SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૪) વામનસ્થળી - મંત્રી તેજપાળે વંથળીમાં વસતી કરાવી અને ગામના પ્રાંતમાં વાપી કરાવી. (૫) દેવપત્તન વસ્તુપાલે અહીં પુરાતન ચંદ્રપ્રભજિનના મંદિરના અંત ભાગે પૌષધશાલા સહિત અષ્ટાપદપ્રાસાદ બંધાવ્યો. એક બીજી પૌષધશાલા પણ કરાવી અને આવક માટે અદૃશાલા અને ગૃહમાલા કરાવી આપ્યાં. ભગવાન સોમનાથની રત્નખચિત મુંડમાળા રાજા વિરધવળના સંતોષ માટે કરાવી. સોમનાથના મંદિર આગળ તેજપાલે પોતાની કીર્તિ માટે ડુંગર જેવા બે હાથી અને એક ઘોડો કરાવ્યા. દ્વિજના વેદપાઠ માટે બ્રહ્મશાલા અને સત્રાગાર કરાવ્યાં. તેજપાળે આદિનાથનું મોટું મંદિર કરાવ્યું. અનુપમાદેવીએ. ઈ. સ. ૧૨૩૪માં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરાવી. વસ્તુપાલે કરાવેલા અષ્ટાપદના સ્તંભો અને સુંદર છત હાલ અહીંના જુમ્મા મસ્જિદના પ્રવેશમંડપમાં છે; જયારે તેજપાલવાળા આદિનાથ મંદિરના સ્તંભો અને મંડપની છત માઈપુરી મસ્જિદમાં છે". (૬) કુહેડીગ્રામ તપોધનો માટે વસ્તુપાલે અભિરામ (આરામ? આશ્ચમ ?) કરાવ્યોર (૭) કોડિયનારિ કોડીનારમાં વસ્તુપાલે નેમિનાથત્યને ચંચધ્વજથી શોભિત કર્યું. અંબિકાના મંદિરનો ઉદ્ધાર કરી તેના પર હેમકલશ ચઢાવ્યો. (૮) અજાહરપુર ઉના પાસેના અજારાગ્રામમાં મંત્રીશ્વર વસ્તુપાલે જિનાધીશ(પાર્શ્વનાથ ?)ના મંદિરનો ઉદ્ધાર કરી તેના શિખર પર કાંચનકલશ મુકાવ્યો. નિત્યપૂજા અર્થે ગામની બહાર વાટિકા અને વાપી કરાવ્યાં. (૯) મધુમતી મહુવામાં જાવડી શ્રેષ્ઠીએ કરાવેલ વીરમંદિર પર વસ્તુપાલે ધજા અને હેમકુંભ મુકાવ્યાં. (૧૦) તાલધ્વજપુર તળાજામાં વસ્તુપાલે ઋષભદેવનો પ્રાસાદ કરાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249391
Book TitleVastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size604 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy