Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249391/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ગુજરાતની વિવિધલક્ષી વાસ્તુપ્રણાલીનો મધ્યકાલીન ભારતીય સ્થાપત્યના મહોદધિને સમૃદ્ધ કરવામાં ગણનાપાત્ર કહી શકાય એવો ફાળો રહ્યો છે. ગુજરાતના રાજવંશો, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, અને બહુજનસમાજે ગૂર્જરધરાને વાસ્તુકૃતિઓથી શણગારવામાં કોઈ કચાશ રાખી નહોતી. આ વિપુલ પ્રશ્રયના પ્રતાપે એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી પણ પૂર્ણ વિકાસ સાધી રહી; સારાયે પશ્ચિમ ભારતમાં વ્યાપ્ત એવી આ પ્રાણવાન મરુગૂર્જર પ્રથા પોતાની આંતરિક શક્તિ, એને અનુલક્ષીને રચાયેલા વાસ્તુગ્રંથોનું શિસ્તપૂર્ણ નિયમતંત્ર, તેમ જ સતત મળેલા પ્રશ્રય અને પોષણના પ્રતાપે આજ દિવસ સુધી ટકી રહી છે. વિધર્મી શાસનના કારણે ઉત્તરાપથમાં ઘણે સ્થળે જયારે દેવાલય સ્થાપત્યની ગ્લાનિ થઈ ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં એનો દીપ નિષ્કપ જલતો રહ્યો. પશ્ચિમ ભારતની આ આલંકારિક અને કલાપૂર્ણ વાસ્તુપરંપરાની જયોતને અબાધિત, અવિરત ઉત્તેજન આપી પ્રકાશિત રાખી એની રક્ષા કરનાર, એની રચનાઓના મર્મજ્ઞ અને પ્રશંસક, એની પ્રગતિના પુરસ્કર્તા અને પોષક તો હતા એ કાળે થયેલા કલિકાલકુબેર મંત્રીશ્વર વસ્તુપાલ અને એમના લઘુબંધુ વાણિજયવીર રાજપુરુષ તેજપાલ. ગુજરાતની સ્વાધીનતા અને સંસ્કૃતિના સમર્થ સંરક્ષક, એની અસ્મિતાના અઠંગ આરાધક, દુર્જય રણવીર છતાંયે ધર્મવીર, સ્વધર્મનિષ્ઠ છતાંયે સર્વધર્મસમદર્શી, શ્રી અને સરસ્વતીના સમાન લાડીલા સચિવેશ્વર વસ્તુપાલ અને ધર્મધુરંધર તેજપાલનાં સદ્ધર્મકૃત્યોની સવિસ્તર નોંધ એમના સમકાલીન પ્રશંસકો અને વિદ્યાશ્રિતોએ રચેલાં કાવ્યો અને પ્રશસ્તિઓ તેમ જ ચરિત્રચિત્રણમાંથી વિગતે મળી આવે છે. ઉત્તરકાલીન લેખકો પણ વસ્તુપાલ-તેજપાલની ધર્મવિષયક પ્રવૃત્તિઓનું સવિસ્તર, કેટલીક વાર અતિશયોક્તિભર્યું, વર્ણન કરતાં ચૂક્યા નથી. એ તમામ ગ્રંથસાધનોનાં નિરીક્ષણ, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થતી અંતિમ અને વિશ્વસ્ત માહિતીના આધારે એટલું ચોક્કસ નિશ્ચિત થાય છે કે એમણે નિર્માણ કરાવેલ પ્રાસાદો અને પ્રતિમાઓ, વાપીઓ અને જલાશયો, પ્રાકારો અને પ્રકીર્ણ રચનાઓની સંપૂર્ણ યાદી સ્તબ્ધ કરે એવી વિસ્તૃત અને વિગતપૂર્ણ છે. સમ્રાટો પણ સવિસ્મય લજ્જિત બન્યા હશે એટલી વિશાળ સંખ્યામાં વાસ્તુ અને શિલ્પની રચનાઓ આ મહાનું બંધુઓ દ્વારા થયેલી છે. અગાઉ કોઈ એક લેખમાં આ મહત્ત્વપૂર્ણ વિષય પર પૂર્ણ અને તલસ્પર્શી આલોચના થયેલી જાણમાં ન હોઈ અહીં એની વિગતવાર ચર્ચા કરવા વિચાર્યું છે. આ રસપ્રદ વિષય પર પ્રકાશ પાડનાર સાધનોમાં મુખ્યત્વે નીચેનાં ગ્રંથ અને પ્રશસ્તિ રચનાઓનો આધાર અહીં લેવામાં આવ્યો છે : (૧) કવિ સોમેશ્વરકૃત કીર્તિકૌમુદી (ઈ. સ. ૧૨૨૧ આસપાસ), (૨) જયસિંહસૂરિરચિત ‘શકુનિકાવિહારપ્રશસ્તિ' (ઈ. સ. ૧૨૩૦ પૂર્વે), (૩)-(૪) નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભ Page #2 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૩ સૂરિવિરચિત ધમબ્યુદય મહાકાવ્ય (ઈ. સ. ૧ર૩૦ પૂર્વે) તથા સુકતકીર્તિકલ્લોલિની (ઈ. સ. ૧૨૩૨ પૂર્વે), (૫) અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (ઈ. સ. ૧૨૩૧ પૂર્વે), (૬) નરેન્દ્રપ્રભસૂરિરચિત “વસ્તુપાલપ્રશસ્તિ'(મોટી), (૭) વિજયસેનસૂરિકૃત રેવંતગિરિરાસુ (ઈસ્વી ૧૨૩૨ બાદ) (૮) પાલ્યાણપુત્રકૃત આબુરાસ, (૯) બાલચંદ્રકૃતિ વસંતવિલાસ, (ઈ. સ. ૧૨૪૦ પશ્ચા), (૧૦) મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૯), અને (૧૧) જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (ઈ. સ. ૧૪૪૧). આ સિવાયના ગ્રંથો-જેવા કે જિનપ્રભસૂરિરચિત કલ્પપ્રદીપ (૧૩મી-૧૪મી શતાબ્દી), રાજશેખરસુરિનો પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯), અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન પ્રબંધસંગ્રહના ૧૩થી ૧૫મી શતાબ્દીના લેખનોમાં જણાવેલી કેટલીક નોંધોના અપવાદો બાદ કરતાં બાકીનાની વિગતો તપાસતાં ઘણી વાર વ્યવહારુ શકયતાઓની પરિસીમાઓ વટાવી જતી હોઈ અહીં તેને બહુ લક્ષમાં લેવામાં આવી નથી; જ્યારે ઉપર કહી તે ૧૧ રચનાઓમાં અપાયેલી નોંધો સમતોલ, અન્યોન્ય પ્રામાણિત, પૂરક અને પ્રતીતિકર, તેમ જ કેટલીક વાર ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોના આધાર પર નિઃશંક પુરવાર થતી હોઈ અહીં એને જ પ્રમાણભૂત માનવામાં આવી છે. આ સિવાય ઉત્તરકાલીન લેખકોએ વસ્તુપાલ-તેજપાલને અનુલક્ષીને લખેલા રાસમાંથી કેટલીક ઉપયોગી લાગી તે માહિતીનો પણ અહીં-સમાવેશ કર્યો છે. તેમાં હીરાણંદ (ઈ. સ. ૧૪૨૯), લમીસાગર (ઈ. સ. ૧૪૫૨ પા), પાર્શ્વચંદ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુંદર (ઈ. સ, ૧૬૨૬), અને મેરુવિજય(ઈ. સ. ૧૬૬૫)ની કૃતિઓ પ્રમુખ રૂપે ગણી શકાય. આ વાડમયિક સાધનો ઉપરાંત ગિરનાર અને આબુ પરની બે મોટી પ્રશસ્તિઓના શિલાલેખોમાં અપાયેલી વિગતો તેમ જ શત્રુંજય, આબુ, અણહિલ્લવાડ પાટણ, ખંભાત, નગરા, લેરિસા, તારંગા, ધોળકા, ગણેશર, અને પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા પ્રકીર્ણ લેખોની માહિતીને પણ અહીં સમાવી લેવામાં આવી છે. વસ્તુપાલ-તેજપાલનાં ધર્મલક્ષી સુકૃત્યોનું સમઝાવલોકન કરતાં એ મહામના મંત્રીઓની દાનશીલતાનો પ્રવાહ જૈન અને બ્રાહ્મણધર્મનાં ધર્મસ્થાનો પરત્વે તેમ જ ધાર્મિક અને જનોપયોગી વાસ્તુનિર્માણ તરફ નિષ્પક્ષ રીતે, પૂર્ણ ઔદાર્થથી, એકધારો રહ્યો છે. આ સુકૃત્યો કરતી વખતે આ સહૃદયી, પ્રેમાળ મંત્રીઓ પોતાના ભાઈભાંડુઓ, પૂર્વજો, ગુરુજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને સમકાલીન રાજપુરુષોને પણ ભૂલ્યા નથી. આ તમામ સુકૃત્યરચનાઓનું વિશ્લેષણ કરતાં આ પ્રમાણે વર્ગીકરણ થાય છે : નાગરિક વાસ્તુમાં (૧) નગર નિર્માણ, (૨) વરણ વિધાન : આ તટાક, કુંડ, વાપી, શું કૂપ, ૩ પ્રપા, ક તકમંડપિકા. અને સાથે જ દેવાલયાદિ વાસ્તુકર્મણામાં (૩) પ્રાસાદ નિર્માણઃ ન જૈન, એ બ્રાહ્મણીય, ર્ મુસ્લિમ; (૪) દેવકુલિકાદિ નિર્માણ જૈન, મા સ્તંભ, રૂ પ્રતિહસ્તક, હું ઉત્તાનપટ્ટ, (૫) Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નિર્ચથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સુવર્ણદંડકલશાધિરોપણ, (૬) સંચારપાજા નિર્માણ, તેમ જ (૭) જીર્ણોદ્ધાર ઃ આ જૈન મંદિરો, આ બ્રાહ્મણીય મંદિરો, અને (૮) પ્રતિમા-પ્રતિષ્ઠા, ૩ જૈન (જિન, સરસ્વતી, યક્ષીયક્ષાદિ), આ બ્રાહ્મણીય દેવતાઓ, ૬ આરાધક મૂર્તિ; તદુપરાંત (૯) અન્ય ઇમારતો પૌષધશાલા, ના બ્રહ્મશાલા, રૂ ધર્મશાલા, શું થશાલા, ૩ સત્રાગાર, 5 મઠ અને (૧૦) શેષ: શુલ્કમંડપિકા, આ હટ્ટિકા, અને રૂ વાટિકા. ગ્રંથોમાં સૌથી વિશેષ વિગતો વસ્તુપાલચરિત્રમાં અપાયેલી છે, જ્યારે પ્રશસ્તિઓમાં અલંકારમહોદધિના અંતે નરેન્દ્રપ્રભસૂરિએ આપેલી પ્રશસ્તિ સૌથી મોટી અને વિગતપૂર્ણ છે. જુદાં જુદાં સ્થળોએ વસ્તુપાલ-તેજપાલે કરાવેલ સુકૃત્યોની અહીં રજૂ કરવામાં આવી રહેલી હકીકતો બહુધા મૂળ કૃતિઓની અસલ શબ્દરચનાઓને પ્રામાણિક રહીને કરવામાં આવી છે. (૧) શત્રુંજય શ્વેતાંબર જૈન તીર્થોમાં અગ્રણી એવા આ દેવાત્મા સમા પુનિત, પ્રાચીન, પર્વતીય તીર્થ પર વસ્તુપાલને અપાર ભક્તિ, પ્રીતિ, અહોભાવ હતાં. એની એણે સાડાસાત વાર યાત્રા કરેલી. છેલ્લી યાત્રા અધૂરી રહી અને મહાયાત્રા બની. અહીં એણે ઘણાં સુકૃત કરાવેલાં. શત્રુંજયના દક્ષિણ શૃંગ પર મંત્રીશ્વર ઉદયનના પુત્ર વામ્ભટ્ટે ઈસ૧૧૫૭માં પુનર્નિર્માણ કરાવેલ ભગવાન સમો મણિકાંચનમય પૃષ્ઠપટ્ટ અને મુખભાગે શાકુંભમય તોરણ કરાવ્યાં. એ પ્રાસાદના ત્રણે મંડપો પર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી મહારત્નવત ત્રણ સુવર્ણકલશો પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે ચઢાવ્યાં. એના પ્રવેશદ્વારમાં આરસનું મોટું તોરણ કરાવ્યું; તેમ જ એની સન્મુખે ઉભયમુખી લક્ષ્મીની મધ્યમૂર્તિવાળું તોરણ કરાવ્યું. એની સમીપમાં પ્રશસ્તિ સહિત બે ચતુષ્કિકાઓ કરાવી; તેમ જ ત્યાં લુણિગ અને મલ્લદેવની અશ્વારૂઢ મૂર્તિઓ જુદી મંડપિકાઓમાં કરાવી; અને ઉત્તર-દક્ષિણે ચાર ચાર ચતુષ્કિકાઓ કરાવી. નાભેયના આ મહામંદિરની સામે પ્રત્યેક ધારે તોરણયુક્ત ઇન્દ્રમંડપ કરાવ્યો. તેમાં ભીમદેવ (?), મહામંડલેશ્વર વિરધવળ, અને રાણી જૈતલદેવીની દ્વિપારૂઢ મૂર્તિઓ કરાવી; જ્યારે પોતાની અને તેજપાલની તુરગારૂઢ મૂર્તિઓ ઉપરાંત લલિતાદેવી(?)", સાત ગુરુજનો, પૂર્વજો, સંબંધીઓ અને મિત્રવર્યમંત્રી યશોવીર(?)ની મૂર્તિઓ મુકાવી. આ ઉપરાંત આદિનાથના એ મૂલચૈત્યના વામપક્ષે દ્વિતીય પત્ની સોબુકાના શ્રેયાર્થે ભૃગુકચ્છવિભૂષણ શ્રી મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ, અશ્વાવબોધચરિત્ર, અને શકુનિકાચરિત્રપટ્ટ સહિતનું મંદિર કરાવ્યું. સત્યપુરમંડન મહાવીરના એ મંદિરને છેડે, પ્રવેશમાર્ગે, બે તોરણવાળું વાવી(ભારતી)નું મંદિર કરાવ્યું. આ ત્રણે મંદિરો પર પ્રતાપસિંહના કલ્યાણ માટે કાંચન-કલશો મુકાવ્યા. ભૃગુપુરાવતારના મંદિરમાં પ્રપિતામહ ચંડપ્રસાદના શ્રેયાર્થે અજિતનાથ અને સંભવનાથના બિંબ મુકાવ્યાં તેમ જ પોતાની અને સોબુકાની મૂર્તિ મુકાવી. એ શકુનિચૈત્યની પાછળ સ્વર્ગીય બંધુ મલ્લદેવના Page #4 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૫ શ્રેયાર્થે ઉત્તુંગ તોરણ સહિત અષ્ટાપદ તીર્થ કરાવ્યું આટલામાં જ પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે સ્ફટિકના દ્વારવાળી ઉત્તરમુખી બે દેવકુલિકાઓ કરાવી. એ સિવાય ગિરનારના ચાર કૂટ–અંબા, અવલોકના, શાંબ અને પ્રદ્યુમનના શિખરાવતાર, હેમદંડકલશયુક્ત મંદિરો સાથે રૈવતાધીશ નેમિનાથનું ચૈત્ય કરાવ્યું તેમ જ સ્તંભનકાધિપ પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. એક ઉત્સવમંડપ કરાવ્યો. નિમાતા મરુદેવીના મંદિર પર હેમદંડ સહિત કલશ મુકાવ્યો. તીર્થરક્ષક કપર્દીયક્ષના પુરાતન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એમાં વામપક્ષે તોરણ કરાવ્યું અને અંતરાલના ગોખલામાં પાર્શ્વનાથની મૂર્તિ કરાવી તેમ જ ત્યાં પરિધિમાં આરસની જગતી કરાવી. જગતીમાં મત્તવારણ મંડિત ઉત્તુંગ તોરણ કરાવ્યું. આદિનાથના આ દેવાલયસમૂહ ફરતો પ્રતોલીયુક્ત પ્રાકાર કરાવ્યો. (અહીં યુગાદિદેવના મંદિર પાસે શિલ્પીએ ઘડેલી સ્વર્ગીય માતા કુમારદેવીની પ્રતિમા જોઈ આર્તિહૃદયી મંત્રીશ્વરની આંખોમાં આંસુ આવેલાં.) શત્રુંજયના (ઉત્તર શૃંગ પર આવેલા) શાંતિનાથના પ્રાચીન મંદિર પર પાંચ શાતકુંભ (સુવર્ણકલશ) મુકાવ્યા અને એના મંડપમાં સાત દેવકુલિકાઓ કરાવી; તેમ જ સાત જયસ્તંભો આરોપ્યા. આટલામાં ક્યાંક ગજપદકુંડ પણ કરાવ્યો. મોઢેરપુરાવતાર મહાવીરના મંદિરમાં પોતાની આરાધક મૂર્તિ મુકાવી. શત્રુંજય પર પોતે કરાવેલાં દેવસ્થાનોના ખર્ચનિભાવ માટે વિરધવલ પાસે તામ્રશાસન કરાવી અર્કપાલિત (અંકેવાળિયા) ગામ સમર્પણ કરાવ્યું. શત્રુંજયને અનુલક્ષીને લઘુબંધુ તેજપાલે પણ કેટલાંક સુકૃત્યો કરાવેલાં જેની નોંધ હવે જોઈએ. એણે શત્રુંજય પર ચડવાની પાજ (સંચારપાજા) કરાવી. આદિનાથના શૃંગની સામે અનુપમાદેવીના શ્રેય માટે અનુપમાસરોવર કરાવ્યું. એના ઉપકંઠ અને કુંડ વચ્ચેના તટ પર વાટિકા કરાવી. ત્યાં અંબાલય, કપર્દીભવન અને પદ્યબંધ (પગથિયા) કરાવ્યાં. ઇન્દ્રમંડપ પાસે નંદીશ્વરદ્વીપચૈત્ય કરાવ્યું. પોતાની સાત ભગિનીઓના કલ્યાણ અર્થે સાત દેવકુલિકાઓ કરાવી. બંધુ મલ્લદેવની બે વિધવા પત્નીઓ-લીલુ અને પાનુ અને એમના પુત્ર પૂર્ણસિંહ અને પૌત્ર પેથડના શ્રેયાર્થે ત્યાં બીજી ચાર દેવકુલિકાઓ કરાવી. મંત્રી યશોરાજ(યશોવર ?)ના શ્રેયાર્થે ત્રણ દેવકુલિકાઓ કરાવી. પોતાની અને અનુપમાદેવીની આરસની બે મૂર્તિઓ કરાવી. શંખેશ્વરાવતાર પાર્શ્વનાથની મૂર્તિ કરાવી. છેલ્લે વસ્તુપાલના સ્મરણમાં સ્વર્ગારોહણ પ્રાસાદ કરાવ્યો. ઈ. સ. ૧૩૧૩ દરમિયાન થયેલાં ખંડન અને ત્યારપછીના જીર્ણોદ્ધાર, ખાસ કરીને ૧૬મી શતાબ્દીના કર્માશાના જીર્ણોદ્ધાર દરમિયાન શત્રુંજય પરની વસ્તુપાલ-તેજપાલ નિર્મિત સ્થાપત્યકૃતિઓનો અન્ય પ્રાચીન દેવાલયો સાથે સર્વથા વિનાશ થયો હોવાનું જણાય છે. નિ, ઐ, ભા. ૨-૨૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૨) પાદલિપ્તપુર શત્રુંજયની તળેટીમાં વામ્ભટ્ટ-પ્રપા પાસે અને પાલીતાણાની સીમમાં વસ્તુપાલે લલિતાદેવીના શ્રેયાર્થે લલિતાસર કરાવ્યું. એના સેતુ પર રવિ, શંકર, સાવિત્રી અને વિરજિનનાં ધામો કરાવ્યાં. જિનપૂજન માટે કુસુમવાટિકા તેમ જ પ્રપા અને વસતી કરાવ્યાં. પાલીતાણાગામમાં મહાવીરનું મંદિર કરાવ્યું અને ત્યાં કુમારવિહાર (વસ્તુતયા ત્રિભુવનવિહાર) પર હેમકુંભ અને ધજા ચડાવ્યાં. (૩) ગિરનાર શત્રુંજય પછીનું તરતનું મહત્ત્વ ધરાવતા પુરાણપ્રસિદ્ધ રૈવતાચલ–ગિરનાર–પર પણ વસ્તુપાલે મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. અહીં ઈ. સ. ૧૧૨૯માં સોરઠના દંડનાયક સજ્જન દ્વારા નવનિર્મિત તીર્થનાયક ભગવાન નેમિનાથના મંદિરના પશ્ચિમ તેમ જ ઉત્તર અને દક્ષિણ દ્વારે તોરણો કરાવ્યાં. એના ગૂઢમંડપ આગળની ત્રિક(મુખમંડ૫)માં ડાબીજમણી બાજુએ પિતા તથા પિતામહની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી, તેમ જ ત્યાં પિતાના શ્રેયાર્થે અજિત અને શાંતિજિનની કાયોત્સર્ગ પ્રતિમાઓ કરાવી. સંકડાશ ટાળવા અહીં ઈન્દ્રમંડપ પણ કરાવ્યો. મંડપ પર કલ્યાણકલશો મુકાવ્યાં. નેમિનાથના આ પ્રશસ્ય જિનભવનના અંતભાગે (પાછળ, પૂર્વમાં) પૂર્વજોની પ્રતિમાઓ અને પ્રશસ્તિ સહિત કાશમીરાવતાર દેવી સરસ્વતીની કુલિકા કરાવી. આ સિવાય વસ્તુપાલે અહીં કેટલાંક મહત્ત્વનાં નવાં મૌલિક મંદિરો પણ કરાવેલાં. એમાં સ્વશ્રેયાર્થે શત્રુંજયાવતાર ઋષભદેવનું મંદિર, તેને વામપક્ષે જોડેલો લલિતાદેવીની પુણ્યવૃદ્ધિ અર્થે કરાવેલ, પૂર્વજોની મૂર્તિ સાથેનો, વિશતી જિનાલંકૃત સમેતશિખર મંડપ અને દક્ષિણ પક્ષે સોખુકાના શ્રેયાર્થે કરાવેલ અષ્ટાપદ તીર્થ સમેત ‘વસ્તુપાલવિહાર' નામે ઓળખાતું, ઈ. સ. ૧૯૩૨માં પૂર્ણ થયેલું, ઝૂમખું મુખ્ય અને મહત્ત્વનું છે. આદિનાથના એ મંદિરમાં પોતાના પૂર્વજોના શ્રેયાર્થે અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ મુકાવ્યાં. એના મંડપમાં ચંડપની મૂર્તિ, વીર જિનેન્દ્રનું બિંબ, અને અંબિકાની મૂર્તિ કરાવ્યાં; ત્યાં ગર્ભગૃહના દ્વારની ડાબીજમણી બાજુએ પોતાની અને તેજપાલની ગજા રૂઢ મૂર્તિઓ કરાવી. અષ્ટાપદના મંડપમાં કુમારદેવીની અને ભગિનીની મૂર્તિ કરાવી. આ ત્રણે પ્રાસાદનાં ત્રણ તોરણ કરાવ્યાં. આ વસ્તુપાલવિહારની પૃષ્ઠ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. ઋષભદેવની માતા મરૂદેવીનું મંદિર અને તેમાં જિનમાતાની ગજારૂઢ મૂર્તિ કરાવી. આ ઉપરાંત સ્તંભનપુરાવતાર પાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. અહીં પણ વસ્તુપાલે સત્યપુરાવતાર મહાવીરનું મહિમાસ્વરૂપ મંદિર બંધાવેલું. નેમિનાથની પ્રતિમા અને આત્મીય, પૂર્વજ, અનુજ, પુત્રાદિની મૂર્તિઓ સહિતનો અંક Page #6 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૭ સુખોદ્ધાટનક કે મુખોદ્દઘાટનક સ્તંભ કરાવ્યો. ઉત્તર બાજુએ પિતા આસરાજ અને પિતામહ સોમની અશ્વારૂઢ મૂર્તિઓ કરાવી. જિનમઠની પ્રપા કરાવી અને ત્રણ દેવકુલિકાઓ કરાવી. શિવાત્યમાં પોતાની, પોતાની પત્નીની, તેજપાળ અને એની ભાર્યાની મૂર્તિ મુકાવી. અંબાશિખરે અંબિકાસદનનો નવો મંડપ કરાવ્યો. અંબિકાનું આરસનું પરિકર કરાવ્યું. અહિતની દેવકુલિકા કરાવી. અહીં ચંડપના શ્રેયાર્થે નેમિનાથની મૂર્તિ તથા ચંડપ, મલ્લદેવ, તેજપાળ અને પોતાની મૂર્તિઓ કરાવી. અવલોકનાશિખરે ચંડપ્રસાદની પુણ્યવૃદ્ધિ અર્થે નેમિજિનની પ્રતિમા તેમ જ ચંડપ્રાસાદની અને પોતાની પ્રતિમા મુકાવી. પ્રદ્યુમનશિખરે સોમના શ્રેયાર્થે નેમિજિનની મૂર્તિ તથા સોમની અને તેજપાળની મૂર્તિ મુકાવી. શાંબશિખરે પિતા આસરાજના કલ્યાણ અર્થે નેમિનાથની પ્રતિમા તેમ જ આસરાજ અને કુમારદેવીની પ્રતિમા મુકાવી”. તેજપાળે ગિરનાર ઉપર તો માત્ર “કલ્યાણત્રય સંજ્ઞક નેમિનાથનું મંદિર બંધાવ્યાના ઉલ્લેખો છે. એ મંદિરનો સમરસિહ-માલદેએ ઈ. સ. ૧૪૩૮માં આમૂલચૂલ ઉદ્ધાર કરેલો અને હાલ તે સંગ્રામસોનીના મંદિર તરીકે ઓળખાય છે. વસ્તુપાલે કરાવેલા પાર્શ્વનાથના ચૈત્યને સ્થાને સંપ્રતિ રાજાના મંદિરના નામે ઓળખાતું શાણરાજ અને ભુંભ ઈ. સ. ૧૪૫૩માં બંધાવેલું મંદિર ઊભું છે; જયારે સત્યપુરવીરને સ્થાને નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં મહાવીરનું નવીન જ મંદિર બંધાવ્યું કે હાલ મેલકવસહી તરીકે ઓળખાય છે. અંબિકાના મંદિરનો પણ શ્રેષ્ઠી સોમલે ઈ. સ. ૧૪૬૮માં પૂર્ણરૂપે ઉદ્ધાર કરેલો છે. છતાં વસ્તુપાલની મુખ્યકૃતિ “વસ્તુપાલ-વિહાર' હજુ અસ્તિત્વમાં છે. નેમિનાથના મંદિરની પાછળ એ મંદિર આવેલું છે. તેમાં પણ જોકે મંડપોની છતો, સંવરણા, અને ગર્ભગૃહનાં શિખર ૧૫મી શતાબ્દીમાં નવેસરથી બંધાયાં લાગે છે. આ મંદિરમાં જ સંવત ૧૨૮૮ના વર્ષવાળી વસ્તુપાલની ૬ મોટી અને મહત્ત્વપૂર્ણ શિલાલેખપ્રશસ્તિઓ લગાવેલી છે. આ દેવાલય ગુજરાતના સ્થાપત્યની એક અણમોલ કૃતિ ગણાય છે. ડુંગર ઉપરના સ્થાપત્ય ઉપરાંત ગિરનારની તળેટીમાં તેજપાલે ગઢ સહિત તેજલપુર વસાવેલું. તેમાં મમ્માણી ખાણના પથ્થરમાંથી ઘડેલી પાર્શ્વનાથની પ્રતિમા સહિત આસરાજવિહાર કરાવ્યો. આ ઉપરાંત ત્યાં વસતી, સંધેશગૃહ, સત્રાગાર, વાપી, પ્રપા, અને નવહટ્ટ કરાવ્યાં. પાર્શ્વનાથની પૂજા માટે ઉદ્યાન કરાવ્યું; અને માતાના નામથી કુમારસરોવર કરાવ્યું. વસ્ત્રાપથમાં ભવનાથનો ઉદ્ધાર કરાવ્યો. ત્યાં આગળ કાલમેઘ ક્ષેત્રપાલ સ્થાપ્યા અને આશ્વમંડપ કરાવ્યો. તેજપાલની આ તમામ કૃતિઓ (કદાચ કુમારસરોવર સિવાય)* કાળબળે નષ્ટ થઈ ચૂકી છે. ભવનાથ મહાદેવનો અંદરનો જૂનો ભાગ હજુ ઊભો છે. તે તો મૈત્રકકાલ જેટલો છે. * તળાવ દરવાજા બહાર આવેલાં આ તળાવમાં હવે વસાહત બની ગઈ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૪) વામનસ્થળી - મંત્રી તેજપાળે વંથળીમાં વસતી કરાવી અને ગામના પ્રાંતમાં વાપી કરાવી. (૫) દેવપત્તન વસ્તુપાલે અહીં પુરાતન ચંદ્રપ્રભજિનના મંદિરના અંત ભાગે પૌષધશાલા સહિત અષ્ટાપદપ્રાસાદ બંધાવ્યો. એક બીજી પૌષધશાલા પણ કરાવી અને આવક માટે અદૃશાલા અને ગૃહમાલા કરાવી આપ્યાં. ભગવાન સોમનાથની રત્નખચિત મુંડમાળા રાજા વિરધવળના સંતોષ માટે કરાવી. સોમનાથના મંદિર આગળ તેજપાલે પોતાની કીર્તિ માટે ડુંગર જેવા બે હાથી અને એક ઘોડો કરાવ્યા. દ્વિજના વેદપાઠ માટે બ્રહ્મશાલા અને સત્રાગાર કરાવ્યાં. તેજપાળે આદિનાથનું મોટું મંદિર કરાવ્યું. અનુપમાદેવીએ. ઈ. સ. ૧૨૩૪માં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વસ્તુપાલે કરાવેલા અષ્ટાપદના સ્તંભો અને સુંદર છત હાલ અહીંના જુમ્મા મસ્જિદના પ્રવેશમંડપમાં છે; જયારે તેજપાલવાળા આદિનાથ મંદિરના સ્તંભો અને મંડપની છત માઈપુરી મસ્જિદમાં છે". (૬) કુહેડીગ્રામ તપોધનો માટે વસ્તુપાલે અભિરામ (આરામ? આશ્ચમ ?) કરાવ્યોર (૭) કોડિયનારિ કોડીનારમાં વસ્તુપાલે નેમિનાથત્યને ચંચધ્વજથી શોભિત કર્યું. અંબિકાના મંદિરનો ઉદ્ધાર કરી તેના પર હેમકલશ ચઢાવ્યો. (૮) અજાહરપુર ઉના પાસેના અજારાગ્રામમાં મંત્રીશ્વર વસ્તુપાલે જિનાધીશ(પાર્શ્વનાથ ?)ના મંદિરનો ઉદ્ધાર કરી તેના શિખર પર કાંચનકલશ મુકાવ્યો. નિત્યપૂજા અર્થે ગામની બહાર વાટિકા અને વાપી કરાવ્યાં. (૯) મધુમતી મહુવામાં જાવડી શ્રેષ્ઠીએ કરાવેલ વીરમંદિર પર વસ્તુપાલે ધજા અને હેમકુંભ મુકાવ્યાં. (૧૦) તાલધ્વજપુર તળાજામાં વસ્તુપાલે ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો. Page #8 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૮૯ (૧૧) અર્કપાલિત પાલીતાણા ક્ષેત્રની નજીક આવેલા ઉત્તર મધ્યકાળમાં અંકપલિય નામે કે અત્યારે અંકેવાળિયાના નામે ઓળખાતાં ગામમાં વસ્તુપાલે જનકની ધર્મવૃદ્ધિ માટે શ્રી વીરજિનનું મંદિર કરાવ્યું. માતૃપુણ્યાર્થે પ્રપા, પિતૃપુણ્યાર્થે સત્ર, સ્વશ્રેયાર્થે વસ્તુપાલસરોવર અને ગ્રામલોકોના કલ્યાણ માટે શિવમંદિર અને પાન્થાવાસ કુટિ પણ કરાવ્યાં. (૧૨) વલભી વલભીપુરમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઋષભપ્રભુના મંદિરનો ઉદ્ધાર કર્યો; કૂપ, સુધાકુંડ, અને પ્રપા કરાવ્યાં. (૧૩) વિરેજથગ્રામ અહીં વસ્તુપાલ વિહાર કરાવ્યો, તેમ જ યાત્રિકોની સગવડ માટે સત્ર અને પ્રપા કરાવ્યાં. સંઘને ઊતરવા માટે પ્રતોલી સહિત સ્થાન કરાવ્યું. પાંચ મઠ કરાવ્યા. (૧૪) વાલાભુંડાદ્ર (વાળાક પંથક ?)માં વસ્તુપાલે વટકુપાંડપિકા કરાવી. (૧૫) કલિગુંદીગ્રામ તેજપાળે અહીં પ્રપા અને વાપી કરાવ્યાં, વસ્તુપાલ તેની ડાબી બાજુએ ગાંગેયનું કલયુક્ત મંદિર કરાવ્યું. (૧૬) વર્ધમાનપુર વસ્તુપાલે વઢવાણમાં વર્ધમાનજિનેશનો હેમકુંભદંડવિભૂષિત બાવન જિનાલયવાળો પ્રાસાદ કરાવ્યો. સંધરક્ષા માટે દુર્ગ કરાવ્યો. વીરપાલદેવના (મહાવીરના ?) પુરાતન દેવાલયનો ઉદ્ધાર કરાવ્યો. વાપી કરાવી અને બે સત્રાગારો કરાવ્યાં. આ મંદિરે કાળના ગર્ભમાં વિલીન થઈ ગયાં છે. (૧૭) ધવલકક્ક વિરધવલના સમયમાં ધોળકા વાઘેલાઓનું પાટનગર હતું. અહીં વસ્તુપાલે શત્રુંજયાવતાર શ્રી નાભિજિનેશનો વિશાલબિંબપ્રતિષ્ઠિત, સુવર્ણકલશયુક્ત, ચતુર્વિશતિ પ્રાસાદ તેમ જ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. પૌષધશાલા કરાવી, મુનિઓ માટે બીજી વસતી પણ કરાવી. રાણકભટ્ટારકના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો તથા વાપી અને પ્રપા કરાવ્યાં. તેજપાલે અહીં Page #9 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ઉજ્જયંતાવતાર શ્રી નેમિનાથનો ‘ત્રૈલોક્યસુંદર'પ્રાસાદ કરાવ્યો. અહીંની ટાંકા મસ્જિદમાં આ પૈકીના કેટલાક અવશેષો હોવા જોઈએ. વસ્તુપાલના મૂલમંદિરનું સ્થાન ધોળકામાં બતાવવામાં આવે છે, પણ વર્તમાન મંદિર પ્રમાણમાં અર્વાચીન છે. (૧૮) ધંધુક્તક વસ્તુપાલે ધંધુકામાં ચતુર્વિંશતિબિંબ અને વીરજિન સહિત અષ્ટાપદ ચૈત્ય કરાવ્યું. કુમારવિહારનો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરી અને શિખર પર હેમકુંભ મુકાવ્યાં. તેજપાલે અહીં મોઢવસતિમાં પાંચાલિકા(પૂતળી)વાળો રંગમંડપ કરાવ્યો. એ ઉપરાંત અહીં ત્રણ ધર્મશાલા, બે વિદ્યામઠ અને ત્રણ સત્રાગાર કરાવ્યાં. ધંધુકા અને હડાલાના પ્રાંતરમાં વીરધવળના સુકૃત માટે પ્રપા સહિત વાપી કરાવી ૧૩. ૧૯૦ સૌરાષ્ટ્ર પ્રદેશમાં કરાવેલ સુકૃત્યોના અવલોકન બાદ હવે લાટમાં તેમણે કરાવેલ કૃતિઓની નોંધ જોઈએ. (૧૯) ગણેશ્વર વસ્તુપાલે અહીં ઈ. સ. ૧૨૩૫માં ગણેશ્વ૨ના મંદિરનો મંડપ કરાવ્યો. (૨૦) નવસારિકા નવસારીમાં તેજપાલે બાવન જિનાલયયુક્ત પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. (૨૧) ઘણદિવ્યાપુરી ગણદેવીમાં તેજપાલે નેમિચૈત્ય કરાવ્યું. (૨૨) ઝીઝરીઆ ગ્રામ તેજપાલે (ઝગડિયામાં ?) પ્રાસાદ, સરોવર અને વાપી કરાવ્યાં. (૨૩) ભૃગુકચ્છ અહીં ઉદયનમંત્રીના પુત્ર આમ્રભટ્ટે ઈ સ ૧૧૬૬માં પુનર્નિર્માણ કરેલા પ્રસિદ્ધ શકુનિકાવિહારમાં ૨૫ દેવકુલિકાઓ પર હેમદંડ સહિત કલ્યાણકુંભ મુકાવ્યા. મંદિરનું પ્રતોલીનિર્ગમ દ્વાર તારતોરણ સહિત નવું કરાવ્યું. ગૂઢમંડપમાં પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે પરિકરયુક્ત અજિતનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ તેમ જ તેની (કોર્ડ ?) દક્ષિણમાં પોતાની અને લલિતાદેવીની મૂર્તિ કરાવી. એ શકુનિચૈત્યના મુખ પાસે આરસની બે દેવકુલિકાઓ કરાવી. (તેમાં ?) પાર્શ્વનાથ અને મહાવીરનાં બિબ મુકાવ્યાં. મુનિસુવ્રતસ્વામીની ધાતુની મૂર્તિ Page #10 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૧ કરાવી. જાંબુનદ (સોનાની) અને ધાતુની ૨૦ જિન પ્રતિમાઓ પણ કરાવી. આ ભૃગુપુરમાં ચાર ચૈત્યો તેમ જ વાપી, કૂપ, અને પ્રપાયુક્ત અભેદ્ય દુર્ગ કરાવ્યો. ગામ બહાર પુષ્પવન કરાવ્યું. તેજપાલે અહીં લેખમયી મૂર્તિઓ કરાવી, તેમ જ યુગાદીશના મંદિર પર હે મહાધ્વજ ચડાવ્યો. ત્યાં ઉત્તર અને દક્ષિણે એમ બે દેવકુલિકાઓ કરાવી. ત્રણ કાંચનકુંભ પધરાવ્યા. સ્નાત્રપીઠ પર ધાતુબિંબ પધરાવ્યાં, નાગેન્દ્રાદિ (નાગેન્દ્ર ગચ્છ આદિના?) મુનિઓની લેપમથી પ્રતિમાઓની પોતાના ગુરુ (વિજયસેનસૂરિ ?) દ્વારા પ્રતિષ્ઠા કરાવી. (૨૪) વડકૃષણપલ્લિ વસ્તુપાલે અહીં(વટકૂપ ?)ના બે ચૈત્યોમાં (અનુક્રમે) નાભેય અને નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી. સુવ્રતસ્વામીના ચૈત્યમાં હેમબિંબ મુકાવ્યું. (૨૫) શુક્લતીર્થ વસ્તુપાલે સત્રાગાર કરાવ્યું. (૨૬) વટપદ્ર વડોદરામાં તેજપાલે પાર્શ્વજિનેન્દ્રનો અંદરોપમ વિશાળ પ્રાસાદ કરાવ્યો. (૨૭) વત્કાટપુર (આકોટા ?)માં આદિનાથના મંદિરનો તેજપાલે ઉદ્ધાર કરાવ્યો. (૨૮) અસોવનગ્રામ તેજપાલે અતિચત્ય કરાવ્યું. (૨૯) દર્ભાવતી ડભોઈ વાઘેલાઓની પ્રિય ભૂમિ હતી. અહીં મંત્રીપુંગવોએ કેટલાંક મહત્ત્વનાં સુકૃત્યો કરાવેલાં. વસ્તુપાલે અહીંના વૈદ્યનાથ મંદિરના ૨૦ સુવર્ણ કળશો (પૂર્વે માલવાનો સુભટવર્મન હરી ગયેલો તેના સ્થાને) નવા કરાવી મુકાવ્યા. એના ગર્ભગૃહની બહારની ભીંતમાં વરધવલ, જૈતલદેવી, મલ્લદેવ, પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી. દિનપતિ(સૂર્ય)ની પણ મૂર્તિ મુકાવી. ઉત્તરદ્વાર પાસે તોરણ કરાવ્યું. કાંચનકુંભથી શોભતી બે ભૂમિકાવાળી વૃષભંડપિકા (નંદીમંડપિકાકરાવી. એ મંદિરના અગ્રભાગમાં તેજપાલે જૈનમંદિર કરાવ્યું ને એના પર સુવર્ણના નવ કલશ મુકાવ્યા. ત્યાં પ્રશસ્તિ મુકાવી. સ્વયંવર મહાવાપી કરાવી. કૈલાસ પર્વત સમા તોરણયુક્ત, સુવર્ણકુંભાંક્તિ પૂર્વજમૂર્તિયુક્ત (૧૭૧ દેવકુલિકાઓના પરિવાર સાથે ?) પાર્શ્વજિનેશ્વરના ચૈત્યની રચના કરાવી. ત્યાં વલાનકમાં ગજરૂઢ, રજતપુષ્પમાલાધારી માતા Page #11 -------------------------------------------------------------------------- ________________ નિર્ગન્ધ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કુમારદેવીની પ્રતિમા મુકાવી. નગર ફરતો વિવિધભંગી વપ્ર (દુર્ગ) કરાવ્યો. રેવોરૂસંગમે (વીરધવલના નામથી ?) વીરેશ્વર દેવનું મંદિર કરાવ્યું. કુંભેશ્વર તીર્થમાં તપસ્વી મંડપ કરાવ્યો. ૧૯૨ અત્યારે તો ડભોઈમાં વૈદ્યનાથ મહાદેવ કે પાર્શ્વનાથના મંદિરનો પત્તો નથી. વૈદ્યનાથ મંદિર સામે જે જૈનમંદિર હશે, કદાચ તેના અવશેષો ત્યાંના મહાલક્ષ્મીના નવા મંદિરમાં વપરાયા લાગે છે. ત્યાં લલાટબિંબ તરીકે દ્વારશાખામાં જિનમૂર્તિ છે. ડભોઈના કિલ્લાનાં ત્રણ દ્વારો—નાંદોદ, વડોદરા, અને મહુડી—તેજપાલે બંધાવેલાં લાગે છે; જ્યારે પૂર્વ તરફની ગઢકાળિકાના મંદિરવાળી હીરાભાગોળ તો ત્યાંના પ્રશસ્તિલેખ અનુસાર વીસળદેવ વાઘેલાએ ઈ. સ. ૧૨૫૩માં બંધાવી છે. કલાની દૃષ્ટિએ આ દ્વારો કેવળ ગુજરાતના જ નહીં, સારાયે ભારતના ગૌરવ સમા છે. (૩૦) પાવકગિરિ પાવાગઢ પર તેજપાલે અર્હતદેવ(સંભવનાથ)નો ગજાશ્વન૨ પીઠાંક્તિ સર્વતોભદ્રપ્રાસાદ (ચૌમુખ પ્રાસાદ) તેમ જ આદિજિનેશ, અજિતનાથ, અને અર્બુદનાગનાં મંદિરો કરાવ્યાં. નેમિનાથ અને અંબિકાનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. પાવાગઢનાં આ તમામ મંદિરો સર્વથા નષ્ટ થયાં છે. એના પર રહેલાં સાત જૈન મંદિરો તો ૧૫મી શતાબ્દીના અને પૂર્વ તરફનાં ઝૂમખાનાંઓ હવે દિગંબર સંપ્રદાયના કબજામાં આવી ગયાં છે. (૩૧) સ્તંભનક શેઢી નદીને કિનારે, થાંભણામાં, સ્તંભન પાર્શ્વનાથનું પ્રાચીન પ્રતિમાવાળું મંદિર હતું. એના શિખર પર વસ્તુપાલે કાંચનકુંભ અને દંડ મુકાવ્યાં, એના ગૂઢમંડપમાં નાભેય અને નેમિનાથની, અને જગતીમાં સરસ્વતીની પ્રતિમા કરાવી. મંદિર ફરતો નગાકાર પ્રાકાર કરાવ્યો. વાપીનો ઉદ્ધાર કરાવી બે પ્રયા કરાવી. (૩૨) સ્તંભતીર્થ ગુજરાતમાં અણહિલવાડપાટણ પછીનું સૌથી મોટું જૈન કેન્દ્ર તો હતું ખંભાત. અહીં સચિવેશ્વર વસ્તુપાલે મોકળે મને સદ્ધર્મકૃત્ય કર્યાં છે. અહીં પોતાની પત્નીના કલ્યાણાર્થે મથુરાભિધાન અને સત્યપુરાભિધાનનાં જિનાલયો કરાવ્યાં. વલાનક અને ત્રિક, મોઢા આગળ પ્રતોલી, મઠ તથા અટ્ટમાં ૬ જિનબિંબની રચના કરી. અષ્ટમંડપ (અષ્ટાપદ મંડપ ?) સહિત આરસના ઉત્તાનપટ્ટ અને દ્વારપત્રયુક્ત બાવન જિનાલય કરાવ્યું. તેના પર બાવન પ્રૌઢ ધ્વજદંડ અને ઘટ મુકાવ્યાં. ત્રણ તોરણવાળી પાંચાલિકા(પુતળી)ની શ્રેણી કરાવી. ત્યાં પિતાના શ્રેયાર્થે શત્રુંજય અને ગિરનારના પ્રતિહસ્તક (પટ્ટ) કરાવ્યા ને એની આવક માટે બે ટ્ટિકા, ચાર Page #12 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ગૃહવાટિકા અને એક વાટિકા આપ્યાં. અહીંના પ્રાચીન શાલિગ જિનાલયના ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. એના ગર્ભગૃહના દ્વારે ખત્તકમાં પોતાની અને તેજપાલની મૂર્તિ મુકાવી; લક્ષ્મીરના શ્રેયાર્થે એની પરિધિમાં અષ્ટાપદનો ઉદ્ધાર કરાવ્યો. રાણક શ્રીઅંબડ અને વૈરિસિંહના પુણ્યાર્થે એની બાજુના ચૈત્યમાં બે અર્હબિંબ મુકાવ્યાં. ઋષભસ્વામીના કુમારવિહારમાં મૂલનાયક કરાવ્યાં, એના ૭૨ સુવર્ણકુંભદંડ સહિત નવાં કરાવ્યાં તથા બંને બાજુએ દેવકુલિકા કરાવી. મહાવીર અને પાર્શ્વનાથની પણ પ્રતિષ્ઠા કરાવી. પૌત્ર પ્રતાપસિંહની અને એના નાનાભાઈની પુણ્યવૃદ્ધિ માટે અનુક્રમે નિર્ગમન દ્વાર અને વલાનકના પ્રવેશમાં એમ બે અર્ધકુલિકાઓ કરાવી. ઓસવાલગચ્છીય પાર્શ્વનાથનાં જિનાલયોમાં પોતાની અને તેજપાલની મૂર્તિ કરાવી; એના મોક્ષપુરદ્વારે તોરણના સ્તંભ પાસે મલ્લદેવની અને પોતાના કલ્યાણ માટે યુગાદિદેવની અને પોતાની પત્નીના શ્રેયાર્થે નાભેય અને વીરની મૂર્તિઓ કરાવી; વિશેષમાં એના ગૂઢમંડપમાં બે કાયોત્સર્ગ જિન કરાવ્યાં, થારાપદ્રગચ્છીય શાંતિનાથ જિનાલયના વલાનક, ત્રિક, અને ગૂઢમંડપનો ઉદ્ધાર કરાવ્યો. (પ્રસ્તુત મંદિરમાં ?) કેલિકા ફઈ, ફુઆ ત્રિભુવનપાલ, અને પોતાના શ્રેયાર્થે અનુક્રમે સંભવનાથ, અભિનંદન જિન અને શારદાનાં બિંબ પટ્ટશાલામાં કરાવી પ્રતિષ્ઠિત કર્યાં. શત્રુંજયાવતારના મંદિરમાં નેમિનાથ અને પાર્શ્વનાથની બે દેવકુલિકાઓ કરાવી. ક્ષપણાર્દવસતિકાનો ઉદ્ધાર કરાવ્યો; એમાં ચંદ્રપ્રભનું બિંબ મુકાવ્યું. મઠ અને બે અટ્ટ કરાવ્યાં, રોહડીચૈત્યમાં અજયસિંહની મૂર્તિ કરાવી, અને એના કલ્યાણાર્થે નાભેયની મૂર્તિ કરાવી. બ્રહ્માણગચ્છીય નેમિનાથના જિનાલયમાં આદિનાથની દેવકુલિકા કરાવી. સંડેરગચ્છીય મલ્લિનાથ-જિનાલયે લલિતાદેવીના શ્રેય માટે સીમંધર પ્રભુ અને (એના) વિશાળ મંડપમાં દેવકુલિકા સહિત યુગંધર, બાહુ, સુબાહુ અને જિનાધિપ સ્થાપ્યાં. ભાવડાચાર્યગીય પાર્શ્વજિનેશનો જિનત્રય નામક પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. ચાહાવિહારનું વલાનક કરાવ્યું; એમાં વચમાં ધાતુમય બિંબ મુકાવ્યું. આસરાજવિહારે પિત્તળનું સમવસરણ કરાવ્યું. સ્વ-કુલસ્વામી (કુલદેવ ?)ના મંદિર આગળ રંગમંડપ કરાવ્યો. તેજપાલે તેમાં માતાના શ્રેયાર્થે અરિષ્ટનેમિની પ્રતિમા મુકાવી, જૈન સાધુઓના નિવાસ માટે એક પૌષધશાલા કરાવી. મુનિઓ માટે બીજી પાંચ વસતી કરાવી. ખંભાતમાં વસ્તુપાલે કેટલાક બ્રાહ્મણ મંદિરોને અનુલક્ષીને પણ સુકૃત કરાવેલાં : જેમકે વીરધવલના શ્રેયાર્થે વૈદ્યનાથ મંદિરનો ઉદ્ધાર કરાવ્યો; એનો અખંડપદ મંડપ કરાવ્યો; એમાં મલ્લદેવની મૂર્તિ મુકાવી, ત્યાં સમીપમાં પૌત્ર પ્રતાપસિંહના કલ્યાણ અર્થે બન્ને બાજુ ગવાક્ષવાળી પ્રપા કરાવી. ભીમેશ્વરના મંદિર પર કળશ અને ધ્વજદંડ ચઢાવ્યા; એના ગર્ભગૃહમાં પોતાની તથા તેજપાલની મૂર્તિ કરાવી; એની જગતીમાં વટસાવિત્રી-સદન સહિત લલિતાદેવીની મૂર્તિ કરાવી. લોલાકૃતિ દોા તથા મેખલા-વૃષ કરાવ્યાં. પોતાના અને પોતાના નિ ઐ ભા ૨-૨૫ ૧૯૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ બંધુના શ્રેયાર્થે તક્ર-વિક્રય વેદિકા-સ્થાન કરાવ્યું. બકુલાદિત્યના મંદિર આગળ સુધામંડપ કરાવ્યો. ત્યાં મંદિર આગળ ઉત્તાનપટ્ટ કરાવ્યો. (ફરસબંધી કરાવી) યશોરાજ નામક શિવાલય કરાવ્યું. વીરધવલના ઉલ્લાસ માટે ઈંદુમંડલિ શિવાલય કરાવ્યું. નગરના ઉપકાર માટે કૃષ્ણનું ઇંદિરા સહિત મંદિર કરાવ્યું. દ્વિજરાજ માટે બ્રહ્મપુરી કરાવી અને તેર વાટિકા આપી. ષટ્કર્મનિરત બ્રાહ્મણોને શાસન કરાવી રામપડિકા ગ્રામ આપ્યું. કૂપ, આરામ, પ્રપા, તટાક, વાટિકા, બ્રહ્મપુરી અને શૈવમઠની રચના કરાવી. જલસ્થલ (બંદર) પર આવતા વણિજો(વેપા૨ીઓ)ની સગવડ માટે શુલ્કમંડપિકા (જકાતની માંડવી) કરાવી. મહિસાગર સંગમે શંખ સાથેના યુદ્ધના સમયે રણમાં પડેલ રાજાઓના કલ્યાણાર્થે ભુવનપાલશિવના મંદિરમાં દશ દેવકુલિકાઓ કરાવી, એની જગતીમાં ચંડિકાયતન અને રત્નાકરનું મંદિર કરાવ્યું. (૩૩-૩૪) આશાપલ્લી અને કર્ણાવતી ૧૯૪ સુલતાન અહમદશાહ દ્વારા સ્થાપિત અહમદાબાદ(અમદાવાદ)ના સ્થાને યા બાજુમાં આ બન્ને નગરો સોલંકીયુગમાં વિદ્યમાન હતાં. અહીં ખાસ તો તેજપાલે જ સુકૃતો કરાવ્યાં લાગે છે. એણે અહીં (આશાપલ્લીમાં) હેમકુંભાવલીયુક્ત આરસનું નંદીશ્વરાવતાર ચૈત્ય કરાવ્યું. શત્રુંજયાવતારના પ્રાસાદ પર હેમધ્વજા ચઢાવી. ઉદયનવિહારમાં બે ખત્તક કરાવી પોતાના પુત્રના શ્રેયાર્થે વી૨ અને શાંતિજિનની પ્રતિમા સ્થાપી. શાંતુવસતીમાં માતાના પુણ્યોદય માટે મૂલનાયક કરાવ્યા. વાયટીયવસતીમાં પણ માતાના કલ્યાણ માટે મૂલનાયક કરાવ્યા. કર્ણાવતીમાં વિતિજિનાલય પર હેમકુંભ ચડાવ્યા. (૩૫) કાશહૃદ અમદાવાદની નજીકના કાસીન્દ્રામાં વસ્તુપાળે અંબાલય કરાવ્યું અને તેજપાળે નાભેય ભવનનો ઉદ્ધાર કર્યો. (૩૬) પત્તન ગુજરાતના ગરવા પાટનગર પાટણમાં તો અનેક દેવમંદિરો હતાં. સ્તંભતીર્થની જેમ અહીં પણ પૂર્વે રચાઈ ગયેલા કેટલાયે પ્રાસાદોની હકીકત પરોક્ષ રીતે જાણવા મળે છે. અન્ય ગ્રંથોમાંથી આ પ્રાસાદોના અસ્તિત્વ વિશે આધારભૂત માહિતી મળતી હોઈ જિનહર્ષે આપેલી હકીકતો કેટલી ચોક્કસ છે એનો ખ્યાલ આવે છે. અહીંનાં સુકૃતો મોટે ભાગે તેજપાલે કરાવેલાં જણાય છે. પંચાસરા-પાર્શ્વનાથનો આમૂલચૂલ ઉદ્ધાર કરાવી, એમાં મૂલનાયક સ્થાપી, એ પ્રાસાદને હેમકુંભથી વિભૂષિત કર્યો. ગજ, અશ્વ, નરથરની રચનાવાળો ભગવાન શાંતિનાથનો ૭૨ દેવકુલિકાયુક્ત આસરાજવિહાર કરાવ્યો; એના ૫૨ કુલ ૭૭ સુવર્ણ લશો ચઢાવ્યા. તે પ્રાસાદની ડાબી બાજુ કુમારદેવીના પુણ્યાર્થે અજિતસ્વામીનું ચૈત્ય કરાવ્યું; એમાં કુમારદેવીની Page #14 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૫ ગોજારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહારચૈત્ય પર સાત તામ્રકલશ ચઢાવ્યા. આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો અને તે મંદિરમાં નેમિનાથની ધાતુપ્રતિમા પધરાવી, કોરંટવાલગચ્છીય ચૈત્યમાં ચંદ્રપ્રભજિન કરાવ્યા. ખંડેલવાલવસતીમાં કાયોત્સર્ગ જિનયુગ્મ કરાવ્યું. શાંત્વસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ જિનાધીશના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (મુ ? ઉકેશવસતીમાં મોટું (જિન)બિંબ કરાવ્યું. વિરાચાર્ય-જિનાગારમાં ગજશાલા કરાવી. તેમાં અષ્ટાપદાવતારનું ઉન્નતચૈત્ય કરાવ્યું. રાજવિહાર પર નવા કાંચન કલશ કરાવ્યા. મૂલનાથ જિન-મૂલવસતિકાપ્રાસાદ)નો કલશ કરાવ્યો. શીલશાળી મુનિઓ માટે (૧૦૦?) ધર્મશાળા કરાવી. નાગેન્દ્રગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાવાળો ઉપાશ્રય કરાવ્યો; ત્યાં સત્રાલયની શ્રેણી કરાવી. (૩૭) બાઉલા ગ્રામ તેજપાલે અહીં નેમિનાથનું મંદિર કરાવ્યું. (૩૮) વડનગર વડનગરમાં તેજપાલે આદિજિનેશના પ્રાસાદનો સમુદ્ધાર કર્યો. આ મૂળ મંદિર દશમા શતકના મધ્યભાગમાં અને એની સામેની બે દેવકુલિકાઓ દશમા શતકના અંતભાગે થયેલી. મૂળમંદિરના વેદિબંધ સુધીનો ભાગ કાયમ રાખી ઉપલો તમામ ભાગ તેમ જ ગૂઢમંડપ અને ત્રિક તેજપાળે નવેસરથી કરાવેલાં. મૂળમંદિરનો જંઘાથી ઉપરના સમસ્ત ભાગનો ૧૮મી શતાબ્દીમાં ફરીને ઉદ્ધાર થયો છે. (૩૯) વ્યાઘપલ્લિ વાઘેલાઓની જન્મભૂમિ વાઘેલમાં પૂર્વજોએ કરાવેલ જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૪૦) નિરીન્દ્રગ્રામ વાળા નામના વાલીનાથ(વ્યંતર વલભીનાથ)ના મંદિરનો ઉદ્ધાર કર્યો. (૪૧) સીંદુલગ્રામમંડલ શ્રી વીર-જિનના મંદિરમાં કશુંક કરાવ્યું. (૪૨) ગોઘા ગોધરામાં ચાર (જિન)વેશ્મ કરાવ્યાં; ગિરીન્દ્ર સમો ઉત્તુંગ ગજ-અશ્વ રચનાંકિત ચતુર્વિશતિ અજિતસ્વામી તીર્થેશનો પ્રાસાદ તેજપાળે કરાવ્યો. (૪૩) મંડલિ માલમાં આદિજિનેન્દ્રની વસતી કરાવી. મોઢ અવસતીમાં મૂલનાયક પધરાવ્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ કુમારજિનાલયનો ઉદ્ધાર કરાવ્યો. (૪૪) શંખેશ્વર અહીં સુપ્રસિદ્ધ પાર્શ્વનાથના ચૈત્યનો ઉદ્ધાર કરી તે નવું કરાવ્યું. તેની દેવકુલિકાઓ પર હેમકુંભો મુકાવ્યા. (૪૫) સેરિસક સેરિસામાં મળેલાં પબાસણોના લેખોના આધારે પાર્શ્વનાથભવનમાં મલ્લદેવ અને પુણ્યસિંહના પુણ્યાર્થે નેમિ અને વીર ખત્તકમાં સ્થાપ્યાં. આ સિવાય (મૂલ)ચૈત્ય પર કાંચનકુંભ મુકાવ્યા. ચાર ચતુષ્કિકાઓ કરાવી અને ધર્મશાળાનો ઉદ્ધાર કર્યો. જિનપૂજન અર્થે વાપી અપાયુક્ત વાટિકા આપી. અપાયુક્ત સત્રાગાર કરાવ્યું. (૪૬) પ્રહ્નાદનપુર પાલણપુરમાં જિનવેમ્ભ પર હેમકુંભ મુકાવ્યાં. વામપત્તકમાં મોટું બિંબ મુકાવ્યું. ત્યાં બલાનકનો ઉદ્ધાર કર્યો. પોતાના પુણ્ય માટે (વસ્તુપાળ ?) વસતી કરાવી. (૪૭) ભીમપલ્લી ભીલડિયામાં સુવર્ણકુંભયુક્ત પાર્શ્વનાથના ઉન્નત મંદિરનું નિર્માણ કરાવ્યું. ગૌરીશંકર સંયુક્ત રાણકેશ્વરપ્રસાદ (વરધવળ શ્રેયાર્થે હશે?) કરાવ્યો. (૪૮) કર્કરાપુરી કાકરમાં આદિ-જિનેશનો પ્રાસાદ કરાવ્યો તથા નરેન્દ્રની (ભીમદેવની કે વરધવલની ?) અને પોતાની ધાતુનિર્મિત પ્રતિમાઓ વસ્તુપાળે) ખત્તકે સ્થાપી. (૪૯) આદિત્યપાટક ચૈત્ય અને ધાતુબિંબ કરાવ્યાં. (૫૦) વાય(ડ?)ગ્રામ (વાયડ ?)માં વીર જગન્ગ(જિનમહાવીર)ના ચૈત્યનો ઉદ્ધાર કર્યો. (૫૧) સૂર્યપુર ભાસ્વતશ્મનો ઉદ્ધાર કર્યો. વેદપાઠીઓ માટે બ્રહ્મશાલા કરાવી. એક, વિદ્યાર્થીઓ માટે, અને બીજું સાર્વજનિક, એમ બે સત્રાગાર કરાવ્યાં. Page #16 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૭ (૫૨) થારાપદ્ર થરાદમાં કુમારવિહારના સહોદર સમું નવીન જૈનમંદિર કરાવ્યું. જિનાગારમાં તેજપાળે અનુપમાદેવીના શ્રેયાર્થે મૂળનાયકની સ્થાપના કરી. (૫૩) ઉમારસીજગ્રામ વસ્તુપાળ પ્રપા અને પાWકુટિ કરાવી, બદરકૂપમાં પ્રપા કરાવી. (૫૪) વિજાપુર શ્રી વીર અને નાભેયનાં જિનાલયો હેમકુંભાંકિત કર્યા. (૫૫) તારંગા કુમારવિહારમાં નામેય અને નેમિજિન ખત્તકમાં પ્રતિષ્ઠિત કર્યા, જેના લેખો મોજૂદ છે. ગુજરાતને અડીને આવેલ અર્બુદમંડલ અને સત્યપુર(સાંચોરોમંડલ એ સમયે સોલંકીઓના આધિપત્ય નીચે હતાં; તે પ્રદેશની નગરીઓમાં પણ વસ્તુપાલ યા તેજપાળે તીર્થ સુકૃત્યો કરાવેલાં. (પ૬) ચંદ્રાવતી (તેજપાળે ?) પોતાના પુણ્ય માટે વસતી કરાવી. (૫૭) અર્બુદગિરિ બન્ને બાજુ હૃદ સહિત પદ્યા કરાવી. દંડેશ વિમલના મંદિરમાં મલ્લદેવના શ્રેયાર્થે મલ્લિનાથની પ્રતિષ્ઠા (ઈ. સ. ૧૨૨૨) ખત્તકમાં કરાવી. જિતેંદ્રભવન ૨૪ સુવર્ણ દંડકલશથી અલંકૃત કર્યું. પ્રદ્યુમન, શાબ, અંબા અને અવલોકનનાં શિખરોની અવતારરૂપ કુલિકાઓ કરાવ્યાં. તેજપાળે આરસના અદ્યપર્યત ઊભા રહેલા જગવિખ્યાત લુણવસહી મંદિરની ઈ. સ. ૧૨૩૨માં રચના કરી અને મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, વલાનક અને ૪૮ દેવકુલિકાઓથી એને શણગાર્યું. આ ઉપરાંત વસ્તુપાળ તેમ જ તેજપાલે અચલેશ્વરવિભુના મંડપનો તેમ જ શ્રીમાતાના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૫૮) સત્યપુર સાંચોરનાવિન (મહાવીર)ના મંદિરમાં દેવકુલિકાયુગ્મ કરાવ્યું. (પૂર્વ) હરણ કરાયેલા ચંદ્રપ્રભનું અધિવાસન કર્યું. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર રાજસ્થાનના સુદૂરના પ્રદેશોમાં પણ મંત્રી વસ્તુપાળ તીર્થધામો કરાવ્યાના ઉલ્લેખ વસ્તુપાળચરિતમાં મળી આવે છે. (૫૯) નાગપુર નાગોરમાં સત્રાલય શરૂ કરાવ્યું. પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ચતુર્વિશતિ જિનાલય કરાવ્યું. (૬૦) શંખપુર શાંતિનાથનું મંદિર કરાવ્યું. શાંબવસતીમાં નાભેયનું ભવન કરાવ્યું. (૬૧) દેવપલ્લી જિનચૈત્ય કરાવ્યું. (૬૨) ખેટ(ક) ખેડનગરમાં જિનચૈત્ય કરાવ્યું. (૬૩) (જા ?)વટનગર નવું નેમિશ્ન કરાવ્યું. (૬૪) ખદિરાલય વસ્તુપાળ નાભેય-જિનેંદ્રનું મંદિર કરાવ્યું; અને તેજપાળે ત્રિશલાદેવીનું ભવન કરાવ્યું. (૬૫) ચિત્રકૂટ ચિતોડમાં પહાડી પર અરિષ્ટનેમિનું જિનાગાર કરાવ્યું, જે પછીથી “સમિધેશ્વર' શિવાલયમાં પરિવર્તિત થયું છે. જિનહર્ષની નોંધો પરથી એમ જણાય છે કે વસ્તુપાળ મહારાષ્ટ્ર, મધ્યભારત, અને છેક દિલ્હી સુધી તીર્થધામો કરાવેલાં. (૬૬) નાસિક્યપુર નાસિકના જિનવેમમાં ખત્તકમાં જિનબિંબ કરાવ્યાં. (૬૭) વસંતસ્થાનક અવંતિ જિનાલયના ખત્તકમાં જિનબિંબ મુકાવ્યાં. Page #18 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૯ (૬૮) સૂર્યાદિત્યપુર ઋષભપ્રભુનું મંદિર કરાવ્યું. (૨૯) ગોપગિરિ ગ્વાલિયરમાં જિનપૂર્તિ સ્થાપી. આમસરોવરની પાળે શાંતિજિનાલય કરાવ્યું. પોતાના હિત માટે ધર્મચક્ર સહિતનું ધાતુબિંબ કરાવ્યું. (૭૦) યોગિનીપુર દિલ્હીમાં ગોમટાકારઅહ(બાહુબલી)નું ઉન્નત ચૈત્ય કરાવ્યું. સમેતશિખરથી લાવેલ વજબિંબ અને ચક્રેશ્વર મહાદેવી સ્થાપ્યાં. જિનહર્ષનાં કેટલાંક વિધાનો તદ્દન સ્પષ્ટ નથી; જેમ કે આશાપલ્લી પાસે કે કોઈ બીજે સ્થળે, મોટે ભાગે તો વસ્તુપાળે, પોતાના નામથી નગર વસાવી તેમાં તીર્થાધિપ વર્ધમાન જિનેશનું હેમકુંભવાળું નગોપમ દેવાલય કરાવેલું ને ત્યાં વિરધવલના સુકૃત્ય માટે ગજ, વાજિ અને નરથરવાળા બ્રહ્માનો પ્રાસાદ કરાવ્યો. જિનહર્ષે નોંધેલી હકીકતો આમ તો શંકાથી પર છે પણ દ્વારકાના ઉપલક્ષમાં કહેલી વાતો અત્યંત વિવાદાસ્પદ ગણવી જોઈએ. જિનહર્ષ કહે છે કે તેજપાળે (?) ગોમતીસાગર સંગમે ઉત્તુંગ નેમિચેત્ય કરાવ્યું, હવે આ સ્થાને તો દ્વારકાધીશ શ્રીકૃષ્ણનું મંદિર છે. સાંપ્રતકાળે જૈનોમાં એવી માન્યતા છે કે આ મંદિર નેમિનાથનું હતું અને જો એમ હોય તો એ તેજપાળની (?) કૃતિ ઠરે, પણ દ્વારકાધીશના મંદિરના મૂલપ્રાસાદ તેમ જ કપિલીનો ભાગ તો સિદ્ધરાજના સમય જેટલાં પુરાણાં છે અને એમાં સ્પષ્ટ રીતે જ વૈષ્ણવ શિલ્પચિહ્નો છે. એનું આયોજન પણ બ્રાહ્મણીય પ્રથાને અનુસરે છે, બ્રાહ્મણધર્મીઓને જૈનો પર એક આક્ષેપ એ છે કે તેઓ કેટલાંક બ્રાહ્મણ તીર્થધામોને અસલમાં જૈન હતાં તેવું મનાવે છે. હવે હડકત એ છે કે વર્તમાન દ્વારકામાં જૈન પ્રતિમાઓના કોઈ અવશેષો મળતા જ નથી, તો પછી જિનહર્ષે આવી નોંધ કેમ કરી હશે? આ સંબંધે વિચારતાં એમ લાગે છે કે દ્વારકાધીશનું મંદિર નેમિનાથનું હોવાની માન્યતા ૧૫મી શતાબ્દીમાં પણ જૈનોમાં પ્રચલિત હશે અને એ આધારે જિનહર્ષે દ્વારકાધીશના મંદિરનું નામ પાડ્યા સિવાય ગોમતીસાગર સંગમે તેજપાલ (?) નિર્મિત નેમિચેત્યની વાત લખી હોય અથવા તો દ્વારકાધીશના મંદિરની સામેના ભાગમાં બાજુમાં ક્યાંક કદાચ હોય પણ ખરું. પણ એનું કંઈ જ નક્કર પ્રમાણ નથી એ આશ્ચર્યજનક ગણાય. દ્વારકાધીશ અને રુકિમણીનાં પુરાણાં મંદિરો જળવાઈ રહે તો નેમિનાથનું જબરું મંદિર સર્વથા નષ્ટ થઈ જાય તેમ માનવું તર્ક સુસંગત લાગતું નથી. જિનહર્ષ વધુમાં નોંધે છે કે શંખોદ્ધારદ્વીપમાં તેજપાળે પ્રથમાઈનું મંદિર કરાવ્યું અને Page #19 -------------------------------------------------------------------------- ________________ 200 નિન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વિરધવલના શ્રેયાર્થે શંખેશ્વરનો ઉદ્ધાર કરાવ્યો. આ વાતોમાં તથ્ય હોઈ શકે છે. અહીં એકત્ર કરેલી આ વિષય પરની માહિતી ઉપરાંત પણ આ બન્ને બંધુઓનાં અન્ય સુકૃત્યો હશે જે અંગે ભવિષ્યમાં સામગ્રી ઉપલબ્ધ થશે તો પુરવણીરૂપે એક લેખ આપવા લેખકોનો સંકલ્પ છે. ટિપ્પણો : 1. વસ્તુપાલ અને લલિતાદેવીના પુત્ર જૈત્રસિંહનો આ પુત્ર હશે ? 2. કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર ઈંદિરાની; અર્થ એક જ છે. 3. આખંડલ મંડપ; કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર : અર્થ એક જ છે. 4. જિનહર્ષે અહીં નિજનાયક શબ્દનો વિનિયોગ કર્યો છે. 5. જિનહર્ષે કરેલ “નિજદેતા"નો અર્થ કરવો ? 6, ગોખલા સમજવાના. 7, જા, માઉં, સાઉ, ધનદેવી, સોગા, વય અને પાલા, 8. જાબાલિપુર(જાલોર)ના રાજા ઉદયસિંહના મંત્રી યશોવર વસ્તુપાલના મુરબ્બી મિત્ર હતા. બન્ને વચ્ચે અગાધ મૈત્રી હતી એટલે યશોવરના કલ્યાણ માટે શત્રુંજય પર વસ્તુપાલે પ્રતિમાઓ ભરાવી હોય તો એ બનવાજોગ છે. 9, જૈનસિંહે તેજપાલના સ્મરણાર્થે ચાન્દોન્માનપુરમાં ગજઅશ્વની રચનાવાળો પ્રાસાદ કરાવ્યાનું જિનહર્ષ નોંધે છે. આ પ્રાસાદ પણ સ્વર્ગારોહણપ્રાસાદ સમજવાનો, સ્વર્ગારોહણપ્રાસાદ સંબંધમાં એક સંશોધનાત્મક લેખ શ્રી પ્રભાશંકર સોમપુરા અને સાંપ્રત લેખક દ્વારા સ્વાધ્યાયમાં છપાઈ ચૂક્યો છે. 10. અંબાજીના દેવાલયવાળું “અંબા શિખર તો એ નામથી આજે પણ ઓળખાય છે, પણ અવલોકન, શાંબ, અને પ્રદ્યુમ્ન શિખરીનાં નામ બદલાઈ જઈ આજે તો ગોરખનાથ, દત્તાત્રય, અને ઓઘડનાથના, નામથી પરિચયમાં છે. 11, વસ્તુપાલ-તેજપાલના પ્રભાસમાં કરાવેલ જૈનમંદિરની ચર્ચા આ અગાઉ “સ્વાધ્યાય’ પુસ્તક, અંક 3 (અક્ષય તૃતીયા, વિસં. ૨૦૨૨)માં “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈન મંદિરો'એ શીર્ષક તળેના સચિત્ર લેખમાં વિસ્તારથી આ લેખના લેખકો કરી ચૂકયા છે. (જુઓ અહીં એ પુનર્મુદ્રિત લેખ.) 12 કડીગ્રામ તેમ જ લેખમાં આવતાં બીજાં કેટલાંક પ્રાચીન ગામોનાં અર્વાચીન નામો અંગે વાઘેલા યુગ પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર શ્રી નવીનચંદ્ર આચાર્ય સંશોધન કરી રહ્યા હતા. પછીથી એ પુસ્તક છપાઈ ગયું હતું. 13. વટેમાર્ગુઓ માટે રસ્તા ઉપર હશે. 14, ભરૂચ પાસે ઝઘડિયા એ ઝાંઝરિયા કદાચ હોઈ શકે. જિનહર્ષે આપેલા પ્રામક્રમમાં તે બેસે છે ખરું ?