Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Author(s): Bechardas Durlabhdas
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 30
________________ (2) આન્નતિ. વાચકે, આ પ્રસંગ તરફ પૂર્ણ લક્ષ આપવા તત્પર થજે. તમારા હૃદયમાં સર્વદા જિજ્ઞાસાને સ્થાન આપજે. સત્ય-તત્ત્વની જિજ્ઞાસા મનુષ્યને છેવટે મહત્તાને માર્ગ દર્શાવે છે. જેના હૃદયમાં જિજ્ઞાસાને જન્મ નથી, તે પુરૂષનું જીવન શુન્યવત્ છે. જિજ્ઞાસા એ માનવ જીવનનું ઉચ્ચ તત્ત્વ અને આંતર જીવન છે. જેણે જિજ્ઞાસાનું બળ પ્રાપ્ત કર્યું છે, તે પુરૂષ અનુક્રમે મહાત્માની પદવીને અધિકારી થઈ શકે છે. આ વિશ્વ ઉપર જે જે મહાત્માઓ-મહા પુરૂષ થઈ ગએલા છે, તેઓ જિજ્ઞાસાના પૂર્ણ બળવાળા હતા. આંતર જીવનના બળથી વૃદ્ધિ પામેલા પુરૂષનું મૂળ બીજ જિજ્ઞાસા જ છે. તેથી ઉત્તમ આત્માઓએ યાવજછવિત જિજ્ઞાસાને આશ્રય લેવો જોઈએ. તે તરૂણ પુરૂષ પિતાની જિજ્ઞાસા તૃપ્ત કરવાને માટે વાસ સ્થળને. ત્યાગ કરી જંગલમાં નીકળે છે. તેના હૃદયની આશા કે મહાત્માના મેલાપને માટે પ્રગટી છે. કેઈ નગર કે જંગલમાં અથવા કેઈ યાત્રાના સ્થળમાં વિચરતા મહાત્માઓ તેના દષ્ટિ માર્ગમાં આવી પડશે, તે તે પોતાની માનસિક ધારણ સફળ કરી શકશે. આ યુવાન પુરૂષ એક શ્રીમંતના કુટુંબમાં જન્મેલે છે. તે સાથે વિવિધ કેળવણના મધુર ફળને તે ભક્તા બને છે. પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનેના વિચારે તેને જાણવામાં છે. પરંતુ તે વિચારોના સિદ્ધાંતની અંદર કઈ પણ નિર્ણય તેના જેવામાં આવ્યું નથી. નવીન કેળવણુએ જે સુધારાને જન્મ આપે છે, તે સુધારાએ ધર્મ અને વ્યવહારના સિદ્ધાંતમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરી છે એવું તેને જણાયું તેથી આ તરૂણ વિશેષ શંકાશીલ બનેલું હતું. જ્યારે તેનું હૃદય શંકાઓની જાળથી આવૃત થઈ ગયું, અને નિર્ણયની શોધ કરવામાં આસક્ત બની ગયું, ત્યારે તેની મને વૃત્તિ આવાસ છોડવાને તત્પર બની હતી. તેથી જ તે આ વખતે નગરવાસને ત્યાગ કરી વનમાં ફરવા નીકળી પડે હતે. તે પુરૂષ પિતાના નિવાસ સ્થાનને ત્યાગ કરી અનુક્રમે આગળ ચાલ્યું. તેવામાં એક ઘાટું જંગલ તેના જેવામાં આવ્યું. એ જંગલ વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરપૂર હતું. તેમાં નાના પ્રકારના પ્રાણુઓના મધુર શાદો થતા હતા. ચારે બાજુ નાના પર્વતની શ્રેણીઓ દેખાતી

Loading...

Page Navigation
1 ... 28 29 30