Page #1
--------------------------------------------------------------------------
________________ 766 પંચાસ્તિકાય સં. 1953 ૐ સર્વત્તાય નમઃ નમઃ સદ્ગરવે પંચાસ્તિકાય? 1 સો ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. 2. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરો. 3. પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે ‘લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એવો ‘અલોક' છે. 4- 5 ‘જીવ’, ‘પુગલસમૂહ', “ધર્મ', 'અધર્મ', તેમ જ ‘આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે ‘અસ્તિકાય'. તેનાથી કૈલોક્ય ઉત્પન્ન થાય છે. 6 તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે; અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે ‘દ્રવ્યસંજ્ઞાને પામે છે. 7 એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે; પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી. 8 સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયધૃવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. 9 પોતાના સદૂભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે. 10 દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદવ્યયવૃવતાસહિત છે; ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વ દેવ કહે છે. 1 જુઓ આંક 866.
Page #2
--------------------------------------------------------------------------
________________ 11 દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો “અસ્તિ' સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે. 12 પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે 13 દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય, બન્નેનો - દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી 14 ‘સ્યા ૧અસ્તિ', “ચાત નાસ્તિ', “ચાત ૩અસ્તિ નાસ્તિ', “ચાત ૪અવક્તવ્ય’, ‘સ્યાત અસ્તિ અવક્તવ્ય’, ‘ચાતુ ૬નાસ્તિ અવક્તવ્ય’, ‘ચાત ૭અસ્તિ નાસ્તિ અવક્તવ્યં’ એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે. 15 ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે. 16 જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયો છે. 17 મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. 18 જે જીવ જમ્યો હતો તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે. 19 એમ સતનો વિનાશ, અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે. 20 જ્ઞાનાવરણીય આદિ કર્મભાવો જીવે સુદ્રઢ(અવગાઢ)પણે બાંધ્યા છે, તેનો અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલો એવો તે ‘સિદ્ધ ભગવાન' થાય. 21 એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. 22 જીવ, પુદગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કોઈના કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે; અને લોકના કારણભૂત છે. 23 સભાવ સ્વભાવવાળાં જીવ અને પુગલના પરાવર્તનપણાથી ઓળખાતો એવો નિશ્ચયકાળ કહ્યો છે. 24 તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનાલક્ષણવાળો છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ 25 સમય, નિમેષ, કાષ્ઠા, કલા, નાલી, મુહર્ત, દિવસ, રાત્રિ, માસ, ઋતુ અને સંવત્સરાદિ તે વ્યવહારકાળ છે. 26 કાળના કોઈ પણ પરિમાણ (માપ) વિના બહુ કાળ, થોડો કાળ એમ કહી શકાય નહીં. તેની મર્યાદા પુદગલદ્રવ્ય વિના થતી નથી, તેથી કાળને પુદગલદ્રવ્યથી ઉત્પન્ન થવાપણું કહીએ છીએ. 27 જીવત્વવાળો, જાણનાર, ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્ભાવસ્થામાં મૂર્ત એવો જીવ છે. 28 કર્મમલથી સર્વ પ્રકારે મુક્ત થવાથી ઊર્ધ્વ લોકાંતને પ્રાપ્ત થઈ તે સર્વજ્ઞ સર્વદર્શી ઇન્દ્રિયથી પર એવું અનંતસુખ પામે છે. 29 પોતાના સ્વાભાવિક ભાવને લીધે આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી થાય છે, અને પોતાનાં કર્મથી મુક્ત થવાથી અનંતસુખ પામે છે. 30 બળ, ઇન્દ્રિય, આયુષ અને ઉચ્છવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતો હતો, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે ‘જીવ'. 31 અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. કોઈક જીવો લોકપ્રમાણ અવગાહનાને પામ્યા છે. 32 કોઈક જીવો તે અવગાહનાને પામ્યા નથી. મિથ્યાદર્શન, કષાય અને યોગસહિત અનંત એવા સંસારી જીવો છે. તેથી રહિત એવા અનંત સિદ્ધ છે. 33 જેમ પદ્મરાગ નામનું રત્ન દૂધમાં નાખ્યું હોય તો તે દૂધના પરિમાણ પ્રમાણે પ્રભાસે છે. તેમ દેહને વિષે સ્થિત એવો આત્મા તે માત્ર દેહપ્રમાણ પ્રકાશક-વ્યાપક છે. 34 એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેનો તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર-અવસ્થામાં પણ તેનો તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રજોમલથી તે જીવ મલિન થાય છે. 35 જેમને પ્રાણધારણપણું નથી, તેનો જેમને સર્વથા અભાવ થયો છે, તે - દેહથી ભિન્ન અને વચનથી અગોચર જેમનું સ્વરૂપ છે એવા - ‘સિદ્ધ’ છે. 36 વસ્તુદ્રષ્ટિથી જોઈએ તો સિદ્ધપદ ઉત્પન્ન થતું નથી, કેમકે તે કોઈ બીજા પદાર્થથી ઉત્પન્ન થતું કાર્ય નથી, તેમ તે કોઈ પ્રત્યે કારણરૂપ પણ નથી, કેમકે અન્ય સંબંધે તેની પ્રવૃત્તિ નથી. 37 શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય ? 38 કોઈએક જીવો કર્મનું ફળ વેદે છે, કોઈએક જીવો કર્મબંધકર્તુત્વ વેદે છે, અને કોઈએક જીવો માત્ર શુદ્ધ જ્ઞાનસ્વભાવ વેદે છે; એમ વેદકભાવથી જીવરાશિના ત્રણ ભેદ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ 39 સ્થાવરકાયના જીવો પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. 40 ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો. 41 મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે. 42 ચક્ષદર્શન, અયક્ષદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે. 43 આત્માને જ્ઞાનગણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે. 44 જો દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યનો અભાવ થાય. 45 દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે; બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એકપણું છે. 46 વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનયથી એ ચારેનો અભેદ છે. 47 પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞો જાણે છે. 48 આત્મા અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. 49 જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો ઐક્યભાવ થવાનો પ્રસંગ આવે. 50 સમવર્તિત્વ સમવાય અપૃથભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણનો સંબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે. 51 વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે. પર તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે. 53 આત્મા (વસ્તપણે) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાદિ અનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદ્દભાવથી જીવદ્રવ્ય અનંત છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ પ૪ એમ સજીવ પર્યાય)નો વિનાશ અને અસત્ જીવનો ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. પપ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સતનો નાશ અને અસતભાવનો ઉત્પાદ કરે છે. પ૬ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. 57, 58, 59. 60 દ્રવ્યકર્મનું નિમત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કર્તા નથી, તેમ કર્યા વિના થયાં નથી. 61 સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદગલકર્મનો આત્મા કર્તા નથી, એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે. 62 કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. 63 કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે ? અને તે ફળ કર્મ કોને આપે ? 64 સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધોથી. 65 આત્મા જ્યારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા યુગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે, અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે. 66 કોઈ કર્તા નહીં છતાં પુદગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. 67 જીવ અને પુદગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુ:ખરૂપ ફળ વેદે છે. 68 તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. 69 એમ કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. 70 (મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે.
Page #6
--------------------------------------------------------------------------
________________ 71-72 એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણોની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગ પણાથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્ત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે. 73 પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્ભાવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે. 74 સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણવો. 75 સકળ સમસ્ત તે ‘સ્કંધ’, તેનું અર્ધ તે ‘દેશ’, તેનું વળી અર્ધ તે ‘પ્રદેશ’ અને અવિભાગી તે ‘પરમાણુ’. 76 બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા યોગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાનો), ગલન (ગળવાનો, છૂટા પડી જવાનો) સ્વભાવ જેનો છે તે પુદગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી કૈલોક્ય ઉત્પન્ન થાય છે. 77 સર્વ સ્કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્ત હોય છે. 78 વિવક્ષાએ કરીને મૂર્ત, ચાર ધાતુનું કારણ જે છે તે પરમાણુ જાણવા યોગ્ય છે; તે પરિણામી છે, પોતે અશબ્દ છે, પણ શબ્દનું કારણ છે. 79 સ્કંધથી શબ્દ ઉત્પન્ન થાય છે. અનંત પરમાણુઓના મેલાપ, તેનો સંઘાત, સમૂહ તેનું નામ “સ્કંધ'. તે સ્કંધો પરસ્પર સ્પર્શાવાથી, અથડાવાથી નિશ્ચય કરીને “શબ્દ” ઉત્પન્ન થાય છે. 80 તે પરમાણુ નિત્ય છે, પોતાના રૂપાદિ ગુણોને અવકાશ, આધાર આપે છે, પોતે એકપ્રદેશી હોવાથી એક પ્રદેશથી ઉપરાંત અવકાશને પ્રાપ્ત થતો નથી, બીજા દ્રવ્યને અવકાશ (આકાશની પેઠે) આપતો નથી, સ્કંધના ભેદનું કારણ છે - સ્કંધના ખંડનું કારણ છે, સ્કંધનો કર્તા છે, કાળના પરિમાણ (માપ) સંખ્યા(ગણના)નો હેતુ છે. 81 એક રસ, એક વર્ણ, એક ગંધ અને બે સ્પર્શ, શબ્દની ઉત્પત્તિનું કારણ, અને એકપ્રદેશાત્મકપણે અશબ્દ, સ્કંધપરિણમિત છતાં વ્યતિરિક્ત દ્રવ્ય તે પરમાણુ જાણવો. 82 ઇન્દ્રિયોએ કરી ઉપભોગ્ય, તેમ જ કાયા, મન અને કર્મ આદિ જે જે અનંત એવા મૂર્ત પદાર્થો છે તે સર્વ પુદગલદ્રવ્ય જાણવું. 83 ધર્માસ્તિકાય અરસ, અવર્ણ, ગંધ, અશબ્દ અને અસ્પર્શ છે; સકળલોકપ્રમાણ છે, અખંડિત, વિસ્તીર્ણ અને અસંખ્યાતપ્રદેશાત્મક દ્રવ્ય છે. 84 અનંત અગુરુલઘુગુણપણે તે નિરંતર પરિણમિત છે. ગતિક્રિયાયુક્ત જીવાદિને કારણભૂત છે; પોતે અકાર્ય છે, અર્થાત કોઈથી ઉત્પન્ન થયેલું તે દ્રવ્ય નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________ 85 જેમ મલ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ધર્માસ્તિકાય’ જાણવો. 86 જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. 87 ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અલોકનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે, અને લોકપ્રમાણ છે. 88 ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. 89 90 સર્વ જીવોને તથા બાકીના પુદગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને લોકાકાશ’ કહીએ છીએ. 91 જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે; અર્થાત લોકમાં છે; લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે, જેને ‘અલોક' કહીએ છીએ. 92 જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. 93 જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વલોકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો. 94 જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય. 95 તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લોકનો સ્વભાવ શ્રોતા જીવો પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. 96 ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથફભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે. 97 આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધમ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. 98 જીવ અને પુગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પગલદ્રવ્યના નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુગલ અનેક સ્કંધપણે પરિણમે છે. 99 જીવને જે ઇંદ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદગલદ્રવ્ય મૂર્તિ છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ 100 કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વભાવ છે. ‘નિશ્ચયકાળ'થી ‘ક્ષણભંગુરકાળ હોય છે. 101 કાળ એવો શબ્દ સદભાવનો બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળો છે, અને દીર્ધાતર સ્થાયી છે. ૧૦ર એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. 103 એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. 104 આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. ઇતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય. ૐ જિનાય નમઃ નમઃ શ્રી સદગુરવે 105 મોક્ષના કારણ શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનનો કહેલો પદાર્થપ્રભેદરૂપ મોક્ષનો માર્ગ કહું છું. 106 સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. 107 તત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વઃ, તત્વાર્થનું જ્ઞાન તે જ્ઞાન’, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે ‘ચારિત્ર'. 108 ‘જીવ’, ‘અજીવ’, ‘પુણ્ય’, ‘પાપ’, ‘આસવ’, ‘સંવર’, ‘નિર્જરા’, ‘બંધ’, અને “મોક્ષ' એ ભાવો તે ‘તત્વ’ 109 ‘સંસારસ્થ’ અને ‘સંસારરહિત’ એમ બે પ્રકારના જીવો છે. બન્ને ને ચૈતન્યોપયોગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે. 110 પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. 111 તેમાં ત્રણ સ્થાવર છે. અલ્પ યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત ‘એક ઇંદ્રિય જીવો' જાણવા. 112 એ પાંચ પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેંદ્રિય છે, એમ સર્વરે કહ્યું છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ 113 ઇંડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂર્છાગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ એકેંદ્રિય જીવો’ પણ જાણવા. 114 શંબક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે, તે બે ઇંદ્રિય જીવો' જાણવા. 115 જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે, તે ‘ત્રણ ઈન્દ્રિય જીવો’ જાણવા. 116 ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે ચાર ઈન્દ્રિય જીવો' જાણવા. 117 દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે; તે બળવાન પાંચ ઈન્દ્રિયવાળા જીવો છે. 118 દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. 119 પૂર્વે બાંધેલું આયુષ ક્ષીણ થવાથી જીવ ગતિનામકર્મને લીધે આયુષ અને લેફયાના વશથી બીજા દેહમાં જાય છે. 120 દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો, તેના ભવ્ય’ અને ‘અભવ્ય' એવા બે ભેદ છે. દેહરહિત એવા સિદ્ધભગવંતો છે. 121 ઇંદ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવનાં ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. 122 જે સર્વ જાણે છે, દેખે છે, દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે. તે “જીવ' છે. 123 124 આકાશ, કાળ, પુદગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ. 125 સુખદુઃખનું વેદન, હિતમાં પ્રવૃતિ, અહિતમાં ભીતિ તે ત્રણે કાળમાં જેને નથી તેને સર્વજ્ઞ મહામુનિઓ ‘અજીવ' કહે છે. 126 સંસ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ એમ પુગલદ્રવ્યથી ઉત્પન્ન થતા ગુણપર્યાયો ઘણા 127 અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે જીવ છે. 128 જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે,
Page #10
--------------------------------------------------------------------------
________________ તેથી સારી અને માઠી ગતિ થાય છે. 129 ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇંદ્રિયો અને ઇંદ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. 130 સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઇ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઇનો અનાદિ અનંત છે, એમ ભગવાન સર્વરે કહ્યું છે. 131 અજ્ઞાન, રાગદ્વેષ અને ચિત્તપ્રસન્નતા જે જે ભાવમાં વર્તે છે, તેથી શુભ કે અશુભ પરિણામ થાય છે. 132 જીવને શુભ પરિણામથી પુણ્ય થાય છે, અને અશુભ પરીણામથી પાપ થાય છે. તેનાથી શુભાશુભ પુગલના ગ્રહણરૂપ કર્મપણું પ્રાપ્ત થાય છે. 133, 134, 135, 136 137 તૃષાતુરને, ક્ષુધાતુરને, રોગીને અથવા બીજા દુઃખી મનના જીવને તેનું દુ:ખ મટાડવાના ઉપાયની ક્રિયા કરવામાં આવે તેનું નામ અનુકંપા'. 138 ક્રોધ, માન, માયા અને લોભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. 139 ઘણા પ્રમાદવાળી ક્રિયા, ચિત્તની મલિનતા, ઇન્દ્રિયવિષયમાં લુબ્ધતા, બીજા જીવોને દુ:ખ દેવું, તેનો અપવાદ બોલવો એ આદિ વર્તનથી જીવ પાપ-આસવ કરે છે. 140 ચાર સંજ્ઞા, કૃષ્ણાદિ ત્રણ વેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત અને રૌદ્ર-ધ્યાન, દુષ્ટભાવવાળી ધર્મક્રિયામાં મોહ એ ભાવ પાપ-આસવ' છે. 1 ઇંદ્રિયો, કષાય અને સંજ્ઞાનો જય કરવાવાળો કલ્યાણકારી માર્ગ જીવને જે કાળે વર્તે છે તે કાળે જીવને પાપ-આસવરૂપ છિદ્રનો નિરોધ છે એમ જાણવું. 142 જેને સર્વ દ્રવ્ય પ્રત્યે રાગ, દ્વેષ તેમજ અજ્ઞાન વર્તતું નથી એવા સુખદુઃખને વિષે સમાનદ્રષ્ટિના ધણી નિગ્રંથ મહાત્માને શુભાશુભ આસવ નથી. 143 જે સંયમીને જ્યારે યોગમાં પુણ્ય પાપની પ્રવૃતિ નથી ત્યારે તેને શુભાશુભકર્મ-કર્તુત્વનો સંવર' છે, 'નિરોધ' છે. 144 યોગનો વિરોધ કરીને જે તપશ્ચર્યા કરે છે તે નિશ્ચય બહુ પ્રકારનાં કર્મોની નિર્જરા કરે છે. 145 જે આત્માર્થનો સાધનાર સંવરયુક્ત, આત્મસ્વરૂપ જાણીને તદ્રુપ ધ્યાન કરે છે તે મહાત્મા સાધુ કર્મરજને ખંખેરી નાંખે છે. 146 જેને રાગ, દ્વેષ તેમ જ મોહ અને યોગપરિણમન વર્તતાં નથી તેને શુભાશુભ કર્મને બાળીને ભસ્મ કરવાવાળો ધ્યાનરૂપી અગ્નિ પ્રગટે. 147, 148, 149, 150, 151 152 દર્શનજ્ઞાનથી ભરપૂર, અન્ય દ્રવ્યના સંસર્ગથી રહિત એવું ધ્યાન નિર્જરાહેતુથી ધ્યાવે છે તે મહાત્મા ‘સ્વભાવસહિત છે. 153 જે સંવરયુક્ત સર્વ કર્મની નિર્જરા કરતો છતો વેદનીય અને આયુષ્યકર્મથી રહિત થાય તે મહાત્મા તે
Page #11
--------------------------------------------------------------------------
________________ જ ભવે મોક્ષ પામે. 154 જીવનો સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એવો સ્થિર સ્વભાવ) તે નિર્મલ ચારિત્ર સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. 155 વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દ્રષ્ટિથી અનિર્મલ છે. જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. 156 જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ ‘સ્વચારિત્ર'થી ભ્રષ્ટ છે અને પરચારિત્ર' આચરે છે એમ જાણવું. 157 જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વશે કહ્યું છે. 158 જે સર્વ સંગમાત્રથી મુક્ત થઇ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે ‘સ્વચારિત્ર' આચરનાર જીવ છે. 159 પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે. 160 ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે ‘જ્ઞાન', તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. 161 તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય ક્યાં અન્ય કિંચિત માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય-મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬ર જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. 163 જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. 164 દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, તેની સેવનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ છે. 165 166 અહંતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. 167 જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનાર હોય તોપણ ‘સ્વસમય' નથી જાણતો એમ જાણવું. 168
Page #12
--------------------------------------------------------------------------
________________ 169 તે માટે સર્વ ઇચ્છાથી નિવર્તી નિઃસંગ અને નિર્મમત્વ થઇને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. 170 પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિર્ગથપ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઇ દૂર નથી. 171 અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. 172 તેથી ઇચ્છામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. 173 માર્ગનો પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત *પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ.