________________ 766 પંચાસ્તિકાય સં. 1953 ૐ સર્વત્તાય નમઃ નમઃ સદ્ગરવે પંચાસ્તિકાય? 1 સો ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર. 2. સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરો. 3. પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે ‘લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એવો ‘અલોક' છે. 4- 5 ‘જીવ’, ‘પુગલસમૂહ', “ધર્મ', 'અધર્મ', તેમ જ ‘આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે ‘અસ્તિકાય'. તેનાથી કૈલોક્ય ઉત્પન્ન થાય છે. 6 તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે; અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે ‘દ્રવ્યસંજ્ઞાને પામે છે. 7 એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે; પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી. 8 સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્યયધૃવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે. 9 પોતાના સદૂભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે. 10 દ્રવ્યનું લક્ષણ સત છે, જે ઉત્પાદવ્યયવૃવતાસહિત છે; ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વ દેવ કહે છે. 1 જુઓ આંક 866.