________________
આધ મુરબ્બીશ્રી મહેમ ધારશીભાઈ જીવનભાઈને
ટુંક પરિચય મરહુમ ધારશીભાઈ જીવનભાઈ શાહ, જેને એઈલ જીનપ્રેસ સાથે આ સૈકાની શરૂઆતથી સંબંધ, પુના સાતે ડીવીઝનના જુદા જુદા સ્થળોના જુનામાં જુના અને અગ્રગણ્ય એજન્ટ તરીકે જાણીતા છે તેને જન્મ કાઠીયાવાડમાં પીપળીયા ગામમાં થયેલ, માત્ર પ્રાથમીક કેળવણ લઈ ૧૧ વર્ષની નાની ઉંમરે આગળ વધવાની ધગશ સાથે, માત્ર ખીસામાં ૨ રૂ. જેટલી નજીવી રકમ સાથે વતન છોડ્યું મુંબઈ આવી મનજી નથુભાઈની પેઢીમાં ઓફીસ બેય તરીકે કરી લીધી, ત્યાં ઉત્તરોત્તર દરેક કામમાં ખંત રાખી સતેષ આપતાં તેમને પુના મોકલવામાં આવ્યા. પુનાથી કરમાલા આવી ખભા ઉપર તેલ ઉપાડી ફેરી પણ કરી અને ત્યાંના સબ એજન્ટને એકદમ પ્રમાણીકપણે સખત કામ બતાવી, કરમાલા ગામમાં તેલની સબડીલરશીપ પ્રાપ્ત કરી ધીરે ધીરે તે જ પ્રમાણે મહેનત ચાલુ રાખતાં ૧૯૩૧માં જ્યારે બર્માશેલ અને એસ. વી એ સી. વચ્ચે ભાવની હરીફાઈ ઉપડી ત્યારે પિતાની સતત સેવા બતાવી બમશેલ પાસેથી ઘડીયાલ બક્ષીસ મેળવી અને તે લાઈનના તમામ કાર્યવાહકેની ચાહના પ્રાપ્ત કરી.
ધીરે ધીરે પોતાની ખંતથી તેવી જ એજન્સીઓ લીપ્ટન કુાં, સીમેન્ટ કુ, આઈ. સી આઈ વગેરેની પણ મેળવી પોતાના વ્યાપારની સારી જમાવટ કરી.
સોલાપુર ડીસ્ટ્રીકટમાં સારા આબરૂદાર શહેરી તરિકે વગ તેમજ ચાહના મેળવી અને લોકસેવા પણ સાથે સાથે ચાલુ રાખી કરમાલા યુવના પ્રેસીડન્ટ થયા સોલાપુર ડીસ્ટ્રીકટમાં દેશહિતના અનેક કામમાં તન, મન, ધનથી સારી સેવા બજાવી.
તેનું ખાનગી જીવન પણ બહુ સાદુ હોવાથી બધા તેને ચાહતા અને ધંધામાં સારો લાભ મળ્યો અને તે જ પ્રમાણે સેવાના તથા ધર્માદાના અનેક કાર્યોમાં સારી રકમે વાપરી.
પોતાના કુટુંબના વડા તરીકે પણ કુટુંબીજને, સગાં, સંબધીઓને દરેક રીતે માર્ગદર્શન આપી જુદા જુદા ધંધા તેમજ એજન્સીઓ વિગેરે મેળવી સ્થિરતા પ્રાપ્ત કરવામાં ઘણે પરિશ્રમ લીધે.
યાત્રિક ખેતીની પ્રગતીના કાર્યસર વિલાયત જઈ આવ્યા, અમેરીકા જવા પણ ધારણા હતી ત્યાં લંડનમાં ૧૪–૭–૪૯ના રોજ હુદય બંધ પડી જતાં સ્વર્ગવાસ કર્યો. તેમની પાછળ બહોળું કુટુંબ, ઘણાં સગાં તેમજ સ્નેહીઓ મૂકી ગએલ છે. જેઓ સર્વને પિતાની મીઠી યાદગીરી મુકી જીવનનું સાર્થક કરી ગએલ છે.