________________ જ ભવે મોક્ષ પામે. 154 જીવનો સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. તેનું અનન્યમય આચરણ (શુદ્ધનિશ્ચયમય એવો સ્થિર સ્વભાવ) તે નિર્મલ ચારિત્ર સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યું છે. 155 વસ્તુપણે આત્માનો સ્વભાવ નિર્મલ જ છે, ગુણ અને પર્યાય પરસમયપરિણામીપણે અનાદિથી પરિણમ્યા છે તે દ્રષ્ટિથી અનિર્મલ છે. જો તે આત્મા સ્વસમયને પ્રાપ્ત થાય તો કર્મબંધથી રહિત થાય. 156 જે પરદ્રવ્યને વિષે શુભ અથવા અશુભ રાગ કરે છે તે જીવ ‘સ્વચારિત્ર'થી ભ્રષ્ટ છે અને પરચારિત્ર' આચરે છે એમ જાણવું. 157 જે ભાવ વડે આત્માને પુણ્ય અથવા પાપઆસવની પ્રાપ્તિ થાય તેમ પ્રવર્તમાન આત્મા પરચારિત્રમાં વર્તે છે એમ વીતરાગ સર્વશે કહ્યું છે. 158 જે સર્વ સંગમાત્રથી મુક્ત થઇ, અનન્યમયપણે આત્મસ્વભાવમાં સ્થિત છે, નિર્મલ જ્ઞાતા-દ્રષ્ટા છે તે ‘સ્વચારિત્ર' આચરનાર જીવ છે. 159 પરદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે. 160 ધર્માસ્તિકાયાદિના સ્વરૂપની પ્રતીતિ તે સમ્યકત્વ', બાર અંગ અને પૂર્વનું જાણપણું તે ‘જ્ઞાન', તપશ્ચર્યાદિમાં પ્રવૃત્તિ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. 161 તે ત્રણ વડે સમાહિત આત્મા, આત્મા સિવાય ક્યાં અન્ય કિંચિત માત્ર કરતો નથી, માત્ર અનન્ય આત્મામય છે ત્યાં નિશ્ચય-મોક્ષમાર્ગ સર્વજ્ઞ વીતરાગે કહ્યો છે. ૧૬ર જે આત્મા આત્મસ્વભાવમય એવાં જ્ઞાનદર્શનને અનન્યમય આચરે છે, તેને તે નિશ્ચય જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. 163 જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાધ સુખ અનુભવશે. આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી. 164 દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે, તેની સેવનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને અમુક હેતુથી) બંધ થાય છે એમ મુનિઓએ છે. 165 166 અહંતસિદ્ધચૈત્યપ્રવચનમુનિગણજ્ઞાનભક્તિસંપન્ન ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. 167 જેના હૃદયને વિષે અણુમાત્ર પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે, તે સર્વ આગમનો જાણનાર હોય તોપણ ‘સ્વસમય' નથી જાણતો એમ જાણવું. 168