Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ ઉપાદ્ધાત ૧ , : આ‘યોગશાસ્ત્ર' ગ્રંથ શ્રી હેમચદ્રાચાયે પેાતે જણાવ્યા પ્રમાણે ગુજરાતના રાજા ચૌલુકય કુમારપાલના ' કહેવાથી રચ્યા હતા. વળી, એ ગ્રંથના અ ંતિમ શ્લોકની ટીકામાં તેમણે જ ઉમેર્યુ છે કે, · કુમારપાલરાજાને યાગાપાસના પ્રિય હતી, અને તેણે અન્ય યાગથી પણુ જોયા હતા. તેણે તે બધાથી વિલક્ષણ એવું યોગશાસ્ત્ર પેાતાને સંભળાવવાના ધણા આગ્રહ કર્યાં, તેથી આ યાગે પનિષદ હેમાચાયે વાણીગાચર કરી છે.’ > ' કુમારપાલના પુરાગામી સિદ્ધરાજ જયસિહના કહેવાથી હેમાચાયે આ પ્રમાણે જ ‘• સિદ્ધહેમ ' નામનું પેાતાનું સુપ્રસિદ્ધ વ્યાકરણ રચ્યું હતું. પરંતુ તેની અને આ ગ્રંથની રચનાના પ્રયાજનમાં ફેર છે. ‘સિદ્ધહેમ ’ વ્યાકરણ તેા હેમાચાયે વ્યાકરણાદિ શાસ્ત્રની ખામતમાં ગુજરાત દેશની પરાપવિતાને અપવાદ ટાળવા માટે રાજાના આગ્રહથી રચ્યું હતું. સિદ્ધરાજ માળવા દેશ ક્તીને ત્યાંથી વિજયલક્ષ્મીની સાથે તેની સાહિત્યલક્ષ્મીને પણ લાવવાનું ચૂકયો નહોતા. ત્યાંના સાહિત્યભંડાર તપાસતી વખતે સિદ્ધરાજના જોવામાં માલવાના રાજા ભેજે રચેલું ‘ ભેાજવ્યાકરણ ' આવ્યું હતું. માલવાને રાજ આવાં આવાં શાસ્ત્ર રચનારા સાહિત્યજ્ઞ હતા, એ જાણી સિદ્ધરાજને પોતાની ઊણપનું અહુ ઓછું આવ્યું. પરંતુ, જ્યારે તેને કહેવામાં આવ્યું કે, ગુજરાતમાં તેમજ પાટણની પાઠશાળાઓમાં પણ એ જ વ્યાકરણુ શીખવવામાં આવે છે, ત્યારે તેના સ્વાભિમાનમાં તેનુ સ્વદેશાભિમાન પણ ઉમેરાયું; અને ગુજરાતની આ પરાપવિતા કાઈ પણ પ્રકારે દૂર કરવાને તેણે Jain Education International 3 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 268