________________
શ્રી દશવૈકાલિક સૂત્રનું સમ્મતિપત્ર
શમણું સંઘના મહાન આચાર્ય આગમ વારિધિ સવતત્વસ્વતંત્ર નાચાર્ય પૂજ્યશ્રી આત્મારામજી મહારાજે આપેલા સમ્મતિપત્રને ગુજરાતી અનુવાદ,
મેં તથા પંડિત મુનિ હેમચંદ્રજીએ પંડિત મુલચંદ વ્યાસ (ામી માલવા) દ્વારા મળેલી પંડિત રત્ન શ્રી ઘાસીલાલજી મુનિ વિરચિત સંસ્કૃત અને હિન્દી ભાષા સહિત શ્રી દશવૈકાલિક સૂત્રની આચારમણિમંજૂષા ટીકાનું અવલોકન કર્યું. આ ટી સુંદર બની છે. તેમાં પ્રત્યેક શબ્દને અર્થ સારી રીતે વિશેષભાવ લઈને સમજાવવામાં આવેલ છે.
તેથી તે વિદ્વાને અને સાધારણ બુદ્ધિવાળાઓ માટે ઉપકાર કરવાવાળી છે. ટીકાકારે મુનિના આચાર વિષયને ઉલ્લેખ સારે કરેલ છે. જે આધુનિકમતાવલંબી અહિંસાના સ્વરૂપને નથી જાણતા, દયામાં પાપ સમજે છે તેમને માટે “અહિંસા શું વસ્તુ છે તેનું સારી રીતે પ્રતિપાદન કરેલ છે. વૃત્તિકારે સત્રના પ્રત્યેક વિષયને સારી રીતે સમજાવેલ છે. આ વૃત્તિના અવલોકનથી વૃત્તિકારની અતિશય ગ્યતા સિદ્ધ થાય છે.
આ વૃત્તિમાં એક બીજી વિશેષતા એ છે કે મૂલસૂત્રની સંસ્કૃત છાયા હોવાથી સૂત્ર, સૂત્રનાં પદ અને પછેદ સુબેધદાયક બનેલ છે.
પ્રત્યેક જીજ્ઞાસુએ આ ટીકાનું અવલેકન અવશ્ય કરવું જોઈએ. વધારે શું કહેવું? અમારી સમાજમાં આવા પ્રકારના વિદ્વાન મુનિરત્નનું દેવું એ સમાજનું અહેભાગ્ય છે. આવા વિદ્વાન મુનિરત્નના કારણે સુપ્તપ્રાય-સુતેલ સમાજ અને લુપ્તપ્રાય એટલે લેપ પામેલું સાહિત્ય એ બન્નેને ફરીથી ઉદય થશે. અમે વૃત્તિકારને વારંવાર ધન્યવાદ આપીએ છીએ.
વિક્રમ સંવત ૧૯૦ ફાલ્ગન શુકલ ] ઈતિ તેરસ મંગળવાર
ઉપાધ્યાયજેનમુનિ આત્મારામ (અલવર સ્ટેટ) કવર સ્ટ) J
(પંજાબી)