________________
સંખ્યામાં વેપાર અર્થે અહીં આવે છે. રાજા તેમજ તેના અમલદારે તેમને સારે સત્કાર કરે છે, અને તેમને પૂરતું સંરક્ષણ અને સહીસલામતી આપે છે. હિંદુઓનું સૌજન્ય, વફાદારી અને પ્રમાણિકતા સુપ્રસિદ્ધ છે. તેમની પ્રમાણિકતાને એક દાખલે આપું. કેઈ લેણદારને પિતાના પૈસા પાછા લેવાની ઇતિજારી હોય, તે તે દેણદારની આજુબાજુ એક કુંડાળું દેરે છે. એટલે જ્યાં સુધી તેને સંતોષ ન થાય કે તેના પૈસા પાછા ન વળી રહે, ત્યાં સુધી પેલે દેણદાર તે કૂંડાળામાંથી ખસતા જ નથી. અહીંના લેકે ધાન અને શાક ખાય છે, તે પશુવધ કદી કરતા નથી. તેમને ઢેર પ્રત્યે ઘણે પ્રેમ હોય છે. ઢેર મરી ગયા બાદ લે કે તેને દાટે છે. તથા તે વૃદ્ધ થવાથી બેકામ થઈ જાય, ત્યારે પણ તેને પાળે પિષે છે.”
હેમચંદ્ર તે અણહિલપુરને “શૌર્યમાં પ્રથમ, શાસ્ત્રમાં પ્રથમ, ઇંદ્રિયનિગ્રહમાં પ્રથમ, સમાધિમાં પ્રથમ, સત્યમાં પ્રથમ, પદર્શનમાં પ્રથમ અને પગમાં પણ પ્રથમ ” કહ્યું છે.
ભીમદેવના વખતથી જ (વિ. સં. ૧૦૭૭-૮ થી વિ. સં. ૧૧૨૦ = ઈ. સ. ૧૦૨૧-૧૦૬૪) અણહિલપુર વિદ્યાઓ અને વિદ્વાનનું મથક બનવા લાગ્યું હતું. ધારા અને અણહિલપુર વચ્ચે રણયુદ્ધની જ સરસાઈ નોતી ચાલતી, પરંતુ વાયુદ્ધની પણ તેટલી જ સરસાઈ ચાલતી. અણહિલપુરવાસીઓને સર્વધર્મસમભાવ તે અત્યારે પણ આપણને નવાઈ પમાડે તેવો છે. ભીમદેવને પુરોહિત સેમેશ્વર બ્રાહ્મણધમી હોવા છતાં તેણે, સુવિહિત જેને અણહિલપુરમાં રહેવાની છૂટ અપાવી. શિવસંપ્રદાયીઓને આચાર્ય જ્ઞાનદેવ જ્યારે રાજાને મળવા આવ્યું, ત્યારે તેને આ વાતની ખબર આપવામાં આવી. ત્યારે તેણે ખુશી થઈને કહ્યું, “બધા સંતપુરુષોને સન્માન આપવું એ જ રાજાને ધર્મ છે. શિવ એ જ જિન છે. ભેદ ઉપર ભાર મૂકવે એ મિથ્યામતિનું લક્ષણ છે. માટે સુવહિત જેને શિવમંદિર ત્રિપુરુષની માલકીની જમીન આપ; અને તેમને કઈ તરફથી ડખલ ન થાય તેની હું તપાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org