________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૮૩
સૂરિવિરચિત ધમબ્યુદય મહાકાવ્ય (ઈ. સ. ૧ર૩૦ પૂર્વે) તથા સુકતકીર્તિકલ્લોલિની (ઈ. સ. ૧૨૩૨ પૂર્વે), (૫) અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (ઈ. સ. ૧૨૩૧ પૂર્વે), (૬) નરેન્દ્રપ્રભસૂરિરચિત “વસ્તુપાલપ્રશસ્તિ'(મોટી), (૭) વિજયસેનસૂરિકૃત રેવંતગિરિરાસુ (ઈસ્વી ૧૨૩૨ બાદ) (૮) પાલ્યાણપુત્રકૃત આબુરાસ, (૯) બાલચંદ્રકૃતિ વસંતવિલાસ, (ઈ. સ. ૧૨૪૦ પશ્ચા), (૧૦) મેરૂતુંગાચાર્યકૃત પ્રબંધચિંતામણિ (ઈ. સ. ૧૩૦૯), અને (૧૧) જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (ઈ. સ. ૧૪૪૧). આ સિવાયના ગ્રંથો-જેવા કે જિનપ્રભસૂરિરચિત કલ્પપ્રદીપ (૧૩મી-૧૪મી શતાબ્દી), રાજશેખરસુરિનો પ્રબંધકોશ (ઈ. સ. ૧૩૪૯), અને મુનિશ્રી જિનવિજયજી સંપાદિત પુરાતન પ્રબંધસંગ્રહના ૧૩થી ૧૫મી શતાબ્દીના લેખનોમાં જણાવેલી કેટલીક નોંધોના અપવાદો બાદ કરતાં બાકીનાની વિગતો તપાસતાં ઘણી વાર વ્યવહારુ શકયતાઓની પરિસીમાઓ વટાવી જતી હોઈ અહીં તેને બહુ લક્ષમાં લેવામાં આવી નથી; જ્યારે ઉપર કહી તે ૧૧ રચનાઓમાં અપાયેલી નોંધો સમતોલ, અન્યોન્ય પ્રામાણિત, પૂરક અને પ્રતીતિકર, તેમ જ કેટલીક વાર ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોના આધાર પર નિઃશંક પુરવાર થતી હોઈ અહીં એને જ પ્રમાણભૂત માનવામાં આવી છે. આ સિવાય ઉત્તરકાલીન લેખકોએ વસ્તુપાલ-તેજપાલને અનુલક્ષીને લખેલા રાસમાંથી કેટલીક ઉપયોગી લાગી તે માહિતીનો પણ અહીં-સમાવેશ કર્યો છે. તેમાં હીરાણંદ (ઈ. સ. ૧૪૨૯), લમીસાગર (ઈ. સ. ૧૪૫૨ પા), પાર્શ્વચંદ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુંદર (ઈ. સ, ૧૬૨૬), અને મેરુવિજય(ઈ. સ. ૧૬૬૫)ની કૃતિઓ પ્રમુખ રૂપે ગણી શકાય. આ વાડમયિક સાધનો ઉપરાંત ગિરનાર અને આબુ પરની બે મોટી પ્રશસ્તિઓના શિલાલેખોમાં અપાયેલી વિગતો તેમ જ શત્રુંજય, આબુ, અણહિલ્લવાડ પાટણ, ખંભાત, નગરા, લેરિસા, તારંગા, ધોળકા, ગણેશર, અને પ્રભાસમાંથી પ્રાપ્ત થયેલા પ્રકીર્ણ લેખોની માહિતીને પણ અહીં સમાવી લેવામાં આવી છે.
વસ્તુપાલ-તેજપાલનાં ધર્મલક્ષી સુકૃત્યોનું સમઝાવલોકન કરતાં એ મહામના મંત્રીઓની દાનશીલતાનો પ્રવાહ જૈન અને બ્રાહ્મણધર્મનાં ધર્મસ્થાનો પરત્વે તેમ જ ધાર્મિક અને જનોપયોગી વાસ્તુનિર્માણ તરફ નિષ્પક્ષ રીતે, પૂર્ણ ઔદાર્થથી, એકધારો રહ્યો છે. આ સુકૃત્યો કરતી વખતે આ સહૃદયી, પ્રેમાળ મંત્રીઓ પોતાના ભાઈભાંડુઓ, પૂર્વજો, ગુરુજનો, સગાંસંબંધીઓ, મિત્રો અને સમકાલીન રાજપુરુષોને પણ ભૂલ્યા નથી. આ તમામ સુકૃત્યરચનાઓનું વિશ્લેષણ કરતાં આ પ્રમાણે વર્ગીકરણ થાય છે : નાગરિક વાસ્તુમાં (૧) નગર નિર્માણ, (૨) વરણ વિધાન : આ તટાક, કુંડ, વાપી, શું કૂપ, ૩ પ્રપા, ક તકમંડપિકા. અને સાથે જ દેવાલયાદિ વાસ્તુકર્મણામાં (૩) પ્રાસાદ નિર્માણઃ ન જૈન, એ બ્રાહ્મણીય, ર્ મુસ્લિમ; (૪) દેવકુલિકાદિ નિર્માણ જૈન, મા સ્તંભ, રૂ પ્રતિહસ્તક, હું ઉત્તાનપટ્ટ, (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org