ય, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહ ઈત્યાદિ ધર્મતત્ત્વોનો ઉપદેશ આપે છે અને એ દ્વારા જગત્ મગલ અને કલ્યાણનો માર્ગ પ્રબોધે છે. આવી વ્યક્તિઓને જ અરિહત કહેવાય છે,
હવે આ અરિહતો પૃથ્વી ઉપર વિચરતા હોય ત્યા સુધી તેઓ અરિહંતો તરીકે જ ઓળખાય છે પણ સિદ્ધાત્મા તરીકે કહેવાતા નથી. કારણ કે આ અવસ્થામાં પણ શેષ ચાર અઘાતિ કર્મોનો ઉદય પ્રવર્તતો હોવાથી અલ્પાંશે પણ કર્માદાનપણુ બેઠુ છે હવે એજ વ્યક્તિ અવશિષ્ટ ચારે અઘાતિકર્મોનો ક્ષય કરે ત્યારે અતિમ દેહનો ત્યાગ થાય અને આત્માને સસારમા જકડી રાખવામાં કારણભૂત અવાતિકાઁના અભાવે સસારનાં પરિભ્રમણનો અન્ત થાય, અસિદ્ધપર્યાયનો અન્ત આવે, સિદ્ધપર્યાયની ઉત્પત્તિ થતાં આત્મા સિદ્ધાત્મા રૂપે અહીંથી અસખ્ય કોટાનુકોટિ યોજન દૂર, લોક-સસારને છેડે રહેલી સિદ્ધશિલાના ઉપરિતનભાગે ઉત્પન્ન થઈ જાય છે અને તેને સિદ્ધાત્મા ઉપરાત મુક્તાત્મા, નિરંજન, નિરાકાર, વગેરે વિશેષણોને યોગ્ય અને છે. શાસ્ત્રોમાં શિવપ્રાપ્તિ બ્રહ્મપ્રાપ્તિ નિર્વાણપ્રાપ્તિ મોક્ષપ્રાપ્તિ વગેરે શબ્દોના જે ઉલ્લેખો આવે છે, તે શબ્દો ખષા પર્યાયવાચક છે. સિદ્ધાત્મા થયો એટલે હવે ફરી તેને પુનર્જન્મ કરવાપણુ રહેતુ નથી અર્થાત્ અજન્મા બની ગયો જન્મ નથી એટલે જરા–મરણ નથી, એ નથી એટલે એને લગતો સંસાર નથી. સસાર નથી એટલે આધિ-મનની પીડા, વ્યાધિ-શરીર પીડા, ઉપાધિ–બંનેની
૧ આગમોદયસમિતિ તરફથી મુદ્રિત શોભનસ્તુતિસચિત્રમા જે ચિત્રો અપાયા છે, તે પણ શોભનતુતિને અનુસરતા નથી એ પણ નિર્વાણકલિકાના આધારેજ અપાયાં છે,