Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 8
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૯ (૧૧) અર્કપાલિત પાલીતાણા ક્ષેત્રની નજીક આવેલા ઉત્તર મધ્યકાળમાં અંકપલિય નામે કે અત્યારે અંકેવાળિયાના નામે ઓળખાતાં ગામમાં વસ્તુપાલે જનકની ધર્મવૃદ્ધિ માટે શ્રી વીરજિનનું મંદિર કરાવ્યું. માતૃપુણ્યાર્થે પ્રપા, પિતૃપુણ્યાર્થે સત્ર, સ્વશ્રેયાર્થે વસ્તુપાલસરોવર અને ગ્રામલોકોના કલ્યાણ માટે શિવમંદિર અને પાન્થાવાસ કુટિ પણ કરાવ્યાં. (૧૨) વલભી વલભીપુરમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઋષભપ્રભુના મંદિરનો ઉદ્ધાર કર્યો; કૂપ, સુધાકુંડ, અને પ્રપા કરાવ્યાં. (૧૩) વિરેજથગ્રામ અહીં વસ્તુપાલ વિહાર કરાવ્યો, તેમ જ યાત્રિકોની સગવડ માટે સત્ર અને પ્રપા કરાવ્યાં. સંઘને ઊતરવા માટે પ્રતોલી સહિત સ્થાન કરાવ્યું. પાંચ મઠ કરાવ્યા. (૧૪) વાલાભુંડાદ્ર (વાળાક પંથક ?)માં વસ્તુપાલે વટકુપાંડપિકા કરાવી. (૧૫) કલિગુંદીગ્રામ તેજપાળે અહીં પ્રપા અને વાપી કરાવ્યાં, વસ્તુપાલ તેની ડાબી બાજુએ ગાંગેયનું કલયુક્ત મંદિર કરાવ્યું. (૧૬) વર્ધમાનપુર વસ્તુપાલે વઢવાણમાં વર્ધમાનજિનેશનો હેમકુંભદંડવિભૂષિત બાવન જિનાલયવાળો પ્રાસાદ કરાવ્યો. સંધરક્ષા માટે દુર્ગ કરાવ્યો. વીરપાલદેવના (મહાવીરના ?) પુરાતન દેવાલયનો ઉદ્ધાર કરાવ્યો. વાપી કરાવી અને બે સત્રાગારો કરાવ્યાં. આ મંદિરે કાળના ગર્ભમાં વિલીન થઈ ગયાં છે. (૧૭) ધવલકક્ક વિરધવલના સમયમાં ધોળકા વાઘેલાઓનું પાટનગર હતું. અહીં વસ્તુપાલે શત્રુંજયાવતાર શ્રી નાભિજિનેશનો વિશાલબિંબપ્રતિષ્ઠિત, સુવર્ણકલશયુક્ત, ચતુર્વિશતિ પ્રાસાદ તેમ જ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. પૌષધશાલા કરાવી, મુનિઓ માટે બીજી વસતી પણ કરાવી. રાણકભટ્ટારકના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો તથા વાપી અને પ્રપા કરાવ્યાં. તેજપાલે અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19