________________ 169 તે માટે સર્વ ઇચ્છાથી નિવર્તી નિઃસંગ અને નિર્મમત્વ થઇને જે સિદ્ધસ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. 170 પરમેષ્ઠીપદને વિષે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, અને નિર્ગથપ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમતપસહિત વર્તે છે તો તેને મોક્ષ કંઇ દૂર નથી. 171 અહંતની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભક્તિસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકને અંગીકાર કરે છે. 172 તેથી ઇચ્છામાત્રની નિવૃત્તિ કરો. સર્વત્ર કિંચિત માત્ર પણ રાગ કરો મા; કેમકે વીતરાગ ભવસાગરને તરે છે. 173 માર્ગનો પ્રભાવ થવાને અર્થે, પ્રવચનની ભક્તિથી ઉત્પન્ન થયેલી પ્રેરણાથી પ્રવચનના રહસ્યભૂત *પંચાસ્તિકાયના સંગ્રહરૂપ આ શાસ્ત્ર મેં કહ્યું. ઇતિ પંચાસ્તિકાયસમાપ્તમ.