________________ 39 સ્થાવરકાયના જીવો પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ વેદે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. 40 ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો. 41 મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે. 42 ચક્ષદર્શન, અયક્ષદર્શન, અવધિદર્શન અને અવિનાશી અનંત એવું કેવળદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે. 43 આત્માને જ્ઞાનગણનો સંબંધ છે, અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી; પરમાર્થથી બન્નેનું અભિન્નપણું જ છે. 44 જો દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય; અથવા દ્રવ્યનો અભાવ થાય. 45 દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે; બન્નેમાં પ્રદેશભેદ નથી. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય, અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એકપણું છે. 46 વ્યપદેશ (કથન), સંસ્થાન, સંખ્યા અને વિષય એ ચાર પ્રકારની વિવક્ષાથી દ્રવ્યગણના ઘણા ભેદ થઈ શકે; પણ પરમાર્થનયથી એ ચારેનો અભેદ છે. 47 પુરુષની પાસે ધન હોય તેનું ધનવંત એવું નામ કહેવાય; તેમ આત્માની પાસે જ્ઞાન છે તેથી જ્ઞાનવંત એવું નામ કહેવાય છે. એમ ભેદ અભેદનું સ્વરૂપ છે, જે સ્વરૂપ બન્ને પ્રકારથી તત્ત્વજ્ઞો જાણે છે. 48 આત્મા અને જ્ઞાનનો સર્વથા ભેદ હોય તો બન્ને અચેતન થાય, એમ વીતરાગ સર્વજ્ઞનો સિદ્ધાંત છે. 49 જ્ઞાનનો સંબંધ થવાથી આત્મા જ્ઞાની થાય છે એવો સંબંધ માનવાથી આત્મા અને અજ્ઞાન, જડત્વનો ઐક્યભાવ થવાનો પ્રસંગ આવે. 50 સમવર્તિત્વ સમવાય અપૃથભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણનો સંબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે. 51 વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે. પર તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે. 53 આત્મા (વસ્તપણે) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાદિ અનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદ્દભાવથી જીવદ્રવ્ય અનંત છે.