Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ વીર ! મધુરી વાણી તારી આવે. જ્યાં રીત સાચી છે ત્યાં જવાબને તો એ રીતની પાછળ ચાલ્યા જ આવવું પડે ટૂંકમાં ઠોઠ નિશાળીઓ જવાબની પાછળ રીતને તાણી જાય છે; જ્યારે બુદ્ધિમાન વિદ્યાર્થી રીતની પાછળ દત્તચિત્ત બનીને જવાબ આપોઆપ લાવી દે છે. શાસ્ત્રોમાં પ આ જ વાત કહી છે કે બીજી રીતે તે ધર્મના કદાગ્રહી માણસો પોતાની નક્કી થઈ ચૂકેલી માન્યતાને સાચી ઠરાવવા માટે જ યુક્તિઓ લગાવતા હોય છે જ્યારે નિષ્પક્ષ માણસો તો સાચી યુક્તિ જ લગાડતા હોય છે એમાંથી જ એમની એક આગવી માન્યતા સાકાર બને ચે અને સત્યના ફલક ઉપર એ માન્યતા સદા માટે આરૂઢ થઈ જાય છે. નિષ્પક્ષશિરોમણિ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા પણ આ જ પદ્ધતિને અનુસરતા આપણને જણાવશે કે જેનામાં આટલું ન હોય, અને આટલું હોય તે મહાદેવ કહેવાય. પછી તેમાં કદાચ બુદ્ધ કે કપિલ આવી જતાં હોય તો ભલે આવી જાય અને તેમાંથી પરમાત્મા મહાવીર નીકળી જતાં હોય તો ભલે નીકળી જાય. મહાદેવની શરતોને રજૂ કરતાં પ્રથમના બે શ્લોકમાં તેઓ નિષેધમુખી ત્રણ બાબતો રજૂ કરે ચે. તેઓ કહે છે કે જેનામાં રાગ, દ્વેષ અને મોહ ન હોય તેને આપણે મહાદેવ કહેવા જોઈએ. આ વિષયમાં આગળ ન વધતાં હમણાં તો આપણે એ રાગ, દ્વેષ અને મોહ શું વસ્તુ છે તે જ જોઈએ. - રાગનું સ્વરુપ આત્માની પોતાની સ્વાભાવિક તંદુરસ્તીને જે ખરડી નાંખે છે તે રાગ છે. આગવી સ્વસ્થતા એ આત્માની પોતાની ચીજ છે. જ્યારે એ સ્વસ્થતાને હાનિ પહોંચાડતો રાગ એ કર્મપુદ્ગલની વસ્તુ છે. ચૈતન્ય ઉપર જડનું આક્રમણ એ જ મોટી આફત છે. પરંતુ અનાદિકાળનો આત્મામાં એકરસ થઈ ગયેલો અધ્યાસ આ વિચારને જન્મવા જ દેતો નથી. રાગ એટલે સંકલશે : મૂચ્છ સ્વરૂપે પુગલની મમતામાંથી ઉત્પન્ન થતો ત્રાસભાવ. કોઈ પણ એક પુદ્ગલની ઉપર મમત્વ થાય છે ત્યારે ઈષ્ટ પુગલની પ્રાપ્તિ પૂર્વે તે મમત્વ, મેળવવાની ચિંતાની ઝીણી આગ ઉત્પન્ન કરે છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 216