Book Title: Vastupal Tejpal ni Kirttanatmaka Pravruttio
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 14
________________ વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ ૧૯૫ ગોજારૂઢ મૂર્તિ મુકાવી. કુમારવિહારચૈત્ય પર સાત તામ્રકલશ ચઢાવ્યા. આહડદેવના ચૈત્યમાં મુખમંડપ કરાવ્યો અને તે મંદિરમાં નેમિનાથની ધાતુપ્રતિમા પધરાવી, કોરંટવાલગચ્છીય ચૈત્યમાં ચંદ્રપ્રભજિન કરાવ્યા. ખંડેલવાલવસતીમાં કાયોત્સર્ગ જિનયુગ્મ કરાવ્યું. શાંત્વસતિકાનો જીર્ણોદ્ધાર કરાવી તેના પર હેમકુંભ ચઢાવ્યો. મલ્લિનાથ જિનાધીશના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (મુ ? ઉકેશવસતીમાં મોટું (જિન)બિંબ કરાવ્યું. વિરાચાર્ય-જિનાગારમાં ગજશાલા કરાવી. તેમાં અષ્ટાપદાવતારનું ઉન્નતચૈત્ય કરાવ્યું. રાજવિહાર પર નવા કાંચન કલશ કરાવ્યા. મૂલનાથ જિન-મૂલવસતિકાપ્રાસાદ)નો કલશ કરાવ્યો. શીલશાળી મુનિઓ માટે (૧૦૦?) ધર્મશાળા કરાવી. નાગેન્દ્રગચ્છના સાધુઓ માટે ત્રણ મજલાવાળો ઉપાશ્રય કરાવ્યો; ત્યાં સત્રાલયની શ્રેણી કરાવી. (૩૭) બાઉલા ગ્રામ તેજપાલે અહીં નેમિનાથનું મંદિર કરાવ્યું. (૩૮) વડનગર વડનગરમાં તેજપાલે આદિજિનેશના પ્રાસાદનો સમુદ્ધાર કર્યો. આ મૂળ મંદિર દશમા શતકના મધ્યભાગમાં અને એની સામેની બે દેવકુલિકાઓ દશમા શતકના અંતભાગે થયેલી. મૂળમંદિરના વેદિબંધ સુધીનો ભાગ કાયમ રાખી ઉપલો તમામ ભાગ તેમ જ ગૂઢમંડપ અને ત્રિક તેજપાળે નવેસરથી કરાવેલાં. મૂળમંદિરનો જંઘાથી ઉપરના સમસ્ત ભાગનો ૧૮મી શતાબ્દીમાં ફરીને ઉદ્ધાર થયો છે. (૩૯) વ્યાઘપલ્લિ વાઘેલાઓની જન્મભૂમિ વાઘેલમાં પૂર્વજોએ કરાવેલ જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૪૦) નિરીન્દ્રગ્રામ વાળા નામના વાલીનાથ(વ્યંતર વલભીનાથ)ના મંદિરનો ઉદ્ધાર કર્યો. (૪૧) સીંદુલગ્રામમંડલ શ્રી વીર-જિનના મંદિરમાં કશુંક કરાવ્યું. (૪૨) ગોઘા ગોધરામાં ચાર (જિન)વેશ્મ કરાવ્યાં; ગિરીન્દ્ર સમો ઉત્તુંગ ગજ-અશ્વ રચનાંકિત ચતુર્વિશતિ અજિતસ્વામી તીર્થેશનો પ્રાસાદ તેજપાળે કરાવ્યો. (૪૩) મંડલિ માલમાં આદિજિનેન્દ્રની વસતી કરાવી. મોઢ અવસતીમાં મૂલનાયક પધરાવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19