________________
.
આત્મ શિક્ષણ અને આત્મસયમ એ માનવ જીવનની મહત્તા પર આરેાહણ કરવાના એ દિવ્ય પગવી છે. આ સંસારની મમત્વ ભાવનાના અજ્ઞાનમાંથી મુક્ત થવાના ઉપાય રૂપ પણ એ ઉભય સાધતા છે, તે આત્મ શિક્ષણુ અને આત્મસંયમ રૂપી ચઢ્ઢાથી અધ્યાત્મ રૂપી મહાન્ રથ ચાલી શકે છે અને તેને જો વૈરાગ્ય વધુ વેગ આપવામાં આવે તે તે મનુષ્યની માનસિક, શારીરિક અને આત્મિક શક્તિના ઊત્તરાંતર વિકાશ કરી અંતે નિર્વાણુના પરમાનંદ પદ સુધી લઈ જાય છે.
આ ઉપરથી સિદ્ધ થયું કે, ચિંતામણિ રૂપ માનવ દેહને પ્રાપ્ત થયેલા આત્માએ નિરતર આત્માતિ મેળવવા માટે સુવિચાર રૂપે આત્મશિક્ષણ અને આત્મસંયમના ગુણા મેળવવા જોઇએ. ઉન્નતિ એ શબ્દજ દિવ્ય પ્રભાવવાળા છે, પણ તેની ખરેખરી દિવ્યતા આત્માના સંબંધથી રહેલી છે, કારણ કે, આત્મા શિવાયની ખીજી ઉન્નતિએ ક્ષણિક અને વિપથ ગામિની છે. તેથી આત્માન્નતિ-આત્માની ઉન્નતિ એજ સર્વમાં ચરિતાર્થ થાય છે.
આત્માન્નતિ મેળવનાર મનુષ્ય પ્રથમ આ સ'સારનું સ્વરૂપ ઓળખી શકે છે, તેથી તે જીવન તૃષ્ણામાંથી મુક્ત થવા ઈચ્છે છે, અભિમાન અને અજ્ઞાનથી વિરક્ત થઈ જાય છે. કદિ પૂર્વ કમના યેાગે તે વ્યવહાર દશામાં હાય તાપણુ તેનાથી કાઇ જાતની સ્ખલના થતી નથી, કારણ કે, તે સધળા સાંસારિક ભાવાને તેના યથાર્થ સ્વરૂપમાં જુએ છે અને તેની ખરી કિંમત આંકે છે. સર્વ પ્રકારની દુષ્ટ વાસનાએ તેના મનમાંથી નિર્મલ થઇ જાય છે, તેથી તે ઇતર પ્રાણી તરફ દ્રાવક ધ્યા, સહાય, તથા ઉચ્ચ આત્મિક પ્રેમને અનુભવે છે. એક મહાત્મા લખે છે કે,
•
" आत्मोन्नताः परिसमाप्ते जीवन संग्रामे शाश्वतश्रेयः पदे निमग्ना भवन्ति “ આભેાન્નતિને પામેલા મનુષ્યા તેમને જીવન રૂપ સગ્રામ પૂરા થતાંજ શાશ્વત કલ્યાણ મેાક્ષ સુખમાં મગ્ન થાય છે. ”
આ આત્માન્નતિના લેખ તેવા ઉદ્દેશથી લખાએલા છે. આત્યંત આગમમાં દર્શાવેલા તત્ત્વાનું નવીન સાયન્સની રીતે યુક્તિ અને પ્રમાણથી પ્રતિપાદન કરી તેનું ઉચ્ચ રહસ્ય દર્શાવવામાં આવ્યું છે. તે સાથે આર્હત ધર્મના આચાર અને ક્રિયામાર્ગનું હેતુપૂર્વક સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું છે. નવીન વિદ્યાના સંસ્કારાને લઇને ઉપજતી શંકાઓનું નિરાકરણ કરવા માટે યાત્રાને કાલ્પનિક પ્રસંગ ઉભા કરી તેને અંગે શંકા સમાધાન રૂપે ઉત્તમ ચેાજના કરવામાં આવી છે. વસ્તુતાએ જો કે તદ્દન કલ્પના નથી છતાં વાંચકાના જિજ્ઞાસુ હૃદયને સુમેાધક બનાવવા આ યાજના કરેલી છે.
,,