SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૭ (૫૨) થારાપદ્ર થરાદમાં કુમારવિહારના સહોદર સમું નવીન જૈનમંદિર કરાવ્યું. જિનાગારમાં તેજપાળે અનુપમાદેવીના શ્રેયાર્થે મૂળનાયકની સ્થાપના કરી. (૫૩) ઉમારસીજગ્રામ વસ્તુપાળ પ્રપા અને પાWકુટિ કરાવી, બદરકૂપમાં પ્રપા કરાવી. (૫૪) વિજાપુર શ્રી વીર અને નાભેયનાં જિનાલયો હેમકુંભાંકિત કર્યા. (૫૫) તારંગા કુમારવિહારમાં નામેય અને નેમિજિન ખત્તકમાં પ્રતિષ્ઠિત કર્યા, જેના લેખો મોજૂદ છે. ગુજરાતને અડીને આવેલ અર્બુદમંડલ અને સત્યપુર(સાંચોરોમંડલ એ સમયે સોલંકીઓના આધિપત્ય નીચે હતાં; તે પ્રદેશની નગરીઓમાં પણ વસ્તુપાલ યા તેજપાળે તીર્થ સુકૃત્યો કરાવેલાં. (પ૬) ચંદ્રાવતી (તેજપાળે ?) પોતાના પુણ્ય માટે વસતી કરાવી. (૫૭) અર્બુદગિરિ બન્ને બાજુ હૃદ સહિત પદ્યા કરાવી. દંડેશ વિમલના મંદિરમાં મલ્લદેવના શ્રેયાર્થે મલ્લિનાથની પ્રતિષ્ઠા (ઈ. સ. ૧૨૨૨) ખત્તકમાં કરાવી. જિતેંદ્રભવન ૨૪ સુવર્ણ દંડકલશથી અલંકૃત કર્યું. પ્રદ્યુમન, શાબ, અંબા અને અવલોકનનાં શિખરોની અવતારરૂપ કુલિકાઓ કરાવ્યાં. તેજપાળે આરસના અદ્યપર્યત ઊભા રહેલા જગવિખ્યાત લુણવસહી મંદિરની ઈ. સ. ૧૨૩૨માં રચના કરી અને મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, વલાનક અને ૪૮ દેવકુલિકાઓથી એને શણગાર્યું. આ ઉપરાંત વસ્તુપાળ તેમ જ તેજપાલે અચલેશ્વરવિભુના મંડપનો તેમ જ શ્રીમાતાના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૫૮) સત્યપુર સાંચોરનાવિન (મહાવીર)ના મંદિરમાં દેવકુલિકાયુગ્મ કરાવ્યું. (પૂર્વ) હરણ કરાયેલા ચંદ્રપ્રભનું અધિવાસન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249391
Book TitleVastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size604 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy