________________
૧૯૬
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
કુમારજિનાલયનો ઉદ્ધાર કરાવ્યો. (૪૪) શંખેશ્વર
અહીં સુપ્રસિદ્ધ પાર્શ્વનાથના ચૈત્યનો ઉદ્ધાર કરી તે નવું કરાવ્યું. તેની દેવકુલિકાઓ પર હેમકુંભો મુકાવ્યા. (૪૫) સેરિસક
સેરિસામાં મળેલાં પબાસણોના લેખોના આધારે પાર્શ્વનાથભવનમાં મલ્લદેવ અને પુણ્યસિંહના પુણ્યાર્થે નેમિ અને વીર ખત્તકમાં સ્થાપ્યાં. આ સિવાય (મૂલ)ચૈત્ય પર કાંચનકુંભ મુકાવ્યા. ચાર ચતુષ્કિકાઓ કરાવી અને ધર્મશાળાનો ઉદ્ધાર કર્યો. જિનપૂજન અર્થે વાપી અપાયુક્ત વાટિકા આપી. અપાયુક્ત સત્રાગાર કરાવ્યું. (૪૬) પ્રહ્નાદનપુર
પાલણપુરમાં જિનવેમ્ભ પર હેમકુંભ મુકાવ્યાં. વામપત્તકમાં મોટું બિંબ મુકાવ્યું. ત્યાં બલાનકનો ઉદ્ધાર કર્યો. પોતાના પુણ્ય માટે (વસ્તુપાળ ?) વસતી કરાવી. (૪૭) ભીમપલ્લી
ભીલડિયામાં સુવર્ણકુંભયુક્ત પાર્શ્વનાથના ઉન્નત મંદિરનું નિર્માણ કરાવ્યું. ગૌરીશંકર સંયુક્ત રાણકેશ્વરપ્રસાદ (વરધવળ શ્રેયાર્થે હશે?) કરાવ્યો. (૪૮) કર્કરાપુરી
કાકરમાં આદિ-જિનેશનો પ્રાસાદ કરાવ્યો તથા નરેન્દ્રની (ભીમદેવની કે વરધવલની ?) અને પોતાની ધાતુનિર્મિત પ્રતિમાઓ વસ્તુપાળે) ખત્તકે સ્થાપી. (૪૯) આદિત્યપાટક
ચૈત્ય અને ધાતુબિંબ કરાવ્યાં. (૫૦) વાય(ડ?)ગ્રામ
(વાયડ ?)માં વીર જગન્ગ(જિનમહાવીર)ના ચૈત્યનો ઉદ્ધાર કર્યો. (૫૧) સૂર્યપુર
ભાસ્વતશ્મનો ઉદ્ધાર કર્યો. વેદપાઠીઓ માટે બ્રહ્મશાલા કરાવી. એક, વિદ્યાર્થીઓ માટે, અને બીજું સાર્વજનિક, એમ બે સત્રાગાર કરાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org