________________
१०६
પદ્રવુતિવનુર્વિશતિol લઈએ. આ રોહિણીનો ૪–૧૩ અને સંખ્યાવાળા તીર્થંકરની દેવી તરીકે ઉલ્લેખ કર્યો, પણ સ્વરૂપ વર્ણનમાં આયુધનો ઉલ્લેખ કરતા પ્રથમને બાણ “સહિત ધનુષ્યવાળી” એમ કહ્યું અને બીજીને “બાણ રહિત ધનુષ્યવાળી” એમ સૂચિત કર્યું. આવી વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે ચોક્કસ નિર્ણય શો લઈ શકાય! નવમી દેવી “લનાયુધા” છે. શું આજ નામવાળી અન્ય કોઈ દેવી છે કે “સર્વસ્ત્ર મહાજ્વાલા” નામની દેવીનોજ આ પર્યાય છે? વળી કોઈ કોઈ વિદ્યાદેવીના સમાન નામવાળી તીર્થકરોની યક્ષિણુઓ પણ છે. આમ આ બધું વિચારણે માગીલે તેવું છે.
ઐન્દ્રસ્તુતિમા દેવીઓનું સ્વરૂપ મહદ અંશે અધૂરું છે. શોભનસ્તુતિની સ્થિતિ પણ લગભગ એના જેવી જ છે. છતાં ઐન્દ્રસ્તુતિ કરતાં તેમાં વર્ણ, વાહન અને આયુધાદિનુ સ્વરૂપ થોડું વિસ્તારથી જણાવ્યું છે. બીજું શોભન સ્તુતિકારે જે દેવીઓનો ઉપયોગ કર્યો છે. ઐન્દ્રસ્તુતિકારે બહુધા તો એજ અપનાવી છે. ફક્ત અમૂક સ્થળો અપવાદ રૂપ બન્યાં છે. જેમકે બારમી સ્તુતિમાં ઐન્દ્રમાં સરસ્વતી, તો શોભનમાં શાન્તિ, સોળમી સ્તુતિમાં ઐન્દ્રમાં શાસનદેવતા, શોભનમાં બ્રહ્મશાંતિ યક્ષ, ઐન્દ્રની ત્રેવીસમી સ્તુતિમાં પદમાવતી, જ્યારે શોભનમાં વૈરોડ્યા (પદ્દમાવતીજીની સપત્ની), ચોવીશમી સ્તુતિમાં ઐન્દ્રમાં સરસ્વતી, તો શોભનમા અમ્બિકા. વળી શeોનમાં અમ્બિકાની બે વાર ઉપયોગ કરાયો છે.
અહિંઆ વૈરોચ્યા અને પદ્માવતીજીને અને થોડીક વિચારણું કરીએ.
ધરણેન્દ્ર તા ૩યપર્વ-પશિી વૈરોલ્યાદેવીયર્થ શોભનસ્તુતિટીકાના આ ઉલ્લેખથી વૈરોચ્ચાનું ધરણેન્દ્રની અમીષી અથવા મુખ્ય પત્ની તરીકેનું સૂચન થાય છે. બીજી બાજુ “એકવિશંતિસ્થાનક” પ્રકરણમાં તેમજ “હૈમકોષમાં પદ્માવતીજીના નામનો ઉલ્લેખ મળે છે. જ્યારે ભગવતીજી સૂત્રાગમના દશમા શતકના પાંચમા ઉદ્દેશામાં નાગકુમારેન્દ્રને કેટલી પત્નીઓ છે? એ પ્રશ્નોનો જે જવાબ ભગવાને આપ્યો છે, તેમાં તો વૈરાશ્યા કે પદ્માવતી બેમાંથી એકેયનું નામ નથી જણાવ્યું. બીજી વાત એ છે કે શોભનસ્તુતિકારે ૩ દીનાક્ષાત શબ્દ વાપર્યો છે, વૈરોચ્યા કે પદ્માવતી એવો સીધો ઉલ્લેખ તો કર્યોજ નથી. છતા તમામ ટીકાકારોએ એના અર્થમાં “વૈરોચ્ચાને જ જણાવી છે. ત્યારે સમજવું જોઈએ કે વૈરોચ્યા એ ધરણેન્દ્રની અગ્રપત્ની છે. અને એને ટેકો આપતો ઉલ્લેખ અન્યત્ર તેઓને જરૂર મળ્યો હોવો જોઈએ એમ છતા ધરણેન્દ્રની પટ્ટરાણી તરીકે સર્વત્ર સુપ્રસિદ્ધિ તો પદ્માવતીજીની જ છે. વૈરોચ્ચાને તો કોઈ જવલ્લેજ જાણતું હશે. કેટલાક સસ્કૃત સ્તુતિ ૨પત્રોમાં વૈરોચ્યાનો પરિચય મળે છે ખરો. જેમકે,
# નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામળીયા
હું ધરણેન્દ્રરોત્સાપદ્માવીયુતાય તે આની અંદર ધરણેન્દ્રને અને દેવીથી યુક્ત બતાવ્યા છે. અને વૈરોચ્યા અને પદ્માવતી એ ધરણેન્દ્રની પત્નીઓ છે, એવો ઉલ્લેખ પણ અન્યત્ર મળે છે.
વળી અહી આ બીજી વાત એક સમજવા જેવી છે કે શોભનકારે અહીનાકયપતી શબ્દનો ઉપયોગ કર્યો અને ઉપાધ્યાયજીએ મહિષય જાતા શબ્દ વાપર્યો. મહીન કે મહિપ કાર્થના વાચક છે શભનકારના પ્રસ્તુત શબ્દનો અર્થ ટીકાકારે “વૈરોચ્યા” તરીકે જણવ્યો, જ્યારે ઉપાધ્યાયજીએ સ્વીકામાં પદ્માવતી” તરીકે જણુવ્યો. આથી એમ લાગે કે “મધ્ય” આ શબ્દના કારણે “વૈરોચ્યા” સૂચિત થતી હોય. અહીઆ અથ્યનો અર્થ “વયમાં મોટી” કરવો કે “સન્માનમાં મોટી કરવો એ વિચારણીય છે જે પદ્માવતીજીથી તે મોટી હોય તો તેવી પ્રસિદ્ધિ કેમ નથી? અનેક અન્ય ગ્રન્થો, ચિત્રપટો અને શિલ્પોમા પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયિકા તરીકે ધરણેન્દ્રની પત્ની પદ્માવતીજીને જ સ્થાન મળ્યું છે અરે! જ્યાં બનેને ચીતરવામાં આવી છે ત્યાં પણ પદ્માવતીજીને પ્રથમ અને ઉચ્ચ સ્થાને ચીતરેલી હોય છે. જ્યારે વૈરોચ્ચાને પછી અને નીચેના ભાગે. તે અંગેનું તથ્ય તવિદોએ શોધવા પ્રયત્ન કરવો જોઈએ.
* શોભતુતિના ટીકાકારોએ જ્વલનાથધા અગે કોઇજ તર્ક ઉઠાવ્યો નથી, એટલે લાગે છે કે એ નામની વતંત્ર દેવી પણ હોય