________________ 100 કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે. પરિણામ કાળથી ઉત્પન્ન થાય છે. બન્નેનો એમ સ્વભાવ છે. ‘નિશ્ચયકાળ'થી ‘ક્ષણભંગુરકાળ હોય છે. 101 કાળ એવો શબ્દ સદભાવનો બોધક છે, તેમાં એક નિત્ય છે, બીજો ઉત્પન્નવ્યયવાળો છે, અને દીર્ધાતર સ્થાયી છે. ૧૦ર એ કાળ, આકાશ, ધર્મ, અધર્મ અને પુદગલ તથા જીવ એ બધાંને દ્રવ્ય એવી સંજ્ઞા છે. કાળને અસ્તિકાય એવી સંજ્ઞા નથી. 103 એમ નિગ્રંથનાં પ્રવચનનું રહસ્ય એવો, આ પંચાસ્તિકાયના સ્વરૂપવિવેચનનો સંક્ષેપ તે જે યથાર્થપણે જાણીને, રાગ અને દ્વેષથી મુક્ત થાય તે સર્વ દુઃખથી પરિમુક્ત થાય. 104 આ પરમાર્થને જાણીને જે મોહના હણનાર થયા છે અને જેણે રાગદ્વેષને શાંત કર્યા છે તે જીવ સંસારની દીર્ધ પરંપરાનો નાશ કરી શુદ્ધાત્મપદમાં લીન થાય. ઇતિ પંચાસ્તિકાય પ્રથમ અધ્યાય. ૐ જિનાય નમઃ નમઃ શ્રી સદગુરવે 105 મોક્ષના કારણ શ્રી ભગવાન મહાવીરને ભક્તિપૂર્વક મસ્તક નમાવી તે ભગવાનનો કહેલો પદાર્થપ્રભેદરૂપ મોક્ષનો માર્ગ કહું છું. 106 સમ્યકત્વ, આત્મજ્ઞાન અને રાગદ્વેષથી રહિત એવું ચારિત્ર, સમ્યફબુદ્ધિ જેને પ્રાપ્ત થયેલ છે, એવા ભવ્યજીવને મોક્ષમાર્ગ હોય. 107 તત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વઃ, તત્વાર્થનું જ્ઞાન તે જ્ઞાન’, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે ‘ચારિત્ર'. 108 ‘જીવ’, ‘અજીવ’, ‘પુણ્ય’, ‘પાપ’, ‘આસવ’, ‘સંવર’, ‘નિર્જરા’, ‘બંધ’, અને “મોક્ષ' એ ભાવો તે ‘તત્વ’ 109 ‘સંસારસ્થ’ અને ‘સંસારરહિત’ એમ બે પ્રકારના જીવો છે. બન્ને ને ચૈતન્યોપયોગ લક્ષણ છે. સંસારી દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે. 110 પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇંદ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. 111 તેમાં ત્રણ સ્થાવર છે. અલ્પ યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત ‘એક ઇંદ્રિય જીવો' જાણવા. 112 એ પાંચ પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેંદ્રિય છે, એમ સર્વરે કહ્યું છે.