Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
View full book text
________________ 200 નિન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ વિરધવલના શ્રેયાર્થે શંખેશ્વરનો ઉદ્ધાર કરાવ્યો. આ વાતોમાં તથ્ય હોઈ શકે છે. અહીં એકત્ર કરેલી આ વિષય પરની માહિતી ઉપરાંત પણ આ બન્ને બંધુઓનાં અન્ય સુકૃત્યો હશે જે અંગે ભવિષ્યમાં સામગ્રી ઉપલબ્ધ થશે તો પુરવણીરૂપે એક લેખ આપવા લેખકોનો સંકલ્પ છે. ટિપ્પણો : 1. વસ્તુપાલ અને લલિતાદેવીના પુત્ર જૈત્રસિંહનો આ પુત્ર હશે ? 2. કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર ઈંદિરાની; અર્થ એક જ છે. 3. આખંડલ મંડપ; કેટલાક પ્રશસ્તિકારોનાં કથન અનુસાર : અર્થ એક જ છે. 4. જિનહર્ષે અહીં નિજનાયક શબ્દનો વિનિયોગ કર્યો છે. 5. જિનહર્ષે કરેલ “નિજદેતા"નો અર્થ કરવો ? 6, ગોખલા સમજવાના. 7, જા, માઉં, સાઉ, ધનદેવી, સોગા, વય અને પાલા, 8. જાબાલિપુર(જાલોર)ના રાજા ઉદયસિંહના મંત્રી યશોવર વસ્તુપાલના મુરબ્બી મિત્ર હતા. બન્ને વચ્ચે અગાધ મૈત્રી હતી એટલે યશોવરના કલ્યાણ માટે શત્રુંજય પર વસ્તુપાલે પ્રતિમાઓ ભરાવી હોય તો એ બનવાજોગ છે. 9, જૈનસિંહે તેજપાલના સ્મરણાર્થે ચાન્દોન્માનપુરમાં ગજઅશ્વની રચનાવાળો પ્રાસાદ કરાવ્યાનું જિનહર્ષ નોંધે છે. આ પ્રાસાદ પણ સ્વર્ગારોહણપ્રાસાદ સમજવાનો, સ્વર્ગારોહણપ્રાસાદ સંબંધમાં એક સંશોધનાત્મક લેખ શ્રી પ્રભાશંકર સોમપુરા અને સાંપ્રત લેખક દ્વારા સ્વાધ્યાયમાં છપાઈ ચૂક્યો છે. 10. અંબાજીના દેવાલયવાળું “અંબા શિખર તો એ નામથી આજે પણ ઓળખાય છે, પણ અવલોકન, શાંબ, અને પ્રદ્યુમ્ન શિખરીનાં નામ બદલાઈ જઈ આજે તો ગોરખનાથ, દત્તાત્રય, અને ઓઘડનાથના, નામથી પરિચયમાં છે. 11, વસ્તુપાલ-તેજપાલના પ્રભાસમાં કરાવેલ જૈનમંદિરની ચર્ચા આ અગાઉ “સ્વાધ્યાય’ પુસ્તક, અંક 3 (અક્ષય તૃતીયા, વિસં. ૨૦૨૨)માં “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈન મંદિરો'એ શીર્ષક તળેના સચિત્ર લેખમાં વિસ્તારથી આ લેખના લેખકો કરી ચૂકયા છે. (જુઓ અહીં એ પુનર્મુદ્રિત લેખ.) 12 કડીગ્રામ તેમ જ લેખમાં આવતાં બીજાં કેટલાંક પ્રાચીન ગામોનાં અર્વાચીન નામો અંગે વાઘેલા યુગ પર મહાનિબંધ લખી પીએચ.ડી.ની ઉપાધિ મેળવનાર શ્રી નવીનચંદ્ર આચાર્ય સંશોધન કરી રહ્યા હતા. પછીથી એ પુસ્તક છપાઈ ગયું હતું. 13. વટેમાર્ગુઓ માટે રસ્તા ઉપર હશે. 14, ભરૂચ પાસે ઝઘડિયા એ ઝાંઝરિયા કદાચ હોઈ શકે. જિનહર્ષે આપેલા પ્રામક્રમમાં તે બેસે છે ખરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org