Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

Previous | Next

Page 7
________________ એટલું યાદ રાખીએ કે જેના એજ્યુકેશન કમિટીના સભ્યો જૈન પાઠશાળાનાં શિક્ષકો છે, નહિ કે જેના વિદ્વાનો. તેથી કદાચ આ પુસ્તકોનાં લખાણ (પદાર્થ/દ્રવ્ય)ની રજૂઆતમાં કોઈ ખામી કે ક્ષતિ જણાય તો કૃપા કરી માફ કરશો. ખાસ વિનંતિ કરીએ કે આપ આ લખાણને વાંચો, પરીક્ષણ કરો, ઉપયોગ કરો અને કોઈ સૂચન હોય તો જરૂરથી જણાવો. જૈન ફિલોસોફી પ્રમાણે, આ જેના એજ્યુકેશન સીરીઝના કોઈ કોપીરાઈટ નથી, છતાં જો આપને આ મટિરિયલની કોપી કે વહેંચણી કરવી હોય તો આદરપૂર્વક કરશો, મોટાભાગનાં આ પુસ્તકો અને બીજું મટિરિયલ જેના એજ્યુકેશન વેબસાઈટ www.jaineLibrary.org પર ઉપલબ્ધ છે. આ યોજના માટે અનેક વ્યક્તિઓનાં આશીર્વાદ (પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે) કારણભૂત છે. અમે હૃદયપૂર્વક, ખરા દિલથી દરેક ગ્રુપ/સંગઠન અને દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ, જેમની મદદ થકી આ પ્રોજેક્ટ સાર્થક થઈ શક્યો છે. અહીં પ્રસ્તુત થયેલી વાર્તાઓના અનુવાદનું કાર્ય સહેલું નથી હોતું. આવા સૈદ્ધાંતિક દૃષ્ટિએ મહત્ત્વના અનુવાદમાં શાસ્ત્રીયતા, નૈતિકતા અને આધ્યાત્મિકતા જળવાઈ રહે, તેમજ જૈન ધર્મ અને જૈન દર્શનને લગતા પારિભાષિક શબ્દોનો ઉપયોગ પણ થાય તે માટે અનુવાદક પૂ. કુસુમબેન જે શાહ (અમદાવાદ) અને તેમના અનુવાદને ઝીણવટથી જોવા માટે અને ઉપયોગી સૂચનો તેમજ સુધારાઓ તરફ નિર્દેશ કરવા માટે આચાર્ય શ્રી નંદિઘોષસૂરિ, ડૉ. હેમંત શાહ તથા (અમદાવાદ) અમેરિકા સ્થિત શ્રીમતી દર્શનાબેન શાહ (ચિકાગો) અને સેજલ શાહ (રાલે), મહેન્દ્રભાઈ અને ઇન્દિરાબેન દોશી (ડીટ્રોઇટ) અને મહેન્દ્રભાઈ શાહ (ડીટ્રોઇટ) નો અંતઃકરણપૂર્વક ખૂબ આભાર માનું છું. જો કોઈ છપાયેલ લખાણ તીર્થકરનાં સિદ્ધાંતો કે માર્ગદર્શન વિરુદ્ધ હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. મિચ્છા મિ દુક્કડં. પ્રવીણ કે. શાહ, અધ્યક્ષ જેના એજ્યુકેશન કમિટી ઈ-મેઈલ - education@jaina.org ફોન - ૯૧૯-૮૫૯-૪૯૯૪ જાન્યુઆરી ૨૦૧૧ જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 160