________________
આ ગ્રંથ લખવાને હેતુ.
આત્માની ઉન્નતિને ખરો માર્ગ ધર્મ છે, પણ ધર્મો જગતમાં ઘણું પ્રકારના તેમજ એકબીજાના મત વિરૂદ્ધ ખંડન મંડનના ઝઘડાથી કેટલીક વખત દેખાતા હોવાથી, વિચારશીલ મનુષ્યને ખરું શું છે ને ખોટું શું છે તેને નિર્ણય નહિ થતો હોવાથી ધર્મ ઉપરથી અને તેના ઉપદેશકો ઉપરથી શ્રદ્ધા ઉઠી જાય છે. સાંપ્રત જમાનામાં પશ્ચાત પ્રજાના સંસર્ગથી આપણામાં પ્રવૃત્તિનું બળ વધવા માંડયું છે. ઉગની પ્રવૃત્તિ અને કામકાજની ધાંધલમાં અહોરાત્ર બચ્યા રહેવામાં જ સર્વેને સુખ જણાય છે. અતિ વૈભવ, અતિ વ્યવસાય અને અતિ વિલાસને જ મનુષ્યો મોટાઈ અને આબરૂ ગણે છે. તેઓ અનેક પ્રકારના વ્યવસાયની જાળ ગુંથે છે અને તેના પાસમાં પિતાના ચિત્તને નાખે છે. તેમનું ચિત્ત નિરંતર વ્યવસાયથી વ્યગ્ર અને વ્યાકુળ રહે છે, અને તેઓ તૃષ્ણ-લેબ આદિના અનેક સંતાપથી નિરંતર સંતપ્ત રહે છે; જીવનની અસારતા અને અનિત્યતાને તેઓ ભાગ્યે જ વિચાર કરે છે અને તેથી જીવનની ખરી શાંતિ અને નિવૃત્તિનું અપૂર્વ સુખ દૂર રહે છે. કીર્તિ, દ્રવ્ય, સત્તા, આદિના લેભના પ્રવાહમાં તણાઈ મનુષ્ય અનેક કલેશ સહીત હૃદયને ખિન્ન કરે છે. કેટલેક સમયે તેઓ પિતાના સામર્થ્યને પણ ભાગ્યે જ વિચાર કરે છે.
આ સઘળા કલેશેથી મુક્ત થવું તેનું નામ મુકિત અથવા મેક્ષ છે, તેજ આત્માની ખરી ઉન્નતિ છે; બાકીની ઉન્નતિ તે અવનતિ છે. જેથી
બંધનથી છૂટવું તે મેક્ષ ” કહેવાય છે. આ આત્માને કર્મબંધ અનાદિથી છે; અને તેનાથી આત્મા દુઃખી થઈ રહ્યા છે. વળી એ દુઃખ દૂર કરવાના ઉપાય પણ નિરંતર આત્મા કરી રહ્યા છે; તથાપી યથાર્થ ઉપાય વિના દુઃખ દૂર થતું નથી; તેમ ભગવતી વખતે તે દુઃખ સહન પણ થઈ શકતું નથી. આ કારણથી છવ વ્યાકુળ થઈ રહ્યા છે. આ રીતે જીવના સમસ્ત દુઃખનું મૂળ કારણે કર્મબંધન છે. આ કર્મના બંધનને અભાવ તે મેલ છે, જે પરમહિત છે. આ કારણથી એને યથાર્થ ઉપાય કરો તે કર્તવ્ય છે.