Book Title: Yogshastra Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 8
________________ આઠ વર્ષને હતું ત્યારે તેને પિતા કર્ણદેવ ગુજરી ગયા હતા. પરંતુ વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ સુધીના ૪૯ વર્ષના ગાળામાં તેણે માલવા જીત્યું; રાક્ષસોને રાજા કહેવાતા બાબરા ભૂતને (બર્બરકને) નમા; સૌરાષ્ટ્રના રાજાને હરાવ્ય તથા કેદ પકડ્યો; સિંધુરાજને ઉખાડી નાખે, તથા કલ્યાણના પરમર્દીને દબાવી દીધો. પરંતુ, ગુજરાતમાં તેની કીતિ પ્રબળ વિજેતા તરીકે જ નથી સચવાઈ રહી. તેણે પિતાને જમાનામાં સ્થાપત્ય અને સાહિત્યનો જે ઉત્કર્ષ સાથે, તથા પિતાની પ્રબળ ઈચ્છાથી ગુજરાતને અન્ય પ્રાંતે જેટલું જ સાહિત્ય અને સ્થાપત્યની બાબતમાં મશહૂર કરી દીધું, એ જ અત્યારે તે તેના નામ સાથે ચિરસ્મરણીય થયું છે. પ્રબંધચિંતામણિમાં ટાંકેલા એક બ્લેકમાં જણાવ્યું છે કે, महालयो महायात्रा महास्थानं महासरः । यत्कृतं सिद्धराजेन क्रियते तन्न केनचित् ।। સિદ્ધરાજે જે મહાલય બંધાવ્યાં છે, જે મહાયાત્રા કરી છે, તથા જે મહાસ્થાન અને મહાસરેવર નિમ્યાં છે, તે બીજા કેઈથી થઈ શકે તેમ નથી. આમાંનું “મહાલય” તે તે સરસ્વતી નદીના કિનારા ઉપર સુપ્રસિદ્ધ રુદ્રમહાલય કે સુકમાળ છે. સિદ્ધરાજે ત્યાં આગળ જ મહાવીરનું પણ એક સ્થાનક બંધાવી, પિતાની પ્રજાના તમામ પંથે પ્રત્યેને પિતાનો આદરભાવ વ્યક્ત કર્યો છે. “મહાયાત્રા તે તે સિદ્ધરાજે પગે ચાલીને કરેલી સોમનાથની યાત્રા છે. ત્યાં આગળ જ તેને શિવજીએ કહ્યું કે, તું અપુત્ર મરી જઈશ, અને તારી પછી તારા કાકાના દીકરા ત્રિભુવનપાલને પુત્ર કુમારપાલ ગાદીએ આવશે, એવું હેમચંદ્રાચાર્ય જણાવે છે. સોમનાથથી પાછા ફરતાં તે ગિરનારની યાત્રાએ પણ ગ. હતો, અને ત્યાં નેમિનાથ મંદિરમાં જઈ પૂજા કરી હતી. “મહાસરવર ” તે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. તે સરોવરની આજુબાજુ તેણે સત્રશાળાઓ બાંધી હતી, અને તે વિદ્યાથીઓથી ઊભરાયેલી રહેતી. તેની નજીક જ તેણે જુદી જુદી વિદ્યાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 268