Page #1
--------------------------------------------------------------------------
________________
પુસ્તક
: પ્રસન્નતાની પાંખો
પ્રસન્નતાની પાંખો
લેખક
: મુનિશ્રી પ્રશમરતિવિજયજી
આવૃત્તિ
: પ્રથમ
મૂલ્ય
: ૨૦-૦૦
©
: PRAVACHAN PRAKASHAN, 2004
પ્રાપ્તિસ્થાન)
પૂના
લેખક તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
મુનિશ્રી પ્રશમરતિવિજયજી
: પ્રવચન પ્રકાશન
૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૦૦ર ફોન : ૦૨૦-૨૪૪૫૩૦૪૪
અમદાવાદ : સરસ્વતી પુસ્તક ભંડાર
૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ ફોન : ૦૭૯-૨૫૩૫૬૬૯૨ અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ ફોન : ૦૭૯-૨૬૬૩૩૦૮૫ મો. ૦૭૯-૩૧૦0૭૫૭૯ નવભારત સાહિત્ય મંદિર પતાસાની પોળ, ગાંધી રોડ, મહાવીરસ્વામી દેરાસરની પાસે, અમદાવાદ
ફોન : ૨૨૧૩૯૨૫૩ મુદ્રક : રાજ પ્રિન્ટર્સ, પૂના ટાઈપ સેટિંગ : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ.
પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ,
પૂના-૨
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રવચનમ-નો પમરાટ
જીવનમાં જ્યોતિ
ગગનને આબતાં પંખીડાઓને ઉડાન મળે છે પાંખો દ્વારા. આનંદની પાંખો દ્વારા જીવનને આંબવાનું હોય. નબળા વિચારો અને અધૂરી સમજણ, ભીડવેલી પાંખો છે. એને પસારીએ તો એનાં રંગરૂપ ફરી જાય. મનને સમજાવીએ, મનને સજાવીએ એટલે જૂની પાંખો ખરી પડે, નવી પાંખો ઉગે, પ્રસન્નતાની પાંખો. જીવન કેટલા બધા આનંદથી ભરેલું છે તેનો અનુભવ થાય.
પ્રવચન-નાં પાને મુદ્રિત થઈ ચુકેલા લેખો આ અનુભવ લઈને આજે પુસ્તિકારૂપે પ્રકટ થઈ રહ્યા છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ.ના આ શબ્દોએ, અનેક પુણ્યવાનોનાં અંતરમાં નવા ઉન્મેષ જાગૃત કર્યા છે. આ પ્રવચનમૂ-નો પમરાટ આપને પણ નવો આનંદ આપશે.
- પ્રવચન પ્રકાશન, પૂના
ત્રણ જીવન છે.
વર્તમાન જીવન, જીવનોત્તર જીવન જીવનાતીત જીવન.
આજે જે જીવન ચાલુ છે તે પૂરું થશે પછી બીજું જીવન ચાલુ થવાનું છે. જીવન પછીનું જીવન. બંને જીવન શરીરના સ્તરે.
ત્રીજું છે શરીર વિનાનું જીવન. તમામ પ્રવૃત્તિઓ વિનાની નિદ્રામાં જેમ નિરાંત છે તેમ શરીર વિનાનું એ ત્રીજું જીવન અદ્ભુત છે. એને પરમપદ, મોક્ષ, પરમાત્મદશા જેવા શબ્દોથી ઓળખાવાય છે.
જીવનોત્તર જીવન પર વર્તમાન જીવનની અસર છે. જીવનાતીત જીવન માટે વર્તમાન જીવનમાં જાગૃતિ જોઈએ.
મારા સંયમજીવનમાં સહયાત્રી રહેનારા પૂજ્ય પ્રાણપ્રિય બંધુમુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ની સંગાથે રહીને આ શબ્દો લખાયા છે. એ દ્વારા વર્તમાનજીવનમાં જયોતિ જાગે તો આનંદ. મહા વદ ૧૪
- પ્રશમરતિવિજય સાબરમતી
Page #3
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિક
પ્રસનતાની પાંખો દુઃખની દષ્ટિ દુ:ખની ોસ્તી સમજો તો સારું મનની માવજત સૌમ્યતાની સરવાણી ષનો ઈલાજ ચાંદની ચામાં, ઇચ્છાનું ઇન્વેક્શન ગેરસમજની ગાંઠ અપેક્ષાની અદાલત અભિપ્રાયની આલમ તે ભગવાન બને છે ગુર દીવો ગુરુ દેવતા વાંચનની વાચના વાંચન વિશે બાળદીક્ષા એટલે ઉગતા સૂરજની પૂજા પપ્રપ્રસાદી
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નતાની પાંખો
પ્રસન્નતાનો અનુભવ નાનપણ ઓસર્યા પછી આપણે ગુમાવી દીધો છે. નાનામાંથી મોટા બની જવાની પ્રક્રિયામાં બુદ્ધિનો ફાળો મોટો છે. એ બુદ્ધિને લીધે જ પ્રસન્નતાએ આપણાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. આપણી બુદ્ધિ પર આપણને પૂરો ભરોસો છે. બુદ્ધિના અવાજને આપણો આતમા અનુસરે છે. આત્માના અવાજને બુદ્ધિ નથી અનુસરતી, આ ફરક છે. બુદ્ધિના ભરોસે આપણે નક્કી કરી લીધું છે કે “આપણે સારા, સંપૂર્ણ અને મોટા છીએ.' આ સમીકરણ પર જ જિંદગીની ક્ષણેક્ષણ ચાલી રહી છે. પ્રસન્નતાને હેરાન કરવાની તાકાત આ જ સમીકરણમાં છે. આપણે પોતાની જાતને સારી માની લઈએ છીએ ત્યારથી અવદશા શરૂ થાય છે. સારા હોવું જુદી વાત છે, પોતાને સારા માનવા તે અલગ વાત. સારા હોવાની સભાનતા સારી છે. એ તો જરૂરી જ છે.
હેરાન કરે છે, સારા હોવાનું અભિમાન. આપણને સારા હોવાનું પ્રમાણપત્ર બધાની પાસેથી જોઈએ છે. પ્રમાણપત્રની જેમ પ્રશસ્તિપત્ર પણ આપણને જોઈએ. કોઈ સારા કહીને આપણને માન ન દે કે આપણી પ્રશંસા ન કરે તો આપણને ડામ લાગે છે. પ્રશંસા થાય તો રાજી થઈએ અને ન થાય તો વગર લેવેદેવે નારાજ થઈએ. એમાંય આપણી હાજરીમાં બીજાની પ્રશંસા થાય ત્યારે આપણો ચહેરો ફીકો પડી જાય છે. સારા હોવાની માનબુદ્ધિ આપણા રાજીપાને રોળી નાંખે છે.
આપણે એમ નક્કી જ કરી લીધું છે કે ભૂલો તો બીજાની જ થાય અને બીજાની તો ભૂલો જ થાય. આપણા હાથે ભૂલ થાય ? સવાલ જ નથી. બુદ્ધિનો આ માપદંડ બંધાઈ જાય પછી આપણા હાથે ભૂલ થાય ત્યારે આપણી માનસિકતા કફોડી થઈ જાય છે. બીજાના માથે ઢોળી દેવાની, બીજાની ભૂલોને જાહેર કરવાની, ફેરવી તોળવાની રમત શરૂ થાય છે. બીજાની ભૂલ કાઢવી ગમે, બીજા ભૂલ કાઢે તે ન ગમે. સંપૂર્ણ હોવાની માનબુદ્ધિમાંથી આ જટિલતા સર્જાય છે. બીજાની ભૂલો કાઢવાથી આપણે નિર્દોષ થઈ ગયા તેવું આશ્વાસન ખોટી રીતે મળે છે. બીજાની ભૂલ જોવાથી આપણો બુદ્ધિઆંક શ્રેષ્ઠ છે તેવું જૂઠું ગણિત બંધાય છે. આપણી ભૂલોના વાહિયાત ખુલાસા અને નબળા બચાવો કરવા પડે છે. આવી માનસિકતામાં
પ્રસન્નતા ભડકે બળી મરે છે. આપણે માની જ લીધું છે કે આપણે મોટા છીએ. મોટા છીએ કેમ કે બીજા નાના લાગે છે. મોટા હોઈએ તે ખરાબી નથી. મોટાઈ બતાવતા હોઈએ તે ભારે ખરાબી છે. મોટાઈમાં રાચતા રહીએ તે કમનસીબી છે. આપણાથી નાના હોય તે આપણાથી આગળ નીકળી જાય તેની છૂપી બળતરા મનમાં થતી રહે છે. એ નાનાએ પોતાનું ક્ષેત્ર તદ્દન નોખું રાખ્યું હોવા છતાં એની સાથે આપણે સ્પર્ધા બાંધી બેસીએ છીએ. આપણો ટેકો લીધા વિના એ નાના પ્રગતિ કરી લે ત્યારે મોટાઈનો ઠેકો રાખવાનો અર્થ નથી રહેતો. મોટા ભા બનવાની હોંશ હોય તેવા માણસની રૂઢિપ્રયોગમાં હાંસી થઈ છે. માની લીધેલી મનહૂસ મોટાઈને જાળવવામાં આપણી હાલત જ ખરાબ થાય છે. નાના પાસેથી માનની અપેક્ષા રહે છે, માન ન મળે તો એ દુશ્મન બની જાય છે. પછી શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ મનમાં સંગ્રામ ચાલે છે. પેલાને તો ખબર જ ના હોય, નાના આપણને પૂછે તેવી અપેક્ષા રહે છે, ન પૂછે તો એ બંડખોર થઈ ગયો તેમ માની, કપાળે હાથ આપણે મૂકવાનો. નાના- ને સમજાવવું ગમે છે, એ ન સમજે તો નારાજ આપણે જ થવાનું. આ સોદો ખોટમાં જઈ રહ્યો છે. મોટાઈની લાઠી પછાડવાથી ઘોંઘાટ જ થાય. અલબતું, નાના થઈને સૌને નમવાની પણ ચર્ચા નથી આ, મોટાઈનો ગર્વ છોડવાની ફિકર કરવી છે. તેય એટલા માટે કે પ્રસન્નતા પામવાનું મન છે. જવાબદારી જરૂર સંભાળવાની, સહાયક અને માર્ગદર્શક અચૂક થવાનું - શરત એટલી જ કે મોટાઈનો ગર્વ ન જોઈએ. મોટાઈનો ભાર ન રાખીએ તો આપણેય હલકાફૂલ અને આપણા તરફથી બીજાય હળવાફૂલ, આપણી હાજરી બીજાની માટે બોજો બને તે ન ચાલે. સમજદારીનો રંગ જુદો હોય છે.
બીજાને ખરાબ, નબળા કે નાના ધારી લેવા તે પૂર્વગ્રહ છે. પોતાને સારા. સંપૂર્ણ અને મોટા ધારી લઈએ તે ગર્વગ્રહ છે. આ રાહુકેતુ જેવા બે ગ્રહોએ પ્રસન્નતાની કુંડળી બગાડી મૂકી છે. આ ગ્રહો છૂટી જાય તો પ્રસન્નતાની પાંખો આપણને અનંત આનંદના આકાશમાં લઈ જાય,
Page #5
--------------------------------------------------------------------------
________________
દુઃખની દૃષ્ટિ
દુ:ખ ન આવવું જોઈએ તેવી ધારણા અને દુ:ખ નહીં આવે તેવી કલ્પના રાખનાર આદમી સૌથી વધારે દુઃખી થાય છે. જિંદગીમાં સુખ ન મળે તે બને, દુ:ખ ન મળે તે તો કદી ન બને. દુઃખ આવે છે ત્યારે સૌથી પહેલો ઘા આ ધારણા અને કલ્પનાને વાગે છે. ધારણા ને કલ્પના ન હોય તો દુ:ખ આટલું બધું આકરું ન લાગે. જાતને પૂછો : દુ:ખ ન આવવું જોઈએ, શું કામ ? દુ:ખ નહીં આવે, કોણે નક્કી કર્યું ? આજની આ ઘડીએ જો તમારા તરફથી બીજાને દુ:ખ મળતું હોય, જે ગઈકાલ લગી તમારા હાથે બીજા દુ:ખી થયા હોય તો એનો બદલો તમને મળવો જ જોઈએ, તપાસ કરવા જેવી છે, તમારા હાથે દુઃખી થયેલા કેટલા છે અને સુખી બનેલા કેટલા છે ?
દુનિયા બહુ મોટી છે. એક જિંદગીમાં માંડ સો બસ્સો કે હજાર-બેહજાર માણસ ખૂબ નજીકના પરિચયમાં આવતા હશે. એ બધામાંથી તમારા હાથે દુઃખી થયેલા વધારે છે, સુખી થનારા ઓછા છે. દુકાનમાં કે ઘેર સાફસૂફી કરવા આવતા કામદાર માણસોથી માંડીને છેક આપણા અંગત સંબંધીઓ સુધી આ જ હિસાબ લાગુ પડે છે. સુખ મેળવવું છે, આપવાની તૈયારી નથી.દુઃખ જોઈતું નથી, આપવાની તૈયારી છે. દુઃખ ન આવવું જોઈએ કે દુ:ખ નહીં આવે એવું વિચારવાનો હક નથી
છે. રોજ ચાંદીના ગ્લાસમાં દૂધ પીનારા માણસને, કાચના ગ્લાસમાં દૂધ પીવા મળે ત્યારે દુઃખ થાય છે. લાખો લોકોને દૂધ નથી મળતું ને એને મળ્યું તે એને યાદ નહીં રહે, એને ચાંદીનો ગ્લાસ યાદ આવશે ને દુઃખ થશે. બે વિભાગ થઈ ગયા દુ:ખના. દૂધ પીવાનું દુઃખ અને દૂધ ન પીવાનું દુઃખ. ચાંદીના ગ્લાસમાં દૂધ પીવાવાળાને કાચના ગ્લાસમાં દૂધ પીવું પડે તેનું દુ:ખ થાય છે. દૂધનો સ્વાદ એનો એ હોવા છતાં રસ નથી જામતો. તો ભૂખ્યા અને માંદા રહેતા ગરીબ લોકોને દૂધ પીવા નથી મળતું તેનું દુ:ખ છે. એ લોકો માટીના ગંદા વાસણમાંય દૂધ પીવા તૈયાર છે. શું કરે ? મળતું જ નથી. દુ:ખ કેટલું બધું કાલ્પનિક છે તેનો આ એક જ દાખલો છે. અપેક્ષા રાખી એટલે દુ:ખ આવ્યું. સાધુને ચાંદીના ગ્લાસ કે દૂધની અપેક્ષા જ નથી, ખરું સુખ આ છે.
મળવું જોઈએ એવી ધારણા અને મળી જશે એવી કલ્પના રાખી હોય એટલે પછી ન મળે એમાં દુ:ખી જ થઈએ. પહેલેથી જ થોડા ગરીબ અને વંચિત રહ્યા હોઈએ તો મળવાની ધારણા અને મેળવવાની કલ્પના વકરે નહીં. મળવાનું નક્કી નથી, પુણ્ય હશે તો મળશે, પુણ્ય નહીં હોય તો નહીં મળે એવી માનસિક તૈયારી રહેશે તો મળે ન મળે એના ઝાઝા હરખશોક થાય નહીં. મન અસમાધિના ખાડે ન
ચડે.
આપણને.
મુદ્દાની વાત, દુ:ખ આવે છે તે હેરાન કરવા જ આવે છે એવું નથી. દુ:ખ તો જૂનો બોજો ઉતારવા આવે છે. દુઃખ પુરાણો કચરો સાફ કરવા આવે છે. એનાથી આપણે હળવાફૂલ થઈ જઈએ છીએ. દુ:ખ પ્રત્યે લાગણીનો અભિગમ કેળવવો પડશે. જીવનમાં ફક્ત સુખ જ આવ્યા કરે તો આદમી જડ, ઉદંડ અને અભિમાની થઈ જાય. દુ:ખના ફટકા ખાધા હશે તો નમ્રતા જીવતી રહેશે. દુ:ખના ઘણ વેઠીને ઘડાયેલી જિંદગી સફળતાને જીરવી શકે છે, દુઃખ વિનાની પામર જિંદગીને સફળતા પચતી નથી. અજીરણ થાય છે.
દુ:ખ છે શું ? મનની અશાન્તિ. એ નીપજે છે અપેક્ષાના ભંગમાંથી. જેણે માત્ર અનુકૂળતા અને સંપન્નતા જ જોઈ છે તે નાની નાની વાતમાં અશાન્ત થઈ જાય
દુ:ખને લીધે જ સફળતા અને સંપન્નતા પચે તેવો નિયમ સાર્વત્રિક નથી. આપણા સ્વભાવને સુધારવા પૂરતો આ નિયમ કામનો છે એટલું જ સમજવાનું છે.
દુ:ખની હાજરી ખટકે છે તે મનોદશા બદલવામાં આ નિયમ ઉપયોગી છે. રોજેરોજ ફૂલ સુંધનારો શોખીન માણસ એક દિવસ ફૂલ નથી મળતા તો દુઃખી થઈ જાય છે. ગુનો ફૂલનો નથી, ગુનો એ માણસની અપેક્ષાનો છે. રોજની ટેવ પડી તે અપેક્ષા બનીને નડી, અપેક્ષાના બે કામ છે. એ પહેલા ગમો અને અણગમો નક્કી કરી લે, પછી ગમે તેને મેળવવા માંગે છે, ગમે તેને ટાળવા માંગે છે. ગમે તે મળતું નથી, દુ:ખ થાય છે. ન ગમે તે ટળતું નથી, દુ:ખ થાય છે. અણગમતી બાબતો આવશે જ. તે માટે તૈયાર રહેવાનું. મનગમતું ઘણું બધું નહીં મળે. તે માટે મજબૂત બની જવાનું. દુ:ખની લાગણી ન આવે તે વીરનો વારસદાર છે. અપેક્ષાની ગૂંચ ઉકેલાઈ જશે તો તમેય દુ:ખી નહીં રહો અને તમારા હાથે બીજય દુઃખી નહીં થાય.
Page #6
--------------------------------------------------------------------------
________________
દુઃખની દોસ્તી
આપણે દુ:ખી હોઈએ ત્યારે બીજાની સહાય કેટલી હદે કામ લાગે છે ? દુઃખ આવશે ત્યારે સધિયારો મળશે એમ માનીને બીજાની પાસે દોડી જવાની આદત છે આપણને. દુઃખને લીધે બેબાકળા થઈ બેસવાથી એ દુઃખ ઘટી જતું નથી. દુઃખને આપણે દૂર રાખવા જેવો દુશ્મન માન્યો છે. એની સાથે લડાય નહીં, એને જવાબ અપાય નહીં. એની સામે જીતવાનું શક્ય નથી. હારવાનું ગમતું નથી.
દુઃખના સંયોગોમાં બીજા હાથ ઝાલે તે સારું છે. દુઃખી મનોદશામાં બીજાનો ફાળો કશો કામ લાગવાનો નથી. બીજા ખરેખર બીજા જ હોય છે. અળગા અને જુદા. આપણી લાગણીને મૂલવી શકવાની તેમની તાકાત નથી હોતી. આપણે દુઃખી છીએ તે જોઈ એ દુઃખી થશે અને એમ કરતાં એ દુઃખ વહેંચવાથી હળવું થશે એમ આપણે માની લીધું છે. આપણો આ અધિકારભાવ.
આપણાં દુ:ખથી બીજા શું કામ દુઃખી થવા જોઈએ ? આપણા દુઃખગ્રસ્ત વિચારોનો ચેપ બીજાને લગાડવાની કોઈ જ જરૂર નથી. દુઃખ સાથે કામ લેતા આવડતું નથી. આપણને દુઃખમાં બીજાનો ખોળો યાદ આવે તે જેટલું માનવસહજ છે તેથી વધુ બાળસહજ છે. દુઃખને વેઠવું પડે તે તો વેઠવું જ પડે. દુઃખની ક્ષણોમાં મનને વિષાદી બનાવી મૂકવું તે સાવ જ જુદી અનુભૂતિ છે. દુઃખનો ભાર ખભે આવે ત્યારે બેસી પડનારા લોકોમાં આપણું નામ છે. દુઃખના ભાર ઉપાડીને દમામથી ચાલનારા લોકોમાં આપણું નામ નથી. દુઃખ નથી જીરવાતું તે બીજો તબક્કો છે. દુઃખ આવે છે તે પહેલો તબક્કો છે. દુઃખ આવે, ન જીરવાય અને પછી એ બીજા સમક્ષ વ્યક્ત થઈ જાય તે સદા ચાલી આવતો ક્રમ છે. આપણું દુ:ખ એ આપણો રોગ અને આપણી સમસ્યા છે. બીજા વગર એ ઉકેલી શકાય છે. દુઃખ ન હોય તેવા દિવસો મળે તો સારું જ છે. દુઃખ હોય તેવા દિવસો મળે તો પણ સારું જ છે. દુઃખ બીજાને જણાવીએ તેને લીધે દુઃખનો ફેલાવો વધે છે અને દુઃખનું કદ તો ઘટતું જ નથી. એક દુઃખ આવે છે તે કોઈ બીજા એક દુ:ખને અટકાવીને જ આવે છે. જે નથી આવ્યું તે દુઃખ યાદ કરીને તેની ઉપર ખુશીથી ચર્ચા કરવાની. એક લાખની નુકશાની થઈ તે વખતે દસ લાખની નુકશાની નથી થઈ તે યાદ કરવાથી ખુશ રહેવા મળે છે. દસ લાખની નુકશાની થઈ તે વખતે પચીસ લાખની નુકશાની નથી થઈ તે નક્કી હોય છે. આ દિશાથી વિચારીએ છીએ તો દુઃખમાં પણ મજા આવવા માંડે છે.
બીજાની પાસે દુઃખ કહેવાના નથી. બીજાનાં મનમાં આપણી માટે લાગણી
૫
હોય, આદરભાવ હોય તો પણ એમના સહવાસમાં જ એક અણદીઠ સ્પર્ધા રહેતી હોય છે. બીજા સમક્ષ દુ:ખ વ્યક્ત કરીએ છીએ ત્યારે આ સ્પર્ધામાંથી હારીને મુક્ત થઈ જવાનો નબળો સંતોષ મળે છે. બીજાને જણાવીએ છીએ તે દુઃખ ખરેખર એ જ રંગરૂપનું દુઃખ છે કે નહીં તે વિચાર્યા વગર આપણે નિવેદન કરવા જઈશું તો સામી વ્યક્તિ કંટાળી જવાની છે. આપણે કહીએ છીએ તે બધી જ વાત ખોટી નથી હોતી, તેમ આપણે કહીએ તે બધી જ વાત સાચી નથી હોતી. આપણું દુ:ખ બીજાના હાથમાં સોંપીએ તે આપણી નબળી કડી જાહેર કરવા જેવું કામ છે, દુ:ખનો ડૂમો ભરાયો હોય તો બહાર નીકળશે જ. દુઃખને ગળી જવાની આવડત હશે તો એ બહાર વેરાશે નહીં. આપણી ખામી કબૂલીએ તો એ સુધરે છે. આપણું દુઃખ કબૂલીએ તો એ સુધરતું નથી. આપણે ગૂંચવાઈ ગયા હોઈએ ત્યારે જ બીજાની પાસે જવું પડે છે. આપણી સમજણમાં કોઈ કડી ખૂટે છે તો જ ગૂંચ પડે છે. શાંતિથી વિચારીએ તો દુઃખનો સામનો કરવામાં સમયની સહાય લેવાનું સૌથી વધુ અનુકૂળ આવે. બીજાને જણાવી દેવાથી આપણે સલામત બની જતા નથી. આપણે બોજો ઉપાડી શકતા નથી માટે જ એ બીજાને ટેકે ઉપાડવાનું થાય.
દુ:ખમાં બીજાને ટેકે ચાલો છો તેનો અર્થ, તમારી પર બીજાનું વર્ચસ્વ પ્રસ્થાપિત થયું છે, એટલો જ થાય. દુઃખ જણાવી દેવાથી હલકા થઈ જવાતું હશે, દુઃખમાં ઘટાડો લાવે તેવા સંયોગોમાં બીજી વ્યક્તિની સહાય પણ મોટો ભાગ ભજવે છે, કબૂલ. આવી પરાધીનતા કાયમ માટે કોઠે પડી જાય તે જરાય વ્યાજબી નથી. આપણને રોગ થયો, બીજાને કહેવાથી એ ન મટ્યો, દવાથી જ મટ્યો. યાદ છે. આપણને દુઃખ પડ્યું. બીજાને કહેવાથી નથી ઘટ્યું, સામનો કરવાથી મઢ્યું છે. યાદ છે?
તમને દુ:ખી જોઈને બેચેન થઈ જનારા સહવર્તીથી જીવન ઉજળું છે. દુઃખ બતાવતા જ રહીને સહવર્તીના માથે ભાર મૂક્યા કરવામાં સારપ નથી. દુઃખ કહો નહીં. સંઘરી રાખો તો માનસિક સમતુલા તૂટશે. દુઃખમાંથી તરત જ ઈલાજ શોધવાની શરૂઆત કરી દેવાથી હિંમત બંધાય છે. પરિશ્રમ ક્યારેય નિષ્ફળ નથી જતા. સાધુ બનીને દુઃખના પહાડ ખમી શકીએ તો ઉત્તમ. એવી ક્ષમતા ન હોય તો જે દુ:ખ આવે તેને સમજણપૂર્વક ઉકેલો. પેઇનકીલર્સથી દુ:ખાવો દબાય, મટે નહીં. રડવાથી દુઃખનું જોર દબાય, ઘટે નહીં. દુ:ખના દરવાજે તાળું હોય અને તેની ચાવી આપણા હાથમાં જ હોય પછી જિંદગી આરામથી પસાર થઈ શકે.
નથી ફરક પડતો દુઃખ કહી દેવાથી. દેવું થઈ ગઈ ગયું છે તેમ કહી દેવાથી, ગયેલા પૈસા પાછા આવી શકે તો જ બીજાને જણાવી દેવાથી દુઃખ મટી શકે.
૬.
Page #7
--------------------------------------------------------------------------
________________
સમજો તો સારું
દુઃખમાત્રની સામે ઝીંક ઝીલવાની તાકાત આપણી નથી. પહેલા એકલે હાથે દુઃખ સામે લડીએ. બને તો ખમી ખાઈએ, વેઠાય તેટલું વેઠીને ચૂપ રહીએ. બીજાને આપણાં દુ:ખમાં સામેલ કરવાનું છેક છેલ્લે યાદ આવે. ખૂબ મથ્યા હોઈએ દુ:ખની સામે. એકદમ જ ભારે થઈ ગયું હોય મન. ચારેબાજુથી ભીંસાયા હોઈએ. પગ મૂકવાની જગ્યા બચી ન હોય ત્યારે જ બીજાની સામે હાથ લાંબો થાય. દુ:ખ આવે અને તરત બીજાની યાદ આવે તે લાચારી છે. દુ:ખ આવે તો એકલે હાથે લડી ખૂટવાનું મન થાય તે ખુમારી છે.
આપણે દુઃખમાં હોઈએ તે દેખાવાનું પણ છે. નસીબ હશે તો કોઈ સામે ચાલીને પીઠ પસવારી આપનાર મળવાનું જ છે. સહાયને નકારવી નથી તો સહાયની ભીખ પણ માંગવી નથી. - આપણી માટે લાગણી રાખીને જીવતા હોય તેમને સુખી રાખવાની જવાબદારી છે આપણી. આપણા હાથે એ દુ:ખી ન થાય તેની તકેદારી કાયમ રાખીએ છીએ. દુઃખ આવે તે જણાવીને એમની અંતર્ગત શાંતિમાં ખલેલ ઊભી ન કરવી જોઈએ. એમનો આનંદ એમની પાસે રહે. આપણું દુઃખ આપણી પાસે પડ્યું રહે. એ આપણને સુખી જોવા માંગે છે. આપણે એમને સુખી જ દેખાઈશું. અંદર લાવા ઉકળતો હોય, બહાર તો હિમાલય જેવું હાસ્ય હશે. મારાં દુઃખ મારાં કમનસીબ છે. મારા કમનસીબનો પડછાયો તેમના પર પડે તે ચાલવાનું નથી.
દુઃખ આવ્યું તે પછી પગ ઢીલા પડી ગયા છે, ખરી વાત. પગ ઢીલા પડ્યા તે પહેલાં દુ:ખને ખમવાનો પુરષાર્થ કર્યો જ છે. દુઃખ દરવાજે આવ્યું અને દુઃખ બીજાને જણાવ્યું આ બે ઘટનાની વચ્ચેનો સમયગાળો ખૂબ મોટો રહ્યો છે. એ સમયગાળો જેટલો લાંબો તેટલું દુ:ખનું વર્ચસ્વ ઢીલું. દુઃખ આવતાવેંત માથે ચડી જાય તો ઉતારવું ભારે પડે. દુ:ખને માથે ચડવા નથી દેવું. એને સંયોગોની દુનિયામાં જ રાખી મૂકવું છે. મનનાં કોમળ ફૂલને એ કચડી ન નાંખે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું છે. બીજાને દુ:ખ જણાવ્યું તે પહેલાં એ દુઃખને સમજવામાં સફળતા મળી છે.
જે પરિબળોમાંથી દુઃખ ઊભું થયું છે તે પરિબળોની આસપાસ થોડુંક સંશોધન કર્યું છે. કોઈ ભૂલ થઈ છે, કયાંક થાપ ખાધી છે. હવે રાહ જોવાની છે. આ દિવસો આકરા છે. લાંબા નહીં ચાલે. ચૂપચાપ વેઠી લેવું સારું.
એકવાર બીજાની પાસે જવાની આદત પડી ગઈ તો પછી પારકા ઉપકારોને ઝીલવાની વૃત્તિ બંધાઈ જશે. ઉપકારોનો ભાર લઈને જીવવું તે કરતાં દુ:ખની દોસ્તી વધુસારી છે. ભલે ભૂખ્યા સૂવું પડે. મરવાનો વારો નથી આવ્યો ત્યાર સુધી દુ:ખ ખમવામાં વાંધો નથી. મારું દુઃખ, મારી પાસે જ રહેવું જોઈએ.
સ્વસ્થ માણસનાં જીવનમાં બે લક્ષણો ખાસ જોવામાં મળે છે. એક, એ પોતાને ઠપકો આપી શકે છે. બે, એ પોતાની જાતને બદલી શકે છે.
મોટેભાગે માણસો સરેરાશ જીવી કાઢે છે. જેવા હતા એવા જ રહેવાનું. જેવા છીએ તેવી જ રીતે જીવ્યા કરવાનું. વરસોથી જેવો સ્વભાવ ઘડાયો છે તે મુજબ ગાડું ગબડાવતા જવાનું. ભૂલો વારંવાર થાય. એકની એક ભૂલ દસ વાર થાય. એ જ ગડબડો અને એ જ સમસ્યાઓ. ઘણીબધી ભૂલો યાદ કરીને બોધપાઠ લેવાનું સૂતું ન હોય ત્યાં એક ભૂલમાંથી બોધપાઠ લેવાની વાત કરવાની જ ક્યાંથી ? દરવખતે બીજાને દોષ દેવામાં આવે છે. દરવખતે અવનવા ખુલાસા કરીને વાત નીપટી લેવામાં છે. ભૂલ થાય ત્યારે આપણી જાતે આપણે, આપણી પોતાની જ પાસે જવાબ માંગીએ છીએ ? ભૂલની બાબતમાં આપણું વલણ સલામતીભર્યું છે. બીજાને ખબર ન પડે, બીજા તરફથી ફરિયાદ ન આવે ત્યાર સુધી ભૂલનો ટકોરો વાગતો નથી. બીજા ભૂલ બતાવે છે તો ખોટું લાગે છે અને ઝઘડા થાય છે.
સ્વસ્થ માણસ દરેક કામવખતે પોતાની પાસેથી પોતે જ જવાબ માંગતો રહે છે. સારું કામ થયું હોય તો સ્વસ્થ માણસ એ કામ વધારે સારું કેમ ના થયું તેની ઉલટતપાસ મનોમન કરે છે. કામ ખરાબ થયું હોય તો સ્વસ્થ માણસ બીજાની રાહ જોયા વગર પોતાને ઠપકો આપે છે. પોતે પોતાની માટે જવાબદાર છે એવી સ્પષ્ટ સમજ એને હોય છે. પોતાને ઠપકો આપતી વખતે તે પોતાની જાતને ઉતારી પાડતો નથી. પોતાને ઠપકો આપવાનો મતલબ એ નથી કે એ પોતાની જાતને નીચી આંકે છે.
પોતાનો ઠપકો આપવાનો મતલબ ફક્ત એટલો જ છે કે પોતાના હાથે થયેલી આ ભૂલ બદલ તદ્દન પ્રામાણિક રીતે રંજ અનુભવવો. પોતાની ભૂલને વિશે એકદમ નિષ્પક્ષ બનીને નિષ્કર્ષ કાઢવો અઘરો છે. ભૂલ થાય ત્યારે રીઢા માણસો એને જવા દે છે, જડ માણસો એનો બચાવ કરે છે અને મૂર્ખ માણસો બીજાનો વાંક કાઢે છે. સ્વસ્થ માણસો ભૂલને, પગમાં વાગેલા કાંટાની જેમ અનુભવે છે. કાંટો વાગે છે તે કાઢવામાં મોડું ન કરાય. જાતે ઊભા રહેવું પડે, વાંકા વળવું પડે કે બેસી જવું પડે.
સ્વસ્થ માણસોની ભૂલ થાય જ નહીં એવું નથી. સ્વસ્થ માણસની વિશેષતા છે
૮ કે
Page #8
--------------------------------------------------------------------------
________________
કે એ ભૂલને તરત ઓળખી પાડે છે. ભૂલની સાથે તેનો વ્યવહાર કડક હોય છે. ભૂલ મેં કરી છે માટે વ્યાજબી છે તેવી નબળાઈ તેનાં મનમાં નથી હોતી. ભૂલ થઈ તો કાંઈ આસમાન નથી તૂટી પડ્યું તેવો ઉપેક્ષાભાવ તે રાખતો નથી. ભૂલને, સ્વસ્થ માણસ ગંભીરતાથી લે છે. નાનામાં નાની ભૂલની નોંધ તે લે છે. ભૂલની, ખામીની હાજરી તેને ખૂંચે છે. આ વાતે એ પોતાની સામે શરમ રાખ્યા વિના માથું ઊંચકી શકે છે.
આપણી આંખો બીજાની ભૂલ જોઈને પહોળી થાય છે. પોતાની ભૂલ થાય ત્યારે આપણે આંખમીંચામણા કરીએ છીએ. આ સ્વસ્થતાની નિશાની નથી. પોતાની ભૂલને સહજતાથી સ્વીકારવી અને તે પછી પોતાની ભૂલ થઈ તો શું કામ થઈ તેનો નાનો સરખો ઇતિહાસ શોધી કાઢવો એ સ્વસ્થ માણસની પહેલી આદત છે.
બીજી આદત કે બીજું લક્ષણ છે પોતાને બદલવાનું. સૂરજ ઉપર ચડે તેમ સૂરજમુખીની દિશા બદલાય છે. દિવસ ઉપર ચડે કે જિંદગીના વરસો ઉપર ચડે તેમ સ્વસ્થ માણસ સ્વભાવની દિશા બદલતો હોય છે. કાચીંડો રંગ બદલે તે જુદી વાત છે. પરિવર્તન સાધવાનું આ લક્ષ્ય છે. નાનપણમાં ધમાલ કરી તે યુવાનીમાં ન ચાલે. યુવાનીના ધખારા ઘડપણમાં ન જામે. સમય મુજબ રહેવું જ પડે. સ્વસ્થ માણસ ધીમે ધીમે પોતાને સુધારતો રહે છે. ગયા વરસે એ ગુસ્સો કરતો હોય તો આ વરસે તેનો ગુસ્સો ઓછો થયેલો હોય છે. ગયા વરસે તે નિરાશ હોય તો આ વરસે તે આશાવાદી બનવાની વાટચાલ પકડે છે. ગયા વરસે તે ધર્મનો એકડો ન જાણતો હોય તો આ વરસે તે ધર્મની એબીસીડી શીખી ગયો હોય છે.
પ્રગતિ અને પરિવર્તનની જોડી જામે છે ત્યારે માણસની સ્વસ્થતા મહોરી ઉઠે છે. ભૂલ ન થાય તેની તકેદારી આવે છે. ભૂલથી દૂર રહેવાની માનસિકતા કેળવાય છે. પહેલાં લક્ષણની આટલી અસર પણ હોય છે જ. સાથોસાથ પોતાને ઘણું સુધરવાનું અને સમજવાનું બાકી છે તે યાદ હોય છે. બીજાથી આગળ નીકળવાની
સ્પર્ધા સ્વસ્થ માણસ ન કરે. એ પોતાનાથી જ આગળ નીકળવાની સ્પર્ધા કરતો જાય.
સ્વસ્થ માણસને સારો માણસ સમજીને ચાલવાનું નથી. સારા બનવા માટે સ્વસ્થ બનવાની જરૂર છે તે યાદ રાખવાનું છે. જે છીએ તે સારા છીએ, જ્યાં છીએ ત્યાં સુખી છીએ, જેવા છીએ તેવા રૂપાળા છીએ આવો મિથ્યાસંતોષ સ્વસ્થ માણસ નથી રાખતો. પોતાને વધારે સારા બનાવવાની એને તલબ હોય છે. એનાં સપનાં મહાન્ નહીં હોય, પણ એની આંખમાં નાનાં નાનાં તો ઘણાં સપનાં હશે. દરેક સપનાને એ ક્રમસર સાકાર કરતો રહે છે. સાકાર થયેલાં એક સપનામાંથી તે બીજા
E
દશ સપનાં શોધી લાવે છે. સપનાની નક્કર પકડદોડ ચાલુ રહે છે. સ્વસ્થ માણસ થાકતો કે કંટાળતો નથી.
જીવનની રાહમાં આવો એકાદ સ્વસ્થ માણસ જોવા મળી જાય તો એની સંગત કરો. એ તમને ખલેલ પાડ્યા વિના ઘણી બધી પ્રેરણા આપી જશે.
સ્વસ્થ માણસોનાં ટોળાં નથી હોતાં. સ્વસ્થ માણસો પોતાની ઓળખનો બિલ્લો લગાડીને ફરતા નથી. એ લોકો પોતાની જિંદગી સાથે પાક્કી દોસ્તી નીભાવતા હોય છે. એમને બીજાની પડી નથી હોતી તેટલી પોતાની પડી હોય છે. સ્વસ્થ માણસનું વૈચારિક આરોગ્ય સદાબહાર હોય છે. સ્વસ્થ શબ્દને આપણે દવાખાના સાથે જોડવાને બદલે દીવાનખાના સાથે જોડવો જોઈએ. આપણા વિચારોમાં અને આપણી રહેણીકરણીમાં સ્વસ્થ માણસનાં લક્ષણો જોવા મળે છે કે નહીં તે તપાસવાનું છે.
આપણી ભૂલની બાબતમાં આપણો અભિગમ શું હોય છે ? આપણી વર્તમાન અવસ્થા અંગે આપણે સભાન અને જાગૃત રહીને શું અને કેટલું વિચારીએ છીએ ? આ બે સવાલના સાચા જવાબ મળી જાય તો સ્વસ્થ માણસ તરીકે આપણો નંબર ઊંચકાઈ જાય તેમ છે.
આજથી દસ વરસ પછીનાં જીવનની કલ્પના કરો. આજની ભૂલ અને અવસ્થાની અસર દસ વરસ પછી કેટલી હદે નડી શકે છે તેની નિર્દભ વિચારણા કરો. જિંદગીનાં વરસો વેડફી દેવાના નથી. એમાંથી કાંક ઉગવું જોઈએ. આપણને સંતોષ મળે અને બીજાને ટાઢક સાંપડે તેવી જાતઘડામણ કરવાની છે.
વિચાર્યા કર્યા વગર સમયને હાંકતા રહીશું તો સમય વહી જ જવાનો છે. નુકશાની આપણને છે. આપણું ઉત્તમ અને ઉમદા જીવનચરિત્ર લખાય એવા મહાન્ બનવાનો મોકો આ જિંદગીમાં મળવાનો નથી. એકાદ બે સારા પ્રસંગોના જોરે જિંદગી ઉપર આવવાની નથી. સતત કામે લાગવું પડશે. બીજા બધાનું ધ્યાન રાખવા છતાં જાતનું, પોતાનું ધ્યાન ન રાખ્યું તો સજા મોટી થશે. વગર કારણે ગુનો કરે તેવા પાગલોની જમાતમાં આપણું નામ ન આવવું જોઈએ. સ્વસ્થ માણસ થયા વિના જીવનની મજા પણ નથી આવવાની. અત્યાર સુધીના વરસોમાં નાહકની નુકશાની કરતા રહ્યા. સાદી અને સરળ રીત છે, સ્વસ્થ બનવાની.
સુખી બનવા માટે અને સફળ થવા માટે આ સ્વસ્થતા જ કામ લાગવાની છે. થોડી મહેનત લઈનેય સ્વસ્થતાની આદત પાડી દો. મોડું કરવામાં મજા નથી, આટલું અમથું સમજો તો સારું છે.
૧૦
Page #9
--------------------------------------------------------------------------
________________
મનની માવજત
તમારે તમારામાં પરિવર્તન આવતું જોવું છે, તમે તે માટે તમારી જાતને ઠપકો પણ આપો છો. તમે સ્વસ્થ માણસ છો તેની આ નિશાની છે, પરિવર્તન અને ઠપકો. આ બે મુદ્દા પર વિચારણા કરવી પડશે. ઘણાએ પૂછવું છે, પૂછાવ્યું છે. આ બંને કરવા શી રીતે ? તમારે આ માટે આખો કાર્યક્રમ ઘડવો પડે. તમે સ્વસ્થ બનવા માંગો છો તેટલા માત્રથી કામ થવાનું નથી. તમારે સ્વસ્થ બનવાનો સંકલ્પ મજબૂત રીતે કરવાનો રહે. તે માટે તમારે તમારી જાતને સમજાવવી પડે.
૧. મારા મનની સ્વસ્થતાથી મને ખૂબ લાભ છે. ૨. મારું મન સ્વસ્થ થાય તે માટે હું પૂરીપૂરી પ્રામાણિકતા જાળવીશ. ૩. મારી સ્વસ્થતાનો લાભ મારા બધા જ પરિચિતો સુધી પહોંચવાનો છે.
આ રીતે મનને હિંમત બંધાવી દીધી હોય, કબૂલાત જ આપી દીધી હોય તે પછી વાત આગળ વધે છે.
પોતાને ઠપકો આપવાનો છે તે એટલા માટે કે ભૂલ પોતે કરી છે. પોતે કરેલી ભૂલના બહાનાઓ ગમે તે હોય, તેનાથી કાંઈ ભૂલ, ભૂલ મટી જતી નથી. ભૂલ કરીને બાના શોધે તે સુધરીન શકે, નિખાલસતાથી ભૂલનો એકરાર કરવાનો હોય. તેનો હિસાબ પ્રેમથી જાત પાસે માંગવાનો. આ માટેના મુદા આ મુજબ છે.
૧. મે ભૂલ કરી તે જાણી જોઈને કરી છે. એ ભૂલ ન કરી હોત તો ચાલી જાત. મે ભૂલ કરીને ખોટી આદત ઊભી કરી છે. મારો આ ગુનો છે.
૨. મારી ભૂલની જેમ મારી સારી વિશેષતા પણ છે. ભૂલને લીધે હું આખેઆખો ખરાબ થઈ ગયો નથી. મારી ભૂલને લીધે મારે આગળ જતાં અનેક આપત્તિ અને અયોગ્ય હરકતો સુધી ધકેલાવું પડશે. આજે મારામાં જે સારી વિશેષતા છે તે મારી આ ભૂલને લઈને ધીમે ધીમે ભૂંસાવા માંડશે. મારી વિશેષતા પર મારી ભૂલ સવાર થઈ જાય તે કરતાં મારી ભૂલ પર મારી વિશેષતા સવાર થઈ જાય તે બહેતર છે. ભૂલનાં આવરણથી વિશેષતા ઢંકાય તે ખોટું. વિશેષતાના પ્રભાવથી ભૂલ ભૂંસાય તે વ્યાજબી.
૩. આ ભૂલ હજી કેટલી વાર થતી રહેવાની છે ? તે સ્વયં પૂછો. આ ભૂલ કેટલામી વાર થઈ તેનો ઇતિહાસ તપાસો. વારંવારની ભૂલ અપરાધ બની જાય છે, એવો અપરાધ જેની માફી ન મળે. મારી આ ભૂલની સજા કેટલી મોટી હશે તે મને ખ્યાલ નથી. પણ મને એ તો ખ્યાલમાં છે જ કે એ સજા ભોગવવાની તાકાત મારી નથી.
૪. બીજા ન જાણે, બીજ ન બતાવે ત્યાર સુધી ભૂલ, ભૂલ ન ગણાય તેવું ન
માનો. બીજી બતાવે તે પહેલા જ ભૂલ સુધારવાની આદત પાડો. બીજા બતાવશે તે પછી તમે સુધરશો તો કદાચ, દંભ હશે. જાણી જોઈને સુધરે તે જ કામનો.
આ હિસાબ લેવાની વાત થઈ. પરંતુ પરિવર્તન કરવું હોય તો વ્યવસ્થિત આયોજન કરવું પડે. તમારે બદલાવું છે તેનો અર્થ એ છે કે તમે બદલાવા માટે મહેનત કરવા માંગો છો. તમારી આ મહેનત માનસિક વધુ હશે. પરિવર્તન માટે જે મનોમન મચી પડે છે તેનાં જીવનમાં ફરક, તરી આવે તે રીતે જોવા મળે છે.
તે માટેનું આયોજન આ પ્રમાણે કરવાનું રહે,
૧. મારાં જૂના વરસોની સરખામણીમાં આગમી વરસો વધુ સારા હોય તે મારે જોવું જ જોઈએ. ગઈ ગુજરી ભૂલવાની ન હોય, તેમાંથી પાઠ શીખીને આપણે આગળ વધવાનું હોય. ગઈ કાલ સુધી ભલે મારી જિંદગી એકધારી હતી. હવે મારી જિંદગી ઉપરની, ઊંચાઈની દિશા તરફ વહેશે. મારા માટે આ ઉત્તમ સદ્ભાગ્ય છે.
૨. મારી ભૂલો મારો પીછો છોડતી નથી. આદત થઈ ગઈ છે. આમ છતાં મારે આ ભૂલો ભૂંસવી છે. ભૂલો મારા હાથે થાય છે. મારે મારા હાથે જ ભૂલોની સજા મેળવવી છે. ભૂલો મેં કરી. ભૂલોની સજા હું કરીશ. ભૂલ મારી હતી, ભૂલની સજા મને જ થશે, મારા જ હાથે થશે. (કોઈ વસ્તુનો ત્યાગ અથવા કોઈ મોટા ગજાનું સારું કામ, સજાના રૂપમાં આવે તો ચાલે.)
૩. કેટલીક ભૂલો હું પહેલાં કરતો હતો. આજે એ ભૂલો હું કરતો નથી. આ જોવાથી મારો આત્મવિશ્વાસ દૃઢ થયો છે. હું જૂની ભૂલોમાંથી આજે બહાર આવી ચૂક્યો છું. તો હવે આજની ભૂલોમાંથી આવતીકાલ સુધીમાં બહાર આવી જ જઈશ. એ આવતીકાલને વધારેમાં વધારે નજીક લાવવાની મહેનત મારે જ કરવાની રહેશે.
૪. બીજા ઘણા સજજનો છે. મારા હાથે જે ભૂલ થઈ રહી છે, તે ભૂલ કર્યા વગર તેઓ જીવનની યાત્રામાં ઘણા આગળ ચાલી રહ્યા છે. ભૂલનો જે બોજો મારા માથે છે તે એમનાં માથે નથી. તેઓ સુખી છે, પ્રસન્ન છે. મારે એ પ્રસન્નતા મેળવવાની છે. મારી ભૂલોમાંથી બહાર નીકળીશ એ જ ઘડીએ એ આનંદ મને પણ મળશે.
૫. મારા ભગવાન કરુણાનિધાન છે. તેમની સમક્ષ તમામ ભૂલોની કબૂલાત કરીને મારે આંસુ સારવા છે. મારી ભૂલોનો પસ્તાવો મારે મારા ભગવાન, મારા ગુરુદેવ સમક્ષ વ્યક્ત કરવો છે. ભૂલોથી બચાય તે મારું સપનું છે. એ દૂરદૂર લાગે છે. મારા દેવગુરુની અપરંપાર કરુણા મળે તો આ સપનું સાકાર થાય તેમાં કોઈ શંકા નથી.
સ્વસ્થ માણસ થવા માટે આ રીતે સમજણ, ઠપકો અને પરિવર્તનનો સંકલ્પ કરીએ તો બહુ થોડા સમયમાં ઘણો મોટો ફરક જીવનમાં આવી શકે. ૧૨ -
- ૧૧
Page #10
--------------------------------------------------------------------------
________________
સૌમ્યતાની સરવાણી
કોઈ ગુસ્સો કરે એટલે આપણે સામો ગુસ્સો કરવો જ જોઈએ તેમ માનીને જિંદગી બગાડવાની નથી. ગુસ્સો કરનારની સામે હસતા મુખે જોવાથી પણ કામ થઈ શકે છે. ગુસ્સો બડી છેતરામણી ચીજ છે. માનસિક અશાંતિ વિના ગુસ્સો બહાર આવે જ નહીં. બહાર આવેલો ગુસ્સો નવી અશાંતિને લાવે જ. અનિવાર્ય ગુણ છે, દરેક વાતોને આવેશ વગર સાંભળવી, આપણી વાતને આવેશ વિના રજૂ કરવી. કામ કરવા માટે કે વિરોધ કરવા માટે માત્ર મુદ્દાની જરૂર હોય છે, ગુસ્સાની નહીં. ગુસ્સાને લીધે મુદ્દાનું બાષ્પીભવન થઈ જાય છે. તમારી પાસે તાકાત હશે તો ગુસ્સા વગર પણ કામ થવાનું જ છે. તાકાત નહીં હોય તો ગુસ્સાનો ધુમાડો તમને જ બદનામ કરવાનો.
હતાશાને લીધે ગુસ્સો આવ્યો હોય તો, નવી તકનો વિચાર કરવો જોઈએ. જે ગુમાવ્યું છે તેને પાછું લાવવાની શક્તિ ગુસ્સામાં નથી. જરા વિચારો, તમે ગુસ્સો કર્યો તેનાથી સામા માણસને તમે નારાજ કર્યા. નારાજગી સાથે એણે તમારી સાથેનો વહેવાર સાચવી લીધો પણ મનમાં તો એશાંતિ રહી જ. એ ગમે ત્યારે બહાર આવશે જ. તમે જેની પર ગુસ્સો કરો છો તે બદલો લેવાનો જ છે. એ સહન કરવાની તમારી તૈયારી છે ? એવી તૈયારી ન હોય તો ગુસ્સાને ઉગતો જ ડામવા માંડો. | ગુસ્સો સહન કરવાની તૈયારી હોય તોય તે તૈયારી સારી નથી. તમે શું કરશો કે વળતી લડત આપશો. વિષવર્તુળમાં બન્ને જણા અટવાશો. તડાફડીની ટેબલટેનિસ વરસો સુધી ચાલશે. મેડલ કોઈને નહીં મળે. મોકાણ ગાજ્યા કરશે. એક સરસ કવિતા વાંચી હતી : ગુસ્સો કરું છું ત્યારે વિચારો બંધ થઈ જાય છે. વિચારો બંધ થઈ જાય છે ત્યારે ગુસ્સો આવે છે.
નકરો આવેશ ધીખતો હોય છે ગુસ્સામાં, બીજાને તો ઠીક, તમને પોતાને ભારે નુકશાની વેઠવી પડે છે. તમે ન બોલવાના શબ્દો બોલી બેસો છો, એ શબ્દોને યાદ રાખવામાં આવે છે અને તમારી છાપ એ શબ્દોમાં કેદ થઈ જાય છે. ગુસ્સાને છોડવો મુશ્કેલ છે છતાં પદ્ધતિસર મહેનત કરીએ તો કામ અઘરું નથી.
તમારા મનનો ગુસ્સો સૌથી પહેલી સમસ્યા છે. એ બહાર આવે છે તે બીજી સમસ્યા છે. તે ગમે તે રીતે વ્યક્ત થાય છે એ ત્રીજી સમસ્યા છે. સ્વભાવનો અભ્યાસ કરવા માટે આ ત્રણેય સમસ્યાને અલગ પાડી દો. પહેલી સમસ્યા સૌથી વધુ જોખમી છે. સાથો સાથ સૌથી વધુ મુશ્કેલ. એને માત્ર યાદ રાખીએ હમણાં.
બીજી સમસ્યા છે તેની પર ધ્યાન આપો. ગુસ્સો આવે ત્યારે બોલી જ નાંખવાની ટેવ પડી ગઈ છે. ગુસ્સાને બહાર આવવાનો રસ્તો મળે તો એ દશગણો થઈ જાય છે. ગુસ્સાને અંદરઅંદર ઉકળવા દો. એને બહાર આવવાની ના પાડી દો. તમારા ગુસ્સા પર તમારો અધિકાર જમાવો. ગુસ્સો આવ્યો છે એ સમજાય તે જ ક્ષણે બોલવાનું બંધ કરી દો. શરૂશરૂમાં સામા પક્ષની ગાળ સાંભળવાનું આકરું લાગશે, ગુસ્સો રોકવો ભારે પડશે. ભલે. ગુસ્સાને ઓછો કરવાનો આ એક માત્ર રસ્તો છે. ગુસ્સાને મોકો જ ન આપો. બે ત્રણ પ્રસંગો આવી રીતે પસાર થઈ જશે તે પછી ગુસ્સાનું દબાણ ઘટવા માંડશે. ગુસ્સો ઉતરી જાય તે પછી એકદમ શાંતિથી તમારી વાત સ્પષ્ટ કરવાનું શીખી લો. થશે એવું કે ગુસ્સો ઉતરી ગયા પછી તમને સમજાશે કે મારે આ વાત કરવાની જરૂર જ નથી. તમે તમારી જાત પર હસશો. સામા માણસની ભૂલ અને ચાલાકી એની પાસે જ રહેવા દો. આપણું લક્ષ છે ગુસ્સો ટાળવાનું. ગુસ્સો તો આવે જ છે. ગુસ્સાની અભિવ્યક્તિને રોકી દો. આ દમન નથી, આ દવા છે. ગુસ્સાને બહાર જવા નહીં મળે તો એ ઠરી જશે.
ત્રીજી સમસ્યા છે, ગમે તે રીતે ગુસ્સો બહાર આવી જાય છે. આ સમસ્યા ઘર ઘરની છે. પહેલા બગાડવાનું અને પછી પસ્તાવો કરીને માફી માંગવાની. આવી આદતને લીધે જ ત્રીજી સમસ્યા નડે છે. માંદા પડીને પછી દવા લેવી તે મૂર્ખામીનો ધંધો છે. ખાવાપીવામાં સાચવીને રહીએ તો માંદા જ ન પડીએ આ બુદ્ધિમત્તા છે. બોલીને બગાડવામાં ફાયદો કોઈ નથી, નુકશાનીનો પાર નથી. જેની પર ગુસ્સો આવે છે તે નજીકની વ્યક્તિ હોય તો તેણે તમારી માટે શું શું વેક્યું છે તે યાદ કરો. તેણે તમને કેટલી બધી વાર સાચવી લીધા છે તે વિચારો. ઘણીવાર તેમણે તમને માફ કરી દીધા છે. તમે એને એકવાર માફ કરી દો. આ વખતે તો ના જ બોલો. ઝૂકી જાઓ. વરસો સુધરી જશે. અજાણી વ્યક્તિ હોય તો એની પર ગુસ્સો કરાય જ નહીં, એમ કરવું એ તો ચોપગા કૂતરાની ખાસિયત છે. અજાણ્યાને નડે તે માણસ ન કહેવાય. તમે તો ખાનદાન પરિવારના મહાનું માણસ છો. જવા દો એ અજાણ્યા આદમીને. રસ્તે ચાલતા અજનબીને પરેશાન કરવાથી કશું મળતું નથી.
તમે ગુસ્સો ન કરો તે શ્રેષ્ઠ આદર્શ છે. પ્રથમ સમસ્યાના ઉકેલ વિના આ શકય
–
જે ૧૩
૧૪ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
ઇર્ષાનો ઈલાજ
નથી. ગુસ્સો આવતો હોય ત્યારે ગુસ્સાનાં કારણનું વિશ્લેષણ કરો. મામૂલી વાતો પર ગુસ્સો કરવાનું માંડી વાળો. મોટા ભાગનો ગુસ્સો મામૂલી વાતો પર થતો હોય છે. કસ વિનાની વાતો પર ગુસ્સો ન કરાય. ગુસ્સાને મોભાદાર કારણ મળવું જોઈએ. તમે ગુસ્સો કરવાનું ટાળતા રહો છો તેને લીધે તમારું વર્ચસ્વ સ્થાપિત થાય છે. ખરેખર જરૂરી જ હોય તેવા અવસરે તમને ગુસ્સો આવે છે, તોય તમે વગર ગુસ્સે જ વાત કરો છો તો તમારી વાતનો સ્વીકાર થાય છે કેમ કે તમે ઘણા ઘણા સમય પછી શાંતિથી અવાજ ઉઠાવ્યો હોય છે. નાનીનાની વાતે ગુસ્સો કરીને આપણે મોટી વાત સુધી પહોંચી શકતા નથી. એ નાનીનાની વાતો છોડી દો, મોટી વાત પર આવો. એ મોટી વાતનું વજન તમારા ગુસ્સાને રોકશે અને તમારું કામ પણ કરી આપશે.
સૌમ્ય બને છે તે જ મક્કમ પગલાં માંડી શકે છે. સૌમ્યતાની સરવાણીમાં ભીંજાય તેનાં દિલમાં જ ફૂલ ખીલે, ભીતરમાં ભડકા બળતા હોય તેને સાત્વિક આનંદ સાંપડતો નથી. ખુશહાલ રહેવા માટે ગુસ્સાને રવાના કરવો જ પડશે. ગુસ્સો જો આપણી લાચારી હોય તો એની સામે બંડ પોકારવું જોઈએ. શાંતિ પામવાનો પ્રારંભ સૌમ્યતાથી થાય છે તે યાદ રાખો.
બીજા મને હેરાન કરે છે તેમ માનીને વગર કારણે બીજાને બદનામ કરવાની આપણને આદત થઈ ગઈ છે. બીજાને તમારી સામે જોવાની ફુરસદ જ નથી. એ તમને શું કામ હેરાન કરે ? એ પોતે જ એટલો પરેશાન છે કે તમારા સુધી લાંબા થવાની એની તાકાત રહી નથી. હેરાને તો તમે જ, તમને પોતાને કરો છો.
તમારા મનમાં લાગણીઓ છે. એમાં સમતુલા જાળવતા ન આવડે તો તમે હેરાન થતા જ રહેવાના છો. સમતુલા જાળવી શકો તો હેરાન થતાં બચી શકો. ઘણી બધી લાગણીઓ કામ કરે છે. અમુક લાગણી તો એવી છે કે જેમાં બીજા તરફથી ખલેલ ન થતી હોય તોય એ ખળભળતી રહે છે. ઇર્ષા, આવી લાગણીઓમાં સૌથી પહેલી છે.
શું છે આ ઇર્ષા ? તમે તમારી જાતને મોટી માની જ લીધીમોટા તરીકે માન મળે એ માટે તમે ઇચ્છા રાખી. હવે મોટા હોવાનું માન બીજી જ કોઈને મળી ગયું. તમે રહી ગયા, એ ફાવી ગયો. તમે મનોભંગ અનુભવીને એની માટે જે વિચારો છો તે ઇર્ષા છે. તમે ગુણિયલ છો. ગુણવાન તરીકે પ્રસિદ્ધિ મેળવવાની તમારી ઇચ્છા છે. બીજો કોઈ વચ્ચે આવી જાય છે. પ્રસિદ્ધિ અને મળી જાય છે. તમારે બાજુ પર બેસવું પડે છે. મનોમન અસંતોષ સળગે છે. આ ઇર્ષા છે. તમે ગરીબ છો. તમારી પાસે પૈસા ઓછા છે. બીજો શ્રીમંત છે. પૈસા ભરપૂર છે એની પાસે. તમારી ગરીબીને લીધે નહીં પરંતુ એની શ્રીમંતાઈને લીધે તમને દિલમાં જે વેદના થાય તે ઇર્ષા છે. તમે શ્રીમંત હશો. બીજો કોઈ નવો નિશાળિયો અચાનક પૈસા બનાવીને મોટો માણસ બની જાય છે. તમારો મોભો હવે એને પણ મળે છે. તમારી જેમ એને પણ લોકો શાબાશી આપે છે. તમને આ નથી ગમતું. આ ઇર્ષા છે. બીજાની પ્રગતિ જોઈને, બીજાની પ્રશંસા સાંભળીને જલન અનુભવીએ તે ઈર્ષા છે.
ઇર્ષા કરવાથી તમને શું ફાયદો છે, તે વિચારો. ઇર્ષાથી તમારો જુસ્સો તૂટે છે. ઇર્ષાથી તમારો ઉત્સાહ ઘટે છે. ઇર્ષાથી તમારી પ્રસન્નતામાં ઓટ આવે છે. ઇર્ષા તમારા જીવનમાં ધીમું ઝેર રેડે છે. ઇર્ષા કરવાથી સામા માણસને કોઈ તકલીફ નથી થતી. ઇર્ષાથી માત્ર તમને જ તકલીફ થવાની છે. ગુસ્સો કરીએ તો સામા માણસને સાંભળવું પડે છે, અપમાનિત થવું પડે છે. ઇર્ષામાં તો અકારણ ચિંતા હોય છે. બીજા લોકો આગળ નીકળી જાય છે તેની બળતરા સતત થતી હોય તો તમે ઇર્ષાના મરીઝ
૧૫
૧૬ -
-
Page #12
--------------------------------------------------------------------------
________________
છો. તમારે તમારી ઇર્ષાનો ઈલાજ કરી લેવો જોઈએ. અશાંતિથી બચવું હોય તો ઇર્ષાની સફાઈ થાય એ ખૂબ જરૂરી છે.
બીજો માણસ આગળ વધી જાય છે કે ઉપર આવે છે તેનાથી તમને શું નુકશાની છે ? તમારી શક્તિ તો લૂંટાતી નથી. તમારા પૈસા પણ ચોરાતા નથી. તકલીફ શું છે ? તમે બીજાને આગળ વધતા રોકી શકવાના નથી. બીજા આગળ વધે અને એ તમારા પરિચિત હોય તો એ ખુશ થવાની ઘટના છે. બીજાની પ્રગતિ પર ખુશ થવું એ જાતનેય પ્રોત્સાહન આપવા જેવી વાત છે. ઇર્ષા કરીને આપણે આપણી પ્રસન્નતાને રોકી પાડીએ છીએ. બીજાની પ્રગતિથી નારાજ થવું, પોતાની પ્રગતિથી અસંતુષ્ટ થવું આ બે નિશાની છે, ઇર્ષાની. બન્ને એકબીજાને ટેકો આપે છે.
- ઇર્ષાથી બચવા સંતોષનો સહારો લેવો પડશે. આજે તમારા નસીબે તમને જે આપ્યું છે તે જરાય ઓછું નથી. તમારી મહેનત કરતાં તમને વધારે ફળ મળ્યું છે. તમારી લાયકાતથી વધુ લાભ તમે પામ્યા છો, બીજાને એનાં નસીબનું મળી જાય છે. તેનાથી તમારા નસીબને જરાય ધક્કો લાગતો નથી. તમે એના જેટલું મેળવીને વધારે સુખી થઈ શકવાના નથી. સફળતાનો બોજો વધશે એટલું જ. બાકી, જિંદગીની ખુશમિજાજી તો આજે છે તેટલી જ ત્યાં રહેવાની છે, ફરક નથી પડવાનો. માટે એના સુખી થવાને લીધે તમારે દુ:ખી થવાની જરૂર નથી.
- આજે તમને જે શક્તિ મળી છે તેનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકાતો. તો નવી શક્તિ મેળવીને કરવું છે શું ? તમારી પાસે લાખો રૂપિયા જમા છે. એમાંથી ઘણા તો વપરાયા જ નથી. તો નથી વપરાયા તે પૈસાને ભૂલીને, નથી મળ્યા તે પારકા પૈસાની ફિકર શું કામ કરો છો ભાઈ ?
અચ્છા, કબૂલ. તમારી પાસે પૈસા કે શક્તિ વધારે છે જ નહીં. એટલે બીજાનું જોઈને ઇર્ષા થઈ જાય છે. પણ તમારી પાસે પૈસા કે શક્તિ આવી જશે પછી પણ તમે બીજાનું જોઈને ઇર્ષા કરવાના જ છો. આજે હજારોની યાદમાં ઇર્ષા કરો છો. કાલે કરોડોના મુકાબલે ઇર્ષા થશે. યાદ રાખી લો, પૈસા કે શક્તિ ન હોવાનું દુઃખ અલગ છે અને બીજાને પૈસા કે શક્તિ મળે છે તે સહન ન થતું હોવાનું દુઃખ અલગ છે. બીજાની પ્રગતિને સહન કરવાની માનસિકતા નહીં હોય તો ઘરમાં, દુકાનમાં અને બજારમાં તમારે દાઝતા જ રહેવું પડશે. ગરીબી વેઠવી સરળ છે. ઇ વેઠવી આકરું કામ છે. ગરીબીનો ઇલાજ નથી, ઇર્ષાનો ઈલાજ છે. મનને મનાવતા શીખો. એક વાત મહત્વની છે : બીજાની પ્રગતિથી મને કોઈ નુકશાન નથી.
નુકશાની ન કરતા હોય તેવા લોકો માટે ઊંધા વિચાર કરવા તે સજજનતા પણ નથી અને બુદ્ધિમત્તા પણ નથી. ઇર્ષા કરનાર બીજાની પ્રગતિ જોઈને નારાજ થાય
છે તેમ બીજાને નુકશાની થતી જોઈને રાજી પણ થાય છે. બીજાના ગુણની ઇર્ષા કરનારો, બીજાની ભૂલ જોઈને ગર્વ અનુભવે છે. બીજીની પ્રસિદ્ધિથી નિરાશ થનારો, બીજાની બદનામી સાંભળીને રાજીપો અનુભવે છે. ઇર્ષાની આ વિધાતક અસર છે. ઇર્ષાનું કેન્દ્ર તમારો અહં છે. અહની માયાજાળ અપરંપાર છે. ઇર્ષા તો એનો એક ભડકો છે. અહં સાથે સમાધાન કરવું જોઈએ. નહીં તો ઇર્ષા તમને દુષ્ટ અને દુર્જન બનાવી શકે છે.
થોડા વરસની જિંદગી મળી છે. જિંદગીને ફૂલોથી સજાવવાની છે. ફૂલોને ખીલવવા છોડની માવજત કરવી પડે છે. છોડને સલામત રાખવો પડે છે. જિંદગી જો મનમાં જીવાય છે તો સારા ગુણોનાં ફૂલો મનના છોડ પર લાગવા જોઈએ. એ માટે મનની માવજત કરવી જોઈએ. મનને નબળા અને અવળા વિચારોથી બચાવી રાખવું જોઈએ. ઇર્ષા એ ભયાનક વિચાર છે. ઇર્ષા આત્મઘાતી છે. એ પરઘાતી બને તેવી સંભાવના છે. છતે પૈસે બેકારીનો અનુભવ ઇર્ષા કરાવે છે. છતી શક્તિએ લાચારીનો અનુભવ ઇર્ષા કરાવે છે. શું કામ ? બીજાનું સારું ખમાતું નથી. બીજાનું શ્રેષ્ઠ થાય તે ગમતું નથી.
મને મળવું જોઈએ તે એને મળે છે, એને મળે છે તે મને નથી મળતું, આ બે ફરિયાદની કરવત આપણી પ્રસન્નતાને ધીરે ધીરે ખતમ કરી નાંખે છે. બિલકુલ સાવધાન બનીને મનને બીજી દિશામાં વાળી દો.
ઇર્ષા કરનાર પોતાની ભૂલ સાંભળી કે સમજી નથી શકતો. એ પોતાની ખામી કબૂલી નથી શકતો. એ પોતાની નબળાઈનો દોષ બીજાને દે છે. એ પોતાની નિષ્ફળતાનું કારણ બીજાનાં નામે ચડાવી દે છે. ઇર્ષા કરનારો વાસ્તવિકતા સાથે સાચો સંબંધ નથી રાખી શકતો. એ પોતાના વિચારને ઇર્ષાની આગમાં હોમી દે છે. ઇર્ષાનાં ચક્કરમાં એ પોતાની કાબેલિયતને સમજી જ નથી શકતો. ઇર્ષાનું ભૂત એને પાગલ બનાવી દે છે. એના વિવેકને, એની સમજદારીને ઇર્ષા તોડી ફોડી નાંખે છે.
સબૂર. તમારી આવી હાલત ન થવી જોઈ. તમે ઇર્ષા કરો છો તે દેખીતી રીતે જ સાચી વાત છે. તમારી ઇર્ષા હોનહાર રોગ બનીને તમારી ચેતનાને ઠોકર મારી દે તે પૂર્વે જાગી જાઓ. હજી તમારી પાસે તક છે. લાગણીને સંયમમાં લો. સારા માણસોની સલાહ લઈને વિચારો સુધારો. ભગવાન પાસે ઇર્ષાથી બચાવવાની પ્રાર્થના કરો. ઇર્ષાનું નામ અઢાર પાપસ્થાનકમાં નથી, પરંતુ ઇર્ષાની અસર અઢારે પાપોની તાકાત વધારે જ છે.
ઇર્ષાનો ઈલાજ જેટલો જલદી થશે, તેટલી આપણી સમાધિ સલામત રહેશે.
૧૭
૧૮
–
Page #13
--------------------------------------------------------------------------
________________
યાદની યાત્રા
સવાર અને બપોર, સાંજ પર છવાયેલા રહે તેમ વીતેલા સમયની યાદ મન પર પથરાયેલી રહે છે. પુસ્તકનાં પાનાની જેમ ક્રમસર ઉઘડતી આવે એવી યાદ આપણાં નસીબમાં નથી. કોઈ પણ વાત, ગમે ત્યારે યાદ આવી જાય છે. યાદ આવે છે તે બધું વ્યવસ્થા વિના યાદ આવે છે. યાદ એકાદ બે નથી. ઢગલાબંધ અને અપરંપાર છે. યાદની થાળીમાં બધું જ પીરસાયા કરે છે.
ગઈકાલની, ગયા વરસની અને ગઈ ગુજરીની યાદ આપણા જખમ પર મીઠું ભભરાવતી રહે તો સમજવું કે યાદ યાતના બની છે. એમણે ભૂલ બતાવી હતી તે ગમ્યું જરાય નહીં અને બરોબર યાદ રહ્યું. તેમણે કરેલી પ્રશંસાઓ તો એ વખતે ભૂલી જ ગયા. એમણે ના પાડી તે કસીને યાદ રાખ્યું છે. અને એમણે વારંવાર સહમતિ દાખવી હતી તે તો જાણે ગયા જનમની વાત થઈ.
આટાપાટા ખેલનારાઓ યાદને ગલત રીતે કામે લગાડે છે. યાદ વસૂલાતનું સાધન નથી. યાદ તો આગળ વધવાનું આલંબન છે. યાદમાં દાઝતા રહેવાની નઠારી આદતના આપણે ગુલામ બની ગયા છીએ. જે રસ્તે કાંટો વાગ્યો હતો તે રસ્તાને યાદ કરતા રહેવાથી, એ કાંટાનો રુઝાયેલો ઘા વધુ સારી રીતે મટવાનો નથી. કાંટો વાગ્યો, નીકળી ગયો, ઘા રુઝાઈ ગયો. વાત ખતમ.
ડગલે ને પગલે યાદનો દુરુપયોગ બેહિસાબ થાય છે. એમને એમના જ શબ્દોમાં ફસાવવા છે આવી દાનત હોય કે એમના અક્ષરો એમના જ ગળે પહેરાવવાની ક્રૂરતા હોય આ યાદની તાકાતનો ગેરવહીવટ છે. જે યાદથી મનમાં ખુન્નસ ભરાય, આંખોમાં આગ કે ઇર્ષા ઉભરાય તે યાદ સાવ જ નકામી. યાદ જો દિલોદિમાગ પર કબજો લઈને ભીતરમાં હજારો ઉથલપાથલ મચાવતી હોય તો મનનું આરોગ્ય બગડ્યું એ સમજી લેવાનું.
જે યાદ મનને શાંતિથી અને આનંદથી ભરી દે તે જ કામની. યાદ દ્વારા કશુંક માણવાનું હોય છે. યાદનો વિવેક નથી તેથી તેની ખરી મજા ચૂકી જવાય છે. યાદ કરીને બળવાનું નથી, રડવાનું નથી. યાદ કરીને અપને આપ સાજા થવાનું છે. મનોવિજ્ઞાનની સારવાર એ ખોટી યાદોમાંથી બહાર લાવવાની વિવિધ પ્રક્રિયા છે.
* ૧૯
યાદની મજા એ છે કે બદલાઈ શકવાનું નથી તે જ મનમાં ઉઠે છે. યાદ તો મનનો ખેલ છે. ખેલને જીવનમરણનો સવાલ બનાવે તે બુદ્ધિશાળી કેમ મનાય ? દગાબાજને યાદ કરવાથી - ઘર નવું નથી વસવાનું. ગાળો યાદ રાખવાથી સમાધિ નથી સાંપડવાની. થઈ ચૂકેલા અન્યાય અને અત્યાચારને યાદ કરતાં રહેવાથી હાલત સુધરી જવાની નથી. આ બધું કરવાથી એ લોકોને સજા પણ નથી થઈ શકવાની. સજા થશે તો ખુદ આપણને થશે. આપણી પ્રસન્નતા અને નિરાંત ખતમ થઈ જશે.
સુખી થવાનું મહત્વનું સૂત્ર એ છે કે - યાદની યાતના ન ભોગવો. યાદની યાત્રા કરો. આપણું મન દુનિયાભરની યાદનું સંગ્રહાલય નથી. તેમાં કાટછાંટ કરતા રહેવાનું છે. શોભા બગાડે ને જગ્યા રોકે તેવી યાદને વહેલી તકે વિદાય આપતા શીખવાનું છે.
બીજાએ મારું બગાડ્યું છે તે યાદ રાખવાથી મને પણ બીજાનું બગાડવાનું મન થાય છે. યાદ યાતના બની જાય છે. મારી હાલત હજી પણ સારી જ છે, તે યાદ રાખવાની જાતને સંભાળી લેવાનું મન થાય છે, યાદ યાત્રા બને છે. આટલા બધાં કામ કરવાના બાકી છે તે યાદ કરવાથી તનાવ આવે છે. કામ પૂરું કરવા ગમે તે રીતનો આશરો લેવાય છે. યાદ યાતના બને છે. કામ જરૂર પૂરાં થશે - આજ સુધી ઘણાં કામો પૂરા કર્યા છે તે યાદ કરવાથી વ્યગ્રતા ચાલી જાય છે. યાદ યાત્રા બને છે.
વિચારણાની જરૂર પડવાની છે. બેધારી તલવાર જેવું કામ છે યાદનું. વાપરતા ન આવડે તો આપણને લોહીલુહાણ કરી દે. આજ સુધી શાયદ, આ જ થયું છે. જાતે ને જાતે યાદ કરી કરીને સળગ્યા છીએ. હવે અગનજાળ ઠારવાની છે.
મનનો ઉત્સાહ તોડે તેવી કોઈ યાદને વજન નથી આપવું. સારા અને ઉત્તમ પ્રસંગો યાદ કરવા છે. જૂના ચોપડા ઉખેળવાનું છોડવું છે. ઘસાઈ ચૂકેલી જૂનીપુરાણી ફરિયાદોને દફનાવી દેવી છે. આપણી પ્રસન્નતાને આંચ આવે એવા કોઈ જ મુદ્દાને યાદમાં રહેવા દેવો નથી. જો કે, એમ ઊંડા ઘા ભૂંસાવાના નથી. એ ખળભળતી જૂની યાદ મન પર હુમલો કરે ત્યારે એમાં વહી જવાની ટેવ જે પડી છે તે તો જરૂર સુધરી શકે. આજ સુધી આ અર્થહીન યાદોથી સમય અને મગજ ખૂબ બગાડ્યા છે. સમય અને મગજનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની ઘણી તક આવી હતી તે આ યાદના ચક્કરમાં ઝૂંટવાઈ ગઈ છે. નબળી અને નગુણી યાદોથી બચવા માટે થોડો અહં પણ ઘટાડવો છે, થોડી અપેક્ષા પણ કમ કરવી છે. યાદની યાત્રાનો આનંદ જીવનના અંગેઅંગને સુવાસિત કરી શકે છે તે નક્કી છે. થોડો સુધારો મનોમન લાવીએ. મજા આવી જશે.
૨૦ ૨
Page #14
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાનું ઇન્વેક્શન
ઇચ્છા અને આશાની બાબતમાં આપણે હંમેશા થાપ ખાઈએ છીએ. ઇચ્છા ઘટાડવાનું મન હોય છે, આશા છોડવાનું મન પણ થાય છે. ઉપજતું કાંઈ નથી. ઇચ્છાનું કામ મોંઘવારી જેવું છે, એ વધે છે, ઘટતી નથી. મોંઘવારી સામે લડવાનો જે ઈલાજ છે તે જ ઇચ્છા સામે લાગુ પાડીએ તો તકલીફ જરૂર ઘટે. મોંઘવારીમાં અમુક વસ્તુ ખરીદવાની છોડી દઈએ છીએ. થોડામાં ચલાવતા શીખી જઈએ છીએ. જે છે તેમાં રાજી રહીએ છીએ. મોંઘવારીને દોષ દઈએ છીએ. એમ હવે ઇચ્છાની સામે પગલાં લેવાના.
જેટલી ઇચ્છા થાય તેટલી બધી જ પૂરી નહીં કરવાની ઇચ્છા સંતોષવાની બાબતમાં ઉણોદરી રાખવાની ઇચ્છા થાય એટલે એને સંતોષવી જ જોઈએ એવો નિયમ કોઈ ડૉક્ટરોએ ઘડ્યો નથી. એ નિયમ આપણે જ ઊભો કર્યો છે. તોડી પાડવાનો એ નિયમને. ઇચ્છા આકાશની ઉપમા પામી છે. એ કદી પૂરાતી નથી. એની પર લગામ જ બાંધવી પડે.
કપડાં લેવાની ઇચ્છા અને દાગીના લેવાની ઇચ્છા વચ્ચેનો ફરક સમજવાનો, દાગીના વગર ચાલે છે તો દાગીના લેવાની ઇચ્છાને ઢબૂરી દેવાની. કપડાં લેવાની ઇચ્છાનું પણ ઓપરેશન કરવાનું. મોંઘા કપડાં ન લઈએ તો મરી જવાના નથી આપણે. સાદા કપડાંથી ચાલે છે કામ. પૈસા છે માટે વાપરો તે મુદ્દો જ ખોટો.
પૈસા છે ? તો એ સારાં કામમાં વાપરો. થાળીમાં પચ્ચીસ વસ્તુ આવે તો જ પેટ ભરાય તેવું માનીને જમવા બેસીએ તો ખોટું. બે દ્રવ્યથી પણ પેટનો ખાડો પૂરાઈ શકે છે. દુનિયામાં કરોડો માણસો ભૂખ્યા મરે છે. એમને યાદ કરીએ તો ઇચ્છાનેય ઘણ વાગે. મળે છે માટે લેવાનું અને કેવું છે માટે મેળવવાનું આ ઇચ્છાનું સમીકરણ છે. મળે તેનો ગર્વ અને ન મળે તો ઉધામા.
- આજે જે બધું મળ્યું છે તે ઓછું નથી. સરસ મજાનું ઘર છે. ઘરમાં સરંજામ ઘણો છે. રસોડામાં વાસણો તો ઢગલાબંધ છે. કપડાં ગણ્યા ગણાતાં નથી. ફર્નિચર સરસ છે. હવે નવી સજાવટની જરૂર નથી. ઝૂંપડાને બદલે ઘરમાં રહીએ છીએ તે મોટું નસીબ છે, ભાઈ. હવે આગળ જવા માટે ધમાધમ ન જોઈએ. ઘરને બદલે
બંગલામાં ન ગયા તો કોઈ આભ નથી તૂટી પડ્યું. બીજાના બંગલામાં ઇન્કમટેક્સના ધડાકાભડાકા થાય છે. નાનાં ઘરમાં નિરાંત હોય છે.
ઇચ્છાને વાળી લેવાની કળા હોય છે. એ આવડવી જોઈએ. રડ્યા કરવાથી વસ્તુ મળતી નથી. વસ્તુ મળવાથી રડવાનું મટે છે તેવું પણ નથી. ઇચ્છાને જ સીધી કરો. એ જ એક ઈલાજ છે.
ઘણીવાર એવું બને છે કે મોટી ભવ્ય ઇચ્છા મનમાં ઘૂમરાતી રહે છે. આપણને ખબર છે કે આવી ઇચ્છા કદી સંતોષાવાની નથી. દીકરો સચિન તેંડુલકર બને તેવી ઇચ્છા લાખો માબાપની છે. હવે એ શક્ય જ નથી. દીકરાને અમથી ગાળો સાંબળવી પડે છે. પ્રેમભાવમાં ગડબડ સર્જાય છે. દીકરો, સારો દીકરો બને તોય બસ છે. વાત એ છે કે જે ઇચ્છા સાકાર નથી થવાની તે ઇચ્છાને કાઢી મૂકો. આજે આપણને સૌથી વધારે આ મોટી ઇચ્છાઓ દબાવી રહી છે. અબજોપતિ થવાની ઇચ્છામાં કરોડોપતિ હેરાન થાય છે. કરોડોપતિ થવાની ઇચ્છામાં કરોડપતિ ટીંચાય છે. લખપતિને કરોડપતિ થવા લોહીપાણી એક કરવા પડે છે ને તોય ગજ વાગતો નથી. હારવાળાના તો ભાવ જ પૂછાતા નથી. બધા જ અશક્ય ઇચ્છાને લીધે બળ્યા કરે છે.
આપણી ઇચ્છાઓનું પોટલું મોટું છે. નકામો માલ જે હોય તેનો નિકાલ કરવો છે. અસંભવિત સપનાં આપણાં માટે કોઈ કામનાં નથી. આડોશપાડોશના લોકો કે દુનિયામાં કહેવાતા મોટા લોકો જેવા થવાની ઇચ્છા તદન મૂર્ખતાભરી લાગણી છે. એ પાડોશી તમારાં સુખ જોઈને જલતો હશે ને તમે એની પાછળ પગલાં માંડો છો. કેવી વિચિત્રતા ?
ઇચ્છા આપણને રવાડે ચડાવી દે છે. એને અંકુશમાં લેવી જરૂરી છે.
શ્રીમંતાઈ હોય કે ગરીબી હોય કે ગમે તે હાલત હોય, ઇચ્છા બધાને એક જ લાકડીથી હાંકે છે. નથી મળ્યું તેનું દરદ સતત રહે છે. મળ્યું છે તે દેખાતું જ નથી. બીજાની બેહાલી જોઈને જાત માટે સલામતીની લાગણી થાય તેવી માનસિકતા જ મરી પરવારે છે. ધંધામાં જંપીને બેસાતું નથી. બજારમાં શાંતિથી રહેવાતું નથી. ઘરે સીધા રહી શકાતું નથી. બધે જ ઇચ્છાનું ઇન્વેક્શન લાગી ગયું છે. મનની તબિયત ખરાબ થઈ ગઈ છે. આતમા રીબાયા કરે છે. સામગ્રીઓ નક્કામી નીવડી રહી છે.
ભગવાન સાચું કહે છે : ઈચ્છાની આગ બાળવાનું જ કામ કરે છે. ઇચ્છાઓને સ્પષ્ટ કરી દેવાની જરૂર છે.
- - ૨૧
૨૨ કે
–
Page #15
--------------------------------------------------------------------------
________________
જેના વગર ચાલે એમ છે તે વસ્તુઓની ઇચ્છા અલગ પાડી દો. જે વસ્તુ મળવાની જ નથી એની ઇચ્છા અલગ પાડી દો. જે વસ્તુ ઓછી લાગતી હોય તેને વધારવાને બદલે, ઓછામાં તકલીફ નથી તેમ વિચારતા શીખો. ઇચ્છા સુખ નથી આપતી તે નક્કી છે.
ઇચ્છા તો સુખને યાદ કરાવે છે. તમે ઇચ્છાને છોડી દો છો સુખની યાદ ચાલી જાય છે. સુખની યાદ ન હોય તે જ પરમસુખ છે. સુખની યાદ આવ્યા કરે તે પરમ દુઃખ છે. ઇચ્છાના રંગે રંગાવાની વાત જ ખોટી.
ઇચ્છા માટે આ રીતે વિચારીશું તો સુખ મળે કે ન મળે ફરક નથી રહેતો, ઇચ્છા નામનો સંસ્કાર સંસાર સાથે જોડાયો છે તે ધર્મની સાથે જોડાય છે. ધર્મની દિશામાં જેટલી ઇચ્છા કરો તેટલો લાભ છે. ધર્મની યાદમાં જેટલી વેદના અનુભવીએ તે બધી ઉત્તમતાની નિશાની બને છે.
સંસારની ઇચ્છા ધર્મની અનિચ્છા લાવે તે ખરાબી છે. ધર્મની ઇચ્છા સંસારની અનિચ્છા લાવે તે સારપ છે. સંસારથી બચવાની અને ધર્મનો સમાદર કરવાની
ભાવના માટે શાસ્ત્રોમાં એક વિશિષ્ટ શબ્દ છે ઃ ઇચ્છાયોગ. આપણે ઇચ્છારોગને ઇચ્છાયોગ બનાવીશું ?
૨૩
ગેરસમજની ગાંઠ
બને છે એવું. સાથે રહેતા હોઈએ તેમાં મનમેળ ન હોય. કોઈપણ કારણે અરસપરસ નારાજગી બંધાઈ ગઈ હોય. એકબીજાના પૂરક બનવાના દિવસો બદલાઈ ગયા હોય. એક મકાનમાં બે ચોકા મંડાયા હોવાનું અનુભવી શકાતું હોય. કારણ વગર કોઈ નારાજ નથી થતું. અકારણ કોઈ રીસે ચડતું નથી. કાંઈક તો બને જ છે. ન ગમે તેવું અને ન સહી શકાય તેવું. લીસોટા રહી જાય છે, સાપનો પત્તો નથી હોતો.
સતત સંગાથે રહેવાનું. આપણે બોલીએ તેનું ઉપજે નહીં. એ બોલે તે ગમે નહીં. આપણું કશું ચાલે નહીં. એમનું ચલાવી ન લઈએ. ફૂલની પાંખડી ખરી જાય અને કાંટા બચ્યા રહે. વાતો થાય તે વહેવાર પૂરતી. સાથે બેસીને જમીએ તે મહેમાનની જેમ, પારકાભાવે. લાગણીનાં નામે દંભ ચાલે. પ્રેમના નામે છળ ચાલે. બાકી તમે જુદા અને અમે જુદા. આ ગાંઠ મજબૂત થતી જાય. ગેરસમજની ગાંઠ.
ઉકેલી જ ન શકાય તેવા આટાપાટા ખડકાઈ જાય. સામોસામ તખ્તો ગોઠવાયેલો રહે. સંઘર્ષની તલવાર માથે તોળાયેલી જ હોય. નાનીસરખી વાતમાં વિસ્ફોટ થઈ જાય. ઘરમાં આગ લાગે. ધુમાડા ન દેખાય પણ દાઝવું તો પડે જ.
ઝઘડીને છૂટા પડી જનારા જુદા. સાથે રહીને ઝઘડતા રહેનારા જુદા. ચૂપચાપ ઠંડુ યુદ્ધ ચલાવનારા જુદા. ગેરસમજની ગાંઠ ઠંડું યુદ્ધ ચલાવે છે. ભાઈઓ હોય કે ભાગીદારો, એક તબક્કે આ ગાંઠ વચ્ચે આવે જ છે. બાપદીકરો હોય કે સાસુવહુ આ ગાંઠના ઘસરકા વાગે જ છે. ગેરસમજ જેટલી જૂની, ઝેર એટલું જ તીવ્ર. રોજરોજ આ ગાંઠનાં મૂળિયાં ઊંડે સુધી ખુંપતા જાય છે.
ગેરસમજપૂર્વકનો સહવાસ ત્રણ રીતે નડે છે. અવિશ્વાસ, પૂર્વગ્રહ અને
ઉપેક્ષા.
જેની માટે ગેરસમજ હશે તેની પર વિશ્વાસ નહીં હોય. તેના તરફથી આપણને તકલીફ જ મળવાની છે તેવું લાગ્યા કરે છે. તે આપણને હેરાન કરવા માંગે છે તેવું જ લાગ્યા કરે છે. તે આપણને કાયમ નડે છે તેવું માન્યા કરીએ છીએ. તેની વર્તણૂકમાં આપણને જોખમ જોવા મળે છે. તેની વાતચીતોમાં રાજકારણની ગંધ આવ્યા કરે છે. તેનો પ્રેમભાવ આપણને યોજનાબદ્ધ કાવતરું લાગે છે. જેની માટે ગેરસમજ થઈ હોય તે સારો લાગતો જ નથી. અવિશ્વાસની હાજરી ભભૂકતી જ રહે છે.
૨૪ ૨
Page #16
--------------------------------------------------------------------------
________________
કોઈ વાર ખરેખર તેના તરફથી સારું વર્તન થાય, વિશ્વાસ મૂકવાનું મન થાય ત્યારે પછી પૂર્વગ્રહ આડે આવે છે. વરસોનો અનુભવ ખરાબ હોવાને લીધે એકાદ સારા અનુભવનું ઉપજતું નથી. આપણે જે વેક્યું છે તે હજી ભૂલાતું નથી. તેમના તરફથી ગઈકાલ સુધી ન સહેવાય તેવું ખમવું પડ્યું છે, આપણને એ પાકે પાયે યાદ છે. એમાંથી બહાર આવી શકાતું નથી. આપણે જોખમ લેવા તૈયાર નથી. વસ્તુતઃ બીજાને મન એવું કશું રહ્યું નથી. એ તમારી માટે સારું વિચારીને આગળ વધે છે. આપણે ગભરાઈને પાછાં પગલાં ભરીએ છીએ. એકવાર હેરાન કરનાર જિંદગીભર હેરાન જ કરે તેવું આપણે માની લીધું છે. અનેકવાર હેરાન કરનાર આપણા માટે સારું વિચારી શકે તે આપણી ધારણામાં બેસતું જ નથી. આપણાં જીવનનું આ કષ્ટ છે. બીજાની પર વિશ્વાસ મૂકવાની હિંમત નથી રહી. એટલી બધી વખત વિશ્વાસ ઘવાયો છે કે નવો વિશ્વાસ આવી જ શકતો નથી. આપણને અન્યાય થયા હશે, ના નથી. મુશ્કેલી એ થઈ છે કે એ અન્યાયની ઘોર યાદમાં આપણે નવેસરથી અન્યાય કરવા માંડીએ છીએ. બીજાના સારા વહેવારને ઠંડે કલેજે જોવો તે અવિશ્વાસ જ છે. આપણાં મનનો થાક આપણી પાસે અવિશ્વાસની નજર બંધાવે છે.
સાથે સાથે ઉપેક્ષાભાવ પણ હોય. એ એમનું જાણે. આપણે આપણું જાણીએ. એમને કશું કહેવું નહીં. એમનું કાંઈ સાંભળવું નહીં. એમની તકલીફ એમની જવાબદારી. આપણો એમાં કશો સહભાગ નહીં. આપણી તકલીફ આપણો મામલો. એમનો એમાં કોઈ હિસ્સો હોય નહીં. બંનેના રસ્તા એક જ છાપરાતળે અલગ હોય. એમની તબિયતની આપણને ચિંતા ન થાય. આપણી તબિયતની એને ચિંતા ન થાય. પોતપોતાનું સંભાળીને જીવ્યા કરો.
ગેરસમજની ગાંઠ સહવાસને ઝેરીલો બનાવી મૂકે છે. દુશ્મની જેવા સંબંધને નીભાવવો પડે છે. છૂટા પડી નથી શકતા. લાચારી છે. સાથે રહેવાનું ગોઠતું નથી. મજબૂરી છે. ફરિયાદો બધી જ બતાવી નથી શકાતી. તકલીફો દરેક વ્યક્ત નથી કરાતી. સમસમીને બેઠા રહીએ. ચૂપચાપ ગમ ખાઈએ. મનોમન ભાર વેંઢારીએ.
ઘણા બધા આ આંધીમાં ફસાયા છે. કાશ્મીર જેવું જીવન થઈ ગયું છે. છૂટા થશો તોય જોખમ. સાથે રહો તોય જોખમ. આ બેહાલ મનોદશાથી બચવાનું છે. ગેરસમજ જેની માટે છે તેની સાથે સંબંધો ખરાબ જ રહેવાના છે તેવું માનીને ચાલવાનો અભિગમ બદલીએ. સારા ભવિષ્યની આશા હર એક સમયે કામની નીવડે છે. આપણા પ્રયત્નોમાં નિષ્ઠા હોય તો સંબંધ સારા વળાંક પર આવી શકે છે. આપણે મહેનત કરવાની છે. આપણાં મનને બદલવાની, સામા માણસના વિચારને બદલવાની, એમ બેવડી મહેનત.
- - ૨૫
પદ્ધતિસર કામે લાગવું પડશે. જેની માટે ગેરસમજ છે તે નજીકની વ્યક્તિ છે. વિચારવાનું એ છે કે આ વ્યક્તિ મને હેરાન કરવાનું એકમાત્ર કામ કરે છે ? જવાબ ના જ હશે. એ આપણું ધ્યાન પણ રાખે છે. આપણે આપણી તકલીફો ન જણાવીએ તો પણ એ એમની રીતે આપણને સહાય કરે છે. ઘણી વખત કટોકટીમાં એ કામ લાગ્યા છે. લાંબો ભૂતકાળ છે. ઘણી તકરારોમાં એમના તરફથી શરૂઆત નહોતી. કેટલીય વાર તે આપણી સમક્ષ ઝૂક્યા છે. આપણે માંગી હોય તે કરતા વધુ સચ્ચાઈથી તેમણે માફી માંગી લીધી છે. કબૂલી કે બોલી ન શકાયું. છતાં આંખો દ્વારા દિલગીરી તેમણે જણાવી જ છે. એકલા બેસીને તે આપણા સંબંધ સુધરે તેવી ઝંખનાથી રડ્યા પણ હશે. આપણને ખબર નથી. એક વાત નક્કી છે. તે આપણને ઘણાં જ કામ લાગ્યા છે. આજે તકલીફ હશે, વાંધો હશે. પરંતુ એક સમયે તો સંબંધ ઘણો સારી રીતે ચાલતો હતો. તે વખતે તેમનો સહારો લીધો છે. તે ઉપકાર યાદ કરવો જ જોઈએ. ઉપકાર કરનારને શત્રુ માને તે માણસ નથી ગણાતો.
આ ઉપરાંત પણ, આ મનભેદ થઈ ગયો છે તેની તંગદિલી હજી વધારવી છે ? ક્યાર સુધી તંગ રહ્યા કરવું છે? આપણાં મનને આ બોજો હેરાન કરે છે. જ્ઞાનતંતુઓ ખેંચાઈને ઢીલા પડી જાય એટલા બધા વિચારોનો ચકરાવો ચાલતો રહ્યો છે, આ ગેરસમજના પાપે. સારા માણસના મોઢે ન શોભે તેવા આક્ષેપો કર્યા છે આપણે ક્યારેય ન સાંભળી શકીએ તેવી ગાળો પરખાવી છે આપણે. આપણને પણ આક્ષેપો સાંભળવા પડ્યા છે, ગાળો ખમવી પડી છે. આમને સામને મોરચો મંડાયેલો રહ્યો છે. આપણી જીત થાય ત્યારે રાજી થઈએ પરંતુ આપણી સામે હારનારા આપણા જ માણસો હોય છે. આપણી હાર થાય ત્યારે રડીએ છીએ પરંતુ હરાવી જનારા પારકા નથી હોતા. આપણી આંખો આંધળી થઈ જાય તેવું વજન આવી જાય છે. વિચારો ઉપર. આવું ક્યાર સુધી થવા દેવું છે. આ માનસિક ખેચ કોઈ સુખની નિશાની નથી. આ મનોડિંખ કોઈ પ્રસન્નતા નથી જઆ છે માત્ર વેદના. જાતે ઊભી કરેલી વેદના.
આપણને બહાર આવવાનું મન થવું જોઈએ. કદાચ, એવું બન્યું છે કે આપણને જ મનમાં દાઝતા રહેવાની આદત પડી ગઈ છે. આપણો સ્વભાવ તપાસી લેવો જોઈએ. આપણે જાણી જોઈને પરેશાન રહેવાનું શીખી લીધું છે. બીજાને દોષિત બનાવીને જાતને હેરાન કરવાની આદત રીતસરની કોઠે પડી ગઈ છે. આપણે કેમ બળતા રહીએ છીએ અને આપણને આ રીતે બળવાનું કેમ ગમે છે તેની ઉલટતપાસ આત્મા પાસે લેવી જોઈએ. બીજી આપણને પરેશાન નથી કરતા. આપણે જ આપણી જાતને પરેશાન કરીએ છીએ. બીજા તો માત્ર માધ્યમ બને છે. ૨૬
Page #17
--------------------------------------------------------------------------
________________
અપેક્ષાની અદાલત
હજી પણ એક વાત. સામા માણસ માટે મનમાં ગાંઠ છે. તે ખરાબ છે, તેણે ખરાબી છોડવી જોઈએ, આવો મનમાં અભિપ્રાય બાંધી લીધો છે. એના તરફથી આવતી તકલીફ એક સમસ્યા છે. એણે સુધરવું જોઈએ, આ માન્યતા બીજી સમસ્યા છે. બીજી સમસ્યા જ એશાંતિ આપે છે. એ જેવો છે તેવો. એ સુધરવાનો નથી, એ બદલાવાનો નથી. એની સાથે જ કામ લેવાનું છે. રડીને લો કે હસીને. સંયોગો આ જ છે, એમાં ફરક થવાનો નથી. ફરક કરીશું તો નવી સમસ્યા અને નવા ઝઘડા રહેવાના. મકાન બદલવાથી માણસ બદલાતો નથી, ડૉક્ટર બદલવાથી રોગ બદલાતો નથી, સંયોગો બદલવાથી સ્વભાવ નથી બદલાતો. સંયોગો જે છે તે સ્વીકારવા જ પડશે. સામા માણસની વિચિત્રતાને સ્વીકારીને જ ચાલવાનું છે. રોગ થયો છે તે હતાશ થઈને ખમવો કે પ્રસન્નતાથી વેઠી લેવો તે જ સવાલ છે. સૂરજ તડકો વરસાવતો હોય ત્યારે વરસાદના વિચાર આવે તે સ્વાભાવિક છે પરંતુ સૂરજ સૂરજના સમયે તપવાનો જ છે. ઠંડીના દિવસોમાં સૂરજની ગરમી યાદ કરીએ તે સ્વાભાવિક છે પરંતુ શિયાળો, શિયાળાની ટાઢ બતાવવાનો જ છે. નિસર્ગનો ક્રમ બદલાતો નથી તેમ ભાગ્યનો ક્રમ પણ નથી બદલાતો. આજે જે પરિસ્થિતિ છે તે આપણી નિયતિ છે. એને સ્વીકારી લેવાની છે. બીજાને સમજાવવાને બદલે મનને સમજાવવાનું છે. આ સહેલું નથી પરંતુ જરૂરી છે. કોઈપણ પરિસ્થિતિને ફરિયાદનાં રૂપમાં જોવાય નહીં. ફરિયાદને અશાંતિ સાથે સંબંધ છે. પરિસ્થિતિને માત્ર વાસ્તવરૂપે જોવાની.
તકલીફ છે તે હેરાન કરવાની જ. એમાં મનોમન ફસાવાની જરૂર નથી. આટલો બધો ભાર મન પર લેવાનું કોઈ કામ નથી. ચાલે, જિંદગીમાં ચડતી પડતી આવ્યા કરે. હિંમત રાખવાની. પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો. આવતીકાલ ઉજળી ઉગવાની છે. આજના હતાશ મનોભાવોને લીધે આવનારા દિવસો બગડે તે બરોબર નથી. આજના આવેશની અસરતળે આગામી જીવનને ઠોકર લાગે તેવું શું કામ થવા દેવું ?
જેમની સાથે રહીએ છીએ તેમની સાથે ગેરસમજની ગાંઠ બાંધી ન શકાય. આ ગાંઠ આપણાં ગળાને જ ભીંસી નાંખશે. બીજા, બહારના લોકો ગળું ભીંસ તે બને. આપણે જ આપણું ગળું દબાવીએ તે કેટલે અંશે વ્યાજબી ? મરવાના વાંકે જીવે છે, ગેરસમજ રાખનારો. કૅન્સરની ગાંઠ કરતાય ગેરસમજની ગાંઠ વધુ જોખમી છે. કૅન્સરની દવા મળે છે, ગેરસમજની નહીં. એ જાતે જ મટાડવી પડે છે. કદાચ, આ કામ આ જ કારણસર સહેલું પણ બને. ગેરસમજની ગાંઠ ઓગળે તો ઘરઆંગણે સોનાનો સૂરજ ઉગે.
- - ૨૭,
આપણે સુખી નથી તે માટે ઘણા પુરાવા છે. આપણે દુ:ખી છીએ તેનાં ઘણાં કારણો મળી આવે છે. ક્યારેક સુખી હોઈએ તો દુઃખી નથી હોતા, દુ:ખી હોઈએ તો સુખી નથી હોતા. ક્યારેક વળી બન્ને સાથે હોય તેવું લાગે છે. સુખ નામની ઘટના, દુ:ખ નામનો પ્રસંગ આંગળી મૂકીને બતાવી શકીએ તેવો હોવા છતાં, સુખ અને દુઃખ ક્યા છે તે શોધી કાઢવું અઘરું પડે છે. સુવિધા અને સામગ્રીનો સથવારો તે સુખ ? સારા, ગમી જાય તેવા માણસોનો મેળાપ તે સુખ ? ગેરહાજરી તે દુઃખ ? મજાના સવાલ છે.
આપણે સુખી છીએ કે દુઃખી તે નક્કી કરવા આપણે આ બાહ્ય પરિબળો પર ધ્યાન આપીએ છીએ. આમના આધારે સુખદુ:ખનાં સમીકરણ રચાય છે. હકીકત જુદી છે. આપણાં સુખદુ:ખનો આખરી નિર્ણય આપણા હાથમાં નથી. એનો ફેંસલો અપેક્ષાની અદાલતમાં થાય છે.
તમે એમ ધારીને ચાલો કે મને પૈસા મળવાના જ છે, તો પૈસા ન મળે તેનું દુઃખ થવાનું. એ દુઃખ પૈસા ન આવ્યા તેનું નથી-એ દુઃખ પૈસા આવવાની આશા તૂટી તેનું છે. પૈસા મળી ગયા તો એ સુખ, આશા સાકાર થઈ તેનું જ હોવાનું. પૈસા દ્વારા જે મળશે તે આશાની સોદાગરી હશે. તેમને કોઈ વ્યક્તિમાં રસ છે. તમે તે વ્યક્તિને મળવા માટે મહેનત કરો. વિશ્વાસ જીતવા સુધી પહોંચી જવાય ત્યારે સંતોષ મળે છે. એ વ્યક્તિ, જેને મળવામાં સુખ માનેલું, તે વ્યક્તિનાં અંતરંગ દુ:ખમાં ભાગીદાર બનીને આંસુ સારીએ છીએ ત્યારે સવાલ નથી થતો કે સુખ આ વ્યક્તિ પાસેથી મને કંઈ રીતે મળે છે ? સુખ શોધવામાં શું ખૂટે છે ? - તમે લક્ષ્ય નક્કી કરીને નિર્ણય લો છો. લક્ષ્ય સાકાર થશે તે સુખની ઘડી હશે - એ નક્કી છે માટે જ મચી પડો છો. લક્ષ્ય સાકાર થાય છે પછી યાદ આવે છે, આ નિર્ણય લીધો તેને બદલે બીજો લીધો હોત તો વધુ આગળ પહોંચ્યા હોત. જે ઘડી સુખ બનીને આવવાની હતી તે ઘડી રંજ લઈને આવી પડે છે. ધારણા પૂરી થવા છતાં સુખ હાથતાળી દઈ જાય છે. દરેક વખતે આવું બને છે.
સંયોગો સાથ આપે ત્યારે પણ સુખ નથી. વિપરીત સંયોગો તો દુ:ખ જ છે.
૨૮ છે
–
Page #18
--------------------------------------------------------------------------
________________
તો પછી ભલા જિંદગી છે શું ? રમત ચાલતી જાય. આપણે ફંગોળાતા જઈએ. દિવસો બરબાદ થયા કરે.
અપેક્ષાની અદાલતમાં જવાની જરૂર છે. તમારી અપેક્ષાઓ સ્પષ્ટ હોય તો તમારા સુખ અને દુઃખ બંને સ્પષ્ટ રહે. અપેક્ષાની ભૂરેખા દૂર સુધી પહોંચે છે. તમને તમારા સ્વજનો પાસે અપેક્ષા છે, પૂરી ન થાય તેવી અપેક્ષા. એ સ્વજનની લાખ ઇચ્છા હોય કે એમના હાથે તમને દુઃખ ન પહોંચે, તમે દુ:ખી જ થશો. વાંક અપેક્ષાનો છે. તમે અબજોપતિ બનવાની અપેક્ષા રાખ્યા કરશો તો કરોડપતિ થઈનેય દુઃખી રહેવાના. અપેક્ષાનું વર્તુળ ઘાણીના બળદને ચાલવા માટેના રસ્તા જેવું છે, નાનું છતાં અનન્ત. તમારે આગળ વધ્યા કરવાનું. હાથમાં જે આવે તે ખાલીપો ભરીને જ જાય.
અપેક્ષાની બાબતમાં આપણે વિચારવાનું નથી રાખ્યું. ઘરની બાબતમાં વિચારીએ તેમ અપેક્ષાની બાબતમાં કરવું જોઈએ. ઘરની ભીંત જેમ મર્યાદા જાળવે તેમ અપેક્ષાએ મર્યાદા જાળવી રાખવાની છે. ભીંતને બારી હોય તે ચાલે, અપેક્ષાને બારી ન હોય. એની હદ બાંધી જ લેવાની. કોની માટે, કેટલી હદે અને કંઈ રીતની અપેક્ષાઓ છે તે વિચારવાનું હોય છે. પછી આ બધી જાતની અપેક્ષાઓ વ્યાજબી છે કે નહીં તેની સમીક્ષા સ્વહસ્તે કરવાની રહે છે.
ન
વ્યક્તિ પર કેન્દ્રિત થનારી અપેક્ષા, વ્યક્તિ પર જ કેન્દ્રિત હોય અથવા વ્યક્તિદ્વારા કોઈ બીજી વ્યક્તિ કે વસ્તુ સુધી લંબાતી હોય. બને એવું. વસ્તુ માટેની અપેક્ષા, વસ્તુ દ્વારા વ્યક્તિ સુધી કે બીજી વસ્તુ સુધી પહોંચતી હોય તે બને. તમારી અપેક્ષાનો આખરી મુકામ કોણ અથવા શું છે તે સ્પષ્ટ હોવું જોઈએ. એ વ્યક્તિ અને એ વસ્તુ વિના નથી જ ચાલે એવું ? આ અપેક્ષા ન સંતોષાય તો કેટલા આસમાન તૂટી પડવાના છે ? આપણી નજર આ રીતે દોડવી જોઈએ. મોટા ભાગની અપેક્ષાઓ એવી હોય છે કે તે પૂરી ન થાય તો આપણને કશો ફરક નથી પડતો. સાથોસાથ, મોટે ભાગે તો એવું જ બને છે કે જે અપેક્ષા ખાસ મહત્ત્વની નથી તેના લીધે જ આપણે જીવ બાળતા રહીએ છીએ.
બીજાનું જોઈને અપેક્ષાઓ ઘડવી તે પહેલી ભૂલ, બીજાને બતાવવાની અપેક્ષા હોય તે બીજી ભૂલ અને બીજાને રખડાવી મૂકે તેવી અપેક્ષા એ ત્રીજી ભૂલ. અપેક્ષાની અદાલત આ ભૂલ બદલ સજા કરતી જ રહે છે. તમારી અપેક્ષા એ તમારી દુનિયાનો સ્વતંત્ર વિષય છે. બીજાની તરફ જોતા રહેવાથી આપણે પરાધીન બનતા જઈશું. આપણાં અસ્તિત્વ પર બીજા કોઈનો દેખાવ રાજ કરે તેવી નાલેશીને મારી
* ૨૯
હટાવવાની. આપણી જનમકુંડળી મુજબ આપણને ભરપૂર મળ્યું છે, મળે છે અને મળવાનું છે. બીજાની સાથે સરખામણી કરવાનું કોઈ ગ્રહ નથી શીખવતો. એ આપણો જ નોતરેલો ઉપગ્રહ છે. ઘર, કપડાં, કમાણી, પરિવાર, દેખાવ કે વ્યક્તિમત્તાનું ધોરણ બીજાની સરખામણીમાં જોવા ન બેસાય. આપણને હસીખુશીથી રહેવા મળે છે ને ? એટલું જ જોવાય. બીજાના જશ સાથે આપણી પહેચાનને કોઈ લેવા દેવા નથી. આપણું નામ, યોગ્યસ્થાને કામ કરે છે, બસ છે. બીજા બોલાવે કે ન બોલાવે - આપણી જગ્યાએ આપણા પગ મક્કમ છે, પછી બેચેન શું કામ થયું ? કશુંક ગુમાવી પણ દીધું હોય તો તે ગુમાવેલું બધું, જતી વખતે આપણને બે પાંચ સારા મિત્રોની પડખે મૂકીને ગયું છે. સારા શબ્દોનું આશ્વાસન સૌથી સાચું સુખ.
અને આત્મસંતોષ હોય તો બીજાને પછાડવાની કે પાછળ મૂકી દેવાની દાનત
જ રહેતી નથી. તમારી નજર તમારાં ભવિષ્ય પર હોય ત્યારે બીજાનો વર્તમાન ગૌણ બની જાય છે. બીજા કોઈને ન મળી હોય તેવી સિદ્ધિ મેળવી લેવાનો વાંધો નથી. વાંધો માત્ર એ જ છે કે બીજાને સિદ્ધિ મળે તેમાં આપણાં ભાગ્ય ખૂટી જતા નથી એ સમજવાનું અઘરું પડે છે. બીજાની સરખામણીમાં વધુ સુખી હોવાની ધારણા રાખવાનું આપણને કોઠે પડી ગયું છે. આપણે સ્વાર્થના દાસ બની ગયા છીએ. આપણાં સપનાના કેન્દ્રમાં આપણે પોતે નથી, બીજા બધા છે. એ બધા આપણી જેવા જ હોય તે જોઈને રાજી થવાનું ગમે છે. એ બધા કરતાં આપણે જુદા, નોખા હોઈએ તે જોવાનું ગમે છે. તદ્દન બીબાઢાળ અને ચીલાચાલુ થઈ ગયું છે આપણું મન. અપેક્ષાની એકધારી આદત છે, ઓળખો.
આપણને થનારી અપેક્ષા વ્યાજબી છે કે નહીં તે જોતા રહેવાથી જીવન જીવવાનું સારું પડે છે. વ્યક્તિઓ માટે રાખેલી અપેક્ષાઓ પૂરી નથી થતી તો દુઃખ થાય તે કાયમની વાત છે. એવી અપેક્ષાઓ રાખવાની જરૂર છે કે નહીં તે આપણા સિવાય કોણ વિચારવાનું હતું ? અપેક્ષા અધૂરી રહે છે તેને લીધે આપણને એ વ્યક્તિ માટે નકારાત્મક વિચાર આવે છે. અપેક્ષા અને વ્યક્તિની અથડામણમાં આપણી અપેક્ષા જ, સામી વ્યક્તિ કરતાં વધુ મહત્ત્વની બની પડે છે. અપેક્ષા વ્યાજબી હોય તે સારું છે જ. અપેક્ષાને અપેક્ષારૂપે ઓળખીને આપણાં મનને સમતોલ રાખવાની મહેનત લેવાની છે.
આપણી અપેક્ષા ખરી છે, આપણો આશય પ્રામાણિક છે અને છતાં તેને આવકાર ન મળ્યો. આપણે દુ:ખી થયા. ના, તેમ ન કરાય. આશયની બાબતમાં આપણે સાચા છીએ તો આપણે અપેક્ષા વ્યક્ત કરીને સ્પષ્ટ થઈ ગયા. અપેક્ષા
30
Page #19
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાયની આલમ
સંતોષવી કે નહીં તે એ વ્યક્તિના હાથમાં છે. વ્યક્તિ પરનું વર્ચસ્વ જમાવી રાખવાની દાનત, અપેક્ષાની વિકૃતિ છે. આપણે વર્ચસ્વ નથી રાખવાનું, અપેક્ષા રાખવાની છે. સંતોષાય તો ઠીક, ન સંતોષાય તો ઠીક.
તો અપેક્ષા પાયામાં જ ખોટી હોય અને એ સંતોષાતી ન હોય તેમાં સામી વ્યક્તિને દોષ દેવાનો હોય જ નહીં. આવી નબળી અપેક્ષા શું કામ રહે છે મનમાં, તેનું પરીક્ષણ કરવાનું. આપણાં મનોબળની નબળાઈ છતી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવાની ન હોય. સમજદાર અને શાલીન વ્યક્તિત્વના માલિક હોવું આપણી ફરજ છે. નબળા વિચારો ન આવે તેવું તો ભાગ્યે જ કોઈનામાં બને. એ વિચારોને સાવચેતીથી ટાળવાના. નબળી અપેક્ષાની કારમી વાસ્તવિકતા એ છે કે આ અપેક્ષા સંતોષાય નહીં તો બમણી થઈને ઊછળે છે અને સંતોષાય તો પણ બેવડાયા કરે છે. અપેક્ષામાં કદી અધિકારભાવ ન જાળવવો જોઈએ. અપેક્ષાને આવેશ અને આગ્રહ કરતા જુદી રાખીને જોવી જોઈએ, અપેક્ષાને ઠેસ પહોંચવી જ ન જોઈએ તેવાં સપનાં રાખવાના નહીં. આપણાં અસ્તિત્વ સાથે અપેક્ષાની અવરજવર રહેવાની જ છે. બંધ આંખે દેખાય તે સપનાં, ખુલ્લી આંખે દેખાય તે અપેક્ષા. રમત તો મનની જ છે. દુકાને આવનાર દરેક માણસને સારો માનીને ન ચલાય તેમ, મનમાં આવનાર દરેક અપેક્ષાને સારી માનીને ન ચલાય. ખરાબ માણસોને રવાના કરીએ તેમ ખરાબ અપેક્ષાને રવાના કરવાની. નકામા માણસોને કાઢી મૂકીએ તેમ નકામી અપેક્ષાને કાઢી મૂકવાની, માથાભારે બની ગયેલી અમુક અપેક્ષાઓ હેરાન કરે છે તેમ છતાં છૂટતી નથી તે હકીકત છે પરંતુ તે અપેક્ષાની અસર, વહેવાર બગડે એટલી હદે ના રહેવી જોઈએ.
શ્રીમંત દુ:ખી હોય, ગરીબ સુખી હોય તેવું એક જમાનામાં સાંભળ્યું છે. અપેક્ષાની ૨મતવાળી જ વાત છે. શ્રીમંતના મહેલમાં અગણિત અપેક્ષાની આગ ભડકે છે, પારાવાર અશાંતિ. ગરીબના ખોરડે ખોબા જેવડી અપેક્ષા છે, અશાંતિ સીમિત.
જીવનમાં સુખદુ:ખ આવે છે તે અપેક્ષાની અદાલત દ્વારા. તમારાં સુખદુ:ખ બહારથી નથી ઘડાતાં. આ અદાલત એ ઘડે છે. આપણે આ અદાલતમાં જીતી જવાનું. કાયમનું સુખ થઈ જશે.
બીજાને આપણે જોઈએ. બીજા આપણને જુએ, ઓળખાણ થઈ હોય કે કરવાની હોય તો મોઢું મલકાય, ઓળખાણ થઈ ન હોય કે થઈને તૂટી હોય તો મોટું બગડે. પછી વિખૂટા પડી જવાનું થાય. જેને જોયા હતા તે સિવાયની વ્યક્તિ મળે. વાતમાં વાત નીકળે. પેલા જોવામાં આવેલા હતા તે ભાઈ માટેના ઉદ્દગાર અપને આપ આપણા શ્રીમુખે પ્રગટ થાય.
મજા હવે આવે છે. એ અભિપ્રાય આપતી વખતે એ માણસ ખરેખર કેવો છે તેનો વિચાર કરાયો નથી હોતો. વિચાર માત્ર એટલો જ કરાયો હોય છે કે એ વ્યક્તિ મારી સાથે કેવા સંબંધમાં છે ? સંબંધ સારો છે તો વ્યક્તિ સારી છે. સંબંધ સારો નથી, સંબંધ નથી તો વ્યક્તિ સારી નથી. એ વ્યક્તિનું સારા હોવું કે ખરાબ હોવું તેના પોતાના હાથમાં આપણે નથી રાખતા. એના વિધાતા આપણે બની જઈએ છીએ. મારી સાથે સંબંધ છે વાસ્તુ એ સારી હોવી જ જોઈએ. મારી સાથે સંબંધ નથી તો પછી એ સારી હોઈ જ ન શકે. આપણે અભિપ્રાય આપીએ છીએ એમાં આપણો અહં જોડાતો હોય છે. અને આ અહં અન્યાય નથી કરતો તેમ કહેવાની હિંમત કોઈ જ કરી શકે તેમ નથી.
આપણે બીજાની માટે કેટલાબધા અભિપ્રાયો આપ્યા છે ? જે બધા આપણા અભિપ્રાયની લપેટમાં આવ્યા છે તે કેટલા બધા છે ? લગભગ કોઈ બાકી નથી જેને આપણા અભિપ્રાયનું અતિથ્ય મળ્યું ના હોય, અભિપ્રાયની આ એક બાજુ છે.
બીજી બાજુ એવું બનતું આવ્યું છે કે આપણી માટે પણ અભિપ્રાયો આપનારા ઘણા છે. એમને આપણી માટે અભિપ્રાય આપવો પડ્યો છે તેવું નથી. એમણે એ અભિપ્રાય સમજીને આપ્યો છે. એમનો કોઈ અહં કામ કરે છે તે મુજબ તેમના અભિપ્રાયો ઘડાયા છે. બન્ને વાત છે. આપણો અદ્દલ પરિચય આપતા અભિપ્રાયો પણ છે અને એમના અહંનાં ટાંકણે ઘડાયેલા અભિપ્રાયો પણ છે.
અભિપ્રાયની આ બન્ને બાજુ જોઈને પછી આપણે વિચારવું છે કે અભિપ્રાયની અસર શું છે ? આપણે બીજાની માટે સારા અભિપ્રાય ફરમાવીએ છીએ ત્યારે તેમાં સ્વાર્થ કે અહં ન હોય તે જોવાની જવાબદારી આપણી છે. ખરડાયેલા અભિપ્રાય
-
૩૧
૩૨ -
-
Page #20
--------------------------------------------------------------------------
________________
સારા હોય તોય ખરાબ. એ અભિપ્રાય બૂરા હોય તો તે બૂરા છે જ, આપણા આવા અભિપ્રાયોથી બીજાની જિંદગીનો એકાદ નાનો ખંડ લેવાતો હોય તો એમાં આપણું જ દાયિત્વ માનવાનું. સારો અભિપ્રાય આપતી વખતે કોઈ તો સ્વાર્થ હોવાનો. એ સ્વાર્થ ને સરે તે વખતે અભિપ્રાય આવો જ રહેશે તેની ખાતરી નથી. અભિપ્રાયની અસર બીજાનાં મન ઉપર પડે છે. અભિપ્રાય આપવો એટલે તે માણસ માટેનો તમારો મત જાહેર કરવો. અંગત ગણત્રીપૂર્વકના આપણા અભિપ્રાયથી એ માણસ રાજી થાય તોય તે સ્વાર્થી સંબંધ થશે. એ નારાજ થાય તેવો અભિપ્રાય આપણે દાખવીએ તો એ પણ સ્વાર્થ જ, તમારા મિજાજ માટે તમે બીજાને ઉતારી પાડો તે સજ્જનતા નથી જ.
આપણા અભિપ્રાય આપણે વ્યાજબી પૂરવાર કરવા પડે છે. આપણે ખુદ જાણીએ છીએ કે આ અભિપ્રાયમાં સચ્ચાઈ કેટલી છે ? આપણા અભિપ્રાયોથી આપણી જ શાલીનતા ઘવાય છે. આપણા અભિપ્રાયથી આપણો મોભો નીચો ઉતરે છે. આ પછી જ બીજાને નુકશાની થાય છે. બીજાની માટે ગલત અભિપ્રાય આપીએ તે વખતે તેનાં મનોજગતને એક આંચકો તો પહોંચવાની જ. અભિપ્રાયનો એ અવાજ ફરતો ફરતો તે આદમીના કાને પહોંચશે. તેને માનસિક અશાંતિ થશે. આપણા બેફામ બોલ બદલ એને બેચેની ભોગવવી પડશે. એની હિંમત, એનો આત્મવિશ્વાસ તૂટે તે આગળની નુકશાની થઈ.
અભિપ્રાય બીજા આપણી માટે આપે છે તે પાસું તપાસવાની દૃષ્ટિ જુદી રહેશે. બીજા આપણી માટે ગમે તેવો (ના, ગમે તેવો નહીં ગમે તેવો) અભિપ્રાય આપી દે તે વખતે આપણાં અંતરને ફટકો લાગે છે. આપણાં મનમાં ગુસ્સો અથવા અજંપો ભરાય છે. સહન નથી થતું.
આમ થાય તે બે રીતે. એક તો એ અભિપ્રાય સાચો હોય, એ આપણાથી જીરવી ન શકાય. એ અભિપ્રાય દ્વારા આપણી અસલિયત બહાર પડી જતી હોય. આપણે ગુપ્ત રાખેલાં રહસ્યો એ અભિપ્રાયથી પ્રગટ થઈ જતા હોય. બીજી રીતે એમ કે એ વાત જ આખી ગેરવ્યાજબી હોય. અકારણ આપણને સંડોવી દેવામાં આવ્યા હોય. બંને રીતે આપણને ઘવાયા હોવાનો અનુભવ થાય છે. આપણા માટે કોઈ કડવો અભિપ્રાય આપી જાય તે ગમતું નથી.
સામે છેડે પાછું એવું છે કે આપણી માટે કોઈ સારો અભિપ્રાય આપે તે બહુ ગમે છે. એમાં સચ્ચાઈ છે કે નહીં તે વિચારવાની રાહ આપણે જોતા નથી. રાજીના રેડ થઈ જઈએ છીએ. બીજાનો સારો અભિપ્રાય આપણી સફળતાની ઝળહળતી
નિશાની છે તેમ જ આપણને લાગે છે. આપણે જમીનથી જરા અદ્ધર ચાલીએ છીએ. ગર્વ થઈ આવે છે. જોવા જેવી વાત એ છે કે આપણા સારા અભિપ્રાયથી બીજાને પણ આવો રોમાંચ મળી શકે છે તે વિચારવાની આપણને ફુરસદ હોતી નથી.
બીજાના તરફથી જાહેર થતા આપણી માટેના અભિપ્રાયોની આ બંને, ખરાબ અને સારી અસર ઉપર વિચાર કરવા જેવો છે. બીજાના કહેવાથી આપણે સારા કે ખરાબ થઈ જઈશું ? બીજા જે બોલે તે જ આપણને સારા કે ખરાબ બનાવે છે ? આપણને સારા કે ખરાબ રહેવું હોય તો એ જોવાનું માત્ર આપણે છે. સારા રહેવું અને ખરાબ ન રહેવું તે આદર્શ તો છે જ. આ વાત તો એ છે કે આપણા સારા હોવાની જેમ આપણા ખરાબ હોવાની જવાબદારી આપણી પોતાની જ છે. બીજાના બોલવાથી આપણે ખરાબ પૂરવાર થતા હોઈએ તો આપણે આજે આબરૂદાર હોત જ ક્યાંથી ? આપણા કટ્ટર હરીફો આપણને સતત વગોવે છે તેનાથી આપણી વ્યક્તિમત્તા ઘડાતી નથી. કોઈ આપણને હરહંમેશ થાબડ્યા કરે તેનાથી આપણી સફળતા ઘડાતી નથી. આપણી પોતાની યોગ્યતા મુજબ જ આપણી જિંદગી ઘડાય છે. પારકો અભિપ્રાયોને આપણી યોગ્યતા સાથે કશી લેવા દેવા નથી. એમને રાખો દૂર. આવા શબ્દો ઉપર માથું બગાડતા રહીશું તો જિંદગી જીવવાનો રસ જ ઉડી જશે.
હા. આપણે બીજાના અંગે અભિપ્રાય આપતા હોઈએ તે વખતે આપણો રસ એ ન હોવો જોઈએ કે બીજા કોઈ આપણા દ્વારા અશાંત બને. આપણા શબ્દો એ આપણી ઓળખ છે. આપણો અભિપ્રાય એ આપણી જ વિચારસરણીનો પડઘો છે. આપણાં વચન આપણાં વ્યક્તિત્વની સાખ પૂરતા હોય છે. એ સારી ન હોય તો બીજા નીચા પડે તે પહેલાં જ આપણે નીચા પૂરવાર થવાના, આપણી મામૂલી ધારણાઓ બીજાને બદનામ કરવા માટેની હશે. તેમાં વિષવર્તુળ સર્જાવાની શક્યતા છે. એક બીજાની માટે ઊંધા અભિપ્રાયો આપતા રહેનારા ભારત પાકિસ્તાન તો માત્ર એક એક છે. આપણે ઊંધા અભિપ્રાયોની લેવડદેવડ કરનારા કેટલા લોકો આમનેસામને છીએ તેની તપાસ કરીને સાવચેત બની જવાનું છે.
બીજાના પૂર્વગ્રહભર્યા અભિપ્રાયોથી આપણે વિચલિત ન થઈએ, તો વ્યાજબી અભિપ્રાયોમાંથી બોધપાઠ પણ લઈએ. આપણા પૂર્વગ્રહને લીધે બીજાની ભૂલો પોષાય નહીં તેમ જ બીજાના સગુણ ઉવેખાય નહીં તેનું ધ્યાન રાખતા જજો.
અભિપ્રાયની આલમ ભારે અટપટી છે.
33
૩૪ -
Page #21
--------------------------------------------------------------------------
________________
તે ભગવાન બને છે
જિંદગીની શરૂઆત આપણે એકલે હાથે કરી. જિંદગીનો અંત આવશે ત્યારે આપણે એકલા નીકળી પડીશું. વચગાળાના બધા જ વર્ષોમાં બીજા લોકોને મળતા રહીએ છીએ. આપણે બીજાને મળીએ છીએ અને બીજા આપણને મળે છે. મળવામાં ને મળવામાં જિંદગીનું પુરાણ ઘડાતું જાય છે. સંબંધની બાદબાકી કરીએ તો જિંદગીમાં બીજું કાંઈ બચતું નથી. જિંદગીના દરેક અનુભવો પર સંબંધની છાપ અંકાયેલી છે. જિંદગીને સારી બનાવવી હોય તો સંબંધની બાબતે જાગૃત બનવું પડે. તમારા સંબંધો કેટલા સારા છે અને સંબંધો કેટલા ખોટા છે તે પરથી જિંદગીનું મૂલ્ય અંકાય છે. ઘણા બધાની ઓળખાણ થઈ હોય તે સંબંધ ન કહેવાય. સંબંધનો મોભો જુદો છે. તમારા તરફથી બીજાને શું મળે છે તે સંબંધથી ઓળખાય. બીજા દ્વારા તમે શું અનુભવો છો તે સંબંધથી ખબર પડે.
સંબંધ બંધાય ત્યારે આપણે એકબીજાને લાગણીનો હિસ્સો આપીએ છીએ. લાગણીની સરહદે પગલાં મંડાય છે. જિંદગીને જો સારી બનાવી રાખવી હોય તો નક્કી કરી લેવું જોઈએ કે આપણા હાથે કોઈને હેરાન કરવા નથી. બીજાને હેરાન કરવામાં આપણને ખાસ મહેનત નથી કરવી પડતી. થોડા ખરાબ શબ્દો, એકાદ અનુચિત વહેવાર બીજાને હેરાન કરવા માટે કાફી છે. આપણા દ્વારા બીજો માણસ તકલીફ પામે તેમાં આપણી શોભા નથી. બીજાનું ખૂન કરવામાં પાપ છે તે જ રીતે બીજાને મુશ્કેલીમાં મૂકવા તેય પાપ છે. બીજાને બદનામ કરવામાં અને અપમાનિત કરવામાં આપણો ફાળો ચારેય ન હોવો જોઈએ. બીજાને બધું જ સારું આપવાનું અઘરું હશે, બીજાને થોડું ખરાબ ન આપવું જરાય અઘરું નથી. શું આપવું તે તમે નક્કી ન કરી શકો. શું ન આપવું તે તમે જરૂર નક્કી કરી શકો. તમારી નજદીકમાં જે હશે તેને જ તમારી તકલીફો પહોંચે છે. દૂરના માણસોને તમે ખાસ હેરાન નથી કરી શકતા. તમારાં ઘરમાં થતી બૂમાબૂમ પાડોશીને નડી શકે, દૂર રહેનારને કદી નહીં. સીધો હિસાબ છે, તમારા હાથે બીજાને તકલીફો પડે છે તે નજીકના માણસોને જ. સાવચેત થઈને નજીકના માણસોને તકલીફ આપવાનું બંધ કરી દો.
બીજાને તકલીફો આપવામાં આપણને મજા આવે છે. કેમ કે આપણે એવું સમજી લીધું છે કે બીજા મને તકલીફો આપે છે. બીજા આપણને તકલીફ આપે છે તે બીજાનાં નામે ચડેલી હોય છે. હકીકતમાં એ તકલીફ આપણા ભૂતકાળમાંથી આવી
• 34
હોય છે. આપણી પાછળ આપણો બહુ મોટો ભૂતકાળ છે. એ અતીતખંડમાં આપણે ઘણાને તકલીફો આપી હતી. આજે એ તકલીફો આપણી સામે આવી રહી છે. બીજાને દોષ દેવા જેવો નથી. આપણી સામે આવતી તકલીફો એમ કહે છે કે તમે ભૂતકાળમાં બીજાને ખૂબ હેરાન કર્યા છે. જેટલી વર્તમાનમાં તકલીફો વધુ તેટલો ભૂતકાળ વધુ ખરાબ. આજે આવતી તકલીફો તમારો બોજો હળવો કરવા આવી છે. ભૂતકાળનો હિસાબ ચૂકવાઈ રહ્યો છે. એ તકલીફોના સમયે આપણે નવી ભૂલો કરીશું, સામા માણસને નવી તકલીફો આપીશું તો આવતીકાલે મોંઘો હિસાબ કરવો પડશે.
સામો માણસ ખરેખર તકલીફ આપતો નથી. આપણું મન એ પરિસ્થિતિ સ્વીકાર નથી કરતું માટે તકલીફ બને છે. આપણું મન એ પરિસ્થિતિને સ્વીકારી લે તો તકલીફ કદી ન પડે. સામા માણસને ખરાબ કહેનારા આપણે કોણ ? બીજા માણસને પરેશાન કરવાનો આપણને શો હક ? જિંદગીનાં થોડાં વર્ષો મળ્યાં છે. બીજાની સાથે બગાડતાં જ રહીશું તો હાથ ખાલી રહી જશે.
ભગવાન કહે છે, બીજાનું બગાડે છે તે પોતાનું બગાડે છે. બીજાનું ઘણું બગાડ્યું છે. એમાં આખરદહાડે તો આપણને જ નુકશાન થયું છે.
હવે ફરક લાવી દેવો છે. આપણા દ્વારા કોઈને તકલીફ ન પહોંચે તેવો વહેવાર જોઈએ. કોઈપણ માણસ આપણને માનસિક રીતે પરેશાન ન કરી જાય તેવું આત્મબળ જોઈએ.
ભગવાનશ્રી મહાવીરદેવનો જીવનપ્રસંગ છે. દીક્ષા લીધા બાદ સંગમ નામના દેવે ભગવાનની ખૂબ પરીક્ષા લીધી. ભયાનક વેદના આપી. ઘણા દિવસો સુધી ભિક્ષા લઈ ન શકાય તેવી પરિસ્થિતિ સર્જીને ભગવાનને લાંબા ઉપવાસ કરાવ્યા. પોતાની તમામ તાકાત નીચોવીને ભગવાનને ધ્યાનભંગ કરવા એ મળ્યો. ભગવાનની પ્રસન્નતા એ ન તોડી શક્યો. જીવલેણ આક્રમણ વચ્ચેય ભગવાન અડીખમ રહ્યા. ધ્યાનમુદ્રા અવિચલ રહી. આખરે થાકીને એ પાછો ચાલ્યો.
ભગવાને એ જોયું. ભગવાનની આંખમાં આંસુ આવી ગયાં. મને ઘણી બધી તકલીફો આપીને આ જાય છે, મને આપેલી તકલીફો હવે એનો પીછો કરશે. મને પીડા આપનારો હવે જાતે પીડા પામશે. એને એ તકલીફોમાંથી હું બચાવી નહીં શકું...ભગવાન વિચારતા હતા.
સંસારનું આ સત્ય છે. જે બીજાને હેરાન કરે છે તેને ભગવાન પણ બચાવી શકતા નથી અને અધ્યાત્મનું સત્ય એ છે કે પોતાને તકલીફ આપનારની ચિંતામાં જે રડે છે તે ભગવાન બને છે.
3૬ •
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુરુ દીવો ગુરુ દેવતા
ગુરુનો પ્રેમ મળે એ પ્રત્યેક સાધકનું સ્વપ્ન હોય છે. ગુરુ પ્રેમ આપે તો બેડો પાર થઈ જાય એવી દરેક ભક્તની લાગણી હોય છે. ગુરુનો પ્રેમ તો આખા વિશ્વ માટે સદાકાળ વહી રહ્યો છે. એને ઝીલવાની તાકાત કેળવીએ એટલે કામ થઈ જાય. ગુરુનો પ્રેમ મેળવવા માટે ગુરુને પ્રેમ કરવો પડે. ગુરુને પ્રેમ કરવા માટે શું કરવાનું ? ગુરુએ જેની પર પ્રેમ નથી રાખ્યો એનો પ્રેમ આપણેય છોડવાનો. સીધી વાત છે. ગુરુએ જેની સાથે સંબંધ નથી રાખ્યો એની સાથે સંબંધ રાખવાથી ગુરુનું સામીપ્ય કેળવાતું નથી. આજ સુધી આ જ બન્યું છે. ગુરુએ દરેક અપેક્ષાએ છોડી. આપણે દરેક અપેક્ષાને સાચવી અને બિરદાવી. ગુરુએ દુનિયાદારીનો ત્યાગ કર્યો. આપણે દુનિયાદારીના દાસ રહ્યા. ગુરુએ પૈસાને દૂર કર્યા. આપણે પૈસાના ચુસ્ત આરાધક બની રહ્યા. આ ભેદગ્રંથિ ઓળખવી પડશે. ગુરુ પ્રેમ વરસાવે છે તે ઝીલવો હોય છે પણ એ માટે જાતને બદલવાની તૈયારી નથી હોતી. ગુરુકૃપા મળશે અને પછી આપોઆપ બદલાઈશું એવો ભ્રમ રાખવા જેવો નથી. કમસેકમ મારે જાતનું પરિવર્તન કરવું છે એવો દૃઢ સંકલ્પ તો કરવો જ પડશે. જે ગુરુ પાસે શુભ સંકલ્પ લઈને જાય છે તેની પર ગુરુ અનરાધાર વરસે છે. ગુરુ પાસે જઈને શુભ સંકલ્પની સમજણ મેળવીએ તોય કામ થવા માંડે છે. ગુરુ પાસે ભૌતિક અપેક્ષા રાખી તે દિવસે જ આપણાં પતનની તિથિ નક્કી થઈ ગઈ હતી. ગુરુ દ્વારા તો ઉત્થાન સાધવાનું હોય. બધું જ ગુરુનો સોંપી દઈએ તે આદર્શ સારો છે. કમનસીબે આ ગંજાવર કાર્ય આપણા હાથે થવાનું નથી. ગુરુને સમર્પિત થયા ન હોઈએ ત્યાર સુધી આપણું લક્ષ્ય આપણે જ સ્પષ્ટ રાખવાનું છે. ગુરુએ જે છોડ્યું તે છોડવું છે. ગુરુ જેનાથી દૂર રહ્યા છે તેનાથી દૂર ભાગવાનું નક્કી તો કરવું જ છે. ગુરુનાં નામેય પથ્થર તરે છે, તરવાની ભાવના હોવી જોઈએ.
ગુરુએ શું શું છોડ્યું છે તેનો પણ સાચો અંદાજ નથી આપણને. ગુરુનાં જીવનનું આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આપણી અને ગુરુની પ્રામાણિકભાવે સરખામણી કરવી જોઈએ. આપણે કેટલા પાછળ છીએ અને નીચે છીએ તેનો બોધ મેળવવો જોઈએ. ગુરુનાં વચન આ ષ્ટિથી સાંભળવા. ગુરુની પ્રેરણા આ દૃષ્ટિથી સમજવી. ગુરુ દિવસોદિવસ આત્માનાં ક્ષેત્રે પ્રગતિ સાધી રહ્યા છે. આપણે દિવસોદિવસ આત્માનાં ક્ષેત્રે અવનતિ પામી રહ્યા છીએ. પ્રગતિ સાધતા પહેલા અવતિ રોકવાની છે. એ માટેની તાકાત ગુરુ જ આપશે. ગુરુ પાસેથી આ
39
તાકાતની અપેક્ષા રાખવી પડે. મજાની વાત તો એ છે કે ગુરુ અપેક્ષા છોડવાની કળા જ શીખવે છે. સંસારની કોઈ પણ વસ્તુ છોડવી સહેલી છે પરંતુ એની અપેક્ષા છોડવી ખૂબ કઠિન છે. ગુરુ આ કિઠન કામ સરળ બનાવે છે. પરમાત્મા કરતા ગુરુનો મહિમા વધુ છે તેનું કારણ પણ આ જ છે. પરમાત્મા અપેક્ષાથી મુક્ત બની ગયા. ગુરુ અપેક્ષાથી મુક્ત બનાવે છે. પરમાત્મા મૌન છે. ગુરુનાં વચન વરસે છે. પરમાત્મા સંસારથી પર છે. ગુરુ સંસારનો સથવારો છે. પરમાત્મા હિમાલયની ટોચ પર છે. ગુરુ આપણી પડખે છે. ગુરુનો હાથ પકડ્યા વગર પરમાત્મા સુધી પહોંચાતું નથી. ગુરુનેય રસ છે : આપણને પરમાત્મા સુધી લઈ જવામાં.
આપણે જ ગુરુના સંબંધમાં સ્થિર નથી. ગુરુ સાથે સંબંધ રાખ્યો નથી. થોડી ઘણી ઓળખાણમાં સંતોષ માનીને બેસી ગયા છીએ અથવા ગુરુ વિનાનાં નધણિયાતાં વ્યક્તિત્વને સાચવીને બેઠા છીએ. ગુરુ મળે તે પછી ગુરુને આપણે મળીએ અને ગુરુને મળીને આપણે ગુરુના માર્ગદર્શનને અનુસરીએ આ ત્રણ તબક્કાની પ્રક્રિયા છે. ગુરુ મળે છે તે પહેલો તબક્કો પુણ્યને આધીન છે. નસીબ જાગતા હોય તો જ ગુરુ મળે છે તેમ દરેક શાસ્ત્રો કહે છે. એ જાગતા નસીબનો સદુપયોગ, અલબત્ બીજા તબક્કે થાય છે. ગુરુને મળીએ એટલે ગુરુને આપણી જિંદગીની રજેરજ જણાવીએ. આપણી ખામી અને નબળાઈ અને ભૂલ સામે થઈને કબૂલીએ. આપણી અધમતાનો એકરાર કરીએ. ગુરુને કહીએ કે મારો ઉદ્ધાર આપે કરવાનો છે. કડક થઈને ઉપદેશ આપો કે વાત્સલ્યથી સમજણ આપો એ આપની મરજી છે. મારી ભાવના સંસારથી
બચવાની છે. આપે મને સંસારથી બચાવવાનો છે. આ રીતે ગુરુને મળીએ. ગુરુના એકનિષ્ઠ અને જવાબદાર ભક્ત બનીએ તે પછી ગુરુ જે ફરમાવે તે ત્રીજો તબક્કો. ગુરુની વાણી ઝીલી લેવાની. ગુરુના શબ્દો સાકાર કરવા મચી પડવાનું. કદાચ, એ ન બને તો કમસેકમ ગુરુના શબ્દો વારંવાર યાદ કરવાના અને વિચારવાના. જાતને ઠપકો આપવાનો. ગુરુના શબ્દોનો અમલ નથી થતો તેની ચિંતા કરવાની. આ મુદ્દે પોતાની જાત ઉપર નારાજ થવાનું. ગુરુને આ આત્મમંથન પણ જણાવી દેવાનું. ફરી ગુરુ કશુંક સમજાવે, તે બરોબર અંતરમાં ઉતારવાનું. ગુરુકૃપા ઝીલવાની આ પ્રક્રિયા છે.
ગુરુનો આપણે ઉપયોગ નથી કરતા. ગુરુની પ્રચંડ તાકાતથી આપણે દૂર રહીએ છીએ. પામવાનું છે તે ચૂકી જવાય છે. ગુરુ સાથે હવે મજબૂત નાતો બાંધી લેવો છે. ગુરુને સમર્પિત થયા પછી આપણી તમામ જવાબદારી ગુરુ લઈ લે છે. અને પછી શ્રીપાળરાજાના રાસમાં આવતા શબ્દો સાકાર થાય છે : સુમતિ હોય સુગુરુ સેવતા, ગુરુ દીવો ગુરુ દેવતા.
3C
Page #23
--------------------------------------------------------------------------
________________
વાંચનની વાચના
આપણને ખાવાનું, જોવાનું અને સાંભળવાનું સૌથી વધારે ગમે છે. ખાવાનું અને પીવાનું એક સાથે ચાલ્યા કરે છે. તેનાથી મા આવે છે તેવો અનુભવ થાય છે. નવા વિચારો ઘડાતા નથી. જોવામાં અને સાંભળવામાં મજા આવવાનો અનુભવ તો છે, સાથોસાથ નવા વિચારો ઘડાય તેવી પૂરેપૂરી શક્યતા રહી છે.
વિચારવાનું આપણને આવડ્યું નથી. છૂટકટક અને તૂટક તૂટક વિચારો આવે છે. તે સિવાય ઘર અને ધંધાના ટેન્શનમાં દિવસ-રાત ગુજાર્યા કરે છે. તમે સાંભળવા માટે માણસોની સામે ચૂપ, શાંત રહો છો. તમને સાંભળવા માટે બીજા ચૂપ, શાંત રહે છે. જોવા માટે ચૂપ રહેવું જરૂરી નથી.
મજેદાર વાત એ છે કે તમે ચૂપ ન રહે ત્યાં સુધી સારી રીતે વિચારી શકતા નથી. આપણને કલાકો સુધી બોલબોલ કરવાની આદત છે, એકાદ કલાક ચૂપ બેસવાની ટેવ નથી. નુકશાનીરૂપે આપણને નવા નવા વિચારો સુધી પહોંચવા નથી મળતું. સારા અને સ્પષ્ટ વિચારો, નિત્યનવીન વિચારો એ મનનો આહાર છે. મનની તંદુરસ્તીની આધારશિલા સુવિચારમાં રહી છે. સારા વિચાર જેટલા વધુ તેટલી તમારી માનસિકતાનું તેજ વધુ.
| વિચારો આવે, ટકે અને નિખરે તે માટે વાંચન ખૂબ જરૂરી છે. જોવાની અને વિચારવાની સમતોલ પ્રવૃત્તિ વાંચન દ્વારા જ શક્ય બને છે. વાંચવાનો રસ હોય તે માણસની પ્રસન્નતા હરહંમેશ જીવંત રહે છે. વાંચન માટે તમારે પુસ્તક સિવાય બીજા કોઈની જરૂર પડતી નથી. તમે ભીડમાં હો કે પછી સાવ એકલા બેઠા હો, પુસ્તકની દોસ્તી પાકી હોય તો તમારાં ભાગ્યનો જયજયકાર છે. પુસ્તકો અને ગ્રંથો તમારાં અસ્તિત્વને પાને પાને નવો આયામ આપી શકે છે. વાંચવાનું મળે તો ખાવાપીવાનું ભૂલી જાય તેવા પાગલો આ દુનિયામાં જીવે છે માટે જ સારા વિચારો જીવતા રહ્યા છે. જે દિવસે વાંચવાના રસમાં મંદી આવી જશે તે દિવસે દુનિયા ખાખ થઈ જવાની છે.
વાંચવા માટે આંખ સારી જોઈએ, દિમાગ સાબૂત જોઈએ. સારી આંખ આનંદ આપશે, સાબૂત દિમાગ પ્રેરણાનું અમીપાન કરાવશે. અલબતું, ગમે તે કિતાબો
પકડીને વાંચવાની ઉતાવળ ન થવી જોઈએ. તમે જે કિતાબ હાથમાં લો તે કિતાબ દ્વારા તમારે શું પામવું છે તે સ્પષ્ટ કરી લો. વાંચવા માટે વાંચી નાંખવાનો અર્થ નથી. દરેક પુસ્તકની એક આગવી દુનિયા હોય છે. તમારા માટે એ પુસ્તક કામનું છે કે નહીં તે વિચારી લેવું જોઈએ. પુસ્તક વાંચતા પહેલાં એમાંથી જે નવું મળે તેને ઝીલવાની મનને સૂચના આપી દેવી જોઈએ. પુસ્તકના અક્ષરેઅક્ષર જીવંત લાગે તેવા લગાવ સાથે વાંચવાનું. પુસ્તક ઝડપથી પૂરું કરવા માટે નથી, તે યાદ રાખીને દરેક શબ્દોને માવજતથી આંખે લેવાનો. પુસ્તક વાંચીએ તેમાં નવું તો કાંઈક મળશે જ. જે નવું લાગે તેની બાજુમાં નાની નિશાની કરી લેવાની. પુસ્તક પૂર વંચાઈ જાય પછી એ નિશાનીવાળી લીટીઓ ફરીવાર વાંચવાની..
સારા મિત્ર સાથે વાંરવાર વાત કરીએ છીએ તેમ સારું પુસ્તક વારંવાર વાંચવાનું. પુસ્તકના દરેક વિષયો મોઢે થઈ જાય તેટલીવાર વાંચો તોય હરકત નથી. હા, તમને કંટાળો આવવો ન જોઈએ.
કંટાળો આવવો ન જોઈએ. મતલબ કે કંટાળાને આવવા દેવો ન જોઈએ. તમારાં વાંચનમાં વિસ્તાર કરતાં ઊંડાણ વધુ હોય તો વધારે સારું. વાંચનની ઘડીઓમાં બીજાત્રીજ વિચારો આવવા ન જોઈએ. પુસ્તકના અક્ષરો પાસેથી જે સુવિચાર સાંપડે છે તેમાં તલ્લીન થવાનું, જૂનાપુરાણા ઘરગથ્થુ વિચારોમાં જ વાંચન અટવાઈ જશે તો મને નવી પ્રેરણા મળશે કયાંથી ?
આ તો વાંચવાની વાત થઈ. શું વાંચવું તેય સમજી લેવાનું છે. આપણે ઘણાં પુસ્તકો વાંચી શકવાના નથી. આજે હજારો પુસ્તકો દર વરસે છપાય છે. માત્ર ગુજરાતી ભાષામાં જ લાખો પુસ્તકો થઈ ગયા છે, જે તમે ક્યારેય વાંચીને પૂરા કરી શકવાના નથી અને વાંચવા જરૂરી પણ નથી, તમારી માટે,
આપણી લાગણીને સત્ત્વશીલ બનાવે, આપણા વિચારોને પ્રામાણિક બનાવે અને આપણા આદર્શોને નૈતિક બનાવે તેવાં જ પુસ્તકો હાથમાં લેવાના. કથા અથવા વાર્તા સિવાયનાં પુસ્તકોમાં પણ ભરપૂર આનંદ સાંપડે છે તે યાદ રાખવાનું. વાંચતા પહેલા અનુક્રમ અને પ્રસ્તાવના દ્વારા પુસ્તકનો પરિચય કરી લેવાનો. ફૂંકી ફૂંકીને પુસ્તકો પસંદ કરવાના, આડેધડ નહીં.
વાંચતી વખતે પુસ્તક કે ગ્રંથના સર્જકની શૈલી, રજૂઆત અને વિચારણાને અલગ તારવીને વિચારણા પર સ્થિર થવાનું. શૈલીના શબ્દાડંબર અને રજૂઆતની ચાલાકી પર રાજી થવાને બદલે મૂળભૂત વિચારણાને અષ્ટતાથી સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું.
- - 36
Page #24
--------------------------------------------------------------------------
________________
વાંચન વિશે
તમારી વાંચનશક્તિને વિવેચનદૃષ્ટિ મળે તે માટે છેલ્લે એક કસરત કરવાની. આખાં પુસ્તકમાં સૌથી સારું પ્રકરણ કયું લાગ્યું તે જાતે તપાસવાનું. દરેક પ્રકરણ સારા હશે જ. તમારે અભિપ્રાય આપવાનો પણ નથી. તમારે તમારી દૃષ્ટિને ઘડવાની છે. જે પ્રકરણ તમને સૌથી સારું લાગ્યું તેની વિશેષતા શું છે તે સારી રીતે સમજવાની. આ કસરત કરવાથી તમારું વાંચન જવાબદાર બની જશે, ટાઈમપાસ નહીં.
વાંચન કરતી વખતે વાતો ન કરવાનું નક્કી કરી લો. થોડું વાંચીને આમતેમ ફાંફા મારે તે વિષયને અન્યાય કરી બેસે છે. વાંચવા માટેનું પુસ્તક જાતે પસંદ કરવાને બદલે ગુરુભગવંતને પૂછી લેવું. જાતે ને જાતે પુસ્તક વાંચવું એ જ્ઞાનની ચોરી છે. પૂછીને વાંચીએ તે અનુજ્ઞાની મંગલછાયા છે. માત્ર દિમાગમાં ભૂસું ભરવાનું નથી. સંસ્કારો પામવાના છે. તમે વાંચો તો આત્માને ઘડવા માટે વાંચો. પોથી પંડિત થવા માટે નહીં.
સૌથી મહત્વની વાત.
તમને અગર વાંચવાનો રસ છે તો રોજનો વાંચવાનો સમય નિયત કરી લો. રોજ એક કલાક કે અડધો કલાક. બને તો રોજિંદો સમય પણ નક્કી થઈ જવો જોઈએ. વાંચવાની નિયમિતતામાં આ શિસ્ત અનિવાર્ય છે.
હાથમાં પુસ્તક લઈને, દુનિયાભરની ઝંઝટોને વિસારે પાડી દે તે સાચો વિચારવંત છે. વાંચનની વાચનાનું આ અતૂટ સમીકરણ છે.
ઘણાં પત્ર આવ્યા છે. મુદા બે મુખ્ય છે. ૧. વાંચવાનું શી રીતે તે જણાવશોજી ? ૨. વાંચવા દ્વારા જે મેળવવાનું છે તે શી રીતે મળે ? જવાબ અલબતું એક જ છે.
તમે જે વાંચો છો તે પૂર્વઆયોજનથી વાંચો છો કે જે હાથમાં આવે તે વાંચો છો તે વિચારી જુઓ. ઘણે ભાગે આપણે વાંચીએ છીએ તેમાં વ્યવસ્થા નથી હોતી. જે મળે તે વાંચવા માંડીએ છીએ. જેમ ફાવે તેમ વાંચીએ છીએ. જેમ આવે તેમ પૂરું કરી નાંખીએ છીએ. તમે જે વાંચવાનું તત્ત્વજ્ઞાન સમજવા માંગતા હો તો નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી લેજો. ૧. હું જે વાંચું છું તે પ્રમાણે મારી પસંદગી ઘડાય છે. હું જો અસ્તવ્યસ્ત વાંચું છું તો
મારી પસંદગી અસ્તવ્યસ્ત જ રહેવાની છે. વાંચવાની સ્થિરતા કેળવવી જોઈએ. મારો વાંચવાનો સમય નિયત હોવો જોઈએ. રોજ અમુક મિનિટ કે અમુક કલાક વાંચવાની માટે હોવા જ જોઈએ. એમાં ખાડા પાડવાના નહીં. બને તો રોજનો વાંચવાનો ટાઈમ પણ નક્કી કરી લેવાનો. વાંચવા માટેના પુસ્તક કયા લેવા તે સૌથી મોટો સવાલ છે. દરેક વિષયનાં હજારો પુસ્તકો મળે છે. જે હાથમાં લઈએ તે વાંચવાનું મન થાય છે. નથી વંચાતા તે પુસ્તકો યાદ આવ્યા જ કરે છે. એક વાત નક્કી. સાધુ મહાત્માઓના પુસ્તકો વાંચવાથી આપણી શ્રદ્ધા સલામત અને મજબૂત બને છે. ગૃહસ્થોનાં પુસ્તકોની ઝાઝી કિંમત કરવા જેવી નથી. બીજી વાત, વાર્તાની ચોપડીઓથી સમજદારી કેળવાતી નથી. એ વાર્તાઓ તો મનના માંદાઓને સાજા કરવાની દવા છે. તમે તો મનના મુદ્દે સમર્થ છો. વિચારણાને પ્રેરણા મળે તેવા ઉપદેશાત્મક, ચિંતનાત્મક કે વિચારપ્રધાન પુસ્તકો વાંચવાનું
જ લક્ષ રાખવાનું. ૪. તમારે જે વિષયના પુસ્તકો વાંચવાના છે તેની બાબતમાં સ્પષ્ટ થઈ જજો . જે
વિષયનાં પુસ્તકો નથી વાંચવાના તે વિષયમાં પણ સ્પષ્ટતા કરી લેજો, જાત
- ૪૧
Page #25
--------------------------------------------------------------------------
________________
બાળદીક્ષા એટલે ઉગતા સૂરજની પૂજા
સાથે. આમ એટલા માટે કરવાનું છે કે પુસ્તકે પુસ્તક વિષયો બદલાતા હોવાથી પ્રગતિ, માનસિક અને વૈચારિક વિકાસને વેગ મળતો નથી. એક વિષયનાં અનુસંધાનમાં બીજું પુસ્તક, તેના અનુસંધાનમાં ત્રીજું પુસ્તક, આ રીતે ક્રમવાર વિષયનું ઊંડાણ વધતું જાય તેવો ક્રમ ગોઠવવો. આ માટે
ગુરુભગવંત પાસે કે પછી કોઈ જાણકાર પાસે માર્ગદર્શન મેળવી શકાય છે. ૫. વાંચવાનું ચાલુ થાય તે પહેલાં આ પુસ્તક મારે કેટલા દિવસમાં પૂરું કરવાનું છે
તે નક્કી કરવું. સમયથી વહેલાસર વંચાઈ જાય તો, રાજી થવાનું. સમયથી મોડું પૂરું થાય તો ફિકર નહીં કરવાની, આખરે વાંચવાનું છે તે વાંચવા માટે. સમય તો શિસ્ત આવે તે માટે નક્કી કરવાનો છે. વાંચતી વખતે જે નવું લાગે, જે ગમી જાય તેની પાસે નોંધ કરવાની, નિશાની. પુસ્તક પૂરું થાય પછી તે નિશાનીવાળા લખાણ ફરીથી વાંચી લેવાના, બરોબર યાદ રહી જશે. કરી શકો તો કરવા જેવું એક કામ એ છે કે જે નવું લાગે તે તમારી નોટમાં ઉતારી લો. વરસેદહાડે નોટનાં ઘણાં પાનાં
ભરાશે. એક નોટમાં ઘણાં પુસ્તકો સંકલન પામી જશે. ૭. તમે જે વાંચ્યું, તમને જે ગમ્યું તેની ચર્ચા બીજી કોઈ વ્યક્તિ સાથે અવશ્ય
કરવી. આનાથી બે ફાયદા થશે. તમારા મનમાં તે તે મુદ્દા સ્પષ્ટ થઈ જશે અને કોઈ અધૂરી સમજ રહી હશે તે નીકળી જશે. તમે જે ભાષામાં વાંચન કરી શકો છો તે ભાષાનાં જ પુસ્તકો વાંચવાનું રાખો. નવીભાષા શીખવા માટે સારાં પુસ્તક વાંચવાનું પસંદ કરશો તો ભાષામાં
અટવાઈ જવાશે અને વિચારનો સાત્ત્વિક આનંદ પામી શકાશે નહીં. ૯. વાંચતી વખતે જે ન સમજાય, જે પ્રશ્ન ઉઠે તેનાં સમાધાન વહેલી તકે મેળવી
લેવાનું રાખો. ૧૦. આ પુસ્તક વાંચવાથી મને નવું શું શીખવા મળ્યું છે તે જાતને પૂછો. આ
પુસ્તક વાંચ્યા બાદ મારામાં કોઈ ફરક આવ્યો કે નહીં તેનું આત્મનિરીક્ષણ
કરો. ૧૧. હું જે અક્ષરો, લીટીઓ વાંચું છું તે બીજીવાર હું વાંચી શકવાનો નથી માટે
કોઈ અક્ષર, શબ્દ કે લીટી છૂટી ન જાય તેની તકેદારી રાખીને વાંચવાનું છે.
ઉગતા સૂરજને પૂજવા સૌ તૈયાર હોય છે. એનું તેજ વધશે, એ દુનિયા પર રાજ કરશે, માટે. નાની ઉંમરનું બાળક ઉગતા સૂરજ જેવું માનીએ તો એને પૂજવાનું મન થાય. સૂરજ પાસે ઉગવાની ઘડીથી જ તેજ હોય છે. ધીમે ધીમે એ વધે છે. બાળક પાસે જનમવાની ઘડીથી જ નિર્દોષતા હોય છે. સૂરજ પોતાનું તેજ જાળવવા સ્વતંત્ર છે. બાળક પોતાની નિર્દોષતા જાળવવા પરાધીન છે. સૂરજ આપમેળે ઊંચે ચડે. બાળક પણ ઊંચે તો ચડે પરંતુ તેને સારું પીઠબળ જોઈએ. વધતાં તેજની જેમ વધતી નિર્દોષતા જ પ્રભાવશાળી બનાવી શકે. બાળકને ઉછેરનારા તેની નિર્દોષતાનું ભાગ્યે જ જતન કરે છે. સીધી વાત છે. નિર્દોષતામાં રસ હોય તો જ નિર્દોષતાનું જતન થાય. નિર્દોષતાની સમજ હોય તો જ નિર્દોષતાની કાળજી લઈ શકાય. મનમાં પાપભાવ હોય તો બાળક પર તેનો પડછાયો પડવાનો જ. માબાપને યાદ નથી પોતાના દોષ, વડીલોને પોતાનાં પાપની પરવા નથી. બાળક નિર્દોષ અને નિષ્પાપ નથી રહી શકતું. ઉંમર વધે છે. ભોળપણ ઓસરતું જાય છે. સરળતા વિખેરાતી જાય છે. માબાપ બની ગયા પછી બાળક માટેનો પ્રેમ વ્યક્ત થાય છે ત્યારે બાળકમાં દોષ અને પાપ ઉમેરાતા જ જાય છે. ન માબાપ યાદ રાખે કે ન બાળકને સમજ હોય. બાળકને મોટું થતું જોવામાં રસ પડે છે માબાપને. બાળકની વય વધે તેમ નિર્દોષતા સઘન બને તેવા મનોરથ જવલ્લે જ કોઈ માબાપનાં અંતરમાં જાગે છે.
સાત કે આઠ વરસની વય સુધી બાળક સ્વયંભૂ નિર્દોષતા જાળવે તે બને. પણ પછી આ ઉગતા સૂરજનું જતન કરવું પડે. ન કરો તો એ દરિયામાં ડૂબે. સૂરજ આસમાનમાં એક જ છે. બાળક તો ઘરઘરમાં છે. તેની પરાધીનતા આઠ વરસની વય પછી ઘટવા માંડે છે. સ્વાધીનતા તરફ એના પગ હળવે હળવે મંડાય છે. શીખે તે વિચારી શકે છે. સાંભળે તે સમજી શકે છે. એની સમક્ષ જે આવે તેનું નિજી અર્થઘટન કરવા માંડે છે. એ તબક્કે તેની આસપાસ નિષ્પાપ વાતાવરણ હોય તો એ બાળક પોતાની નિર્દોષતાને ખીલવશે. સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણનો પડછાયો ઝીલીને એ સ્વસ્થતા અને અંતરંગ સ્વચ્છતા જાળવશે. માબાપ પૂર્ણ નિર્દોષ હોય તો બાળક આઠ વરસ પછી પણ નિર્દોષતા જાળવશે જ.
૪૩
૪૪
-
Page #26
--------------------------------------------------------------------------
________________
માબાપ નિર્દોષ ન હોય અને બાળકની નિર્દોષતા જાળવવામાં તેમને ખૂબ રસ હોય તો ?
બાળદીક્ષા શબ્દ અહીં આવીને મળે છે. બાળકને, નિર્દોષતાનો વારસો આપી શકે તેવા આપ્તજન પાસે મૂકવા તે આપણા ધર્મની મૂળભૂત અપેક્ષા છે. માબાપને રંજ હોવો જોઈએ કે તે પોતે નિર્દોષતા નથી જાળવી શક્યા. નિર્દોષતા ગુમાવી તેને લીધે જે પારાવાર અજંપો અને અશાંતિ વેઠવા પડ્યા છે તે બાળકને વેઠવા ન પડે તેવી માબાપને ઝંખના હોવી જોઈએ. સંસાર તરફથી આવતાં પ્રલોભનો, આકર્ષણો અને સંઘર્ષો કે પ્રત્યાઘાતો આપણને બેચેન બનાવે છે તે સંસારનો વાંક નથી. એ વાંક આપણો છે. આપણે સંબંધોમાં સુખ માન્યું, સંપત્તિમાં સર્વસ્વ માન્યું અને સંસારના રવાડે ચડી બેઠા. જિંદગીના વરસો બધા જ પૂરા થઈ જશે પછી આ સંસારની નવી ગલીમાં ધકેલાવું પડશે. આપણી આતમા તરીકેની નિર્દોષતાને ઠોકર વાગતી જ રહેશે. રાગ અને રોષના જખમ લાગતા જ રહેશે. સંસાર માટેની કૂણી લાગણીને સારી માનવામાં જ આપણે ફસાયા છીએ. સાચું સમજે તેવા માબાપ પોતાના બાળકને પોતાની પાયમાલીનો વારસો ન મળે તે માટે ચોમેર નિરીક્ષણ કરે છે. યોગ્ય સ્થાને તે પોતાના બાળકની સોંપણી કરી દે છે. પરિવારજન તરીકેની પ્રીતિ કરતાં વધુ મહત્ત્વ એ બાળકની આત્મચિંતાને મળે છે. સાચા સદ્ગુરુના ખોળે બાળક બેસે છે. માબાપ પરમ સંતોષ પામે છે. બાળકને નિર્દોષતા ખીલવવાનો અવસર મળે છે. સદ્ગુરુ બાળકના આતમાને સ્પર્શે છે. છોડ ખીલતો હોય ત્યારે માળી જે માવજત કરે તેવી જ માવજત સદ્ગુરુ એના આતમાની લે છે. બહારની દુનિયાના કાળા ડાઘ ન લાગે તે માટે બાળકને એ નિર્લેપ રાખે છે. દુનિયા અને બાળકની વચ્ચે સદ્ગુરુ હોય છે. બાળક ભોળપણ તો જાળવે જ, પરંતુ ચાંય ભોળવાય નહીં તેની ચિંતા ગુરુને રહે છે. ગુરુ બાળકને લાગણી આપીને લાગણીવેડાથી બચવાનું શીખવે છે. ગુરુ બાળકને અભ્યાસ કરાવીને ચોક્કસ વિષયોપર કેન્દ્રિત થવા દે છે. વિચારોનું ચણતર થતું હોય તે ઉંમરે ગુરુ બાળકને અપરંપાર આદર્શો અને સોધ એકદમ સરળતાથી આપી દે છે. ગુરુ પોતાની શક્તિ એ બાળકમાં સિંચે છે. ગુરુ પોતાની સાધનાનું એ બાળકમાં અવતરણ કરાવે છે. ગુરુ બાળકને નિષ્પાપ રહેવાની પ્રચંડ તાકાત આપે છે. ગુરુ બાળકને શિષ્યમાંથી સાધક અને આરાધક તો બનાવે છે. સાથોસાથ એ બાળકને ભગવાનનો વારસદાર બનાવે છે. હજારો વરસોથી વહી આવતી પ્રભુધર્મની પરંપરાનાં અગણિત રહસ્યો એ બાળકનાં હૈયે સ્થિર થતાં જાય છે.
* ૪૫
બાળકની ઉંમર આગળ વધે છે. સમજણ ઉઘડતી જાય છે ત્યારે ગુરુએ આપેલા સંસ્કારો મહોરવા લાગે છે. બિયારણ થાય પછી વરસાદ પડે તો ખેતી સાર્થક થાય તેમ સંસ્કરણ થાય પછી સમજણ આવે તો જનમારો સાર્થક થાય. ઘરસંસારી માબાપના ખોળે ઉછરીને પૈસાનો વેપલો કરવાનું પાંગળું નસીબ એનું નથી હોતું. એનાં ભાગ્યમાં અગમનિગમના સાત સમંદર હોય છે. જનમજનમના ચકરાવામાંથી બહાર નીકળવાની સ્ફૂર્તિ એનાં ખાતે જમા હોય છે. બાળદીક્ષાનો આ મહિમા છે. સાધુતાની સાધના એટલે નિર્દોષતાની આરાધના. કોઈપણ ઉંમરે નિર્દોષતાની ખોજ શરૂ કરી શકાય. જો નિર્દોષતા આતમાનો સ્વભાવ હોય તો જિંદગીના છેલ્લા દિવસ સુધી એ નિર્દોષતા માટે મહેનત કરવી જ જોઈએ. મુશ્કેલી એ છે કે મોટા થઈ ગયા પછી દોષોનું જોર વધી જાય છે ત્યારે નિર્દોષતા માટે ખૂબ લડવું પડે છે. નાની ઉંમરે નિર્દોષતાની તલાશ શરૂ કરી હોય તો સાવ જ ઓછી મહેનતે એ નિર્દોષતા મળે છે.
બહારની દુનિયાના દરેક પ્રસંગો આપણાં મનને સારી કે માઠી અસર કરે છે. નિર્દોષતા સિદ્ધ થાય તો આ અસર પડે જ નહીં. નાનું બાળક આગને જુએ પણ ડરે નહીં તેમ સાધુ હોય તો કોઈપણ ઘટના આવી પડે તો પણ ચલિત ન થાય.
મન નાની નાની વાતોમાં નારાજ થતું હોય છે. અહંને ઠેસ વાગે. ગુસ્સો આવે. તિરસ્કાર જાગે. વિદ્રોહભાવ થઈ આવે. આ બધું નિર્દોષતાની ગેરહાજરીમાં જ સંભવે. સાધુનું મન તો મુક્ત આસમાન જેવું હોય છે. આકાશ કોઈના ટેકે રહેતું નથી અને કોઈનાથી ઢંકાતું નથી તેમ સાધુ કોઈ પામર વિચારોના ટેકે રહેતા નથી અને કોઈ નબળા વિચારોથી ઢંકાતા નથી.
નિર્દોષતાની મોટી મજા એ છે કે અપેક્ષાઓ નડતી નથી હોતી. ‘હા’ અને ‘ના’ આ બંને જવાબમાં મન સરખું રહે છે. ન માંગ હોય, ન પ્રતિકાર હોય. પોતાનો કક્કો જ ખરો ઠેરવવાની વૃત્તિ ગાયબ. બીજાની વાત સાંભળવાની ઉદારતા હોય અને એ વાત સમજવાની સમ્યક્ દૃષ્ટિ હોય.
નિર્દોષતાનું અજવાળું આતમા પાસે છે. જન્મ થયો ત્યારે એ તેજ નીખરી રહ્યું હતું. ઉંમર વધી. એ તેજની, એ સૂરજની પૂજા ન થઈ. આપણો આતમરામ સંસાર પાછળ ઝાંખો પડી ગયો. આપણા બાળકો માટે જાગીએ. પુત્રપ્રેમ કરતા આત્માની ચિંતાનું મૂલ્ય વધુ આંકીએ. એને સદ્ગુરુચરણે સોંપીએ. ઉગતા સૂરજની એ સાચી પૂજા છે.
૪૬.
Page #27
--------------------------------------------------------------------------
________________ પુત્રપ્રસાદી ચોમાસું બેસી ગયું છે. આપણે ત્યાં ચોમાસું કરવા મહારાજસાહેબ પધારી ગયા છે તો ગયા વરસે આપણે ત્યાં ચોમાસું બિરાજમાન હતા તે મહારાજસાહેબ બીજા ક્ષેત્રમાં પધારી ચૂક્યાં છે. એ મહારાજસાહેબને આઠ મહિનામાં એકાદ પત્ર લખવો જોઈતો હતો. આપણી એ ફરજ હતી. વિહારની સુખશાતા પૂછતો પત્ર લખીને આપણે મહારાજસાહેબની ભાવભક્તિ કરી શકવાના હતા તે ચૂકી ગયા છીએ. જો કે હજી બગડ્યું નથી. મહારાજ સાહેબ કયાં ચોમાસું છે તેના સમાચાર મળી ગયા છે. સરનામું પણ છે. હવે તો પત્ર લખવો જ છે. આટલે આવીને અટકી જવાય છે. પત્ર લખવો છે પણ પત્રમાં શું લખવું ? આવડતું તો છે નહીં ? ગમે તેવો પત્ર મોકલવો તે કરતાં ન લખવું સારું. આપણે મનને મનાવીએ છીએ. આ ભૂલ કરવા જેવી નથી. પત્ર કેવી રીતે લખવો તે શીખી લેવું છે. કાગળ અને પેન હાથમાં લઈને બેસી જવું છે. બેસી ગયા. હવે ? કપાળે પસીનો આવવા લાગ્યો. શરૂઆત ક્યાંથી કરવી. મહારાજ સાહેબનું નામ કેવી રીતે લખવું? ઉપર તિથિ લખવાની કે તારીખ ? નામ લખતા પહેલા શું લખવાનું? પેલા સ્ટાન્ડર્ડ અને સુંદર વિશેષણો હતા તે યાદ જ નથી આવતા, હવે ? ગભરાઓ મત, મહારાજસાહેબને તો તમે જે લખશો તે બધું ગમવાનું છે. મહારાજસાહેબ શબ્દો પકડીને અટકી ન જાય. એ તો ભાવ વાંચે. તો કરો શરૂઆત. સારા અક્ષર, ચોખ્ખો કાગળ. પૂરેપૂરી ભક્તિ. મારા પરમ ઉપકારી ગુરુદેવ, પરમ પૂજ્ય' આ શરૂઆત થઈ. તમે સારાં વિશેષણો વાપરીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો. એ દમામદાર વિશેષણો પછી આ છ શબ્દો અચૂક લખજો. પછી મહારાજસાહેબનું નામ. ‘આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય...સૂરીશ્વરજીમહારાજાની પાવન સેવામાં” આ શબ્દો સાથે જ તમે મહારાજસાહેબના સંપર્કમાં આવી ગયા. મહારાજસાહેબ આચાર્ય ન હોય તો નામ લખવાની ઢબ બદલાશે. ‘ઉપાધ્યાયજી ભગવંત | પંન્યાસજી ભગવંત | ગણિવર્યશ્રી / મુનિરાજશ્રી..... વિજયજી મહારાજસાહેબની સેવામાં આ રીતે લખી શકાય છે. એક વસ્તુ યાદ રાખજો . મહારાજસાહેબ આ બે શબ્દો પૂરેપૂરા લખો. મ.સા. લખવામાં મજા નથી. તમને મ.સા.નો અર્થ તો ખબર જ છે. તો પત્ર હવે આગળ. આપના દાસાનુદાસ/સેવક/શિષ્ય/ભક્ત.....ની અનન્ત વન્દના' તમારે ચારમાંથી એક જ લખવાનું છે. તમારી ઓળખ શેઠ તરીકે નથી તે ગુરુભગવંતને જણાવવા માટે આ ચારમાંનો એક શબ્દ તમારાં નામ આગળ જરૂરી છે. વન્દના લખ્યા પછી પત્ર આગળ ચાલશે. “આપકૃપાળુ સુખશાતામાં હશોજી. આપની સંયમસાધના સુચારુરૂપે પ્રવર્તતી હશેજી. આપની કૃપાથી અમારી આરાધના યથાશક્તિ સારી રીતે ચાલી રહી છે. - હવે તમારા દરવાજા ખૂલે છે. તમે મોકળા મને તમારા દિલની બધી જ વાતો જણાવી શકો છો. જણાવવું જ જોઈએ. મહારાજસાહેબની હિતશિક્ષા કે વ્યાખ્યાનની વાતો યાદ આવે છે તેવું ખાસ લખવાનું. ભલે આટલા મહિના કાંઈ યાદ નથી આવ્યું. લખતી વખતે તો થોડું યાદ આવશે જ. સાથેસાથે એક વાક્ય ખાસ ઉમેરવાનું. ‘આપની યાદ ખૂબ આવે છે, આપ ફરીવાર અમારા ગામમાં કયારે પધારશો ?" આટલું લખ્યા પછી ખાસ લખાણ, “અમારા યોગ્ય કાર્યસેવાનો લાભ અવશ્ય આપશોજી.’ હવે પત્ર પૂરો થાય છે. પરિવારના દરેક સભ્યોનાં નામ લખી - એ સૌની ‘વન્દના અવધારશોજી' એમ લખી જ દેવાનું. ભલે બધા બહારગામ ગયા હોય. ફાયદો એ થશે કે મહારાજનો જવાબ આવશે ત્યારે એ બધાં જ નામ મહારાજસાહેબના હસ્તાક્ષરમાં લખાયેલા હશે. છેલ્લે પછી - ‘પત્રમાં કોઈ અવિનય થયો હોય તો ક્ષમા કરશોજી” અને મહારાજસાહેબને ખાસ વિનંતી શું કરવાની ? ‘આપનાં કૃપાપત્રની રાહ જોઈશું. આપની પત્રપ્રસાદી અમારાં જીવનનું અમૃત છે. આમું ભાવભીના વાક્ય સાથે પત્ર પૂરો થાય. છેવટે તમારું નામ લખીને તમારી વંદના લખવાની. ( પત્ર જેટલો લાંબો થાય તેટલો સારો એમ માનવામાં વાંધો નથી. પરંતુ મહારાજસાહેબને ઘણાં પત્રો વાંચવાના છે તે યાદ રાખીને થોડું ટૂંકાવી શકાય છે. મહારાજસાહેબના ઉપકાર અનંત છે. અડધા પોસ્ટકાર્ડમાં પૂરો થઈ જાય તેવો પત્ર ન ચાલે. જૂના જમાનામાં તો ગૃહસ્થો ‘વિજ્ઞપ્તિ પત્ર મોકલતા. એમાં સંસ્કૃત ભાષામાં સેંકડો શ્લોકો રહેતા. તમે તમારી લાગણીને પૂરેપૂરી વાચા આપતો પત્ર લખશો તો મહારાજસાહેબની કૃપાવર્ષાથી સભર સભર પત્રપ્રસાદી અવશ્ય મળશે. તો કરો કંકુનાં. મહારાજસાહેબને પત્ર લખવો જ છે. - - 47 48 છે -