________________
વાંચન અને મનન—ઉપરની વાતે તે તેમના વ્યાપારી જીવનની સફ
ળતા અને એક નાનામાં નાની વ્યક્તિ આગળ કઈ રીતે વધી શકે છે તેને આછે ખ્યાલ આપવા પૂરતી થઈ ત્યારે તેની બીજી એક ખાસ બાજુ છે અતિ સામાન્ય અભ્યાસ પરંતુ સ્વાનુભવે મેળવેલ જ્ઞાનસિદ્ધિ. જે કાળમાં અણખેડાયેલા દેશમાં આવવા જવાનાં સાધન પણ ન હતાં, એડન સુધીની મુસાફરી પછી જેલા બરબરા જવામાં નાના વહાણોથી સફર થતી, જીબુટીથી ઈથોપિયા જવામાં દીરદવા પછી (બગલ) ખચ્ચરે ઉપર અને પગપાળા મુસાફરી થતી. દેશે બધા ખુબ જ જંગલી અવસ્થામાં હતા તેવા યુગમાં હિમ્મત હાર્યા વિના આંગળીને વેઢે ગણાય તેટલા હિન્દી વ્યાપારમાં આગળ વધ્યા હતા તે યુગમાં શ્રી હરખચંદભાઈ હતા. ખુબ જ અંધકારમાંથી પ્રકાશ મેળવવાને હતે. અત્યારે ઈથોપિયાના પાટનગર આડીસ અબાબા જવા માટે Air રસ્તે ૧૦ થી ૧૨ કલાકમાં પહોંચાય છે ત્યારે તે જમાનામાં આગબોટ, વહાણ ખડખડપાંચમ જેવી રેલ્વે અને તે પછી ખચ્ચરે ઉપર અને થોડુંક પગપાળા અગર તો ગધેડા ઉપર પણ સફર કરવી પડતી. જુને જમાને હતું એટલે હિન્દુ તરિકેનો ધર્મ જાળવવામાં પણ લેકે ચુસ્ત હતા, કેઈનું અડેલું ખવાય નહીં રસોઈ તૈયાર હોય પણ એક સેમાલી કે આરબ અગર ઈથેપિયનનો હાથ અડકી જાય એટલે ખાવાનું તેને આપી દઈ કડાકા કરવા પડે અગર તે પલાળેલા ચણા કે મકાઈ ખાઈને ગુજારે કરવું પડે તેવા જમાનામાં શ્રી હરખચંદભાઈએ ખુબ જ ધંધાકિય સફળતા મેળવી હતી તે સામાન્ય વાત તો નથી જ, અને પિતે ખુબ જ ઓછું ભણ્યા હોવા છતાં ભણુતર કરતાં ગણતર તેઓમાં ઘણુ હતુ. સાહિત્ય અને તે પણ ધાર્મિક અને ગુજરાતી શિષ્ટ સાહિત્યનું વાંચન મનન એટલું બધુ તેઓએ કરેલું કે પિતાને અભ્યાસ બહુ જ ઓછો છે એમ તેઓ ખુલાસો કરે ત્યારે જ ખબર પડે, અજાણ્યા માણસને તે તેમનું અગ્રેજી જ્ઞાન પણ સારું હશે તેમ લાગતું. વ્યાપારી તાર લખવા ઓછા શબ્દોમાં ઘણું સમજાવી દેવું ઉપરાંત અંગ્રેજી પત્ર વ્યવહારના બહારથી આવતા પત્રો આંટીઘૂંટી સહિત હોય તો પણ યથેચ્છ રીતે સમજી લેવામાં તેઓ એટલા બધા પારંગત થઈ ગયેલા કે જોનારને તેમની શક્તિ ઉપર માન થઈ જતું. અને તેઓ નિખાલસ ભાવથી જ્યારે કહેતા કે હું તે માત્ર ગુજરાતી ચાર પાંચ ચોપડી ભણ્યો છું એમ વાત થતી ત્યારે તે માન અનેકગણું વધી જતું.