Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Author(s): Bechardas Durlabhdas
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 11
________________ પ્રસ્તાવના. સુવિચાર એ બુદ્ધિના શુદ્ધ તોની સૃષ્ટિ છે. એ સૃષ્ટિમાંથી જ આગળ શાસ્ત્રની રચના ઉદ્દભવી છે. સુવિચારનું પ્રાબલ્ય મનુષ્યનાં શરીર, જીવન અને સુખ ઊપર ઘણી અસર કરે છે, અને તેને ઉત્કર્ષ સાધે છે. સુબુદ્ધિની પ્રેરણાથી થયેલી વાણીની ઉત્પત્તિ દિવ્ય અને અદભુત બને છે. મહાત્માઓ કહે છે કે, “વાણી ઘણીજ શુદ્ધ હોવી જોઈએ એટલે તે ઘણી જ પ્રેમમય અને સત્યમય હેવી જોઈએ.” વાણીનું પ્રઢ મહામ્ય દર્શાવનારાં આ વાક્ય ખરેખર મનન કરવા યોગ્ય છે. શુદ્ધ વાણી આંતર તને પિષનારી અને આત્માને ગુણેથી ભરનારી છે. એવી વાણું હંમેશાં સુવિચારોથી જ પ્રગટે છે. તેથી હૃદય સુવિચારોને પ્રસવનારૂ થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ. અશુભ વિચારોને મનમાંથી બહિકૃત કરવા અને ઉત્તમ પુરૂષોને છાજે એવી ઉચ્ચ અભિલાષા રાખવી, એ જ્ઞાની પુરુષોનું અનિવાર્ય કર્તવ્ય છે. જેનું હૃદય કુવિચારોથી વંધ્ય છે. ઊત્તરત્તર માનસિક ઉચ્ચ સ્થિતિમાં આવતું જાય છે, તેવા પુરૂષના શુદ્ધ હૃદયમાં વિચારેને પરસ્પર સંગતિ મળે છે, અને શુભેચ્છાને પ્રવાહ વહે છે. સુવિચારોની પ્રભાથી પ્રકાશિત થયેલા હૃદયમાંથી ઈર્ષા, વહેમ, ચિંતા, ધિક્કાર અને સ્વાર્થપરાયણતાનું અંધકાર દૂર થઈ જાય છે. સુવિચારી મનુષ્ય જ્ઞાનની પરાકાષ્ટાએ પહોંચી શકે છે અને તર્કશક્તિ અને વિવેક શક્તિને સન્માર્ગે વાળી શકે છે. સુવિચારમાં જ મનુષ્યત્વ સમાયેલું છે.” એમ વિદ્વાનેએ નિશ્ચય કરેલો છે. એ સુવિચારોથી ઉચ્ચ, યોગ્ય અને ઉત્સાહ પૂર્ણ શુદ્ધ આશય પ્રગટે છે. નિખાલસપણુવાળી માયાળુ સત્યવાણું ઉચ્ચા રાય છે, શાંતિ, પ્રમાણિકતા અને પવિત્રતાવાળુ શુદ્ધ વર્તન થાય છે, કોઈ પણ જીવને દુઃખ નહિ દેનારો શુદ્ધ જીવનનિર્વાહ કરાય છે, અને ચપલ તથા પરીક્ષક ભવૃત્તિ બને છે. આવા સુવિચારેના સેવનથી મનુષ્યોએ પિતાની પ્રગતિ કેવી કરવી જોઈએ ? તેને માટે મહાત્માઓ કહે છે કે, “સુવિચારી મનુષ્યોએ આત્મશિક્ષણ અને આત્મસંયમ ‘માટે શુદ્ધ પ્રયાસ કરે જોઈએ.” .

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30