Book Title: Aatmonnati Yane Sarvagna Pranit Syadvad Darshan Swarup
Author(s): Bechardas Durlabhdas
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 16
________________ આ લેખના મનનપૂર્વક વાંચનથી આહંત શાસનના તો સહેલાઈથી સમજી શકાય છે, સત્યધર્મનું સત્ય સ્વરૂપે પ્રગટ થાય છે અને હૃદય નિઃશંક બની આત્મસ્વરૂપનું જ્ઞાતા બને છે. સાંપ્રતકાળે પ્રવૃત્તિનું ચક્ર વેગવાળું છે અને જીવનકાળ અલ્પ છે, તેવા સમયમાં જૈનાગમરૂપ મહેદધિનું મથન કરવું અશક્ય છે, તેથી સાર રૂપે ઉત્તમ પદ્ધતિથી લખાએલા આવા લેખ જિજ્ઞાસુ વર્ગને વિશેષ ઉપયોગી થઈ પડ્યા વગર રહેશે નહિ. છેવટે સર્વ ધર્મબંધુઓ પ્રત્યે અમારી એટલી પ્રાર્થના છે કે, “તેમણે આ ઉપયોગી લેખને શુદ્ધ હૃદયથી વાંચવો, સત્ય, દિવ્ય અને નિઃસ્વાર્થ પ્રેમથી તેનું અવલોકન કરવું, અને શુદ્ધ તથા ઉદાર ભાવના ધારણ કરવી; જેથી જિજ્ઞાસુ બંધુઓના હિતાર્થે તિવ્ર કર્તવ્ય બુદ્ધિથી પ્રગટ કરેલા આ લેખને અમારે શ્રમ સફળ થશે. આ પ્રસંગે જણાવતાં આનંદ ઉપજે છે કે પાલણપુરનિવાસી શેઠ વહાલુ. ભાઇ લવજીએ આ ગ્રંથની પાંચસો કોપી પ્રસિદ્ધ કરવા માટે રૂ. ૨૫૦) ની ઉત્તમ સહાય આપી, પિતાને મળેલી ઉત્તમ લક્ષ્મીને, આવા જનસમાજને ઉપયોગી ગ્રંથ પ્રકટ કરવામાં જ્ઞાનદાન કરી ઉપયોગ કર્યો છે જેથી તેઓને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથને માટે અપૂર્વ કૃપા બતાવનાર મહાત્મા પ્રવર્તકજી મહારાજ શ્રી કાન્તિવિજયજી મહારાજ અને આર્થીક સહાય આપનાર ઉક્ત બંને ગૃહસ્થની ઈચ્છાનુસાર સાધુસાધ્વી મહારાજાઓ તથા જ્ઞાનભંડાર, લાઈબ્રેરી વગેરેને આ ગ્રંથ ભેટ આપવા સાથે, ઉક્ત ગ્રંથને બહેને ફેલાવો થવા માટે તેમજ વધારે મનુષ્ય લાભ લે તેવા શુભ ઈરાદાથી તેની મુદલ કિંમત રાખવામાં આવેલી છે, તેથી તેમાંથી ઉપજેલ નાણુંને આવા ઉપયોગી ગ્રંથો છપાવવાના કામમાંજ વ્યય થવાનું હોવાથી પુણ્યની પરંપરાના ભાગી પણ આર્થિક સહાય આપનારા ગૃહસ્થો થાય તે સ્વભાવિક છે. સદરહુ ગ્રંથની શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં છદ્મસ્થપણુમાં સુલભ એવા પ્રમાદાદિ દોષવડે, તેમજ પ્રેસ દેશને લઈને કોઈ પણ સ્થળે ખલના થઈ હોય કે જૈન દર્શનની શૈલી વિરૂદ્ધ લખાણું હેય તે તેને માટે ત્રીકરણગે કરી ક્ષમા ચાહિયે છીયે અને અમને સુચના કરવા વિનંતિ કરીયે છીએ. વીર સંવત ૨૪૩૮ આત્મ સંવત શ્રી જૈન આત્માનંદ સભા, ૧૭ વૈશાક શુકલત્રયોદશી આત્માનંદ ભવન ભાવનગર,

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30