Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ ખાખતમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તેમાં નવીન જ શોધવા જઈએ તે કશું નથી. જે કાંઈ છે, તે જુદે જુદે ઠેકાણેથી એકત્રિત કરેલું છે. પરંતુ, જુદી જુદી સામગ્રીને વિશિષ્ટ દષ્ટિબિંદુથી રજૂ કરવામાં કે એકત્રિત કરવામાં જ લેખકની પ્રતિભા રહેલી છે. એ બધું તેા ઠીક. રાજા હુકમ કરે તે પ્રમાણે સર્વ પ્રકારની શાસ્ત્રવ્યવસ્થા ગાડવી આપે એવા પડિતા તો હ ંમેશાં સુલભ રહેવાના. પરંતુ, યેાગશાસ્ત્રના વિષય એવા વૈયક્તિક અનુભવને લગતા છે, કે ગમે તે માણસ તેને ક્રમ ગમે તેમ ગોઠવી આપે, તેથી સાધકને શાંતિ ન જ થાય. એવે। પ્રશ્ન સહેજે થાય કે, આ પ્રમાણે તમે જે સાધના ગોઠવી આપી, તે યથાયેાગ્ય છે તેની સાખિતી શું ? એના જવાબમાં જ આચાય શ્રીએ કદાચ જણાવ્યું છે કે, ‘શાસ્ત્રસમુદ્રમાંથી, ગુરુને મઢે સાંભળ્યા અનુસાર, તથા સ્વાનુભવને લક્ષમાં રાખીને આ શાસ્ત્ર મેં રચ્યું છે.’ એટલે કે, આ વ્યવસ્થાને પુરાણાં શાસ્ત્રઓના, પેાતાના સમથ ગુરુ દેવસૂરિના ઉપદેશના, અને જાત-અનુભવના ટેકે છે. આ ગ્રંથ ક્રાઈ પોથાંપડિતે પોતાના યજમાનને ખુશ કરવા કે તેની વનપ્રવ્રુત્તિને વાંધા ન આવે, અલકે ઉત્તેજન મળે એ ઇરાદાથી રચી આપેલું મનસ્વી શાસ્ત્ર નથી. પરંતુ, તે સાચા અર્થાંમાં યોગશાસ્ત્ર છે, એવું કહેવાને આચાય શ્રીના ઈરાદે છે. પરંતુ, એ બધું ચતા પહેલાં આપણે એ ગ્રંથના નિર્માણમાં કારણભૂત જે બે મુખ્ય પાત્રો —— હેમચંદ્રાચાય અને કુમારપાલ ~ તેમના વિષે વિશેષ માહિતી મેળવીએ. - \ ગુજરાતને પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ વિક્રમ સંવત ૧૧૯૯ (ઈ. સ. ૧૧૪૩ )માં અપુત્ર મરી ગયા, ત્યારે તે પેાતાની પાછળ એક મોટું સામ્રાજ્ય મૂકતો ગયો. તે સામ્રાજ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તરમાં અજમેરની પેલી પાર સુધી, વાયવ્યમાં કચ્છ અને સિંધ સુધી, ઈશાનમાં મેવાડ સુધી, પૂમાં માલવા સુધી અને દક્ષિણમાં (નિઝામ હૈદ્રાબાદમાં આવેલા ) કલ્યાણુ સુધી વિસ્તરેલું હતું. સિદ્ધરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268