Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam Author(s): Hiralal Hansraj Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ // નમો નમઃ શ્રી ગુરુનેમિસૂર . હું મહાકાવ્યમાં પ્રવેશ કરતાં પહેલાં.... છે પંડિત હીરાલાલ હંસરાજ લાલનના વંશજ શ્રી ચંપકલાલ વિઠ્ઠલજી લાલન (જેઓ ઈતિહાસ અને વંશવેલાના ખૂબ જ ઊંડા અભ્યાસી છે, જ્યારે જ્યારે મળવા આવે ત્યારે અચૂક આ લિનયાનનાગ્યુમ્ પશ્નિાવ્યમ્ ની વાત કરે. તેમને એ મહાકાવ્યના રચયિતા શ્રી હી. હે. લાલનનો ભારે લગાવો અને મને શ્રી આત્મારામજી મહારાજનું ભારે આકર્ષણ. તેમની જ્ઞાનપ્રીતિની વાતો જ્યારે જ્યારે સાંભળી છે ત્યારે ત્યારે તેમની જ્ઞાનની પ્રીતિને પોંખી છે. તેથી મનમાં થયું કે આનું પુનર્મુદ્રણ થાય તો સારું. આવી વાતો પ્રાસંગિક રીતે ચાલતી હતી ત્યારે ઉત્તમના અનુરાગી ધર્મેન્દ્ર વાતને વધાવી લીધી. અને વાત્સલ્યનિધિ આ. શ્રી મહાબળસૂરિ મહારાજ તથા પ્રવચનકુશળ આ. શ્રી પુણ્યપાલસૂરિ મહારાજના ઉપકારની વર્ષોથી ભીંજાયેલા મૂળ સાવરકુંડલાના વતની હાલ પાર્લા-પૂર્વ-મુંબઈમાં વસતાં શ્રી જ્યોસ્નાબહેને દિલીપભાઈ દોશીએ એ લાભ લીધો અને એ ગ્રન્થ આજે તમારા એટલે શ્રી સંઘના કરકમલમાં મૂકવાનો શક્ય બન્યો તેનો આનંદ છે. હું આવી તક શોધતો રહું છું. મળે છે ત્યારે આનંદવિભોર બની રહું છું. થોડાં વર્ષોની આવરદા વધશે એ આશા રાખવી ગમે છે. આજે પ્રોગ્રામની બોલબાલા છે. તે કાળે અને તે સમયે પૂજ્યપાદ આત્મારામજી મહારાજની જ્ઞાનપ્રીતિ જાણવી ઉપકારક ગણાશે. શ્રમણજીવનમાં લોકસંપર્ક બાધક છે. જયારે શ્લોકસંપર્ક સાધક છે. મતિને શાસ્ત્રવચનથી જેટલી પરિકર્મિત કરીશું તેટલું શ્રમણજીવન ઝળહળતું બનાવી શકીશું. તેમના પ્રશ્નોત્તરમાં એક પ્રસંગે લખે છે કે પોતે જેસલમેર ગયા હતા અને ટ્રસ્ટી-ગૃહસ્થોએ દાદ ન આપી. પ્રાયઃ એક મહિના પછી એમ ને એમ પાછા ફર્યા. આજે ગૃહસ્થોની જ્ઞાનક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા પ્રવર્તે છે તે સાધુજીવનમાં બાધક છે. પ્રફવાચન પ્રો. કાંતિભાઈ બી. શાહે કરી આપ્યું છે, મુદ્રણનું કાર્ય શ્રેણિકે (કિરીટ ગ્રાફિકસ) સંભાળ્યું છે. વિ. સં. ૨૦૬૪, મહા સુદિ દશમ, | શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિશિષ્ય બોરિવલી (પૂર્વ), દોલતનગર. પ્રદ્યુમ્નસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 400