Book Title: Yogshastra Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 5
________________ ४ નિશ્ચય કર્યાં. આ અગાઉ તેના હેમાચાય` સાથે મેળાપ થઈ ચૂકયો હતા; એટલે તેણે તેમની દ્વારા એ નિશ્ચય પાર પાડવાનું નક્કી કર્યું. હેમાચાય ને પણ એ બાબતમાં વિશેષ કહેવુ પડે તેમ નહોતું. તેમણે તરત જ તે કામ હાથ ધર્યું, અને પરિણામે ‘સિદ્ધહેમ ’વ્યાકરણ ગુજરાતને મળ્યુ. . પરંતુ, · યાગશાસ્ત્ર ’ રચવાની કુમારપાલની વિનંતી, પાતાનુ નામ અમર થાય તે માટે કે તેવા ખીજા કાઈ હેતુસર નહેાતી. તેમ જ હેમચદ્રાચાર્યને પણુ આ ગ્રંથ રચીને શાસ્ત્રપ્રણેતા તરીકે પોતાની કુશળતા અતાવવી નહોતી. તેમને તે પોતાના શિષ્ય કુમારપાલને મદદરૂપ થઈ પડે તેવી વિશિષ્ટ યોગસાધના બતાવવી હતી. ઉપર જણાવ્યું તેમ, કુમારપાલ પોતે યોગાપાસનાના શાખી હતા. પરંતુ, તેને માથે ગુજરાતનું સૌથી માટું સામ્રાજ્ય વહન કરવાનું આવ્યું હતું. ખીજા યોગગ્રંથા મુખ્યત્વે સન્યાસી કે તેવા નિવૃત્ત મનુષ્યોને ખ્યાલમાં રાખી લખાયા હતા. પરંતુ, કુમારપાલને તો કદાચ તે બધાથી ‘વિલક્ષણ ' એટલે કે પ્રવૃત્તિયુક્ત ગૃહસ્થને લગતું યેાગશાસ્ત્ર જોઈતું હતું. અને હેમાચાય નું ચોગશાસ્ત્ર ’ જોયા પછી એમ લાગે જ છે કે, તેમણે ગૃહસ્થનુ યેાગશાસ્ત્ર આપવાની કુમારપાલની માગણી અક્ષરશઃ પૂરી પાડી છે. આપણે પછીથી જોઈશું તેમ કુમારપાલ ૫૦ વર્ષની વયે ગુજરાતની ગાદી ઉપર આવ્યા હતા; અને વીસ વષઁથી માંડીને ત્યારસુધીના બધા સમય તેણે છૂપી રીતે દૂર દૂર ભટકવામાં ગાળ્યા હતા. તે દરમ્યાન મુખ્યત્વે તેણે કેદારનાથ જેવાં તીર્થોની યાત્રા વારંવાર કર્યા કરી હતી. તેવી મુશ્કેલ સ્થિતિમાં, કે જુદા જુદા સંતાના સહવાસથી તેનામાં ચેાગે પાસના કે નિવૃત્તિની ઝ ંખના જાગી હોય તે નવાઈ નહિ. પરંતુ જીવનના પાછલા ભાગમાં જ્યારે બધું બદલાઈ ગયું, અને તેને ભાગે લગભગ મોટા ભાગના હિંદુસ્તાન જેટલું વિશાળ સામ્રાજ્ય વહન કરવાનું આવ્યું, ત્યારે પણ હેમાચાય જેવા યાગીના સંસર્ગમાં તેની જૂની યાગસાધનાની વૃત્તિ જાગૃત થઈ હોય, એમ બનવાને પૂરા સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 268