Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text ________________
૧૯૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર
રાજસ્થાનના સુદૂરના પ્રદેશોમાં પણ મંત્રી વસ્તુપાળ તીર્થધામો કરાવ્યાના ઉલ્લેખ વસ્તુપાળચરિતમાં મળી આવે છે. (૫૯) નાગપુર
નાગોરમાં સત્રાલય શરૂ કરાવ્યું. પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચતુર્વિશતિ જિનાલય કરાવ્યું. (૬૦) શંખપુર
શાંતિનાથનું મંદિર કરાવ્યું. શાંબવસતીમાં નાભેયનું ભવન કરાવ્યું. (૬૧) દેવપલ્લી
જિનચૈત્ય કરાવ્યું. (૬૨) ખેટ(ક)
ખેડનગરમાં જિનચૈત્ય કરાવ્યું. (૬૩) (જા ?)વટનગર
નવું નેમિશ્ન કરાવ્યું. (૬૪) ખદિરાલય
વસ્તુપાળ નાભેય-જિનેંદ્રનું મંદિર કરાવ્યું; અને તેજપાળે ત્રિશલાદેવીનું ભવન કરાવ્યું. (૬૫) ચિત્રકૂટ
ચિતોડમાં પહાડી પર અરિષ્ટનેમિનું જિનાગાર કરાવ્યું, જે પછીથી “સમિધેશ્વર' શિવાલયમાં પરિવર્તિત થયું છે.
જિનહર્ષની નોંધો પરથી એમ જણાય છે કે વસ્તુપાળ મહારાષ્ટ્ર, મધ્યભારત, અને છેક દિલ્હી સુધી તીર્થધામો કરાવેલાં. (૬૬) નાસિક્યપુર
નાસિકના જિનવેમમાં ખત્તકમાં જિનબિંબ કરાવ્યાં. (૬૭) વસંતસ્થાનક અવંતિ
જિનાલયના ખત્તકમાં જિનબિંબ મુકાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 15 16 17 18 19