________________ પ૪ એમ સજીવ પર્યાય)નો વિનાશ અને અસત્ જીવનો ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. પપ નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સતનો નાશ અને અસતભાવનો ઉત્પાદ કરે છે. પ૬ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પરિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. 57, 58, 59. 60 દ્રવ્યકર્મનું નિમત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કર્તા નથી, તેમ કર્યા વિના થયાં નથી. 61 સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદગલકર્મનો આત્મા કર્તા નથી, એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે. 62 કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. 63 કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે ? અને તે ફળ કર્મ કોને આપે ? 64 સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધોથી. 65 આત્મા જ્યારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા યુગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે, અને એકબીજા એકક્ષેત્રાવગાહપણે અવગાઢતા પામે છે. 66 કોઈ કર્તા નહીં છતાં પુદગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે, તેમ કર્મપણે પણ સ્વાભાવિકપણે પુગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું. 67 જીવ અને પુદગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુ:ખરૂપ ફળ વેદે છે. 68 તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વેદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે. 69 એમ કર્તા અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. 70 (મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે.