Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના જય જિનેન્દ્ર, અહિંસા - જૈનધર્મનો કરોડરજ્જુ સમાન કેન્દ્રીય મુદ્દો છે. અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ - આ ત્રણ જેનધર્મનાં મૂળભૂત સિદ્ધાંતો છે. અહિંસા - દરેક વ્યક્તિના સારા આચરણ/વર્તનને મજબૂત બનાવે છે. અનેકાંતવાદ - દરેક મનુષ્યની વિચારશક્તિને મજબૂત કરે છે. અપરિગ્રહ - દરેક માનવીના અસ્તિત્વના અભિગમને મજબૂત બનાવે છે. જો આપણે આ ત્રણ સિદ્ધાંતો સમજપૂર્વક સાચી રીતે જીવનમાં ઉતારીએ તો આપણા પોતાનામાં અને વિશ્વમાં શાંતિ તથા સુમેળ પ્રાપ્ત કરી શકીએ. જૈનધર્મ એ ભારતનો જૂનામાં જૂનો ધર્મ છે. જૈનધર્મના પ્રાથમિક સિદ્ધાંતો વૈજ્ઞાનિક છે અને જૈન ધર્મગ્રંથોનાં “સત્ય” વિશ્વવ્યાપક છે. પરંતુ તેનું અર્થઘટન જે સમયે અને સ્થળે આપણે હોઈએ તે પ્રમાણે કરવું પડે. અંગ્રેજી ભાષા બોલાતી હોય તેવા દેશો (જેમકે અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા) જ્યાં ઘણાં જેનો કાયમ માટે વસવાટ કરે છે, ત્યાં બાળકોને જૈનધર્મનાં જ્ઞાનનાં પુસ્તકો સહજ રીતે ઉપલબ્ધ નથી. જૈન સિદ્ધાંતોને વૈશ્વિક સ્તરે જાણીતા કરવા માટે જૈન પુસ્તકો અંગ્રેજી ભાષામાં સરળતાથી મળવા જોઈએ. સાથે સાથે જૈન ધર્મગ્રંથો જુદી જુદી રીતે જેમકે ચોપડીઓ, કેસેટ, વિડિયો, ડીવીડી, સીડી, ઇન્ટરનેટ વિગેરે પર સહેલાઈથી ઉપલબ્ધ થવા જોઈએ. ફેડરેશન ઓફ જેના એસોસિએશન ઇન નોર્થ અમેરિકા જેના એજ્યુકેશન કમિટીએ આ કાર્યની શુભ શરૂઆત કરી છે. આ પુસ્તક “જૈન સ્ટોરી બુક'નું મૂળ અંગ્રેજીમાં એપ્રિલ ૨૦૦૫માં પ્રકાશન થયેલ છે. જૈન ધર્મને સમજવા માટે, જાણવા માટે, જૈન એજ્યુકેશન કમિટીએ જૈન એજ્યુકેશનની વિવિધ ચોપડીઓ પ્રકાશિત કરેલા છે. આ ચોપડીઓ ચાર વિભાગમાં (ઉંમર પ્રમાણે) વહેંચાયેલી છે: વિભાગ ૧ એલિમેન્ટરી સ્કૂલ માટે વિભાગ ૨ મીડલ સ્કૂલ માટે વિભાગ ૩. હાઈસ્કૂલ માટે વિભાગ ૪ કૉલેજના વિધાર્થીઓ માટે આ ચોપડીઓની હારમાળા તૈયાર કરવામાં વિવિધ પાઠશાળાનાં શિક્ષકો, કેળવણીકારો અને વિદ્યાર્થીઓનાં વિચાર સૂચનો સામેલ છે. જેના કમિટીનાં સભ્યો જુદાં જુદાં કેન્દ્રોની પાઠશાળાનાં શિક્ષકો છે, જેમણે અગણિત કલાકો આપી ખૂબજ કાળજીથી અને ખંતપૂર્વક આ ચોપડીઓ તૈયાર કરેલ છે. શિકાગોના શ્રી પ્રદીપભાઈ તથા દર્શનાબેન શાહે અત્યંત મહેનતથી જૈન સ્ટોરી બુક (JES 202 - Level - 2)નું સંકલન અને સંપાદન કર્યું છે. વાર્તાઓની પસંદગી પાછળ ઘણો સમય આપવામાં આવ્યો છે. વાર્તાઓની પસંદગી જૈના એજ્યુકેશન સ્ટોરી બુકની પહેલાંની આવૃત્તિ, શ્રી મનુભાઈ દોશીની સ્ટોરી બુકમાંથી કરવામાં આવી છે. ઉપરાંત અમુક વાર્તાઓ અલગ અલગ જગ્યાએથી પસંદ કરાઈ છે. આ પુસ્તકનું કલાત્મક મુદ્રણ અમેરિકા સ્થિત શ્રી સુધીરભાઇ અને અનીતાબેન શાહને આભારી છે. આ પુસ્તકોનો મૂળ હેતુ, જૈન ધર્મનાં સિદ્ધાંતો, જેન યુવા વર્ગ, બાળકો અને સામાન્ય માનવીને સમજાવવાનો છે. આ પુસ્તકની આખી હારમાળાને તૈયાર તથા પ્રકાશિત કરવા માટેનો અંદાજિત ખર્ચ રૂા. ૩,૦૦,૦૦૦ થયેલ છે. જુદાં જુદાં જૈન ગૃપોએ અને અનેક વ્યક્તિઓએ આ પ્રોજેક્ટ માટે ઘણો સહકાર આપ્યો છે. આ પ્રોજેક્ટ/યોજના પરિપૂર્ણ કરવા આપનાં આર્થિક સહયોગની જરૂરિયાત છે. જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 160