Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ બધી મુશ્કેલીઓ દૂર થઈને, અત્યારે જે બધું મને પ્રાપ્ત થયું છે, તે પૂર્વ કર્મને બળે જ બન્યું હોવું જોઈએ. તો આ જન્મમાં પણ મારે એવું કાંઈ કરવું જોઈએ, કે જેથી મારે આવતે જન્મ પણ સફળ થાય. મનુષ્યત્વ મળવું બહુ અઘરું છે. તેને સફળ તેમજ સાર્થક કરવાને રસ્તે શે ? આ પ્રશ્ન તેણે ઘણા પંડિતેને પૂછ્યો. બધા પંડિત હિંસાપ્રધાન યો કરે એમ જ કહેવા લાગ્યા. પરંતુ તેને લાગ્યું કે, આ પ્રમાણે ક્રૂરતાપૂર્વક પંચેંદ્રિય જીવોનો વધ કરીને યજ્ઞો કરવા, તેમાં ધાર્મિકતા કે પુરુષાર્થપણું શું છે ? ” અંતે તેના પ્રધાન વાભટદેવે તેને આ બાબતમાં હેમચંદ્રાચાર્યને ઉપદેશ લેવાનું સૂચવ્યું. આપણે અગાઉ જેઈ આવ્યા છીએ કે, કુમારપાલને આ પહેલાં પણ હેમચંદ્રાચાર્યની મુલાકાત થઈ હતી. તેમજ તેમણે તેને કેટલીક વાર બચાવ્યો પણ હતો. પરંતુ તેમના પ્રત્યે ગમે તેટલી કૃતજ્ઞતાની લાગણી હોવા છતાં, આવા અંતિમ પ્રશ્નોની બાબતમાં પણ તે મદદગાર થઈ પડશે, એવું તેને લાગ્યું નહીં હોય, તેથી તેને વામ્ભટદેવની સુચનાની જરૂર પડી. પરંતુ, પછી જ્યારે હેમચંદ્રાચાર્યને તેને સાચે પરિચય થયું, ત્યારે તેણે તરત જ પિતાની જાતને તેમના શરણમાં સેપી. હેમચંદ્રાચાર્યના ઉપદેશ અનુસાર પિતાનું જીવન ઘડવાનું એક વાર શરૂ કર્યા બાદ, તેની અસર તેના રાજવહીવટમાં પણ થાય એ સમજી શકાય તેવું છે. કુમારપાલે યજ્ઞમાં અને બીજી ધર્મક્રિયાઓમાં પશુવધ બંધ કરવાની “અમારિ ઘોષણા ” પ્રવર્તાવી. મૃગયાને રિવાજ પણ બંધ કરાવ્યું. તથા મદ્ય, ધૃતક્રીડા તેમજ પશુપંખીઓની સાઠમારીની રમતની પણ બંધી કરી. ઉપરાંત, ત્યાર સુધી અપુત્ર મરી જનારાની બધી મિલકત રાજાઓ લઈ લેતા હતા; તે રિવાજ પણ તેણે વિધવાઓને કકળાટ અને તેમની અસહાયતાને લક્ષમાં લઈ બંધ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 268