________________
આ પુસ્તકમાં કોઈ પણ ધર્મના દેષ બતાવવામાં આવ્યા નથી, એટલે ગમે તે ધર્મવાળાને વાંચવાને અરૂચી લાગશે નહિ. વિચાર દૃષ્ટિથી જોશે તેને જ રૂચીકર થશે.
પુસ્તક રચવાની યોગ્યતા મારામાં નથી, કોઈ પણ ભાષાનું જ્ઞાન મારામાં નથી, તેમજ ગુજરાતી ભાષાનું જ્ઞાન મારામાં જોઈએ તેવું નથી. શુદ્ધ લખવાની કે બોલવાની શક્તિ મારામાં નથી પણ માત્ર પ્રાચિન અને આધુનિક પૂર્વાચાર્યો રચિત ગ્રંથોમાંથી સાર સાર પ્રશ્નોત્તર એકઠા કરી એક હસ્તલિખીત બુકની રફ કોપી તૈયાર કરી હતી, જે વાંચવા તપાસવા શ્રીમદ્દ પ્રવર્તકજી મહારાજ શ્રી કાતિવિજયજી મહારાજને મેકલી હતી. તેઓશ્રીનાં બીજા વર્ષ ઉપરના સુરતના ચાતુર્માસ દરમ્યાન શ્રી જૈન ધર્મની ઉન્નતિ કરતી અને ગુરૂકૃપાવડે વૃદ્ધિ પામતી શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરના સેક્રેટરી ગાંધી વલલભદાસ ત્રિભુવનદાસનું ઉક્ત મહાત્માના વંદન અર્થે ત્યાં જવું થયું. સદરહુ મારી હસ્ત લિખીત કાપી તેમના જેવામાં આવતાં, ઉક્ત મહાત્માને વિનંતિ કરી કે આ ગ્રંથમાં સુધારા વધારો કરી તેમજ સરલ અને સાદી ભાષામાં તદન નવીન ઢબથી આ જમાનાને અનુસરી, લખી તૈયાર કરવામાં આવે તે જનસમાજને રૂચીકર થવા સંભવ છે. જે ઉપરથી ઉક્ત મહાત્માએ ઉક્ત સભાના તે સેક્રેટરીને તેમ કરવા આજ્ઞા આપી અને કેટલીક સુચના કરી. જેથી તેઓએ તે ગ્રંથ શ્રી ગીરનારની યાત્રાના પ્રસંગમાં એક મહાન આચાર્ય અને સત્યધર્મના જીજ્ઞાસુ અને શોધક સત્યચંદ્ર અને શોધકચંદ્ર પાત્રો કલપી પ્રશ્નોત્તર રૂપે આ ગ્રંથની યોજના કરી છે, સાથેસાથે ગીરનારનું વર્ણન, નેમિશ્વર ભગવાનની સ્તુતિ વગેરે યોજના પણ વાંચનારને રસમય કરી શકે તેમ છે. એકંદર રીતે ઉક્ત આખા ગ્રંથની યોજના કરવામાં તેમજ સુધારો વધારો કરવામાં, તેમજ આઘંત વાંચી આ સરલ, રૂચીકર, અને રસમય કરી સુંદર સ્વરૂપ કરવામાં જે પ્રયાસ ઉકત સેક્રેટરીએ કર્યો છે તેને માટે તેમનો આભાર માનું છું.
આ ગ્રંથ આધંત વાંચી જવા દરેક મનુષ્યને વિનંતિ છે અને તેમાંથી યત્કિંચિત પણ જે લાભ થાય તે ઉક્ત મહાત્માનેજ પ્રતાપ સમજવાને છે. છેવટે આત્મનિતિના જીજ્ઞાસુઓને અને સત્ય ધર્મના શોધકને તે તે પ્રાપ્ત થાઓ તેવી પરમાત્માની પ્રાર્થના સાથે વિરમું છું.
લી. દેવ, ગુરૂ, ધર્મને ઉપાસક શાહ બહેચરદાસ દુર્લભદાસ,
- વડેદરા–હાલ પાદરા,