________________
મેક્ષને માર્ગ સર્વ માટે એક જ છે, પણ એ નથી. જે જે પુરૂષો મેક્ષ રૂપ પરમ શાન્તિને ભુતકાળે પામ્યા છે, તે તે સઘળાઓ એકજ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી પામે છે. ભવિષ્યકાળે પણ તેથી પામશે.
મેક્ષને માર્ગ એક છે પણ તેના પ્રકાર અનેક છે. અનેક પ્રકારને અનેક પ્રકારે ( નય, ભંગ નિક્ષેપ પ્રમાણુ, તત્ત્વ વગેરેથી) સર્વજ્ઞ ભગવાને સમજાવ્યો છે, તેથી આ મતને જ અનેકાંત ” ( ચાઠાદ) મત કહેલ છે. એક નયનું સ્થાપન કરી તેમજ બીજી રીતે ( એકાંતપણે ) સમજાવનાર એવા એકાન્ત મતધારી જુદા જુદા પડી જુદા જુદા રૂપમાં સમજાવવાથી મતભેદ પડી ગયા છે. આ મતભેદેના ઝઘડામાં ન પડતાં સત્યાત્યને વિચાર કરી પક્ષપાત રહિત થઈ સત્ય ગ્રહણ કરી તત્ત્વ પ્રાપ્ત કરવું એ ઉન્નતિને સરલ માર્ગ છે.
તવ એટલે જગતમાં બેજ પદાર્થ છે. ત્રીજે પદાર્થ નથી. ૧ જડ, ૨ ચિ. તન્ય. આત્મા અને જડ આ બે વસ્તુ જગતમાં છે. આ બે વસ્તુનું યથાર્થ
સ્વરૂપ જાણવું તેનું નામ તત્વજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનને સત્યજ્ઞાન (સમ્ય ગવાન) કહેવાય છે, તેનાથી વિપરિત તે મિથ્યાજ્ઞાન કહેવાય છે.
વ્યવહારિક જ્ઞાન સાથે તત્ત્વજ્ઞાન (ધાર્મિક જ્ઞાન ) મળે તો અલૌકિક સુધારો થાય છે. વ્યવહારિક જ્ઞાન જેમ પ્રથમ વયમાં આપવામાં આવવાથી મનુષ્ય વિદ્વાન બને છે તેવી રીતે ધામિક જ્ઞાન પણ પ્રથમ વયમાં જે અપાય તો તેથી ઘણો જ લાભ થઈ શકે છે. વ્યવહારિક જ્ઞાન જેઓએ મેળવ્યું છે તેવા વિદ્વાન મનુષ્યો ધર્મજ્ઞાન વગરના ઘણું માલુમ પડે છે, તેનું કારણ પ્રથમ વયમાં ધામકજ્ઞાન નથી અપાછું તેજ છે.
આવા વિદ્વાનેને સત્ય માર્ગ શોધવાની ઘણી ઉત્કંઠા થાય છે, પરંતુ સત્ય માર્ગ કયે ઠેકાણે મળે અને કેણ બતાવે, એ કંઈ તેઓને સમજાતું નથી. વળી કઈ બતાવનાર મળે તે તેના ઉપર વિશ્વાસ નહિં બેસવાથી તેમજ તેવા વિદ્વાને કદાચ ધર્મની કઈ બાબતમાં પિતાના અણજાણપણને લઈને પૂછવા માગે તે કેટલાક તરફથી તેને નાસ્તિક વિગેરે શબ્દોના પ્રહારને લઇને તેવા ધર્મજ્ઞાનના ઉત્સુક યુવકે માર્ગ પામી શકતા નથી. પોતાના મન સાથે ઈશ્વર સંબંધી, કર્મ સંબંધી અને આત્મા સંબંધી ઘણું પ્રશ્ન ઉત્પન્ન થાય છે.
આ પ્રશ્નના ખુલાસા કોઈ મહાત્માને પૂછે, ને કદાચ કોઈ મહાત્મા તેઓના ખુલાસા કરે, પણ તેમાં ઉંડા ઉતર્યા વગર ને આગળ પાછળ સંબંધ જાણ્યા વગર કે વાંચન વગર તે મગજમાં બેસે નહિ. એક ગૃહસ્થ