Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

Previous | Next

Page 8
________________ 8 પ્રાક્-કથન "ફેડરેશન ઑફ જૈન એસોસિએશન ઇન નોર્સ અમેરિકા" દ્વારા એપ્રિલ ૨૦૦૫માં 'જૈન સ્ટોરી બુક' (મૂળ અંગ્રેજીમાં) નું પ્રકાશન થયું. કોઈપણ પ્રકારના ‘કોપી રાઈટ' થી મુક્ત એવા આ પુસ્તકમાં જૈન શાસ્ત્રોમાં, જૈન કથા - સાહિત્યમાં અને જૈન પુરાણોમાં જોવા મળતી પ્રચલિત એવી ૪૦ જેટલી પસંદ કરેલ વાર્તાઓ સમાવવામાં આવેલ છે. આ પુસ્તક તેના કલાત્મક મુદ્રણને કારણે તેમજ ખૂબ જ સરળ ભાષાને કારણે જૈન સમાજમાં લોકપ્રિય બન્યું. સ્વાભાવિક રીતે જ આ પુસ્તકનું અન્ય ભાષાઓમાં પણ ભાષાંતર કરવાનો વિચાર આવ્યો અને તેના ફળ સ્વરૂપે આ પુસ્તક જૈન સ્ટોરી બુ' ના ગુજરાતી ભાષાંતર તરીકે ‘જૈન કથા સંગ્રહ' શીર્ષક હેઠળ પ્રગટ થઈ રહ્યું છે. ‘જૈન કથા સંગ્રહ' માં મૂળ પુસ્તકની માફક જ કુલ ૭ વિભાગોમાં ૪૦ જેટલી વાર્તાઓનો સમાવેશ થયેલો છે. જૈન દર્શનના પંચ પરમેષ્ઠિઓને આવરી લેતા આ જીવન-ચરિત્રો તેમજ જીવન-પ્રસંગો દરેકના જીવનમાં આત્મકલ્યાણ માટે તેમજ આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી સદ્ગુણો તરફ ધ્યાન દોરનાર છે. અલબત્ત આ વાર્તાઓનું વર્ગીકરણ ઐતિહાસિક કાળક્રમમાં કરવું શક્ય ન હોવાથી તેમ કરેલ નથી તેમ છતાં તેમાં સિદ્ધ પુરુષો, આયાર્ય ભગવંતો, સાધુઓ તેમજ આત્મદર્શનને પામેલ વ્યક્તિઓ પ્રમાણે વિભાગો પાડવામાં આવેલ છે. વાર્તાઓનું ભાષાંતર ચુસ્તપણે શબ્દકોશીય ન રાખતાં વાચકને અનરૂપ અને મૂળ ભાવને પકડી રાખીને સુલભ, રોજબરોજના વપરાશની ભાષા-શૈલીને અનુરૂપ કરવાનો પ્રયત્ન કરેલ છે. આ વાર્તાઓના વાંચન પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ઃ * જૈન પરિવારના બાળકોમાં જૈન સંસ્કારનું સિંચન થાય. * જૈન પરિવારના બાળકો તીર્થંકરો, સિદ્ધો, આચાર્ચો, શ્રેષ્ઠીઓ અને આદર્શ રાજવીઓ વગેરેને તેમના નામથી તેમજ તેમના જીવન અને કાર્યોથી પરિચિત થાય. * જૈન બાળકોને અમૂલ્ય ‘જૈન કથા-સાહિત્ય' નો સ્પર્શ થાય. * જૈન પૂર્વજોનું પ્રદાન તેમને પ્રેરણાદાયી બને. જે જીવનને વિકાસ પંથે આગળ લઈ જાય, જે વ્યક્તિ અને સમાજને તેના આચાર, વિચાર અને વ્યવહારમાં વિશુદ્ધ અને ઉન્નત બનાવે એને નીતિ કહેવાય. આવી નીતિનું શિક્ષણ તથા સિંચન મહાન પુરુષોના જીવન અને કાર્યોના આલેખન દ્વારા થાય છે. ચરિત્રાલેખન તેમજ જીવનપ્રસંગોની વાર્તાઓ જે તે વ્યક્તિની અતુલ્ય વિશેષતા પ્રગટ કરે છે; અને તેની છાપ વાંચનારના માનસનો શીઘ્રતાથી વિકાસ કરે છે. નીતિના શિક્ષણનું મહત્ત્વ સમજનાર તેમજ જૈન નીતિ-સંસ્કારના અનુરાગી શ્રાવક-શ્રાવિકાઓ માટે માનવજાતની પીકાઓનું ઔષધ અને તેમના બાળકોના ચાત્ર્યિ-ઘડતર માટે અતિ ઉપયોગી એવા આ નાનકડા પુતકને વાચકો પોતાના ઘરમાં વસાવશે, વંચાવશે અને એ રીતે પોતાના જીવનને સાચા અર્થમાં જૈન માર્ગે વાળવા ઉપયોગી થશે એવી શ્રદ્ધા સાથે જૈન કથા સંગ્રહ' નામથી ગુજરાતી ભાષાંતર પ્રગટ કરવામાં આવ્યું છે. અહીં પ્રસ્તુત થયેલી વાર્તાઓના અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. આવા સૈદ્ધાંતિક દૃષ્ટિએ મહત્ત્વના અનુવાદમાં શાસ્ત્રીયતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહે, તેમજ જૈન ધર્મ અને જૈન દર્શનને લગતા પારિભાષિક શબ્દોનો ઉપયોગ પણ થાય તે માટે આચાર્ય શ્રી નંદિઘોષસૂરિ, પ્રિ. ડૉ. હેમંત શાહ તથા અમેરિકા સ્થિત શ્રીમતી દર્શનાબેન શાહ (ચિકાગો), રોજલ શાહ (રાલે), મહેન્દ્રભાઈ અને ઇન્દિરાબેન દોશી (ડીટ્રોઇટ) અને મહેન્દ્રભાઈ શાહ (ડિટ્રોઇટ) નો અનુવાદને ઝીણવટથી જોવા માટે અને ઉપયોગી સૂચનો તેમજ સુધારાઓ તરફ નિર્દેશ કરવા માટે હું તેઓનો અંતઃકરણપૂર્વક ખૂબ આભાર માનું છું, જૈન થા સંગ્રહ કુસુમ શાહ અનુવાદક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 160