________________ 85 જેમ મલ્યની ગતિને જળ ઉપકાર કરે છે, તેમ જીવ અને પુદગલદ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ધર્માસ્તિકાય’ જાણવો. 86 જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય પણ છે એમ જાણો. સ્થિતિક્રિયાયુક્ત જીવ, પુદ્ગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. 87 ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અલોકનો વિભાગ થાય છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદાં જુદાં છે. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે, અને લોકપ્રમાણ છે. 88 ધર્માસ્તિકાય જીવ, પુદ્ગલને ચલાવે છે એમ નથી; જીવ, પુદ્ગલ ગતિ કરે છે તેને સહાયક છે. 89 90 સર્વ જીવોને તથા બાકીના પુદગલાદિને સંપૂર્ણ અવકાશ આપે છે તેને લોકાકાશ’ કહીએ છીએ. 91 જીવ, પુદ્ગલસમૂહ, ધર્મ અને અધર્મ એ દ્રવ્યો લોકથી અનન્ય છે; અર્થાત લોકમાં છે; લોકથી બહાર નથી. આકાશ લોકથી પણ બહાર છે, અને તે અનંત છે, જેને ‘અલોક' કહીએ છીએ. 92 જો ગમન અને સ્થિતિનું કારણ આકાશ હોત તો ધર્મ અને અધર્મદ્રવ્યના અભાવને લીધે સિદ્ધ ભગવાનનું અલોકમાં પણ ગમન હોત. 93 જે માટે સિદ્ધ ભગવાનનું સ્થાન ઊર્ધ્વલોકાંતે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે, તેથી ગમન અને સ્થાનનું કારણ આકાશ નથી એમ જાણો. 94 જો ગમનનો હેતુ આકાશ હોત અથવા સ્થાનનો હેતુ આકાશ હોત, તો અલોકની હાનિ થાય અને લોકના અંતની વૃદ્ધિ પણ થાય. 95 તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય ગમન તથા સ્થિતિનાં કારણ છે, પણ આકાશ નથી. આ પ્રમાણે લોકનો સ્વભાવ શ્રોતા જીવો પ્રત્યે સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે. 96 ધર્મ, અધર્મ અને (લોક) આકાશ અપૃથફભૂત (એકક્ષેત્રાવગાહી) અને સરખાં પરિમાણવાળાં છે. નિશ્ચયથી ત્રણે દ્રવ્યની પૃથક ઉપલબ્ધિ છે; પોતપોતાની સત્તાથી રહ્યાં છે. એમ એકતા અનેકતા છે. 97 આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધમ એ દ્રવ્યો મૂર્તતારહિત છે, અને પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. તેમાં જીવ દ્રવ્ય ચેતન છે. 98 જીવ અને પુગલ એકબીજાને ક્રિયામાં સહાયક છે. બીજાં દ્રવ્યો (તે પ્રકારે) સહાયક નથી. જીવ પગલદ્રવ્યના નિમિત્તથી ક્રિયાવાન હોય છે. કાળના કારણથી પુગલ અનેક સ્કંધપણે પરિણમે છે. 99 જીવને જે ઇંદ્રિયગ્રાહ્ય વિષય છે તે પુદગલદ્રવ્ય મૂર્તિ છે; બાકીનાં અમૂર્ત છે. મન પોતાના વિચારના નિશ્ચિતપણાથી બન્નેને જાણે છે.