________________
છે. આ સાધના દરમિયાન ગમે તેવા ઉપસર્ગો, આપત્તિઓ, સંકટો, મુસીબતો આવે તો તેનું સહર્ષ સ્વાગત કરે છે. તે તેને સમભાવે વેદે છે. તેથી આત્માનો મૌલિક પ્રકાશ વધતો જાય છે. છેવટે વીતરાગદશાની પરાકાષ્ટાએ પહોંચતા આત્માનો નિર્મળ સ્વભાવ પ્રગટ થઈ જાય છે આત્માના અસંખ્ય પ્રદેશો ઉપર આચ્છાદિત રહેલા કર્મનાં આવરણ ખસી જતાં કેવલજ્ઞાન અને કેવલદર્શનને સપૂર્ણ જ્ઞાનપ્રકાશ–પ્રગટ થઈ જાય છે. અર્થાત ત્રિકાલજ્ઞાનાદિકની પ્રાપ્તિ થાય છે પ્રચલિત શબ્દમાં “સર્વજ્ઞ’ બન્યા એમ કહેવાય છે
એ જ્ઞાન પ્રગટ થતા વિશ્વના તમામ દ્રોપદાર્થો અને તેના સૈકાલિક ભાવોને સંપૂર્ણપણે જાણવાવાળા અને જેવાવાળા બને છે અને ત્યારે પરાકાષ્ટાનું આત્મબળ પ્રગટ થાય છે જેને શાસ્ત્રીય શબ્દોમા અનંતજ્ઞાન, અનતદર્શન, અનચારિત્ર અને અનંતવીર્ય-બળ (શક્તિ) તરીકે ઓળખાવાય છે
આ પ્રમાણે જેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વચારિત્રી, અને સર્વશક્તિમાન હોય તેઓ જ સ્તુતિને યોગ્ય હોય છે
સર્વજ્ઞ થયા, એટલે તેઓશ્રી, પ્રાણીઓ માટે સારું શુ ને નરસુ શું? ધર્મ શું અને અધર્મ શુ ? હેય શું અને ઉપાદેય શું કર્તવ્ય શું અને અકર્તવ્ય શું સુખ શાથી મળે અને દુ ખ શાથી મળે ? આત્મા છે કે નહિ છે તે કેવો છે તેનું સ્વરૂપ શું છે ? કર્મ શું છે ? કર્મનું સ્વરૂપ શું છે ? આ ચેતનસ્વરૂપ આત્મા સાથે જડરૂપ કર્મનો શો સંબંધ છે ? સદાકાળ જીવને એકધારો સુખનોજ પૂર્ણપણે અનુભવ થાય, એવું સ્થાન છે ખરું એ છે તો તે કઈ રીતે મળે ? ઈત્યાદિ અનેક બાબતોને જાણે છે આજના વૈજ્ઞાનિકોને તો પ્રાણુઓ કે દુન્યવી એક એક પદાર્થોનું રહસ્ય જાણવા માટે અનેક અખતરા-પ્રયોગો કરવા પડે છે, પણ આ આત્માઓ તો વગર અખતરા કે પ્રયોગે, એક કેવળજ્ઞાનના પ્રત્યક્ષ બળથી વિશ્વના તમામ સચેતન પ્રાણીઓ-પદાર્થો અને અચેતન દ્રવ્યો-પદાર્થોના આમૂલચૂલ રહસ્યોને જાણી શકે છે તેઓની સૈકાલિક સ્થિતિ સમજી શકે છે પોતાના આત્મબલથી વિશ્વમાં ગમે ત્યાં ઉડીને જવું હોય તો પલવારમાં જઈ આવી શકે છે સર્વજ્ઞ વીતરાગદશાને પ્રાપ્ત પ્રભુ હજ્જારો આત્માઓને મગલ અને કલ્યાણકારી ઉપદેશ સતત આપે છે અને વિશ્વના સ્વરૂપને યથાર્થરૂપે જાણતા હોવાથી યથાર્થરૂપેજ પ્રકાશિત પણ કરે છે - આ અરિહંત ભગવતો પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને જ્યારે નિર્વાણ (દેહથી મુક્તિ) પામે ત્યારે તેઓ સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તિના સ્થાનમાં ઉત્પન્ન થઈ જાય છે અને ત્યાં શાશ્વતકાળ સુધી આત્મિક સુખને અદ્દભુત આનંદ અનુભવે છે જે આનંદ દુનિયાના કોઈ સ્થળ કે પદાર્થોમાં હોતો નથી
અરિહંત પદ કયા કારણે અને કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તેની આછી રૂપરેખા જણાવી
ટૂંકમાં સમજીએ તો આ અરિહતના આત્મા અઢારદોષોથી રહિત છે પરમપવિત્ર અને પરોપકારી છે વીતરાગ છે પ્રશમરસથી પૂર્ણ અને પૂર્ણનન્દમય છે
તેઓની મુક્તિમાર્ગ બતાવાની શૈલી અનોખી અને અદભુત છે તેઓશ્રીનું તત્ત્વપ્રતિપાદન સદા સ્યાદ્વાદઅનેકાન્તવાદની મુદ્રાથી અકિત છે મન, વચન અને કાયાના નિરાહમાં અજોડ છે સૂર્ય કરતા વધુ તેજસ્વી અને ચટ કરતા વધુ સૌમ્ય અને શીતળ છે સાગર કરતાં વધુ ગભીર છે મેરુની માફક અડગ અને અચલ છે અનુપમ રૂપના સ્વામી છે. આવા અનેકાનેક વિશેષણોથી શોભતા, સર્વગુણસંપન્ન અરિહતજ પરમોપાય છે અને એથી જ તેઓ નિતાઃ સ્તુતિને પાત્ર છે ૧૨. સ્તુતિ કરવાથી શું ફળ મળે?
સર્વગુણસંપન્ન અરિહંતોની સ્તુતિ કરવાથી મુક્તિના બીજ રૂપ અને આત્મિક વિકાસના પ્રથમ સોપાનરૂપ સમ્યગદર્શનની વિશુદ્ધિ થાય છે
૧.() નીલ- મને ' ની કિં નગર ?
(૩) નીર્થ સંત-નિદિ નાયર III” [ સત્તા ]