________________
૨૪
શ્રી ઉપાસદશાંગસૂત્રને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજે બનાવેલ સંસ્કૃત છાયા તથા ટીકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત.
પ્રકાશક-અ. ભા. . સ્થાનકવાસી જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ, ગરેડીઆ કુવા રેડ, બીન લેજ પાસે, રાજકોટ, (સૌરાષ્ટ) પૃષ્ઠ ૬૧૬ બીજી આવૃત્તિ એવી (મોટું કદ, પાકું પઠું, જેકેટ સાથે સને ૧૯૫૬ કિંમત રૂા. ૮-૮-૦
આપણા મૂળ બાર અંગ સૂત્રોમાંનું ઉપાસકદશાંગ એ સાતમું અંગ સત્ર છે. એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસક-શ્રાવકોનાં જીવનચરિત્રો આપેલાં છે, તેમાં પહેલું ચારિત્ર આનંદ શ્રાવકનું આવે છે.
આનંદ શ્રાવકે જૈનધર્મ અંગીકાર કર્યો અને બાર વત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા (પ્રત્યાખ્યાન) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે, તેની અંતર્ગત અનેક વિષયો જેવા કે, અભિગમ, લોકાલોકરવરૂપ, નવતત્વ નરક, દેવલોક વગેરેનું વર્ણન પણ આવે છે.
આનંદ શ્રાવકે બાર વ્રત લીધા તે બાર વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધું આપેલું છે. તે જ પ્રમાણે બીજાનવ શ્રાવકેની પણ વિગત આપેલ છે.
આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં અતિ શબ્દ આવે છે. મૂર્તિપૂજકે મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેનો અર્થ અરિહંતનું ચય (પ્રતિમા એ કરે છે. પણ તે અર્થ તદન ખેટે છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંબંધ પ્રમાણે તેને એ બે અર્થ બંધ બેસતું જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણે આપી સાબિત કરેલ છે અને અરિહંતને અર્થ સાધુ થાય છે. તે બતાવી આપેલ છે.
આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્મની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકેની છદ્ધિ, રહેઠાણ. નગરી વગેરેના વર્ણને ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે બાબતોની માહિતી મળે છે.
એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈએ, એટલું જ નહિ પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈએ.
પુસ્તકની શરૂઆતમાં વર્ધમાન મણસંઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજનું સંમતિપત્ર તથા બીજા સાધુઓ તેમજ શ્રાવકેના સંમતિપત્રો આપેલ છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે.
નસિદ્ધાંત જાન્યુઆરી-પછા