Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 5
________________ પ્રસ્તુત ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં હોવાથી, કંઈક અંશે કઠિન હોવાથી તેનો દરેક અભ્યાસીવર્ગ સરળતાથી અભ્યાસ કરી શકે એ દુઃશક્ય છે. ચાર-પાંચ વર્ષ પૂર્વે નવસારીમધુમતિના ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘના જ્ઞાનભંડારમાંથી આ ગ્રંથની પ્રત મેળવી વાંચન કરેલ ત્યારે ભાવના થઈ કે આ ગ્રંથનો અનુવાદ કરવો. અને એ ગણતરીથી પ્રત ત્રણ-ચાર વર્ષ સાથે રાખી. ગત વર્ષે નવસારી રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં પૂજ્ય ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજાએ સાધુ-સાધ્વીજી ભગવંતોને આ ગ્રંથની વાચના આપી ત્યારે અનુવાદ કરવાની ઇચ્છા પ્રબળ બની અને પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબની અનુજ્ઞા લઈ ફાગણ વદ-૮, ૨૦૬૨ના રોજ આ ગ્રંથનો અનુવાદ કરવાની શરૂઆત કરી અને છાણી મુકામે જેઠ વદ-૧૩ના રોજ આ ગ્રંથનો અનુવાદ પૂર્ણ કર્યો. if પ્રસ્તુત ગ્રંથના અનુવાદમાં પરમ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂરીશ્વરજી મ. સા. તેમજ ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મ. સાહેબની કૃપાદૃષ્ટિ અને માર્ગદર્શન માર્ગદર્શક બનતા રહ્યા છે. અનુવાદ કરતા જ્યાં જ્યાં શંકા ઊભી થઈ ત્યાં ત્યાં પૂજય ગુરુદેવને પૂછીને સમાધાન કર્યું. ઉપધાન સંબંધી જ્ઞાનાચારવાળું સંપૂર્ણ લખાણ મારી વિનંતીથી પૂજ્ય ગુરુદેવે જોયું. સુધારા-સૂચનો કર્યા તે પ્રમાણે સુધારા કર્યા. પ્રૂફ સંશોધનમાં વેયાવચ્ચી મુનિ દિવ્યશેખર વિજયજીએ સારો એવો સહયોગ આપ્યો છે. સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વી શ્રી કૈવલ્યરત્નાશ્રીજીએ પણ પૂર સંશોધનમાં મદદ કરી છે. અવાંતર શ્લોકોની આકારાદિ અનુક્રમણિકા, સ્થાનો આદિમાં સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થયેલ આચાર પ્રદીપ પ્રતનો આધાર લીધો છે. તેથી તેના સંપાદક મહાત્માનો હું આભાર માનું છું. અનુવાદ અને મુફ સંશોધનમાં પુરતી કાળજી રાખવા છતાં મતિમંદતાપ્રેસદોષ આદિના કારણે ક્યાંય પણ ક્ષતિ રહી જવા પામી હોય તો વાચક વર્ગ મારું અવશ્ય ધ્યાન દોરે એવી હું વિનંતી કરું છું. જિજ્ઞાસા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્ આપું છું. આ ગ્રંથનો અનુવાદ કરવાથી જે કાંઈ પુણ્ય ઉપાર્જન થયું હોય તે પુણ્ય દ્વારા મારી શ્રુતસાધના વધારે ઉલ્લસિત બને એવી અભ્યર્થના... મુનિ ધર્મશેખર વિજયજી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 310