Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ હતા. ઉદ્દયન મત્રીએ રાજાની ખીકથી તેને કાંઈ સીધી મદદ નહિ કરી હોય, એમ મનવા જોગ છે. : પ્રશ્નધચિંતામણિ ’માં જણાવ્યા પ્રમાણે. કુમારપાલ ગાદીએ આવ્યા ત્યારે ૫૦ વર્ષના હતા. એટલે તેને જન્મ વિ॰ સ૦ ૧૧૪૯માં થયા હોવા જોઈ એ. તેના રાજ્યકાળ વિષે સં૦ ૧૧૯૯ થી ૧૨૩૦ સુધીને એટલે કે ઈ. સ. ૧૧૪૩ થી ૧૧૭૪ સુધીના છે. કુમારપાલના અમલનાં શરૂઆતનાં વર્ષોં તે અહુ ગરબડયાં ગયાં. પરંતુ, તે તે પ્રથમના નાસભાગના દિવસેામાં બહુ ફરેલા તેમજ ધડાયેલા હોવાથી, ટૂંક સમયમાં જ બધી મુશ્કેલીઓને વટાવી ગયેા. એટલું જ નહીં પણુ તેના વખતમાં ગુજરાતનુ સામ્રાજ્ય સૌથી છેવટની કક્ષાએ પહેાંચ્યું. તેણે દિલ્હી, કાશી અને ઢાંકણુના રાજાને હરાવ્યા. તેથી ગુજર સામ્રાજ્ય દક્ષિણમાં કાંચી સુધી પહોંચ્યું, અને ઉત્તરમાં દિલ્હી સુધી. દિલ્હીના રાજા વિશલદેવ તેનેા ખડિયા હતા. પૂર્વમાં માલવા અને મેવાડ તેના તાબામાં હતાં. તેમજ હેમચંદ્રાચાર્યે · પ્રાકૃત કાવ્ય 'માં જણાવ્યા પ્રમાણે તેની હકૂમત તે તરફ ગૌડ દેશ સુધી પહેાંચી હતી, પશ્ચિમમાં સિંધ તેના તાબામાં હતું જ. એટલે કુમારપાલ આખા ભારતવર્ષના સમ્રાટ અન્યા હતા, એમ એક રીતે કહી શકાય. દ્વાશ્રય પોતાના રાજ્યની શરૂઆતનાં વર્ષે આમ વિગ્રહમાં ગાળ્યા બાદ, બૌદ્ધ સમ્રાટ અશોકની પેઠે જ કુમારપાલને પણુ હિંસા તરફ અણુગમે! પેદા થયા. એમ થવામાં મુખ્ય કારણભૂત તે। હેમાચાય સાથેને તેને વધતા જતે પરિચય જ હશે. પરંતુ, પેાતાની શરૂઆતની મુસાફ્રીઓમાં તે કાંઈ જ શીખ્યો નહીં હોય એમ ન કહેવાય. કુમારપાલ અને હેમાચાર્યના સમકાલીન, એટલું જ નહીં પણ કુમારપાલના અંગત મિત્ર સિદ્ઘપાલને ત્યાં રહીને જ ‘ કુમારપાલપ્રતિષેધ ’ ગ્રંથ લખનાર સામપ્રભાચાય જણાવે છે કે, વિગ્રહમાંથી પરવાર્યાં બાદ કુમારપાલમાં ધમ`જિજ્ઞાસા ઊભી થઈ. તેને લાગ્યું કે, આજ સુધીની ~6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 268