Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૭ સુખોદ્ધાટનક કે મુખોદ્દઘાટનક સ્તંભ કરાવ્યો. ઉત્તર બાજુએ પિતા આસરાજ અને પિતામહ સોમની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી. જિનમઠની પ્રપા કરાવી અને ત્રણ દેવકુલિકાઓ કરાવી. શિવાત્યમાં પોતાની, પોતાની પત્નીની, તેજપાળ અને એની ભાર્યાની મૂર્તિ મુકાવી. અંબાશિખરે અંબિકાસદનનો નવો મંડપ કરાવ્યો. અંબિકાનું આરસનું પરિકર કરાવ્યું. અહિતની દેવકુલિકા કરાવી. અહીં ચંડપના શ્રેયાર્થે નેમિનાથની મૂર્તિ તથા ચંડપ, મલ્લદેવ, તેજપાળ અને પોતાની મૂર્તિઓ કરાવી. અવલોકનાશિખરે ચંડપ્રસાદની પુણ્યવૃદ્ધિ અર્થે નેમિજિનની પ્રતિમા તેમ જ ચંડપ્રાસાદની અને પોતાની પ્રતિમા મુકાવી. પ્રદ્યુમનશિખરે સોમના શ્રેયાર્થે નેમિજિનની મૂર્તિ તથા સોમની અને તેજપાળની મૂર્તિ મુકાવી. શાંબશિખરે પિતા આસરાજના કલ્યાણ અર્થે નેમિનાથની પ્રતિમા તેમ જ આસરાજ અને કુમારદેવીની પ્રતિમા મુકાવી”. તેજપાળે ગિરનાર ઉપર તો માત્ર “કલ્યાણત્રય સંજ્ઞક નેમિનાથનું મંદિર બંધાવ્યાના ઉલ્લેખો છે. એ મંદિરનો સમરસિહ-માલદેએ ઈ. સ. ૧૪૩૮માં આમૂલચૂલ ઉદ્ધાર કરેલો અને હાલ તે સંગ્રામસોનીના મંદિર તરીકે ઓળખાય છે. વસ્તુપાલે કરાવેલા પાર્શ્વનાથના ચૈત્યને સ્થાને સંપ્રતિ રાજાના મંદિરના નામે ઓળખાતું શાણરાજ અને ભુંભ ઈ. સ. ૧૪૫૩માં બંધાવેલું મંદિર ઊભું છે; જયારે સત્યપુરવીરને સ્થાને નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં મહાવીરનું નવીન જ મંદિર બંધાવ્યું કે હાલ મેલકવસહી તરીકે ઓળખાય છે. અંબિકાના મંદિરનો પણ શ્રેષ્ઠી સોમલે ઈ. સ. ૧૪૬૮માં પૂર્ણરૂપે ઉદ્ધાર કરેલો છે. છતાં વસ્તુપાલની મુખ્યકૃતિ “વસ્તુપાલ-વિહાર' હજુ અસ્તિત્વમાં છે. નેમિનાથના મંદિરની પાછળ એ મંદિર આવેલું છે. તેમાં પણ જોકે મંડપોની છતો, સંવરણા, અને ગર્ભગૃહનાં શિખર ૧૫મી શતાબ્દીમાં નવેસરથી બંધાયાં લાગે છે. આ મંદિરમાં જ સંવત ૧૨૮૮ના વર્ષવાળી વસ્તુપાલની ૬ મોટી અને મહત્ત્વપૂર્ણ શિલાલેખપ્રશસ્તિઓ લગાવેલી છે. આ દેવાલય ગુજરાતના સ્થાપત્યની એક અણમોલ કૃતિ ગણાય છે. ડુંગર ઉપરના સ્થાપત્ય ઉપરાંત ગિરનારની તળેટીમાં તેજપાલે ગઢ સહિત તેજલપુર વસાવેલું. તેમાં મમ્માણી ખાણના પથ્થરમાંથી ઘડેલી પાર્શ્વનાથની પ્રતિમા સહિત આસરાજવિહાર કરાવ્યો. આ ઉપરાંત ત્યાં વસતી, સંધેશગૃહ, સત્રાગાર, વાપી, પ્રપા, અને નવહટ્ટ કરાવ્યાં. પાર્શ્વનાથની પૂજા માટે ઉદ્યાન કરાવ્યું; અને માતાના નામથી કુમારસરોવર કરાવ્યું. વસ્ત્રાપથમાં ભવનાથનો ઉદ્ધાર કરાવ્યો. ત્યાં આગળ કાલમેઘ ક્ષેત્રપાલ સ્થાપ્યા અને આશ્વમંડપ કરાવ્યો. તેજપાલની આ તમામ કૃતિઓ (કદાચ કુમારસરોવર સિવાય)* કાળબળે નષ્ટ થઈ ચૂકી છે. ભવનાથ મહાદેવનો અંદરનો જૂનો ભાગ હજુ ઊભો છે. તે તો મૈત્રકકાલ જેટલો છે. * તળાવ દરવાજા બહાર આવેલાં આ તળાવમાં હવે વસાહત બની ગઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19