Book Title: Yogshastra Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ હેમાચાર્યજીએ પણ અનુભવી અને કુશળ ગુરુની પેઠે કુમારપાલની સ્થિતિ લક્ષમાં રાખી, તેને જોઈએ તેવું જ જોગશાસ્ત્ર રચી આપ્યું છે. યતિધર્મને તે શરૂઆતમાં તેમણે પચીસેક જેટલા શ્લોકમાં જ (૧,૧૯-૪૬) પતાવી દઈ પછી ગૃહસ્થધમને જ વિસ્તાર્યો છે. અલબત્ત, તે ગૃહસ્થધર્મમાં તેમણે નવું કશું બતાવ્યું છે, એમ નથી. ઉપાસકદશાસૂત્ર વગેરે જૈન અંગગ્રંથમાં વર્ણવેલ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રતરૂપી ઉપાસકધમ જ તેમણે તેમાં પૂરેપૂરે સમાવ્યું છે. તેમની પોતાની નવીનતા હોય, તો તે એ છે કે, એ ઉપાસકધર્મને પીઠિકારૂપે લઈ, તેની ઉપર તેમણે ધ્યાન, સમાધિ વગેરે અન્ય ગાંગેની ઇમારત ખડી કરીને, આખી યેગસાધનાને સળંગ ક્રમરૂપે નિરૂપી છે. એટલે વાસ્તવિક એવું બન્યું છે કે, જેન ઉપાસકધમ કેગનાં, શરૂઆતનાં યમ-નિયમ વગેરે અંગેને સ્થાને ગોઠવાઈ ગયો છે અને તેની જ ભૂમિકા ઉપર તેમ જ તેના પછીના ભાગ રૂપે બાકીને ધ્યાનયોગ ગોઠવાઈ જઈ આખી યેગસાધના સંપૂર્ણ બની છે. હેમચંદ્રાચાર્યના અન્ય શાસ્ત્રીયગ્રંથેની બાબતમાં પણ તેમના સમયમાં જ તેમના ઉપર સારી પેઠે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, આમાં તમારું નવું શું છે ? હેમચંદ્રાચાર્યે એ ટીકાનો જવાબ પિતાના “પ્રમાણુમીમાંસા' ગ્રંથની શરૂઆતમાં આ પ્રમાણે આપ્યો છે: પાણિનિ, પિંગલ, કણાદ, અક્ષપાદ વગેરે આચાર્યોએ પોતાનાં સૂત્રો લખ્યાં, ત્યાર પહેલાં તે વિષયનાં બીજાં સૂત્રો હતાં જ; તે પછી તેમને પણ તમે શા માટે તે તે ગ્રંથના કર્તા કહે છે ? વસ્તુસ્થિતિ જ એવી છે કે, આ બધી વિદ્યાઓ અનાદિ છે. પરંતુ તેમને સંક્ષેપ કરવામાં આવે કે વિસ્તાર કરવામાં આવે, એની અપેક્ષાએ તે નવી નવી થાય છે, અને તે તે લોકોને તેમના કર્તા કહેવામાં આવે છે.” જગતમાં વાસ્તવિક એવું નવું કેટલું અને શું હોય છે ? જે હોય તેને વિસ્તાર કરવો, કે તેને વિશિષ્ટ દષ્ટિબિંદુથી ગોઠવવું કે ચર્ચવું એમાં જ લેખકની નવીનતા કે મૌલિકતા રહેલી હોય છે. “યોગશાસ્ત્ર ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 268